Readers

Wednesday, February 4, 2026

વિશ્વ કેન્સર દિવસ

 


                                વિશ્વ કેન્સર દિવસ { 3 જી ફેબ્રુઆરી }

            પૂર્ણ રીતે જેને હરાવી નથી શકાયો એવો માનવજાતનો મહાશત્રુ એટલે કેન્સર. સૈનિક, દુશ્મન સામે પુરી તાકાત સાથે લડે. લડતી વખતે તેને અંતિમ પરિણામની હંમેશ હકારાત્મક આશા હોય  અંતે કોઈ સૈનિક જીતે તો કોઈ હારે.

            આજે જેને નિકટથી પ્રત્યક્ષ જોયેલા બે કેન્સરગ્રસ્ત બ્યાક્તિની વાત લખવી છે. આશરે પચાસેક વર્ષ પહેલાં કાકાને ગળાંનું કેન્સર થયું.અમદાવાદથી ચારસો કી.મી. દૂર ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક શિક્ષક.ધીમે ધીમે ખાવાનું અને બોલવાનું બંધ થયું..નિદાન થયું.સારવાર શરુ થઇ. એ વખતે આજના જેવી આધુનિક સારવાર અને શોધ જ નહોતાં. પણ કાકા પાસે અજબ  હિંમત  અને શ્રદ્ધા હતાં.

              સારવાર મારે અમદાવાદ જ આવવાનું..શરૂમાં દર મહિને રેડિયોથેરપી ટ્રેનમાં એકલા આવવાનું.સારવાર લઈને પાછા. .ખુબ લંબાયા સમય સુધી અવિરત ચાલ્યું. રિપોર્ટ્સ હકારાત્મક આવતા ગયા એટલે પછી દર બે  મહિને આવવાનું .પછી ત્રણ માસે અને પછી છ મહિને આવવાનું. આવું લાગલગાટ પંદર વર્ષ.બે ચાર વાક્યમાં લખાયેલી આ વાત વ્યવહારમાં કેટલી કઠિન હશે એ કલ્પના જ કરવી રહી.

            એ વખતે કચ્છ માંડવીમાં એક  પ્રતિષ્ઠિત ડોક્ટર કેન્સર જાગૃતિ માટે અલગ અલગ  ગ્રામ્ય વિસ્તાર અને પ્રદેશમાં કાર્ય કરતા.. તેઓ કાકાને સાથે લઇ જતા.અને કાકાના સ્વમુખે કેન્સર સામે લડવાની ને જીતવાની વાત કહેરાવતા. અલબત્ત ખુબ લાંબા સમય પછી એમને અન્યત્ર પણ કદી ન મટે તેવું કેન્સર થયું .અને 'જન્મે તેનું મૃત્યુ.' --  ક્રમે તેઓ વિદાય લઇ ગયા.કેન્સર સામેની લડત ખરેખર  દાદ માંગી લે તેવી હતી.આવેલ સ્થિતિ સામે  ધીરજપૂર્વક લડવું ,પોતાની અને પરિવારની હિંમત ટકાવી રાખવી એ ખુબ મોટી કસોટી હોય .કાકા તેમાંથી ચોક્કસ પાર ઉતર્યા.

              બીજો કિસ્સો કરુણાજનક છે.ભાણેજ { બહેનની પુત્રી } ને આજથી છ સાત વર્ષ અગાઉ તેની પચાસેક વર્ષની આયુમાં કેન્સરનું નિદાન થયું.પુત્રો અને પરિવાર સતત સારવાર અને સેવામાં લાગી ગયા.ખર્ચાળ પણ આધુનિક સારવાર ચાલતી રહી.ખુબ લમ્બો સમય સારવાર. પણ કેટલીક દવાઓ શરીર ક્ષમતાથી પર હોય એ રહે સૌરાષ્ટ્રના મોટા શરિરમાં .એક બે તેની પાસે જવાનું પણ થયું.ઓળખાય નહિ તેવું શરીર.ઇન્જેક્શન અને તીવ્ર દવા ડોઝના આંકડા કદાચ ડોક્ટરોને પણ યાદ નહિ હોય.

           .ગુજરાતીમાં કહેવત છે,' બકરું કાઢતા ઊંટ પેઠું .' જેવો તાલ એમના કિસ્સામાં થયો .બીજી અનેક અનેક સમસ્યાઓ તેમના શરીરમાં થતી ગઈ.શરીર કૃશ થતું ગયું.કરુણા તો ત્યારે ઉપજે,  જયારે પોતે દર અઠવાડીએ યાદ કરીને ફોન કરે .પીડા થતાં પણ ફોન પર  હસતે અવાજે કહે –‘ ,મને સારું છે.ચિંતા ન કરશો.' જે દેશી ઉપચારો બતાવીએ તે કરે.તકલીફો વધે એટલે ડોક્ટર ,દવા અને દવાખાના પણ વધે

           .ક્યારેક ખબર હોવા છતાં માણસ ઝાંઝવા ના જળ પાછળ દોડતો હોય.આવું એમના કિસ્સામાં હતું.ખુબ મોડેથી જાણવા મળ્યું કે  આ કેન્સર તો 'રક્તબીજ ' રાક્ષસ પ્રકારનું હતું .તેને તો રખાય તેટલું અંકુશમાં જ રાખવાનું હતું .સૈનિક  હારી ગયો.

No comments:

Post a Comment