Readers

Thursday, April 30, 2026

યાત્રા - મૂર્તિમંત બાલી ભાગ 3 { 1 થી 3 }

                              

                                   યાત્રા - મૂર્તિમંત બાલી  ભાગ 3 { 1 થી 3 } 

   તારીખ 10 મી એપ્રિલ શુક્રવાર સવારે Tegenungan Waterfall  તરફ.આશરે પાંચસો પગથિયાં ઉતરીને  નીચેથી ઉંચો ભવ્ય ધોધ જોવાનો અનેરો લહાવો છે. 46 કી.મી નો વિસ્તાર ધરાવતી બાલીની સૌથી મોટી નદી પેટાનું પર આવેલો આ Tegenungan Waterfall

 બતુર નામક પહાડીમાંથી નીકળે છે.


પેટાનું નદી કિનારો ધ્યાન ક્રિયા કરવા માટે પ્રચલિત છે આ નદીને ત્યાંના લોકો ભૌતિક સુખાકારી અને આધ્યાત્મિક ભાવનાથી જુએ છે.

 ત્યાંથી Bali Jungle Swings ની સાથે સ્થાનિક ભોજન. ઉંચી નાળિયેરીના થડ સાથે દોરડા વાળા વિવિધ પ્રકારના હીચકાઓ પર બેસવાનો અદભુત લ્હાવો છે. 10 મીટર થી માંડીને 78 મીટરની ઊંચાઈ વાળા 12 જેટલા હિંચકા -ઝૂલા અને વિવિધતા ધરાવતા  નવ જેટલા પક્ષીમાલા ધરાવતા આ આ રમણીય સ્થળને પૃથ્વી પરના અનોખા સ્વર્ગની ઓળખ અપાય છે.અને  ઝૂલતી વેલા એની અનુભૂતિ પણ થાય જો  ડર ન લાગે તો. નીચે ઊંડી ખીણ અને હીંચકો ઝૂલે ત્યારે ભય અને આનંદ મિશ્રિત  રોમાંચ  ખરેખર અદભુત હોય છે.


પક્ષીના માળા
, ર્હદય જેવા આકારની અનેક ફોટો  ફ્રેમમાં ફોટો પડાવી લીધાનો પણ સહુને આનંદ.મોલા ભાત ,નુડલ્સ ,મોટા પાંદડાવાળા કોબીનું સૂપ બટેકાની વેફર વગેરે હસતે મોઢે સ્થાનિક ભોજન તરીકે ખાધા.

             માર્ગમાં ચોખાના ખેતર Tegalalan   Rice Terrace  જોયાં ઝરમર વરસાદ શરુ થયો.કિંતામણિ જ્વાળામુખીની સાથે વિશાળ સરોવરની સુંદરતા માણી દસ વર્ગ કિલોમીટર માં પથરાયેલી બેતૂર પર્વતમાળા અને બેતૂર સરોવર પાસે આવેલો કિંતા મણિ સક્રિય જવાળામુખી એ બાલીનું મુખ્ય આકર્ષણ છે.ત્રીસેક હજાર વર્ષ પહેલા ઓળખાયેલો આ જવાળામુખી પ્રાપ્ત માહિતી અનુસાર  આ જવાળામુખી 1804 થી સક્રિય છે. છેલ્લે 2000 ની સાલમાં ફાટેલો. 



700 મીટર ઊંચા જવલામુખીમાંથી 1963 ની નીકળેલો લાવા રસ લોકો દૂરથી પણ નિહાળી શકે છે.20 મી ઓક્ટોબર 2012 ના દિને યુનેસ્કોએ આ પ્રદેશને e Global Geoparks Network તરીકે જાહેર કરેલો છે.લાંબી પર્વતમાળા અને વિશાળ સરોવર પર સૂર્યોદય જોવાનો લ્હાવો પણ અનેક પ્રવાસીઓ લે છે.સક્રિય  જ્વાળામુખી છેલ્લે 2002 માં ફાટેલો તેની હળવી ધુમ્ર્સર હજુ વર્તાય છે એવું કહેવાય છે. ઘેરા  વરસાદી વાતાવરણમાં આછેરો નિરીક્ષણ અનુભવ કરી સંતોષ માણ્યો..ભોજન પછી હોટેલ પરત .

           તારીખ 11 મી એપ્રિલ શનિવાર તાનાહ લોટ મંદિર જોયું.આ સ્થળ હિન્દ મહાસાગરમાં સૂર્યાસ્ત જોવા માટે પ્રચલિત છે.


જોકે અમે ત્યાં બપોરે હતાસમુદ્ર કિનારે ઊંચા ખડક પર આવેલાં આ મંદિર માં વરુણ દેવ પ્રસ્થાપિત છે.સોળમી સદી માં બંધાયેલ મંદિરને ઈ.સ.  1980 જાપાન સરકારના ઋણ થી જીર્ણોદ્ધાર કરાયું છે..

        ત્યાંથી બાલીના પ્રખ્યાત હિન્દૂ મંદિર  ઉલાન દાન મંદિર અને સરોવર જોયા. અહીં આવેલું સરોવર મધ્ય બાળી નો મુખ્ય જળ સ્ત્રોત છે. ઈ.સ.1633 માં બંધાયેલા આ

Pura Ulun Danu Bratan મંદિરના 11 માળના શિખર છે


શિવ પાર્વતી અને બુદ્ધ પ્રતિમાઓ વિરાજમાન છે. અહીં વિષ્ણુ ઉપરાંત લક્ષ્મીમાતાનું પણ મંદિર છે.આગળ જતા હાંડારા ગેટ તરફ ગયા.બાલીનું આ સૌથી ઉંચુ પ્રવેશદ્વાર છે.

Hundara Gate – બાલીના અનોખા સ્થાપત્ય માટે પ્રચલિત છે .3 થી દસ મીટરની ઊંચાઈ ધરાવતું આ સ્થાપત્ય સ્થાનિક લોકો માટે વારસા અને અધ્યાત્મ નું મહત્ત્વ ધરાવે છે તો પ્રવાસીઓ માટે તે તે ફોટો શૂટ સ્થળ બને છે કેમકે તેની આસપાસ વિશાળ હરિયાળી અને પર્વતમાળા આવેલાં છે.વચ્ચે અલ્પ ઝલપ કોફી બગીચાની મુલાકાત Kopi Luwak Farm માં અલગ અલગ ફ્લેવરની સાદી અને  Luwak iકોફી તૈયાર થાય છે.કોફી વૃક્ષો અને તેના પરના કોફી દાણા જોવાની તક મળી.અહીંની  Luwak કોફી વિશેષ પ્રચલિત છે.વિદેશીઓ ઉપરાંત કહેવાતા સુધારેલા ભારતીયો માં તેની વિશેષ માંગ છે.પણ તે તૈયાર કરવાની પ્રક્રિયા વાંચવા પહેલાં તમારે નાક  બંધ કરવું પડશે.- કર્યું ?  - હવે વાંચો, સાદા કોફી ઝાડ ના બી નોળીયા { The Civet Cat } જેવા પ્રાણીને ખવરાવે.પછી સુમધુર સ્વાદ અને સુગંધ સાથે બહાર { ? }  નીકળે. સૂકવીને  દળી ને પેકીંગ થાણે સાદી કોફી કરતાં પાંચેક ગણા ભાવે વેચાય..ભોજન બાદ હોટેલ પર

            .આજે કથાનું પાંચમું અને અંતિમ ચરણ હતું. કથારસપાન પછી ટ્રાવેલ એજન્સી દ્વારા  સહુ  શ્રોતાઓનું શ્રી કવિતાબેનના વરદહસ્તે અભિવાદન કરાયું.ગૃપફોટો  પાડીને પુર્ણાહુતી થઇ.

            તારીખ 12 મી એપ્રિલ સવારે નાસ્તા પછી ચેક આઉટ એરપોર્ટ પ્રયાણ. માર્ગમાં અગાઉની જેમ કુઆલામ્પુર વિમાન બદલીને 12 મી એ જ.  રાત્રે જ સહુ પોતપોતાના નિજ ઘર મંદિરે પહોંચ્યા.અને પ્રસંગો અને  સ્મરણો વાગોળતા રહ્યા.

          મોટાભાગે સદા હસમુખ અને સરળ પ્રકૃત્તિવાળી પ્રજા હોય તેવું લાગ્યું.મોટા મંદિરો ફક્ત તહેવારોમાં જ ખુલે પણ દરેક ઘરના આંગણમાં નાનું મંદિર હોય જ. અહીંના કેટલાક મંદિરોમાં ત્યાંના પરંપરાગત વસ્ત્ર પહેરીને અનેક ગોમુખ વાળા હોજમાં સ્નાનની પ્રથા છે.અમારામાંના કેટલાકે તે લાભ લીધો પણ ખરો.

           જ્યાં ભગવાન શ્રી વિષ્ણુની શેષશય્યામાં મસ્તક છે તે હિન્દ મહાસાગરમાં આવેલા બાલી ટાપુ પર યોજિત શ્રી વિષ્ણુપુરાણ કથામાં શ્રી કવિતાબેન દ્વારા શ્રી વિષ્ણુપુરાણ માહાત્મ્ય સાથે દશાવતાર ,રામ કૃષ્ણ જન્મ ,ધ્રુવ  પ્રહલાદ આખ્યાન ,પિતૃ આદર શ્રાદ્ધ મૂલ્ય ,કળિયુગ દર્શન જેવા મૂલ્યવાન વર્ણન સાથે વ્યવહારિક જીવનને ઉત્કૃષ્ટ બનાવવાના નિર્દેશન સહજ અને સરળ વાણી થી પ્રસ્તુત થયા.અને સહુ એ ભાવમગ્ન થઈને શ્રવણ કર્યું.

           Tourisque Travel  Agency ના શ્રી ધર્મેશભાઈ અને શ્રી રાજભાઈ નું ખુબ સુંદર આયોજન ખરેખર દાદ માંગી લે. ખાસ તો ઉત્તમ હોટેલ,ખુબ સારી બસ  અને ગાઈડ ,ભારતીય ભોજન ગૃહ વગેરેની પસંદગી  ખુબ જ સારી..નાનામાં નાની વાતની કાળજી ,દરેક  વખતે સાથે.અને કોઈને પણ આવેલી નાની કે મોટી સમસ્યા વખતે સતત સાથે રહી નિવારણ ભુલાય તેવું નથી.સદાય હસમુખા બે ય ભાઈઓની ચોક્કસ પ્રગતિ થશે.

          વિષ્ણુપ્રિય બાલીમાં શ્રી વિષ્ણુપુરાણ કથા શ્રવણ એટલે  જીવનનું સહુથી મોટું સંભારણું જ હોય ને ?  જય  શ્રી કૃષ્ણ

સહુને શુભકામના 

દિનેશ લ. માંકડ 

ચલિત દુરભાષ 9427960979

વૈવિધ્ય ભર્યા અનેક લેખ આપ નીચેની બ્લોગ લિંક પર વાંચી શકો.

mankaddinesh.blogspot.com



Wednesday, April 29, 2026

યાત્રા -મૂર્તિમંત બાલી -ભાગ 2 { 1 થી 3 }

                                   

                                           યાત્રા -મૂર્તિમંત બાલી -ભાગ 2 { 1 થી 3 }

               તારીખ 7 મી એપ્રિલ  મંગળવાર સવારે હોટેલમાં સવારનો નાસ્તો પતાવી પાંડવ બીચ તરફ પ્રયાણ. બાલી બીચ  ટાપુ હોવાને કારણે અનેક અહીં બીચ વધારે લોકપ્રિય છે.પાંડવ બીચ નામાભીધાનનું કારણ અહીં પાંચ પાંડવ અને કુંતીની પ્રતિમા છે.અહીં ઘણી  પાણી ની રમતો ગોઠવાય છે   વિશાળ  રત્નાકર ના ઉછળતાં મોજાં  દૂર આવેલ પર્વતમાળા આંબવા મથતા જોવાનો એક વિશેષ લહાવો છે.ત્યાંથી બપોરે ઉલુવાતુ Uluwatu  મંદિર 



.સમુદ્રના મોજાની લહેરો વચ્ચે  ઊંચી ખીણ પર આવેલું આ મન્દિર  ભવ્ય છે જ્યાં  ભગવાન શિવ  રુદ્ર નું પ્રસ્થાપન છે એવું મધદરીએ આવેલું 70 મીટર ઉન્નવહુ  ઉલુવાતું મંદિર ની પ્રતિષ્ઠાનો ઇતિહાસ અજાણ છે પણ નવમી સદી માં તે ઓળખાયું અને 11 મી સદી માં રાજા Msula-Masuli { ઉચ્ચાર એમને પૂછી આવવા } એ તેને સુગ્રથિત કર્યું.પ્રત્યેક બાલી વાસીના મનમાં એવી પાક્કી આસ્થા છે દરિયારી માર્ગે આવતી તમામ નકારાત્મક ઘટનાઓ ને આ મંદિર રોકે છે.સંભવ છે કે એ વખતે દરિયારી ચાંચિયાઓ નું વિશેષ પ્રભુત્વ હોઈ શકે.અહીં 210 દિવસ જેટલો લમ્બો ઉત્સવ પણ ઉજવાય છે..હોટેલ પર પરત આવીને કથા રસપાન .રાત્રે ભારતીય ભોજનાલયમાં  ભોજન લઇ હોટેલ પરત..

             તારીખ 8 મી એપ્રિલ બુધવાર સવારના નાસ્તા પછી આજે સવારે જ કથા શ્રવણનો લાભ લીધો. બપોરે બે બીચ જવાનું હતું.Jimbaran Beach આ ટાપુની ગરદન સમાન છે.અનેક રીઝોર્ટસ પણ આસપાસ છે. આ બીચ  તત્કાલ  દરિયાઈ જીવ ના જીવંત ભોજન માટે પ્રચલિત છે પણ આપણે ગુજરાતીઓને એ વિષે જાણવાની કે જોવાની શી જરૂર ? અને Nusa Dua Beach . આ બીચ ખુબ વિશાળ છે કારણકે અહીં બે ટાપુ જોડાયેલા છે


બાલી ભાષા માં
Nusa એટલે ટાપુ અને Dua એટલે બે .અને આ ટાપુ નું નામ એ પરથી પડ્યું છે.પાસેના નાના ટાપુ પર 'ધર્મ નું મંદિર ' છે {  સંભવતઃ  યુધિષ્ઠિર નું હોઈ શકે.}. જો કે જોઈ શકાતું નથી

અહીં પુષ્કળ પ્રમાણમાં અનેક દરિયાઈ  રમતો વિકસેલી છે.લોકોનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર સમો આ ટાપુ છે. અહીં એક વિશેષ રોચક અનુભવ કરવાનો હતો.જેમને અનુકૂળ હતું તેઓ તેમાં જોડાયા.સમુદ્રમાં ફેરી સર્વિસ દ્વારા ચાલીસેક મિનિટની મુસાફરી કરીને
Tortoise Beach ગયા.કાચબા ઉછેર કેન્દ્ર. અતિ વિશાળ કાચબાઓ અને સાવ નાના બાળ. કાચવા પણ જોયા.ઘુવડને ખભા પર બેસાડીને ફોટા પણ પડાવ્યા Nusa Dua. Beach   પર પરત આવી.

            ત્યાંથી Caruda Wishu Kenchana Cultural  Park { GWK } ગરુડની ખુબ ઊંચી કદાવર પ્રતિમા જોવા ગયા 60 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ પાર્કમાં 120 મીટર ઊંચી વિશાળ ગરુડજી પર વિરાજમાન ભગવાન વિષ્ણુની પ્રતિમા છે.


એક કથા અનુસાર સમુદ્ર મંથન થી પાછા ફરતા  ગાર્યદજી એ શરતે ભગવાન વિષ્ણુને  સવારી કરવા દેવા સહમત હતા કે ભગવાન ગડ઼ુદજીની માતા ને મુક્તિ અપાવશે. 2018માં આ પાર્કને પૂર્ણ રીતે વિકસાવ્યો છે.અહીં ગણેશજીની પણ એક કદાવર પ્રતિમા છે..અહીં દરરોજ સાંજે સ્થાનિક ભાષામાં  રામાયણનો  એક  પુરાણ પ્રસંગ ની નૃત્ય નાટિકા ભજવાય છે જે જોવાનો લ્હાવો પણ લીધો.બેટરી કારની સુવિધા હોવાથી છેક ઉંચે સુધી ગરુડજીનાં સ્થાપત્ય સુધી પણ ગયા.રાત્રી ભોજન બાદ હોટેલ પરત.

                તારીખ 9 મી એપ્રિલ   ગુરુવાર .સવારે Goa Galah  .

Goa Gajah ને Elephant Cave તરીકે પણ ઓળખવામાં આવે છે.ગુફામાં સરળતાથી પ્રવેશ થાય છે.અંદર શિવલિંગ ,શ્રી ગણેશ અને અન્ય પ્રતિમાઓ  છે.ઈ.સ. 1365 માં જાવાનિઝ કવિતામાં જેનો ઉલેખ્ખ છે એવી આ ગુફા જો કે 1950 માં પ્રકાશમાં આવી.ગુફાને વિશ્વ વારસામાં પણ સમાવવામાં આવી છે.


ગુફા મંદિરમાં નિશ્ચિત વસ્ત્ર
{ લૂંગી કે ખેસ } પહેરીને જ પ્રવેશ કરવાનો હોય છે.અહીં એક વિશેષ વાત એ છે કે સાત ભારતીય નદીઓ ગંગા,યમુના સરસ્વતી સીબધું,ગોદાવરી કરેરી અને નર્મદા ની મુતરીઓ છે. પણ છે.  ત્યાંથી Tirta  Empul    અને પવિત્ર ઝરણાં યુક્ત મંદિરની મુલાકાત

Tirta Empul  ભવ્ય મંદિર છે.ઈ.સ. 962 માં તે સ્થળે ત્યાં પાલાલઃ જળ પ્રાપ્ત થયું.શ્રધ્ધાથી તેઓ તેને પવિત્ર અમૃત જળ ગણે છે.અહીં સ્નાન માટે મોટા હોજ  બનાવાયા છે  ત્રીસ જેટલા ગો મુખ માંથી નીકળતા જળ થી તે સતત તાજા પાણીથી ભરાય છે


.જેમાં નક્કી કરેલાં પવિત્ર વસ્ત્રો પહેરીને સ્નાન કરી કૃતકર્ટી થવાય છે.ત્રણ ભાગમાં વિસ્તારિત મંદિરમાં ભગવાન વિષ્ણુ વિરાજમાન છે..હોટેલ પ્રાપ્ત.કથારસપાન ભારતીય ભોજનયમાં ભોજન.

ફરી મળીશું  ભાગ 3 માં 

દિનેશ લ. માંકડ 

ચલિત દુરભાષ 9427960979 

યાત્રા - મૂર્તિમંત બાલી ભાગ 1 { 1 થી 3 }

    


                                   મૂર્તિમંત બાલી     ભાગ 1 { 1 થી 3 }

     \   વિમાનીમથકે પરની બહાર પગ મુકો કે ભગવાન વિષ્ણુની ભવ્ય પ્રતિમા તમારું સ્વાગત કરે

                         शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं  विश्वाधारं गगनसदृशं मेघवर्ण शुभाङ्गम्

                         कमलनयनं योगिभिर्ध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॥



            હિન્દ મહાસાગર અને પેસેફિક મહાસાગરની વચ્ચે આવેલો ઇન્ડોનેશિયા ટાપુ દેશ 17000 જેટલા નાના મોટા ટાપુઓ સમૂહ છે.જેમાંથી 80  જેટલા ટાપુ  વિશેષ ગતિશીલ છે.જાકાર્તા તેની રાજધાની છે .બાલી ટાપુ એ ઇન્ડોનેશિયાનો સમૃદ્ધ જિલ્લો- ટાપુ છે. જેની વસતી આશરે 45 લાખની છે.

               86 ટકા હિન્દૂ વસતી ધરાવતા બાલીમાં અનેક  પ્રાચીન મંદિરો છે. જ્યાં પ્રત્યેક ચાર રસ્તા ની  મધ્યમાં તો કોઈ ને કોઈ દેવ દેવીની પ્રતિમા તો અચૂક હોય જ એવાં .મૂર્તિમંત બાલી તો દર બે પાંચ મીટર પસાર કરો કે કોઈ ઘર પર તો કોઈ માર્ગ પર  દેવદેવીની વિશાલા મૂર્તિ અચૂક નજરે પડે જ .જો બાલીની મૂર્તિની  ગણતરી થાય તો લોકો કરતા મૂર્તિની સંખ્યા ચોક્કસ વધુ હોય.લોકો  આસ્થા અને શ્રધ્ધા ને પ્રત્યક્ષ રૂપ માં રાખીને જીવે છે એ ખુબ મોટી વાત છે. 87 % થી વધુ હિન્દૂ ધર્મ ધરાવતા બાલીમાં 8 મી સદી થી હિન્દૂ ધર્મ પ્રસ્થાપિત થયો છે માર્કંડેય ઋષિની વિચારધારા થી ધર્મ સ્થપાયો અને ખાસ તો  માતારામ રાજ્ય શાસન વખતે તેને પ્રબળ વેગ મળ્યો.મહાભારત ,રામાયણ  { મુખ્યત્વે દક્ષિણ ભારતીય }ગ્રંથને આદર કરે છે.અહીં બ્રહ્મા,વિષ્ણુ મહેશ અને માતા કાળી પૂજાય છે.સ્થાનિક ધર્મ દેવતાઓ પણ ખરા .



               પ્રઃવાસન એ લોકોની મુખ્ય આવકનું સાધન છે.મધ્યમ જીવન જીવતા પરિવારોમાં મુખ્યત્ત્વે હોટેલ,ગાઈડ કે દરિયાઈ બીચ પરના વ્યવસાયમાં હોય છે.મૉટે ભાગે પરિવારના બધા સભ્યો વ્યવસાયી હોય છે  ઈન્ડોનેશિયન રૂપિયાનું મૂલ્ય ખુબ નીચું છે.એક ભારતીય રૂપિયાના આશરે 170  ઈન્ડોનેશિયન રૂપિયા આવે.,એક અમેરિકન ડોલરના આશરે વીસહજાર .ઈન્ડોનેશિયન રૂપિયા આવે.અહીં ઉનાળો અને ચોમાસુ છે.શિયાળો છે જ નહિ. અંગ્રેજીનું પ્રભુત્ત્વ ખુબ ઓછું છે એટલે વિદેશી નાગરિકોને થોડી વિશેષ તકલીફ પડે. અલબત્ત તેમની પોતાની લિપિ નથી એવું લાગ્યું એટલે જ કદાચ  સૂચના અને વર્ણન તો અંગ્રેજી લિપિમાં હોય પણ સમજાય નહિ .Tundas એટલે શૌચાલય 

              Tourisque Tracel Agency  રાજકોટ દ્વારા આયોજિત બાલી  { ઇન્ડોનેશિયા } ખાતે  તારીખ 5 એપ્રિલ 2026 થી 12 મી એપ્રિલ 2026 સુધી શ્રી વિષ્ણુપુરાણ કથાના આયોજનની વિગત મળી.' વિષ્ણુપુરાણ ' માં જ Ph .D ની પદવી  મેળવનાર ડો.કવિતાબેન ઠાકર જોશી ના સ્વમુખે આ કથા થવાની હતી.તક ઝડપી લીધી કારણકે અહીં તો યાત્રા અને પ્રવાસનો સુભગ સમન્વય અને તે પણ સનાતન સંસ્કૃતિના ચાહક દેશમાં.

           .અમદાવાદથી બાલી  વિમાન દ્વારા જવા થી માંડીને તમામ આયોજન ટ્રાવેલ એજન્સી દ્વારા જ હતું એટલે વધારે સરળ હતું. અમે  { દિનેશ } અને  રંજના } પણ જોડાયા અને પછી તો 120 થી પણ વધારે  સહપ્રવાસી બન્યા. વિશેષ શાંતિ એટલે હતી કે એજન્સીના શ્રી પંકજભાઈએ ટિકિટ ,વિઝા ,અને બાકીની વ્યવસ્થા  સંભાળેલી અને શ્રી ધર્મેશભાઈ ,શ્રી રાજભાઈ તો સાથે જ હતા. સમગ્ર પ્રવાસ દરમિયાન દરરોજના બપોરના ભોજનના વિકલ્પે તેઓ એ સર્વે ને પૂરતા થેપલા,ઢેબરાં ભાખરી અથાણા સાથે આપ્યા એટલે એને જોતાવેંત જ  એરપોર્ટ  માં પાણી આવી ગયા.

               તારીખ 5 મી એપ્રિલ ના રવિવાર રાત્રે 11.45 વાગ્યે અમદાવાદ સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર થી  સહયાત્રીઓ સાથે પ્રસ્થાન થયું. સાડા પાંચ કલાકના પ્રવાસ પછી કુઆલામ્પુર { મલેશિયા } થી થોડા વિરામ બાદ વિમાન બદલ્યું .ત્યાંથી બીજા ત્રણ કલાકના ઉડ્ડયન પછી  સોમવાર  6 ઠઠી તારીખે સાંજે 6 વાગ્યે Denspar ,(Denpasar) (DPS) -બાલી  વિમાની મથકે પગ મુક્યો

             ટ્રાવેલ એજન્સીના પ્રતિનિધિ ચાર બસ સાથે ઉપસ્થિત.ચાર તારક હોટેલ Fairfield Merriot પર પહોંચ્યા.તાજા માજા થઈને થોડે દૂર ભારતીય ખાણા વાળા ભોજનાલયમાં. .પરત આવીને હોટેલના જ વિશાળ ખંડમાં પોથી પધરામણી અને શ્રી કવિતાબેન દ્વારા કથા પ્રારંભ થયો.મંગલાચરણ અને વિષ્ણુપુરાણ વિશેની પ્રારંભિક વાત થઇ


   વધુ વાત ભાગ બે માં 

   દિનેશ લ. માંકડ 

    ચલિત દુરભાષ 9427960979