Readers

Wednesday, April 29, 2026

યાત્રા -મૂર્તિમંત બાલી -ભાગ 2 { 1 થી 3 }

                                   

                                           યાત્રા -મૂર્તિમંત બાલી -ભાગ 2 { 1 થી 3 }

               તારીખ 7 મી એપ્રિલ  મંગળવાર સવારે હોટેલમાં સવારનો નાસ્તો પતાવી પાંડવ બીચ તરફ પ્રયાણ. બાલી બીચ  ટાપુ હોવાને કારણે અનેક અહીં બીચ વધારે લોકપ્રિય છે.પાંડવ બીચ નામાભીધાનનું કારણ અહીં પાંચ પાંડવ અને કુંતીની પ્રતિમા છે.અહીં ઘણી  પાણી ની રમતો ગોઠવાય છે   વિશાળ  રત્નાકર ના ઉછળતાં મોજાં  દૂર આવેલ પર્વતમાળા આંબવા મથતા જોવાનો એક વિશેષ લહાવો છે.ત્યાંથી બપોરે ઉલુવાતુ Uluwatu  મંદિર 



.સમુદ્રના મોજાની લહેરો વચ્ચે  ઊંચી ખીણ પર આવેલું આ મન્દિર  ભવ્ય છે જ્યાં  ભગવાન શિવ  રુદ્ર નું પ્રસ્થાપન છે એવું મધદરીએ આવેલું 70 મીટર ઉન્નવહુ  ઉલુવાતું મંદિર ની પ્રતિષ્ઠાનો ઇતિહાસ અજાણ છે પણ નવમી સદી માં તે ઓળખાયું અને 11 મી સદી માં રાજા Msula-Masuli { ઉચ્ચાર એમને પૂછી આવવા } એ તેને સુગ્રથિત કર્યું.પ્રત્યેક બાલી વાસીના મનમાં એવી પાક્કી આસ્થા છે દરિયારી માર્ગે આવતી તમામ નકારાત્મક ઘટનાઓ ને આ મંદિર રોકે છે.સંભવ છે કે એ વખતે દરિયારી ચાંચિયાઓ નું વિશેષ પ્રભુત્વ હોઈ શકે.અહીં 210 દિવસ જેટલો લમ્બો ઉત્સવ પણ ઉજવાય છે..હોટેલ પર પરત આવીને કથા રસપાન .રાત્રે ભારતીય ભોજનાલયમાં  ભોજન લઇ હોટેલ પરત..

             તારીખ 8 મી એપ્રિલ બુધવાર સવારના નાસ્તા પછી આજે સવારે જ કથા શ્રવણનો લાભ લીધો. બપોરે બે બીચ જવાનું હતું.Jimbaran Beach આ ટાપુની ગરદન સમાન છે.અનેક રીઝોર્ટસ પણ આસપાસ છે. આ બીચ  તત્કાલ  દરિયાઈ જીવ ના જીવંત ભોજન માટે પ્રચલિત છે પણ આપણે ગુજરાતીઓને એ વિષે જાણવાની કે જોવાની શી જરૂર ? અને Nusa Dua Beach . આ બીચ ખુબ વિશાળ છે કારણકે અહીં બે ટાપુ જોડાયેલા છે.બાલી ભાષા માં Nusa એટલે ટાપુ અને Dua એટલે બે .અને આ ટાપુ નું નામ એ પરથી પડ્યું છે.પાસેના નાના ટાપુ પર 'ધર્મ નું મંદિર ' છે {  સંભવતઃ  યુધિષ્ઠિર નું હોઈ શકે.}. જો કે જય શકાતું નથી.અહીં પુષ્કળ પ્રમાણમાં અનેક દરિયાઈ  રમતો વિકસેલી છે.લોકોનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર સમો આ ટાપુ છે. અહીં એક વિશેષ રોચક અનુભવ કરવાનો હતો.જેમને અનુકૂળ હતું તેઓ તેમાં જોડાયા.સમુદ્રમાં ફેરી સર્વિસ દ્વારા ચાલીસેક મિનિટની મુસાફરી કરીને Tortoise Beach ગયા.કાચબા ઉછેર કેન્દ્ર. અતિ વિશાળ કાચબાઓ અને સાવ નાના બાળ. કાચવા પણ જોયા.ઘુવડને ખભા પર બેસાડીને ફોટા પણ પડાવ્યા Nusa Dua. Beach   પર પરત આવી.

            ત્યાંથી Caruda Wishu Kenchana Cultural  Park { GWK } ગરુડની ખુબ ઊંચી કદાવર પ્રતિમા જોવા ગયા 60 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ પાર્કમાં 120 મીટર ઊંચી વિશાળ ગરુડજી પર વિરાજમાન ભગવાન વિષ્ણુની પ્રતિમા છે. એક કથા અનુસાર સમુદ્ર મંથન થી પાછા ફરતા  ગાર્યદજી એ શરતે ભગવાન વિષ્ણુને  સવારી કરવા દેવા સહમત હતા કે ભગવાન ગડ઼ુદજીની માતા ને મુક્તિ અપાવશે. 2018માં આ પાર્કને પૂર્ણ રીતે વિકસાવ્યો છે.અહીં ગણેશજીની પણ એક કદાવર પ્રતિમા છે..અહીં દરરોજ સાંજે સ્થાનિક ભાષામાં  રામાયણનો  એક  પુરાણ પ્રસંગ ની નૃત્ય નાટિકા ભજવાય છે જે જોવાનો લ્હાવો પણ લીધો.બેટરી કારની સુવિધા હોવાથી છેક ઉંચે સુધી ગરુડજીનાં સ્થાપત્ય સુધી પણ ગયા.રાત્રી ભોજન બાદ હોટેલ પરત.

                તારીખ 9 મી એપ્રિલ   ગુરુવાર .સવારે Goa Galah  .

Goa Gajah ને Elephant Cave તરીકે પણ ઓળખવામાં આવે છે.ગુફામાં સરળતાથી પ્રવેશ થાય છે.અંદર શિવલિંગ ,શ્રી ગણેશ અને અન્ય પ્રતિમાઓ  છે.ઈ.સ. 1365 માં જાવાનિઝ કવિતામાં જેનો ઉલેખ્ખ છે એવી આ ગુફા જો કે 1950 માં પ્રકાશમાં આવી.ગુફાને વિશ્વ વારસામાં પણ સમાવવામાં આવી છે. ગુફા મંદિરમાં નિશ્ચિત વસ્ત્ર { લૂંગી કે ખેસ } પહેરીને જ પ્રવેશ કરવાનો હોય છે.અહીં એક વિશેષ વાત એ છે કે સાત ભારતીય નદીઓ ગંગા,યમુના સરસ્વતી સીબધું,ગોદાવરી કરેરી અને નર્મદા ની મુતરીઓ છે. પણ છે.  ત્યાંથી Tirta  Empul    અને પવિત્ર ઝરણાં યુક્ત મંદિરની મુલાકાત

Tirta Empul  ભવ્ય મંદિર છે.ઈ.સ. 962 માં તે સ્થળે ત્યાં પાલાલઃ જળ પ્રાપ્ત થયું.શ્રધ્ધાથી તેઓ તેને પવિત્ર અમૃત જળ ગણે છે.અહીં સ્નાન માટે મોટા હોજ  બનાવાયા છે  ત્રીસ જેટલા ગો મુખ માંથી નીકળતા જળ થી તે સતત તાજા પાણીથી ભરાય છે.જેમાં નક્કી કરેલાં પવિત્ર વસ્ત્રો પહેરીને સ્નાન કરી કૃતકર્ટી થવાય છે.ત્રણ ભાગમાં વિસ્તારિત મંદિરમાં ભગવાન વિષ્ણુ વિરાજમાન છે..હોટેલ પ્રાપ્ત.કથારસપાન ભારતીય ભોજનયમાં ભોજન..

No comments:

Post a Comment