મૂર્તિમંત બાલી ભાગ 1 { 1 થી 3 }
\ વિમાનીમથકે
પરની બહાર પગ મુકો કે ભગવાન વિષ્ણુની ભવ્ય પ્રતિમા તમારું સ્વાગત કરે
शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्ण शुभाङ्गम्
कमलनयनं योगिभिर्ध्यानगम्यम् वन्दे विष्णुं
भवभयहरं सर्वलोकैकनाथम् ॥
હિન્દ મહાસાગર અને પેસેફિક મહાસાગરની
વચ્ચે આવેલો ઇન્ડોનેશિયા ટાપુ દેશ 17000 જેટલા નાના મોટા ટાપુઓ સમૂહ છે.જેમાંથી 80 જેટલા ટાપુ
વિશેષ ગતિશીલ છે.જાકાર્તા તેની રાજધાની છે .બાલી ટાપુ એ ઇન્ડોનેશિયાનો
સમૃદ્ધ જિલ્લો- ટાપુ છે. જેની વસતી આશરે 45 લાખની છે.
86 ટકા હિન્દૂ વસતી ધરાવતા બાલીમાં અનેક પ્રાચીન મંદિરો છે. જ્યાં પ્રત્યેક ચાર રસ્તા ની મધ્યમાં
તો કોઈ ને કોઈ દેવ દેવીની પ્રતિમા તો અચૂક હોય જ એવાં .મૂર્તિમંત બાલી તો દર બે
પાંચ મીટર પસાર કરો કે કોઈ ઘર પર તો કોઈ માર્ગ પર
દેવદેવીની વિશાલા મૂર્તિ અચૂક નજરે પડે જ .જો બાલીની મૂર્તિની ગણતરી થાય તો લોકો કરતા મૂર્તિની સંખ્યા ચોક્કસ
વધુ હોય.લોકો આસ્થા અને શ્રધ્ધા ને
પ્રત્યક્ષ રૂપ માં રાખીને જીવે છે એ ખુબ મોટી વાત છે. 87 % થી વધુ
હિન્દૂ ધર્મ ધરાવતા બાલીમાં 8 મી સદી થી હિન્દૂ ધર્મ પ્રસ્થાપિત થયો છે માર્કંડેય
ઋષિની વિચારધારા થી ધર્મ સ્થપાયો અને ખાસ તો
માતારામ રાજ્ય શાસન વખતે તેને પ્રબળ વેગ મળ્યો.મહાભારત ,રામાયણ { મુખ્યત્વે દક્ષિણ ભારતીય }ગ્રંથને આદર કરે છે.અહીં બ્રહ્મા,વિષ્ણુ મહેશ અને માતા કાળી પૂજાય છે.સ્થાનિક ધર્મ દેવતાઓ પણ
ખરા .
પ્રઃવાસન એ
લોકોની મુખ્ય આવકનું સાધન છે.મધ્યમ જીવન જીવતા પરિવારોમાં મુખ્યત્ત્વે હોટેલ,ગાઈડ કે દરિયાઈ
બીચ પરના વ્યવસાયમાં હોય છે.મૉટે ભાગે પરિવારના બધા સભ્યો વ્યવસાયી હોય છે ઈન્ડોનેશિયન
રૂપિયાનું મૂલ્ય ખુબ નીચું છે.એક ભારતીય રૂપિયાના આશરે 170
ઈન્ડોનેશિયન રૂપિયા આવે.,એક અમેરિકન ડોલરના આશરે વીસહજાર .ઈન્ડોનેશિયન
રૂપિયા આવે.અહીં ઉનાળો અને ચોમાસુ છે.શિયાળો છે જ નહિ. અંગ્રેજીનું પ્રભુત્ત્વ ખુબ
ઓછું છે એટલે વિદેશી નાગરિકોને થોડી વિશેષ તકલીફ પડે. અલબત્ત તેમની પોતાની લિપિ
નથી એવું લાગ્યું એટલે જ કદાચ સૂચના અને
વર્ણન તો અંગ્રેજી લિપિમાં હોય પણ સમજાય નહિ .Tundas એટલે શૌચાલય
Tourisque Tracel Agency રાજકોટ દ્વારા આયોજિત બાલી { ઇન્ડોનેશિયા } ખાતે તારીખ 5 એપ્રિલ 2026 થી 12 મી એપ્રિલ 2026 સુધી શ્રી
વિષ્ણુપુરાણ કથાના આયોજનની વિગત મળી.' વિષ્ણુપુરાણ ' માં જ Ph .D ની પદવી મેળવનાર
ડો.કવિતાબેન ઠાકર જોશી ના સ્વમુખે આ કથા થવાની હતી.તક ઝડપી લીધી કારણકે અહીં તો
યાત્રા અને પ્રવાસનો સુભગ સમન્વય અને તે પણ સનાતન સંસ્કૃતિના ચાહક દેશમાં.
.અમદાવાદથી બાલી વિમાન દ્વારા જવા થી માંડીને તમામ આયોજન
ટ્રાવેલ એજન્સી દ્વારા જ હતું એટલે વધારે સરળ હતું. અમે { દિનેશ } અને રંજના } પણ જોડાયા અને પછી તો 120 થી પણ
વધારે સહપ્રવાસી બન્યા. વિશેષ શાંતિ એટલે
હતી કે એજન્સીના શ્રી પંકજભાઈએ ટિકિટ ,વિઝા ,અને બાકીની વ્યવસ્થા
સંભાળેલી અને શ્રી ધર્મેશભાઈ ,શ્રી રાજભાઈ તો સાથે જ હતા. સમગ્ર પ્રવાસ દરમિયાન દરરોજના
બપોરના ભોજનના વિકલ્પે તેઓ એ સર્વે ને પૂરતા થેપલા,ઢેબરાં ભાખરી અથાણા સાથે આપ્યા એટલે એને
જોતાવેંત જ એરપોર્ટ માં પાણી આવી ગયા.
તારીખ 5 મી એપ્રિલ ના
રવિવાર રાત્રે 11.45 વાગ્યે અમદાવાદ
સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર થી
સહયાત્રીઓ સાથે પ્રસ્થાન થયું. સાડા પાંચ કલાકના પ્રવાસ પછી કુઆલામ્પુર { મલેશિયા } થી થોડા વિરામ
બાદ વિમાન બદલ્યું .ત્યાંથી બીજા ત્રણ કલાકના ઉડ્ડયન પછી સોમવાર
6 ઠઠી તારીખે
સાંજે 6 વાગ્યે Denspar ,(Denpasar) (DPS) -બાલી વિમાની મથકે પગ મુક્યો
ટ્રાવેલ એજન્સીના પ્રતિનિધિ ચાર બસ સાથે ઉપસ્થિત.ચાર તારક હોટેલ Fairfield Merriot પર પહોંચ્યા.તાજા માજા થઈને થોડે દૂર ભારતીય ખાણા વાળા ભોજનાલયમાં. .પરત આવીને હોટેલના જ વિશાળ ખંડમાં પોથી પધરામણી અને શ્રી કવિતાબેન દ્વારા કથા પ્રારંભ થયો.મંગલાચરણ અને વિષ્ણુપુરાણ વિશેની પ્રારંભિક વાત થઇ
વધુ વાત ભાગ બે માં
દિનેશ લ. માંકડ
ચલિત દુરભાષ 9427960979
No comments:
Post a Comment