Readers

Wednesday, October 14, 2026

સંવાદ અંદર બહાર { હળવી શૈલી લેખ }

                                     

                           સંવાદ અંદર બહાર      { હળવી શૈલી લેખ }

સ્થળ ઘરના બે ભિન્ન ખંડ નો સંવાદ

અંદર - આ ડોશી રોજ રોજ  રખડ રખડ કરે છે .કોકવાર મંદિર તો કોકવાર ભજન મંડળી માં તો કોકવાર કથામાં. આ ઉંમરે  ઘરમાં  પગ ટકતો  જ નથી.

બહાર - મમ્મી તમે નિરાંતે દેવદર્શન  જજો.ક્યાંય આવવા જવામાં તકલીફ હશે તો મૂકી પણ જઈશ.કહેજો પાછા.

અંદર -કહું છું ,  આ રોજની  નવી માંગણી  મારાથી સહન નથી થતી.-આજે કહેશે મુઠીયા  બનાવો તો કાલે કહેશે દળ ઢોકળી . મારે રોજ રોટલી વધારે બનાવવી પડે છે.લાગે છે કે ઉંમર વધવા સાથે ખોરાકે વધે  છે કે શું ?

બહાર- મમ્મી ,તમારો ખોરાક ઘટ્યો છે કે શું ? ચોકઠું આવ્યા પછી ચાવવમાં ક્યાં તકલીફ છે.કઈ નવું ખાવાનો વિચાર હોય તો કહેજો પાછા.

અંદર - આ ચાવીનો ઝૂડો તો કેડેથી છૂટતો નથી ને મહિને બે વાર જાતે એકલાં બેન્ક લોકર જોવા જાય છે.કોણ  જાણે શું દલ્લો દાટ્યો છે..

બહાર - મમ્મી ,દેવદર્શન જાવ ત્યારે અમારી પાસેથી કૈંક લઇ જાવ.બે પૈસાનું અમને પુણ્ય મળે.અને હા ,હમણાં  કશું નવું લીધું નથી તો કઈ નવી કોઈ વસ્તુ કે કપડું લેવાનું થાય તો ભૂલ્યા વગર કહેજો .

અંદર :- આ વળી વેકેશન આવશે ને તમારે બેન બનેવી ભાણીયા ભત્રીજાની લંગર .તૂટી પાડીએ છીએ.કોક દી એ લોકોને ઘેર જ ધામા નાખવાનો વિચાર તો તમને આવતો જ નથી.

બહાર -મમ્મી ,તમારી શીલા દીકરીને અહીં આવે ઘણા મહિના થઇ ગયા. ને બાળકો પણ મામાને ઘેર જવા ઉતાવળા હશે.ક્યારે બોલાવા છે ? એવું હશે તો આ વખતે હું પિયર નહિ જાઉં .

અંદર -રોજ આટઆટલા ટોનિક મમ્મી માટે લાવો છો તો કેટલા જીવાડવા છે.?  જાણે દુનિયાની સૌથી મોટી માતા ના પુત્રના નામે ગિનિસ બુકમાં ચડવું હોય.

બહાર -ના રે ના એવું ન વિચારો કે વહેલું જવું છે.ભલે ને તમારી પાંચ સખી સ્વર્ગે સિફવી પણ તમે તો સાવ નાના બાળ છો.

અંદર -દિવસ આખો ઘરમાં સોફાને પકડી બેસે ને કાં તો પૂજા ઓરડી.પડયા પાથર્યા રહે છે.દિવસ આખો ઢસરડો મારે કરવાનો એણે બેસે બેઠે બેઠે ખાવાના રોટલા

બહાર - તમ તમારે શાંતિથી બેસોને પૂજા પાઠ કરો.આમેય  ઘરના કામકાજ તો થતા રહેશે.હવે તમને થાક લાગે .ને આમેય અત્યાર સુધી તમે જ કર્યું છે ને ?

અંદર -બે ઘડીએ ઘરના બાળકોને સાચવવાનું નામ નહિ.ને રાખવા દઉં તો કોણ જાણે કઈ ટેવ  પાડે ?

બહાર -રહેવા દો બાળકો  સાથે  લમણાઝીક . નકામા તમને હેરાન કરશે  એની મેળે મોટા થાય ને ઘડાશે.

અંદર -હવે તો હદ થઇ છે.જેમ મોટા થાય છે તેમ બગડે છે. મારા થી હવે એક દિવસ વધારે સહન નહિ થાય.વહેલી તકે રસ્તો વિચારજો .નહીંતર મારા જેવી કોઈ નથી.

બહાર -મમ્મી ,તમે છો તો ઘર ભર્યું ભર્યું  લાગે છે..તમારી હાજરી છે તો બધું છે.તમે જાત્રાએ જાવ તો ય સુનકાર લાગે છે.ભગવાનને પ્રાર્થના કે તમને અમારા ભેગા વધુને વધુ રાખે.

Saturday, September 12, 2026

પતંજલિ યોગસૂત્ર - એક આચમન - લેખાંક 4 સમાધિની દિશામાં

                                                 

 

                                પતંજલિ યોગસૂત્ર - એક આચમન   

                                   લેખાંક 4    સમાધિની દિશામાં

            યોગ એટલે  માત્ર આસનો  અને પ્રાણાયામ  એવું નથી પણ ચૈતન્ય સાથે  જોડાવાની દિશામાં આગળ  વધવાની  પ્રક્રિયા છે. . મહર્ષિ પતંજલિ .યોગસૂત્રના સમાધિપાદ અધ્યાયમાં ચિત્તવૃત્તિને અવરોધવામાં આવતા અનેક વિધ્નોનું વર્ણન અને નિવારવાના ઉકેલ પણ પ્રારંભના સૂત્રોમાં બતાવ્યાં.

          અલબત્ત જેટલું વાંચવામાં કે લખવામાં કે સાંભળવામાં સરળ છે તેટલું વ્યવહારમાં અમલીકરણ સરળ તો નથી જ, પણ સંકલ્પબળ અને ધૈર્ય જ શક્ય બનાવી શકે.,ગાઢ અંધકાર વાળા ખંડમાં પ્રકાશ ફેલાવવો હોય અને બહાર

સુસવાટભર્યો પવન હોય ત્યારે બારી બારણાં જડબેસલાક બંધ કરવા પડે.નાની સરખી તિરાડ પણ ન રહે .અને પછી કોડિયાંમાં  દિવેટ મૂકી,,ઘી પૂરીને દીવાસળના ચમકારાથી ખંડમાં તેજોમય પ્રકાશ ફેલાય.તેવી રીતે  ચંચળ ચિત્તવૃત્તિને અવરોધવા, માર્ગમાં આવતા અનેક વિઘ્નો હટાવીને  પ્રાણવાયુના શુદ્ધ વહનથી ચિત્ત નિર્મળ થાય ને ચેતના ભળી જવાય.   प्रच्छर्दन विधारणाभ्यां वा प्राणस्य ॥ 34 પ્રાણવાયુ બહાર કાઢવાથી અને રોકવાથી નાડીઓ શુદ્ધ થાય અને ચિત્ત નિર્મળ થાય.

            હવે સાધકનું મન એ દિશામાં જ વિચારે એટલે એની હવે થનારી અનુભૂતિઓ પણ તેને સહાયક બની ને આવે. विषयवती वा प्रवृत्तिरुत्पन्ना मनसः स्थिति निबन्धिनी ॥ 35 ॥   જે વિષયવૃત્તિ ઉત્પન્ન થાય તે મનને સ્થિત કરવામાં કે બાંધવામાં સાથ આપે છે .{ અહીં વિષય શબ્દનો નકારાત્મક નથી પણ નિર્મળ છીતના વિષયનો ઉલ્લેખ છે.}  એમાં પ્રમાણ પણ મહર્ષિ આપે છે. विशोका वा ज्योतिष्मती ॥ 36 ॥  આ સ્થિતિમાં શોકરહિત જ્યોતિર્મય -પ્રકાશમય અનુભવ થાય તો મનને સ્થિર કરવા વધુ બળ મળે છે.

           અગાઉના સૂત્રોમાં વિઘ્નો દૂર કરવાના ઉપાયો તો સૂચવ્યા છે જ .છતાં પતંજલિ ક્યાંક યાદ અપાવી ને જાગૃત તો કરે છે .वीतराग विषयं वा चित्तम् ॥ 37 ॥  વીતરાગ રહિતનું મન પણ સ્થિર થાય તેમજ  स्वप्न निद्रा ज्ञानालम्बनं वा ॥ 38 ॥  સ્વપ્ન કે નિંદ્રાના જ્ઞાન નું અવલંબન કરનાર  મન પણ સ્થિર થાય છે.

            પતંજલિજી ને  અહીં સુધી પહોંચેલા સાધક હવે  થોડો વિશ્વાસ છે એટલે આગળના સૂત્રમાં  થોડી મોકળાશ આપે છે.यथाभिमतध्यानाद्वा ॥ 39 ॥ પોતાની કોઈ માન્યતા કે રુચિ અનુસાર ધ્યાન કરવાથી પણ મન સ્થિર થાય છે. હવે આ કપરો માર્ગ સરળ થવાની દિશામાં છે એટલે परमाणु परम महत्त्वान्तोऽस्य वशीकारः ॥ 40 ॥  જયારે ચિત્ત સ્થિર થઇ જાય એટલે પરમાણુથી માંડીને પરમ  મહત્ત્વ સુધીના પદાર્થો તેને વશ થઇ જાય છે.

           સામાન્ય રીતે માણસમાત્રની ધીરજ ઓછી હોય અને ફળની આશા વિશેષ હોય. યોગસાધનાના  માર્ગમાં પણ એવું જ  થાય .પણ સાધક આટલે સુધી પહોંચે અને ચિત્તશુદ્ધિ  કરે એટલે હવે મહર્ષિ તેનામાં પાક્કો વિશ્વાસ બેસાડે. क्षीणवृत्तेरभिजातस्येव मणेर्ग्रहीतृग्रहण ग्राह्येषु तत्स्थ तदञ्जनता समापत्तिः ॥ 41 ॥   જયારે ચિત્તની બહારની  બધી વૃત્તિઓ ક્ષીણ થઇ ગઈ હોય ,ને મન તદ્દન સ્ફટિકમય બની ગયું હોય ત્યારે ગ્રાહિતા { સાધક } ,ગ્રહણ {  મન અને ઇન્દ્રિયો } અને  ગ્રાહ્ય { પંચમહાભૂત ના વિષયો ]માં સ્થિર થાય  તેવી સ્થિતિને સંપ્રજ્ઞાત સમાધિ કહેવાય.

             પણ જયારે ‘ ચિત્ત’, શબ્દ, અર્થ અને જ્ઞાન , આ ત્રણેય વિકલ્પોથી મિશ્રિત અનુભૂતિ કરે ત્યારે  આગળના  સૂત્રમાં કહે છે ,એ સમાધિને  સવિતર્કઃ સમાધિ કહેવાય. तत्र शब्दार्थ ज्ञान विकल्पैः सङ्कीर्णा सवितर्का समापत्तिः ॥ 42 ॥  સમાધિ સવિતર્ક છે.હજી  લક્ષ્ય દૂર છે કેમકે વિકલ્પ મિશ્રિત સ્થિતિ છે એટલે આગળનું સૂત્ર સૂચવે છે ,

 स्मृति परिशुद्धौ स्वरूप शून्येवार्थ मात्रनिर्भासा निर्वितर्का ॥ 43 ॥   જયારે સાધકના ચિત્તમાંથી ધ્યેય -વસ્તુના નામની સ્મૃતિ પણ ચાલી જાય બધા વિકલ્પો પણ નીકળી જાય  તેવી દશાને  નિર્વીતર્ક  સમાધિ કહે છે .વિકલ્પ વિહીન હોઈ તેને  નિર્વિકલ્પ સમાધિ  પણ કહે છે.

             અહીં સાધક લગભગ વિચાર રહિત છે એટલે  एतयैव सविचारा निर्विचारा च सूक्ष्मविषया व्याख्याता ॥ 44 ॥  આ વર્ણનમાં નિર્વિચાર સ્થિતિ કે સમાધિ ગણાય. અહીં મહર્ષિ એક સ્પષ્ટતા કરવાનું ચુકતા નથી.  सूक्ष्म विषयत्वं चालिङ्गपर्यवसानम् ॥ 45 ॥  આ વિચાર કે પદાર્થ સૂક્ષ્મ વિષયની સીમા પ્રકૃત્તિ સુધી છે..બધી સ્પષ્ટતા અને વિશ્લેષણ થયું છે એટલે ता एव सबीजः समाधिः ॥ 46 ॥  આ બધી જ સબીજ સમાધિ કહેવાય..

          સાધક   હવે ચૈતન્યની નજીક પહોંચવામાં છે.એટલે એને સાથ અને સંકેત મળવાના શરુ થાય. निर्विचार वैशाराद्येऽध्यात्मप्रसादः ॥ 47 ॥   નિર્વિચાર સમાધિના અભ્યાસથી  ચિત્ત નિર્મળ થતાં યોગીને અધ્યાત્મપ્રસાદ પ્રાપ્ત થાય છે .અને

ऋतम्भरा तत्र प्रज्ञा ॥ 48 ॥  એ વખતે યોગી -સાધકની બુદ્ધિ, પ્રજ્ઞા સ્વરૂપ ધારણ કરે એટલે કે સત્ય પરાયણ -સાચી વસ્તુના સાચા સ્વરૂપને  ગ્રહણ કરે.         

         સામાન્ય બુદ્ધિ  કરતાં પ્રજ્ઞા કેટલી ઉત્તમ ચડિયાતી છે તેની સ્પષ્ટતા મહર્ષિ આગળના સૂત્રમાં કરે છે.. श्रुतानुमान प्रज्ञाभ्यामन्यविषया विशेषार्थत्वात् ॥ 49 ॥  શ્રુતિબુદ્ધિ એટલે કે વેદ ,શાસ્ત્ર કે કોઈ સંત શ્રવણથી પ્રાપ્ત બુદ્ધિ અને અને અનુમાન બુદ્ધિ એટલે કોઈ વસ્તુ પરના અનુમાન કે ધારણાથી પ્રાપ્ત બુદ્ધિ .આ બંને કરતા પ્રજ્ઞા વિલક્ષણ અને શ્રેષ્ઠ છે કેમકે તેનાથી વસ્તુનું સાંગોપાંગ પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સકારાત્મક ભાવો ઉતપન્ન થાય માર્ગ સરળ થવા લાગે અને  तज्जः संस्कारोऽन्यसंस्कार प्रतिबन्धी ॥ 50 ॥  એને કારણે ઉત્પ્પન થનાર બીજા સંસ્કારોને પણ દૂર કરે છે.અને છેવટે तस्यापि निरोधे सर्वनिरोधान्निर्बीजस्समाधिः ॥ 51 ॥  એનો પણ  નિરોધ થવાથી તમામ અવરોધો દૂર થવાથી નિર્બીજ સમાધિ થાય છે.

          કોઈ ઉત્તુંગ શિખર પર પહોંચતા પહેલા વચ્ચે  બે ચાર  કઠિન ટૂંક  પણ આવે .સંકલ્પબદ્ધ લક્ષ્ય હાંસલ કરવા માટે સમાધિપાદ એ ઉત્તુંગ  શિખર પર પહોંચવાની પ્રથમ ટૂંક  છે. મહર્ષિ પતંજલિએ યોગસૂત્રના પ્રથમ અધ્યાય સમાધીપાદના 51 સૂત્રમાં સમાધિ સુધી પહોંચવાની  માર્ગદર્શિકા આપી છે. આગળના અધ્યાયો સાધનપદ ,વિભૂતિપાદ અને કૈવલ્યપાદ  એ આગળની એવી ટૂંક છે જે લક્ષ્ય પ્રાપ્તિની દિશામાં લઇ જાય છે.

 


Wednesday, September 9, 2026

પતંજલિ યોગસૂત્ર એક આચમન - 3. વિધ્નોની વણજાર

                                                       

 

                                પતંજલિ યોગસૂત્ર એક આચમન

                                               3. વિધ્નોની વણજાર

            માનવજીવનને ઉત્તુંગ શિખર પર બેસાડનાર યોંગમય જીવનશૈલી  એ ભારતીય સંસ્કૃતિની વિશ્વને આપેલી અનન્ય ભેટ છે.હજારો વર્ષ પહેલાં અનેક પ્રાચીન શાસ્ત્રોમાં નિર્દેશિત યોગને મહર્ષિ પતંજલિએ યોગસૂત્ર લખીને ઉત્તમ દિશાદર્શન કર્યું છે.

          માનવમનની ચિત્તવૃત્તિઓને અવરોધવી એટલે યોગ .એવું સરળ સૂત્ર જીવનમાં સહજ રીતે અપનાવવું શું સરળ છે ખરું ?  સંકલ્પબદ્ધ માનવી તેના પ્રયન્ત કરે પણ ખરા.અને કોઈને ઓછે કે વત્તે અંશે સફળતા પણ મળે.  મહર્ષિએ  સમાધિપાદ  અધ્યાયમાંમાં ચિત્તવૃત્તિઓના પ્રકાર જણાવીને તેના ઉપાયો પણ જણાવ્યા છે પણ આગળ ઉપર તેઓ ધ્યાન પણ દોરે છે તમારા પ્રયત્નોમાં થોડાં વિઘ્નો પણ આવવાના છે.

             સમાધિપદ ના આગળના સૂત્રોમાં પતંજલિ આવનારા વિઘની ની યાદી પણ નિર્દેશ કરે છે.

व्याधि स्त्यान संशय प्रमादालस्याविरति भ्रान्ति  दर्शनालब्धभूमिकत्वानवस्थितत्वानि चित्तविक्षेपास्तेऽन्तरायाः ॥ 30 ॥    

          ચિત્તને વિક્ષેપ કરનારા સાધનામાં આવતા નવ પ્રકારના વિઘ્નો છે.વ્યાધિ , સત્યાન, સંશય,પ્રમાદ ,આળસ અવિરતી,,ભ્રાંતિદર્શન અલબદ્ધભૂમિકાત્વ અને અનવસ્થિતત્ત્વ .અહીં પ્રયોગ શબ્દોને જરા સરળ રીતે જોવાનો પ્રયત્ન પણ કરી લઈએ.

          વ્યાધિ એટલે રોગ ખરો પણ ફક્ત શરીરનો નહિ પણ મનોરોગ પણ ખરો.સંસ્કૃત ભાષણો સત્યાન  શબ્દ વિશેષ શબ્દ છે.જેને ક્યારેય વિકસવાની કે પૂર્ણ માનવત્વ જવાની જરાય રુચિ જ ન હોટ  એટલે કે અકર્મણ્ય બેસી રહેણી   સ્વભાવવાળા ને  સત્યાન કહેવાય.પોતાની જાતમાં ,સાધનાના ક્રમમાં ,ફળ પ્રાપ્તિ માટે કે કરેલા પુરુષાર્થ માટે કોઈ પ્રકારની શન્કા હોય તે સંશય..પ્રમાદ અને આળસ શબ્દ સગાભાઇ જેવા છે.સાધના કરવામાં નિયમિત ન રહેવું કે વેપારવા રહેવું તે પ્રમાદ અને ભૌતિકતાના  સાધનાને ઓછી અગ્રતા આપીને ટાળવી તે આળસ.કેટલીયે વાર માણસ કોઈ વિષ્યાસક્તિથી થી મુક્તિ મેળવવા કોઈ કઠોર વૈરાગ્ય તો લઇ લે .પણ પછી ધીમે ધીમે તે ઢીલો પડતો જાય આ વિઘ્ન તે અવિરતી. દરેકના જીવનમાં માનવસહજ આવું તો અનેક વાર  થતું જ હોય છે.

           સાધના તો પદ્ધતિસર જ થાય પણ કોઈવાર ગેરસમજથી  કે  અનાયાસે થયેલો કાલ્પનિક અનુભવ સાચો માની લેવો, તે ભ્રાંતિદર્શન.સાદી ભાષામાં કાગનું બેસવું ને ડાળી નું પડવું - કહેવતનો અનુભવ.પણ આ ભ્રાંતિદર્શનની  ખબર જેટલી મોડી  પડે તેટલી વધારે વિઘ્નરૂપ ગણાય.

           કેટલીવાર માનવ અધીરો બને અને કોઈ તબક્કે તેની ધીરજ ખૂટે.સાધનાનું પણ તેવું જ છે.સાધના કર્યા પછી પણ કોઈ કારણસર ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત ન થાય અને સાધના માટેનો ઉત્સાહ ઘટી જાય તે સ્થિતિને અલ્બધ્ધભૂમિકત્વ  કહે છે. કોઈ  કઠિન પર્વત પર આરોહણ કરતા હોઈએ ,શિખર પર પહોંચી ગયા હોઈએ કે પહોંચવાની તૈયારી હોય તેવે વખતે કોઈ કારણથી પગ લપસે કે સહેજ નીચા જવાય તે કોઈ સાહસવીરને ન ગમે.એવું જ ક્યારેક સાધનામાં પણ છે. સાધકની જે ઉચ્ચ સ્થિત પ્રાપ્ત છે તેમાં કોઈ કર્ણની ઉતારતી કે વિરુદ્ધ સ્થિતિમાં મૂકવું પડે તેવી સ્થિતિને અનાવાસથી તત્ત્વ  વિઘ્ન કહે છે.

           આ તો સાધના છે . મહર્ષિ અહીં ફરીને ટકોરે છે.આટલા નવ વિઘ્નો પાર કરો એટલે પૂરું ?  જી ના,  હજુ બીજાં પણ સામે ઊભાં જ છે .આ તો સાધના છે.- કઠોર તો હોય ને !

     दुःख दौर्मनस्याङ्गमेजयत्व श्वासप्रश्वासा विक्षेपसहभुवः ॥ 31 ॥  આધ્યાત્મિક  આધિભૌતિક અને આધિદૈવિક એમ ત્રણ પ્રકારના રોગ માણસના જીવનમાં આવે..જે સાધનામાં અંતરાય થાય .દૌમનસ્ય એ પણ સાધનામાં વિઘ્ન રૂપ છે.ઈચ્છાઓ પુરી ન થાય એથી મનમાં જે ક્ષોભ રહી જાય તેને દૌમનસ્ય કહે છે.આપણા સહુના જીવનમાં આવું અનેક વાર બને પણ છે.સાધના તો કપરી અને સાતત્યવાળી પ્રક્રિયા છે એટલે કોઈવાર શરીર અસ્વસ્થ પણ થાય ક્યારેક કમ્પતવ પણ થાય.એ વિઘ્નને પતંજલિ અંગમેજયત્વ કહે છે. અને હા બાહ્ય કુંભકમાં કે કે મુશ્કેલી આવે તેને  શ્વાસનું વિઘ્ન કહે છે.અને હજુ એક વિઘ્ન તે અંદરના કુમ્ભકમાં મુશ્કેલી થાય શ્વાસ બહાર કાઢવામાં વ્યવસ્થિત ન રહેવાય તે વિઘ્નને પ્રશ્વાસનું વિઘ્ન કહેવાય.

           સાધનાનો સંકલ્પ લીધો છે. મનને થોડું મજબૂત પણ બનાવ્યું છે.એટલે આવેલ અને આવનાર વિઘ્નોને  પાર તો કરવાં જ છે. પતંજલિ  આગળના સુત્રોથી એ બાજુની દિશાનો નિર્દેશ કરે છે .तत्प्रतिषेधार्थमेकतत्त्वाभ्यासः ॥ 32 ॥ આ વિઘ્નોને  દૂર કરવા એક તત્ત્વનો અભ્યાસ કરવો પડશે.  અહીં મહર્ષિએ ‘ તત્ત્વ’  શબ્દ મૂકીને ખુબ ખુબ મોટી વિશાળતા મૂકી છે.જેમાં અતૂટ શ્રદ્ધા હોય તેમાં ચિત્ત એકાગ્ર કરવાનો સંકેત છે .કારણકે સાધનાના પ્રારંભમાં ચિત્ત -મનને તો પહેલું  સાથે રાખુંવું પડશે.મનને  નિર્મળ કરવાના સુંદર ઉપાયો આ સૂત્રમાં સૂચવ્યા છે.

मैत्री करुणा मुदितोपेक्षाणां सुख दुःख पुण्यापुण्य विषयाणां भावनातश्चित्तप्रसादनम् ॥ 33 ॥   સુખી મનુષ્યોને જોઈને મિત્રતાની ભાવના કેળવવી ,દુઃખીને જોઈને દયાની ભાવના તો કોઈ પુણ્યશાળીને જોઈને પ્રસન્નતાની ભાવના કેળવવી.પાપીની સામે ઉપેક્ષા કે ઉદાસીનતા. આમ મનને કેળવવાના સનિષ્ઠ પ્રયાસોમાં આગળ વધીએ તો છેવટે ચિત્ત શાંત, નિર્મળ  અને પ્રસન્ન રહે છે

         અલબત્ત આ બધું  રાતોરાત નથી જ થતું પણ ધીરજ અને સંકલ્પ જરૂર એ દિશામાં લઇ જાય છે. વિચારાધીન  ચિત્તને નિર્મળ કરવાના કઠિન ઉપાયો સૂચવ્યા પછી મહર્ષિ પ્રાણ આધારિત ઉપાયો પણ સૂચવે છે માનવ  શરીર રથ જેવું છે.. ઇન્દ્રિયો તેના ઘોડા છે.. મન ચાબૂકનું કાર્ય કરે છે ચિત્તવૃત્તિનેઓ ને રોકવાના બધા પ્રત્યન થાય પછી શું ? શરીરમાં રહેલો પ્રાણ એ લગામ છે.રથને યોગ્ય અને શ્રેષ્ઠ દિશા તરફ કઈ જવામાં હવે પ્રાણ રૂપી લગામ જ ઉપાય છે.એટલે જ  

प्रच्छर्दन विधारणाभ्यां वा प्राणस्य ॥ 34 ॥  પ્રાણવાયુને બહાર કાઢવાના  અને તેને રોકવાના ઉપાયોથી આપણી નાડીઓ શુદ્ધ થાય છે અને ચિત્તને  નિર્મળ કરવામાં તે પ્રેરક બને છે.

              નિશ્ચિત્ત ધ્યેય હાંસલ કરવા માટે, જેમ પર્વતની ટોચના શિખર  પર પહોંચવા  માટે  એક પછી એક પગથિયાં ચડતા જવાય. .જેમ જેમ ઉપર જઈએ તેમ યાત્રા થોડી વધુ કઠિન થતી જાય.પણ જયારે  નજીકથી શિખર દેખાવાનું શરુ થાય એટલે ઉત્સાહ વધે.ચિત્તશુદ્ધિના અવરોધો અને વિઘ્નો હટતા જાય હવે ચિત્ત એકાગ્રતા વધશે અને લક્ષ્યની  દિશા તરફ ગતિ થશે. હવે આગળ શું ?