Readers

Thursday, April 30, 2026

યાત્રા - મૂર્તિમંત બાલી ભાગ 3 { 1 થી 3 }

                              

                                   યાત્રા - મૂર્તિમંત બાલી  ભાગ 3 { 1 થી 3 } 

   તારીખ 10 મી એપ્રિલ શુક્રવાર સવારે Tegenungan Waterfall  તરફ.આશરે પાંચસો પગથિયાં ઉતરીને  નીચેથી ઉંચો ભવ્ય ધોધ જોવાનો અનેરો લહાવો છે. 46 કી.મી નો વિસ્તાર ધરાવતી બાલીની સૌથી મોટી નદી પેટાનું પર આવેલો આ Tegenungan Waterfall

 બતુર નામક પહાડીમાંથી નીકળે છે.


પેટાનું નદી કિનારો ધ્યાન ક્રિયા કરવા માટે પ્રચલિત છે આ નદીને ત્યાંના લોકો ભૌતિક સુખાકારી અને આધ્યાત્મિક ભાવનાથી જુએ છે.

 ત્યાંથી Bali Jungle Swings ની સાથે સ્થાનિક ભોજન. ઉંચી નાળિયેરીના થડ સાથે દોરડા વાળા વિવિધ પ્રકારના હીચકાઓ પર બેસવાનો અદભુત લ્હાવો છે. 10 મીટર થી માંડીને 78 મીટરની ઊંચાઈ વાળા 12 જેટલા હિંચકા -ઝૂલા અને વિવિધતા ધરાવતા  નવ જેટલા પક્ષીમાલા ધરાવતા આ આ રમણીય સ્થળને પૃથ્વી પરના અનોખા સ્વર્ગની ઓળખ અપાય છે.અને  ઝૂલતી વેલા એની અનુભૂતિ પણ થાય જો  ડર ન લાગે તો. નીચે ઊંડી ખીણ અને હીંચકો ઝૂલે ત્યારે ભય અને આનંદ મિશ્રિત  રોમાંચ  ખરેખર અદભુત હોય છે.


પક્ષીના માળા
, ર્હદય જેવા આકારની અનેક ફોટો  ફ્રેમમાં ફોટો પડાવી લીધાનો પણ સહુને આનંદ.મોલા ભાત ,નુડલ્સ ,મોટા પાંદડાવાળા કોબીનું સૂપ બટેકાની વેફર વગેરે હસતે મોઢે સ્થાનિક ભોજન તરીકે ખાધા.

             માર્ગમાં ચોખાના ખેતર Tegalalan   Rice Terrace  જોયાં ઝરમર વરસાદ શરુ થયો.કિંતામણિ જ્વાળામુખીની સાથે વિશાળ સરોવરની સુંદરતા માણી દસ વર્ગ કિલોમીટર માં પથરાયેલી બેતૂર પર્વતમાળા અને બેતૂર સરોવર પાસે આવેલો કિંતા મણિ સક્રિય જવાળામુખી એ બાલીનું મુખ્ય આકર્ષણ છે.ત્રીસેક હજાર વર્ષ પહેલા ઓળખાયેલો આ જવાળામુખી પ્રાપ્ત માહિતી અનુસાર  આ જવાળામુખી 1804 થી સક્રિય છે. છેલ્લે 2000 ની સાલમાં ફાટેલો. 



700 મીટર ઊંચા જવલામુખીમાંથી 1963 ની નીકળેલો લાવા રસ લોકો દૂરથી પણ નિહાળી શકે છે.20 મી ઓક્ટોબર 2012 ના દિને યુનેસ્કોએ આ પ્રદેશને e Global Geoparks Network તરીકે જાહેર કરેલો છે.લાંબી પર્વતમાળા અને વિશાળ સરોવર પર સૂર્યોદય જોવાનો લ્હાવો પણ અનેક પ્રવાસીઓ લે છે.સક્રિય  જ્વાળામુખી છેલ્લે 2002 માં ફાટેલો તેની હળવી ધુમ્ર્સર હજુ વર્તાય છે એવું કહેવાય છે. ઘેરા  વરસાદી વાતાવરણમાં આછેરો નિરીક્ષણ અનુભવ કરી સંતોષ માણ્યો..ભોજન પછી હોટેલ પરત .

           તારીખ 11 મી એપ્રિલ શનિવાર તાનાહ લોટ મંદિર જોયું.આ સ્થળ હિન્દ મહાસાગરમાં સૂર્યાસ્ત જોવા માટે પ્રચલિત છે.


જોકે અમે ત્યાં બપોરે હતાસમુદ્ર કિનારે ઊંચા ખડક પર આવેલાં આ મંદિર માં વરુણ દેવ પ્રસ્થાપિત છે.સોળમી સદી માં બંધાયેલ મંદિરને ઈ.સ.  1980 જાપાન સરકારના ઋણ થી જીર્ણોદ્ધાર કરાયું છે..

        ત્યાંથી બાલીના પ્રખ્યાત હિન્દૂ મંદિર  ઉલાન દાન મંદિર અને સરોવર જોયા. અહીં આવેલું સરોવર મધ્ય બાળી નો મુખ્ય જળ સ્ત્રોત છે. ઈ.સ.1633 માં બંધાયેલા આ

Pura Ulun Danu Bratan મંદિરના 11 માળના શિખર છે


શિવ પાર્વતી અને બુદ્ધ પ્રતિમાઓ વિરાજમાન છે. અહીં વિષ્ણુ ઉપરાંત લક્ષ્મીમાતાનું પણ મંદિર છે.આગળ જતા હાંડારા ગેટ તરફ ગયા.બાલીનું આ સૌથી ઉંચુ પ્રવેશદ્વાર છે.

Hundara Gate – બાલીના અનોખા સ્થાપત્ય માટે પ્રચલિત છે .3 થી દસ મીટરની ઊંચાઈ ધરાવતું આ સ્થાપત્ય સ્થાનિક લોકો માટે વારસા અને અધ્યાત્મ નું મહત્ત્વ ધરાવે છે તો પ્રવાસીઓ માટે તે તે ફોટો શૂટ સ્થળ બને છે કેમકે તેની આસપાસ વિશાળ હરિયાળી અને પર્વતમાળા આવેલાં છે.વચ્ચે અલ્પ ઝલપ કોફી બગીચાની મુલાકાત Kopi Luwak Farm માં અલગ અલગ ફ્લેવરની સાદી અને  Luwak iકોફી તૈયાર થાય છે.કોફી વૃક્ષો અને તેના પરના કોફી દાણા જોવાની તક મળી.અહીંની  Luwak કોફી વિશેષ પ્રચલિત છે.વિદેશીઓ ઉપરાંત કહેવાતા સુધારેલા ભારતીયો માં તેની વિશેષ માંગ છે.પણ તે તૈયાર કરવાની પ્રક્રિયા વાંચવા પહેલાં તમારે નાક  બંધ કરવું પડશે.- કર્યું ?  - હવે વાંચો, સાદા કોફી ઝાડ ના બી નોળીયા { The Civet Cat } જેવા પ્રાણીને ખવરાવે.પછી સુમધુર સ્વાદ અને સુગંધ સાથે બહાર { ? }  નીકળે. સૂકવીને  દળી ને પેકીંગ થાણે સાદી કોફી કરતાં પાંચેક ગણા ભાવે વેચાય..ભોજન બાદ હોટેલ પર

            .આજે કથાનું પાંચમું અને અંતિમ ચરણ હતું. કથારસપાન પછી ટ્રાવેલ એજન્સી દ્વારા  સહુ  શ્રોતાઓનું શ્રી કવિતાબેનના વરદહસ્તે અભિવાદન કરાયું.ગૃપફોટો  પાડીને પુર્ણાહુતી થઇ.

            તારીખ 12 મી એપ્રિલ સવારે નાસ્તા પછી ચેક આઉટ એરપોર્ટ પ્રયાણ. માર્ગમાં અગાઉની જેમ કુઆલામ્પુર વિમાન બદલીને 12 મી એ જ.  રાત્રે જ સહુ પોતપોતાના નિજ ઘર મંદિરે પહોંચ્યા.અને પ્રસંગો અને  સ્મરણો વાગોળતા રહ્યા.

          મોટાભાગે સદા હસમુખ અને સરળ પ્રકૃત્તિવાળી પ્રજા હોય તેવું લાગ્યું.મોટા મંદિરો ફક્ત તહેવારોમાં જ ખુલે પણ દરેક ઘરના આંગણમાં નાનું મંદિર હોય જ. અહીંના કેટલાક મંદિરોમાં ત્યાંના પરંપરાગત વસ્ત્ર પહેરીને અનેક ગોમુખ વાળા હોજમાં સ્નાનની પ્રથા છે.અમારામાંના કેટલાકે તે લાભ લીધો પણ ખરો.

           જ્યાં ભગવાન શ્રી વિષ્ણુની શેષશય્યામાં મસ્તક છે તે હિન્દ મહાસાગરમાં આવેલા બાલી ટાપુ પર યોજિત શ્રી વિષ્ણુપુરાણ કથામાં શ્રી કવિતાબેન દ્વારા શ્રી વિષ્ણુપુરાણ માહાત્મ્ય સાથે દશાવતાર ,રામ કૃષ્ણ જન્મ ,ધ્રુવ  પ્રહલાદ આખ્યાન ,પિતૃ આદર શ્રાદ્ધ મૂલ્ય ,કળિયુગ દર્શન જેવા મૂલ્યવાન વર્ણન સાથે વ્યવહારિક જીવનને ઉત્કૃષ્ટ બનાવવાના નિર્દેશન સહજ અને સરળ વાણી થી પ્રસ્તુત થયા.અને સહુ એ ભાવમગ્ન થઈને શ્રવણ કર્યું.

           Tourisque Travel  Agency ના શ્રી ધર્મેશભાઈ અને શ્રી રાજભાઈ નું ખુબ સુંદર આયોજન ખરેખર દાદ માંગી લે. ખાસ તો ઉત્તમ હોટેલ,ખુબ સારી બસ  અને ગાઈડ ,ભારતીય ભોજન ગૃહ વગેરેની પસંદગી  ખુબ જ સારી..નાનામાં નાની વાતની કાળજી ,દરેક  વખતે સાથે.અને કોઈને પણ આવેલી નાની કે મોટી સમસ્યા વખતે સતત સાથે રહી નિવારણ ભુલાય તેવું નથી.સદાય હસમુખા બે ય ભાઈઓની ચોક્કસ પ્રગતિ થશે.

          વિષ્ણુપ્રિય બાલીમાં શ્રી વિષ્ણુપુરાણ કથા શ્રવણ એટલે  જીવનનું સહુથી મોટું સંભારણું જ હોય ને ?  જય  શ્રી કૃષ્ણ

સહુને શુભકામના 

દિનેશ લ. માંકડ 

ચલિત દુરભાષ 9427960979

વૈવિધ્ય ભર્યા અનેક લેખ આપ નીચેની બ્લોગ લિંક પર વાંચી શકો.

mankaddinesh.blogspot.com



No comments:

Post a Comment