Readers

Wednesday, September 9, 2026

પતંજલિ યોગસૂત્ર એક આચમન - 3. વિધ્નોની વણજાર

                                                       

 

                                પતંજલિ યોગસૂત્ર એક આચમન

                                               3. વિધ્નોની વણજાર

            માનવજીવનને ઉત્તુંગ શિખર પર બેસાડનાર યોંગમય જીવનશૈલી  એ ભારતીય સંસ્કૃતિની વિશ્વને આપેલી અનન્ય ભેટ છે.હજારો વર્ષ પહેલાં અનેક પ્રાચીન શાસ્ત્રોમાં નિર્દેશિત યોગને મહર્ષિ પતંજલિએ યોગસૂત્ર લખીને ઉત્તમ દિશાદર્શન કર્યું છે.

          માનવમનની ચિત્તવૃત્તિઓને અવરોધવી એટલે યોગ .એવું સરળ સૂત્ર જીવનમાં સહજ રીતે અપનાવવું શું સરળ છે ખરું ?  સંકલ્પબદ્ધ માનવી તેના પ્રયન્ત કરે પણ ખરા.અને કોઈને ઓછે કે વત્તે અંશે સફળતા પણ મળે.  મહર્ષિએ  સમાધિપાદ  અધ્યાયમાંમાં ચિત્તવૃત્તિઓના પ્રકાર જણાવીને તેના ઉપાયો પણ જણાવ્યા છે પણ આગળ ઉપર તેઓ ધ્યાન પણ દોરે છે તમારા પ્રયત્નોમાં થોડાં વિઘ્નો પણ આવવાના છે.

             સમાધિપદ ના આગળના સૂત્રોમાં પતંજલિ આવનારા વિઘની ની યાદી પણ નિર્દેશ કરે છે.

व्याधि स्त्यान संशय प्रमादालस्याविरति भ्रान्ति  दर्शनालब्धभूमिकत्वानवस्थितत्वानि चित्तविक्षेपास्तेऽन्तरायाः ॥ 30   

          ચિત્તને વિક્ષેપ કરનારા સાધનામાં આવતા નવ પ્રકારના વિઘ્નો છે.વ્યાધિ , સત્યાન, સંશય,પ્રમાદ ,આળસ અવિરતી,,ભ્રાંતિદર્શન અલબદ્ધભૂમિકાત્વ અને અનવસ્થિતત્ત્વ .અહીં પ્રયોગ શબ્દોને જરા સરળ રીતે જોવાનો પ્રયત્ન પણ કરી લઈએ.

          વ્યાધિ એટલે રોગ ખરો પણ ફક્ત શરીરનો નહિ પણ મનોરોગ પણ ખરો.સંસ્કૃત ભાષણો સત્યાન  શબ્દ વિશેષ શબ્દ છે.જેને ક્યારેય વિકસવાની કે પૂર્ણ માનવત્વ જવાની જરાય રુચિ જ ન હોટ  એટલે કે અકર્મણ્ય બેસી રહેણી   સ્વભાવવાળા ને  સત્યાન કહેવાય.પોતાની જાતમાં ,સાધનાના ક્રમમાં ,ફળ પ્રાપ્તિ માટે કે કરેલા પુરુષાર્થ માટે કોઈ પ્રકારની શન્કા હોય તે સંશય..પ્રમાદ અને આળસ શબ્દ સગાભાઇ જેવા છે.સાધના કરવામાં નિયમિત ન રહેવું કે વેપારવા રહેવું તે પ્રમાદ અને ભૌતિકતાના  સાધનાને ઓછી અગ્રતા આપીને ટાળવી તે આળસ.કેટલીયે વાર માણસ કોઈ વિષ્યાસક્તિથી થી મુક્તિ મેળવવા કોઈ કઠોર વૈરાગ્ય તો લઇ લે .પણ પછી ધીમે ધીમે તે ઢીલો પડતો જાય આ વિઘ્ન તે અવિરતી. દરેકના જીવનમાં માનવસહજ આવું તો અનેક વાર  થતું જ હોય છે.

           સાધના તો પદ્ધતિસર જ થાય પણ કોઈવાર ગેરસમજથી  કે  અનાયાસે થયેલો કાલ્પનિક અનુભવ સાચો માની લેવો, તે ભ્રાંતિદર્શન.સાદી ભાષામાં કાગનું બેસવું ને ડાળી નું પડવું - કહેવતનો અનુભવ.પણ આ ભ્રાંતિદર્શનની  ખબર જેટલી મોડી  પડે તેટલી વધારે વિઘ્નરૂપ ગણાય.

           કેટલીવાર માનવ અધીરો બને અને કોઈ તબક્કે તેની ધીરજ ખૂટે.સાધનાનું પણ તેવું જ છે.સાધના કર્યા પછી પણ કોઈ કારણસર ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત ન થાય અને સાધના માટેનો ઉત્સાહ ઘટી જાય તે સ્થિતિને અલ્બધ્ધભૂમિકત્વ  કહે છે. કોઈ  કઠિન પર્વત પર આરોહણ કરતા હોઈએ ,શિખર પર પહોંચી ગયા હોઈએ કે પહોંચવાની તૈયારી હોય તેવે વખતે કોઈ કારણથી પગ લપસે કે સહેજ નીચા જવાય તે કોઈ સાહસવીરને ન ગમે.એવું જ ક્યારેક સાધનામાં પણ છે. સાધકની જે ઉચ્ચ સ્થિત પ્રાપ્ત છે તેમાં કોઈ કર્ણની ઉતારતી કે વિરુદ્ધ સ્થિતિમાં મૂકવું પડે તેવી સ્થિતિને અનાવાસથી તત્ત્વ  વિઘ્ન કહે છે.

           આ તો સાધના છે . મહર્ષિ અહીં ફરીને ટકોરે છે.આટલા નવ વિઘ્નો પાર કરો એટલે પૂરું ?  જી ના,  હજુ બીજાં પણ સામે ઊભાં જ છે .આ તો સાધના છે.- કઠોર તો હોય ને !

     दुःख दौर्मनस्याङ्गमेजयत्व श्वासप्रश्वासा विक्षेपसहभुवः ॥ 31 આધ્યાત્મિક  આધિભૌતિક અને આધિદૈવિક એમ ત્રણ પ્રકારના રોગ માણસના જીવનમાં આવે..જે સાધનામાં અંતરાય થાય .દૌમનસ્ય એ પણ સાધનામાં વિઘ્ન રૂપ છે.ઈચ્છાઓ પુરી ન થાય એથી મનમાં જે ક્ષોભ રહી જાય તેને દૌમનસ્ય કહે છે.આપણા સહુના જીવનમાં આવું અનેક વાર બને પણ છે.સાધના તો કપરી અને સાતત્યવાળી પ્રક્રિયા છે એટલે કોઈવાર શરીર અસ્વસ્થ પણ થાય ક્યારેક કમ્પતવ પણ થાય.એ વિઘ્નને પતંજલિ અંગમેજયત્વ કહે છે. અને હા બાહ્ય કુંભકમાં કે કે મુશ્કેલી આવે તેને  શ્વાસનું વિઘ્ન કહે છે.અને હજુ એક વિઘ્ન તે અંદરના કુમ્ભકમાં મુશ્કેલી થાય શ્વાસ બહાર કાઢવામાં વ્યવસ્થિત ન રહેવાય તે વિઘ્નને પ્રશ્વાસનું વિઘ્ન કહેવાય.

           સાધનાનો સંકલ્પ લીધો છે. મનને થોડું મજબૂત પણ બનાવ્યું છે.એટલે આવેલ અને આવનાર વિઘ્નોને  પાર તો કરવાં જ છે. પતંજલિ  આગળના સુત્રોથી એ બાજુની દિશાનો નિર્દેશ કરે છે .तत्प्रतिषेधार्थमेकतत्त्वाभ्यासः ॥ 32 આ વિઘ્નોને  દૂર કરવા એક તત્ત્વનો અભ્યાસ કરવો પડશે.  અહીં મહર્ષિએ તત્ત્વ શબ્દ મૂકીને ખુબ ખુબ મોટી વિશાળતા મૂકી છે.જેમાં અતૂટ શ્રદ્ધા હોય તેમાં ચિત્ત એકાગ્ર કરવાનો સંકેત છે .કારણકે સાધનાના પ્રારંભમાં ચિત્ત -મનને તો પહેલું  સાથે રાખુંવું પડશે.મનને  નિર્મળ કરવાના સુંદર ઉપાયો આ સૂત્રમાં સૂચવ્યા છે.

मैत्री करुणा मुदितोपेक्षाणां सुख दुःख पुण्यापुण्य विषयाणां भावनातश्चित्तप्रसादनम् ॥ 33    સુખી મનુષ્યોને જોઈને મિત્રતાની ભાવના કેળવવી ,દુઃખીને જોઈને દયાની ભાવના તો કોઈ પુણ્યશાળીને જોઈને પ્રસન્નતાની ભાવના કેળવવી.પાપીની સામે ઉપેક્ષા કે ઉદાસીનતા. આમ મનને કેળવવાના સનિષ્ઠ પ્રયાસોમાં આગળ વધીએ તો છેવટે ચિત્ત શાંત, નિર્મળ  અને પ્રસન્ન રહે છે

         અલબત્ત આ બધું  રાતોરાત નથી જ થતું પણ ધીરજ અને સંકલ્પ જરૂર એ દિશામાં લઇ જાય છે. વિચારાધીન  ચિત્તને નિર્મળ કરવાના કઠિન ઉપાયો સૂચવ્યા પછી મહર્ષિ પ્રાણ આધારિત ઉપાયો પણ સૂચવે છે માનવ  શરીર રથ જેવું છે.. ઇન્દ્રિયો તેના ઘોડા છે.. મન ચાબૂકનું કાર્ય કરે છે ચિત્તવૃત્તિનેઓ ને રોકવાના બધા પ્રત્યન થાય પછી શું ? શરીરમાં રહેલો પ્રાણ એ લગામ છે.રથને યોગ્ય અને શ્રેષ્ઠ દિશા તરફ કઈ જવામાં હવે પ્રાણ રૂપી લગામ જ ઉપાય છે.એટલે જ  

प्रच्छर्दन विधारणाभ्यां वा प्राणस्य ॥ 34   પ્રાણવાયુને બહાર કાઢવાના  અને તેને રોકવાના ઉપાયોથી આપણી નાડીઓ શુદ્ધ થાય છે અને ચિત્તને  નિર્મળ કરવામાં તે પ્રેરક બને છે.

              નિશ્ચિત્ત ધ્યેય હાંસલ કરવા માટે, જેમ પર્વતની ટોચના શિખર  પર પહોંચવા  માટે  એક પછી એક પગથિયાં ચડતા જવાય. .જેમ જેમ ઉપર જઈએ તેમ યાત્રા થોડી વધુ કઠિન થતી જાય.પણ જયારે  નજીકથી શિખર દેખાવાનું શરુ થાય એટલે ઉત્સાહ વધે.ચિત્તશુદ્ધિના અવરોધો અને વિઘ્નો હટતા જાય હવે ચિત્ત એકાગ્રતા વધશે અને લક્ષ્યની  દિશા તરફ ગતિ થશે. હવે આગળ શું ?