Readers

Friday, July 17, 2026

પતંજલિ યોગસૂત્ર -એક આચમન - ચિત્તવૃત્તિ

                                        

                          પતંજલિ યોગસૂત્ર -એક આચમન 

                                             ચિત્તવૃત્તિ

       s સામાન્ય રીતે આપણે સહુ  યોગનો અર્થ આસનો અને પ્રાણાયામ એટલો જ કરીએ છીએ પરંતું યોગ એટલે તો  युज्यते अनेना इति योगः –‘ યોગ એટલે જે જોડે કોની સાથે જોડાવાનું ? માણસ એ  ઈશ્વરનું સમગ્ર પ્રાણિસૃષ્ટિમાં શ્રેષ્ઠ સર્જન છે.અહીં જોડાવાની વાત ચૈતન્ય સાથે જોડાવાની વાત છે. ઉપનિષદ તો એમ કહે છે  ' अहं ब्रह्मास्मि – હું પોતે જ બ્રહ્મ [ ઈશ્વર } છું.' પણ આપણે -માણસ જાત આપણું મૂલ્ય ઓછું આંકીએ છીએ અને રૂઢિગત જીવ્યા કરીએ છીએ..એવાં એવાં અનેક ઉદાહરણો મળી આવે છે  જેમણે ખુબ ઉચ્ચ કોટિની આધ્યાત્મિકતા  પ્રાપ્ત કરી હોય અને ઈશ્વર સન્મુખ પહોંચ્યા હોય. યોગ  એનું એક ઉત્તમ સાધન છે.

           હજારો વર્ષ પહેલાંથી યોગમય જીવન એ માનવજીવનનો આદર્શ રહ્યો છે.વેદ,ઉપનિષદો ,શ્રીમદ ભગવદગીતા અને બીજા અનેક ગ્રંથોએ યોગ વિચાર આપ્યો છે.શ્રી કૃષ્ણએ ગીતાજીમાં  દરેક અધ્યાયમાં યોગ સંદેશ આપ્યો છે .' योग: कर्मसु कौशलम् ' અને "समत्वं योग उच्यते" જેવાં શ્લોકમાં અનેક  યોગદૃષ્ટિ આપી છે.

            કથોપનિષદમાં યોગની વ્યાખ્યા કરતાં કહેવાયું છે કે ‘તામ યોગમિતિ મન્યન્તે સ્થિરાનિમિન્દ્રિય ધારનામ.’ ભાવાર્થ - યોગ એટલે ઇન્દ્રિયોનું  બહારથી આત્મા તરફ લઈ જવું.

             ભાગમાં લખાયેલા પ્રાચીન ગ્રંથ યોગ વસિષ્ઠના છઠ્ઠા ભાગમાં યોગની વ્યાખ્યા કરતાં કહેવાયું છે કે ‘મનહ પ્રશમનાહ ઉપાયાહ યોગ ઇત્યાનિદિયતે’. ભાવાર્થ -મનને સમજીને આવડતપૂર્વક શાંત કરે અને ઉચ્ચ દિશામાં લઇ જાય તે યોગ .s

            મહર્ષિ પતંજલિએ આ બધાના સારરૂપ  196 સૂત્રો આપ્યા. પ્રત્યેક સૂત્ર માળાના એક મણકા જેવું છે. જે વ્યક્તિ એક એક સૂત્રને જીવનમાં ચરિતાર્થ કરવાનો પ્રયત્ન કરે તે ચૈતન્યને પ્રાપ્ત કરવાની દિશામાં ગતિ કરે છે.' પતંજલિ સૂત્ર 'માં ચાર પ્રકરણ { અધ્યાય } છે.સાધનપાદ ,સમાધિપાદ ,વિભૂતિપાદ અને કૈવલ્યપાદ

            સાધનપદમા  મહર્ષિએ. પહેલા સૂત્રમાં યોગની વ્યાખ્યા કરી અને બીજાં સૂત્રમાં ચિત્તશુદ્ધિની વાતનો પ્રારંભ કર્યો છે. थ योगानुशासनम् ॥ 1

હવે યોગમાર્ગના વિચારની શરૂઆત કરીએ.  योगश्चित्तवृत्ति निरोधः ॥ 2

ચિત્તની વૃત્તિઓના નોરોધને અથવા ચિત્તવૃત્તિઓ સંપૂર્ણ રોકાઈ જાય તેને યોગ કહે છે.

             ચિત્ત એટલે આપણું મન.જો અને જયારે મન જ  આપણને જે સૂચવે તેમ આપણે કરીએ છીએ.ગુજરાતીમાં 'મન હોય તો માળવે જવાય 'ની કહેવત સો ટકા સાચી છે.શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું કે ' બંધન અને મોક્ષની કારણ કેવળ મન જ છે.સહજ રીતે વિચાર,દૃષ્ટિ ,શ્રવણ વગેરે સાથે જોડાય એટલે આપણા  મનભાઈ સક્રિય થઇ જાય.

          જો મન યોગ્ય દિશામાં લઇ જાય તો માણસ ધારે તે મેળવી શકે .અને એટલે જ પતંજલિએ શરૂઆતમાં જ ચિત્તશુદ્ધિને પ્રાધાન્ય આપ્યું છે.

            ચિત્તવૃત્તિ  એટલે મનમાં ઉદ્ભવતી વૃત્તિઓ .'વૃત્તિ' શબ્દનો અર્થ મુખ્યત્વે સ્વભાવ, મનનું વલણ, દાનત કે ચિત્તમાં ઊઠતો વિચાર થાય છે.. મનોવિજ્ઞાન કે આધ્યાત્મિકત : અનુસાર મનની સ્થિતિ, લાગણી, કે સ્વભાવ (દા.ત., સાત્વિક કે રાજસિક વૃત્તિ)..

            પતંજલિ સ્પષ્ટ કહે છે   तदा द्रष्टुः स्वरूपेऽवस्थानम् ॥ 3  वृत्ति सारूप्यमितरत्र ॥ 4  - ‘ યોગસાધના દ્વારા  ચિત્તની પોતાની મૂળ વૃત્તિઓનો નિરોધ ન થાય ત્યાં સુધી s આત્મા પોતાના ચિત્તની બ્રૂત્તિઓના જેવું રૂપ ધારણ કરે છે.  જો આ વૃત્તિઓને રોકવામાં ન આવે તો માણસ જેવો હોય તેવો જ રહે છે.

           કેવી હોય માણસ ની વૃત્તિઓ   sवृत्तयः पञ्चतय्यः क्लिष्टाऽक्लिष्टाः ॥ 5

ચિત્તની વૃત્તિઓ પાંચ પ્રકારની હોય છે તથા દરેક વૃત્તિના ક્લિષ્ટ { દુઃખ આપનારી } અને અક્લિષ્ટ { દુઃખ ન આપનારી }  એમ બે ભેદ હોય છે.

એમણે વૃત્તિનું વિશ્લેષણ પણ કરી બતાવ્યું છે  प्रमाण विपर्यय विकल्प निद्रा स्मृतयः ॥ 6 ॥ (તે પાંચ વૃત્તિઓ છે:) પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ.       

           મહર્ષિ આગળના સૂત્રોમાં તે વૃત્તિની પણ સમજણ આપે છે પ્રમાણના ત્રણ ભેદ છે प्रत्यक्षानुमानागमाः प्रमाणानि ॥ 7 -પ્રત્યક્ષ ,અનુમાન અને આગમ મન ,બુદ્ધિ કે ઇન્દ્રિયથી જોઈ  કે અનુભવી હોય તે  પ્રત્યક્ષ ,જેની ધારણા અપ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાતે અનુમાન અને કોઈ  શાસ્ત્ર ,સંત કે મહાનુભાવના વિધાન કે વિચારથી અપનાવાય તે આગમ વૃત્તિ અલબત્ત આ ત્રણેય પ્રમાણમાં પણ ક્લિષ્ટ અને અક્લિષ્ટ ભેદ તો હોય જ .     

            विपर्ययो मिथ्याज्ञानमतद्रूप प्रतिष्ठम् ॥ 8 કોઈ  વસ્તુના મૂળ સ્વરૂપને ન સમજીને બીજી વસ્તુ સમજી લેવી  તેવા મિથ્યા જ્ઞાનને વિપર્યય કહે છે . शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः ॥ 9 વાસ્તવમાં જેનું અસ્તિત્ત્વ જ ન હોય અને ફક્ત શબ્દના  આધાર પર કલ્પના કરવા  વાળી ચિત્તની વૃત્તિને વિકલ્પ  વૃત્તિ કહે છે  अभाव प्रत्ययालम्बना वृत्तिर्निद्रा ॥ 10 માણસને જે વખતે કોઈ જ વિષયનું જ્ઞાન  રહેતું   નથી ફક્ત જ્ઞાનના અભાવની પ્રતીતિ થાય છે તેને તે ચિત્તવૃત્તિને નિંદ્રા કહે છે. अनुभूत विषयासम्प्रमोषः स्मृतिः ॥ 11

જુદી જુદી વૃત્તિઓ દ્વારા અનુભવાયેલા વિષયોના સંસ્કાર ચિત્તમાં  પડેલા હોય જે  કોઈ નિમિત્તને લીધે ફરી જાગૃત થાય કે પ્રગટ થાય તેને સ્મૃતિ કહે છે.