ભદ્રંભદ્ર ની
આત્મકથા
હા હું ભદ્રંભદ્ર
,એકસો પચીસ વર્ષનો
થયો.ગુજરાતના લેખક રમણભાઈ નીલકંઠના મનોદર એટલે કે મન રૂપી ઉદરમાં જન્મ્યો તે
વખતે મારા પિતાતુલ્ય રમણભાઈને વિચાર આવ્યો
કે અંગ્રેજોની ગુલામીમાં બિચારો ગુજરાતી
જરાય હસતો નથી.લાવને જરા પ્રયત્ન કરું.અને
એમણે ગુજરાતની પ્રથમ કદાવર સ્વરૂપની હાસ્ય નવલકથા લખી .અને એના મુખ્ય પાત્ર
તરીકે મારો જન્મ થયો.
આમ તો મારા ફોઈએ
મારુ નામ દોલતશંકર પડેલું પણ મારા પિત્તાશ્રી એ કહેલું કે તારે જીવનભર ગુજરાતી કે
સંસ્કૃત સિવાય એક શબ્દ પણ બોલવાનો નથી.હવે દોલત શબ્દ તો અરબો ભાષાનો એટલે તરત જ મને મારુ નવું નામ ભદ્રંભદ્ર મળ્યું..આ
સંસ્કૃત શબ્દનો અર્થ છે સારામાં સારું.
હું 125 વર્ષનો
થયો .મારે અનેક અનેક દુઃખ વ્યથા છે પણ છતાં હું જીવીશ જ્યાં સુધી એક ગુજરાતી ભાષાપ્રેમી
જીવશે ત્યાં સુધી જીવીશ..જો કે મારી સમસ્યાઓ આજની નથી .વર્ષો પહેલાથી છે.મારી
વ્યથાને લેખક ચંદ્રકાન્ત બક્ષીએ તેમના એક પ્રહસન ' દેડકાની પાંચ
શેરી'માં વાચા આપી છે. વાત જાણે એમ છે
કે એક વાર કવિ વિજયરાય વૈદ્ય બોમાર પડયા.સહુ કવિ લેખક તેમની ખબર પૂછવા ભેગા થયા.
પણ આ તો લેખકો હતા. ચડી ગયા ચર્ચાએ ..આનંદશંકર ધ્રુવે સંસ્કૃત મહાકાવ્ય
‘ ગીત ગોવિંદ’ નો ગુજરાતી
અનુવાદ સંભળાવવાનું શરુ કર્યું. ને બધાને ઝીલવા કહયું.' લલિત લવંગ લતા
પરિશીલન ,કોમય મલય સમીરે, મધુકર નીકર કરંભિત કોકિલ,કૂંજાતી
કુંજ કુટીરરે ' ભારેખમ પ્રાસ
સાંભળીને કવિ કાન્ત અકળાયા ,બંધ કરો આ તો ‘ લટપટ લટપટ બોલતા
જીભ મારી તૂટી રે.' નરસિંહરાવથી રહેવાયું નહિ .' તમારા આ સંસ્કૃતના
અનુવાદ કરતાં અમારો આ અંગ્રેજીનાં ' Liad me
kindly to
the Light ' નો ગુજરાતી અનુવાદ કેવો બધાને મોઢે
ચડી ગયો છે.?' અહીં વિજયરાયની
ખબર પૂછવાનું તો બાજુએ રહ્યું.અને બધા બાખડી પડ્યા.મિત્રો , બક્ષી સાહેબે
એમાં મારા મનની વાત કરી છે., એમાં મારી ગુજરાતી ભાષા નું શું ?
એ વખતે
ઘણા લેખકો અંગ્રેજી ભાષાના એટલા તો પ્રભાવમાં હતા કે ન પૂછો વાત.રત. તમને આશ્ચર્ય થાય તેવી એક
વાત કરું. આપણા જાણીતા કવિ બળવંતરાય ઠાકોર -બ.કે.ઠા એ
એકવાર રાષ્ટ્રપિતા ગાંધીજીને અંગ્રેજીમાં પત્ર લખ્યો.પત્ર જોઈને બાપુ તો એટલા
નારાજ થયા કે તરત જ બ.કે.ઠા ને ઉત્તર લખ્યો કે ,' એક ગુજરાતી બીજા
ગુજરાતીને અંગ્રેજીમાં કેમ પત્ર લખે.? મારુ ચાલશે તો
આઝાદી મળ્યા પછી આવી ભૂલ કરનાર ને હું છ માસની કેદની સજા આપવાની સલાહ આપીશ.
'અંગ્રેજી
માધ્યમની શાળાઓ વધી ત્યારથી તો મારી
સમસ્યા અનેકગણી વધી ગઈ છે.પેઢીઓથી વર્ષો સુધી શુદ્ધ ગુજરાતી બોલતા પરિવારમાં બધા સાચું ખોટું મિશ્રિત
ભાષામાં બોલતા થઇ ગયા છે.રસ્તે ચાલતા માં એના દીકરાને કહે ,બેટા મારી ફિંગર
પકડ ,સામે કાઉ આવે છે.' નાનું બાળક નક્કી
ન કરી શકે કે એમાં કયો શબ્દ મારી માતૃભાષાનો છે. અરે ત્યાં સુધી કે
શાળાઓ પણ ઘેર વધારે સમય અંગ્રેજી બોકવાની સલાહ આપે
મિત્રો માની પણ ન શકો એવો
પ્રસંગ તમને જાણવું.જાણીતા કવિ તુષારભાઈ શુક્લએ
કહેલો એક પ્રસંગ યાદ આવે છે.એમના એક નિકટ સ્નેહીનો પુત્ર અમદાવાદની એક મોટી અંગેજી
માધ્યમની શાળામાં ભણતો હતો.એક દિવસ બાળકના
વાણીને એક દિવસ એક પત્ર મળ્યો ,' આપનું બાળક શાળા
પરિસરમાં ગુજરાતી બોલે છે ,જે શાળા નિયમ વિરુદ્ધ છે .જેથી સજા શુલ્ક રૂ
1000/- રૂબરૂ આવીને ભરી જશો.' વાલી તો શાળાએ
કોરો બેન્ક નાણાં માંગણી પત્ર લઈને
ગયા.આચાર્યને મળ્યા ને કહ્યું,' ગુજરાતી તો અમારી
માતૃભાષા છે.મારો દીકરો આપના શાળા પરિસરમાં ગુજરાતી વારંવાર બોલી તમારા શાળાના
નિયમનો ભંગ કરશે.એટલે બધું શાળા શુલ્ક એક સાથે લઇ લો.મારે વારંવાર ધક્કો ન પડે.
'મિત્રો સમય અને
આવશ્યકતા અનુસાર ચાલવું પડે એની ના નહિ પણ ત્યાં વ્યવહાર બુદ્ધિ તો વાપરવી પડે કે
નહિ ? માનનીય
પ્રધાનમંત્રી ખુબ સાચી વાત કરે છે ,' અંગ્રેજીનો
પ્રભાવ પણ નહિ અને અભાવ પણ નહિ.'
હકીકતમાં મિત્રો
આપણે ગુજરાતીઓ કેટલાં ઊંચાં મનના છીએ.! કોઈ એક રૂપિયો
આપે તો આપણે તેને લખી આપીએ ' રૂપિયો એક પૂરો મળ્યો છે.' અને ભુરીયા
અંગ્રેજોએ આપણને કેવી ટેવ પાડી ? કોઈ પાસેથી લાખ
રૂપિયા મળે તો લખી આપીએ ,' Received Rupees One Lac Only .' પણ હવે આપણી
સંકુચિતતા પણ વધી જ ગઈ છે.રાજા માટે વપરાતો શબ્દ 'મહારાજ' આપણે રસોયા માટે
વાપરતા થઇ ગયા.'ગુરુ ',દાદા જેવા માનાર્થ શબ્દો ગુંડા અને મવાલી માટે
વપરાય .
જેના લાખો દર્શકો
છે તેવા દૂરદર્શનના સમાચાર વાચકો અને ઉદ્ઘોષકો જયારે ખોટા શબ્દ અને અશુદ્ધ ઉચ્ચારો કરે ત્યારે મને
કાળજામાં કોઈ મહારોગ થયો હોય તેમ અનુભવાય .
એમાંય જ્યારથી
વોટ્સએપ આવ્યું છે ત્યારથી તો મારી વ્યથા અસહ્ય થઇ ગઈ છે Eng રાતી અને ગુજlish વપરાય ત્યારે
લખનારો તો ફટાફટ લખી નાખે પણ વાંચનારો બે વાર વાંચે ત્યારે સમજાય.કેટલીયે વાર
અનર્થ પણ થાય.'Have ame
bagger valaa thaya ' માં ba gger એટલે બે ઘરના
મલિક કે ભિખારી ? શું સમજવું ?
છતાં મિત્રો ભલે
હું સવાસોનો થયો પણ હજી ઘણું જીવવાનો છું.કારણકે મારી ગુજરાતીને સમૃદ્ધ બનાવનારા
અનેક લેખક કવિ ખુબ સરસ લખે છે અને સરસ મજાના
સ્વરકારો અને ગાયકો સુમધુર ગુજરાતી ગીતો માં ગુર્જરી ના આકાશમાં વહેતુ કરે
ત્યાં સુધી હું જીવીશ જ. ચાલો હવે મારે
વીર નર્મદની ભૂમિ પર જવાનું છે .ત્રિચક્રી વાહન આવી ગયું છે.અને અગ્નિરથ
વિરામસ્થાન પર પહોંચવાનું છે.આવજો.જય ગુજરાતી જય જય ગુજરાત.
No comments:
Post a Comment