ઝુકરબર્ગને પત્ર
વહાલા ઝુકરબર્ગભાઈ
,
સવારના સુપ્રભાત. આ પત્ર શુદ્ધ ગુજરાતીમાં લખું છું. અમારે ગુજરાતમાં બે
પ્રકારની ગુજરાતી ભાષા વપરાય છે. ગુજ lish અને Eng રાતી . .અમે જયશ્રી કૃષ્ણ ને બદલે JSK અને you
are બદલે ur લખીએ છીએ .તમને સમજાય તેવું Meta Translater થી અંગ્રેજીમાં
અનુવાદ કરી લેશો..
અમારા વરિષ્ઠ
નાગરિક મંડળ દ્વારા આપનું સન્માન કરવા ઇચછીએ છીએ.તે માટે અમારું નિમંત્રણ
સ્વીકારશો.આપે અમારા ઉપર એટલે કે વરિષ્ઠ નાગરિકો પર એટલા તો ઉપકાર કર્યા છે કે
અમારે કદર રૂપે આપણું સન્માન કરવું જ
જોઈએ. અમારી આ ઉંમરે ઉભી થતી અનેક અનેક સમસ્યાઓનો તમે વોટ્સએપ અને ફેસબુકની શોધ કરીને નિવારણ કરી દીધું છે.
પહેલી સમસ્યા સમય પસાર કરવાનો છે.વાહનો વધ્યા એટલે ટ્રાફિક વધ્યો..એટલે નથી અમે ચાલવા જઈ શકતા કે નથી પુસ્તકાલયમાં..ટ્રાફિકને લીધે મિત્રોને મળવા પણ નથી જવાતું.. દેવદર્શન પણ નથી જવાતું.તમારા વોટ્સએપને લીધે આ મોટી સમસ્યા હલ થઇ ગઈ છે.દિવસ આખો ક્યાં નીકળી જાય છે તેની ખબર પડતી નથી.અમારા મંડળના કેટલાયને ખુબ વહેલા ઉઠવાની ટેવ હોય એટલે સવારના ચાર પાંચ વાગ્યાથી જ 'સુપ્રભાત 'અને દેવદેવીઓના રંગબેરંગી અને અવનવા ફોટાઓ પોતાના અનેક મિત્રોને ફોરવર્ડ કરીને સેંકડોની સવાર સુધારે છે. સમય અને નાણા વેડફાયા વગર રોજેરોજ કાશી વિશ્વનાથ થી માંડીને રામેશ્વરમના લાઈવ આરતીના દર્શન ઘેર બેઠા થાય છે.અને તે પણ તમારે લીધે.અમારું અડધું પુણ્ય તો તમને જ મળશે.
બીજી સમસ્યા તે આરોગ્યની અને તબિયતની.સ્વાભાવિક
છે કે હવે શરીરમાં નાની મોટી તકલીફો થાય.પણ વોટ્સએપ અને ફેસબુકમાં અનેક અનેક નુસખા
આવે છે અને ડોક્ટર પાસે જવાની જરૂર નથી પડતી.અને કરવા પડતા મોટા મોટા તબીબી ખર્ચાઓમાંથી
મુક્તિ મળી ગઈ છે. વોટ્સએપમાં નુસખાઓ એટલા બધા આવે છે કે એક લાગુ ન પડે તો બીજો
હાજર જ હોય. હા ,ક્યારેક ક્યારેક તેની અવળી આડઅસર પણ થાય ખરી પણ
આ ઘેર બેઠા મફતિયું મળતું હોય તો થોડું સહન કરવાની તૈયારી તો રાખવી જ પડે ને ?
ત્રીજી સમસ્યા તે ખાવા પીવાની.અમે જુના ભારતીય
એટલે વર્ષોથી એક સરખું જ ખાવા વાળા જીભ એકસરખું ખાઈને કંટાળી ગઈ છે ,.પણ હવે તો ઘરના
મહિલા સભ્યો વોટ્સએપ અને ફેસબુક પર થી જોઈને રોજ અલગ અલગ વાનગીઓ બનાવે છે
.મેક્સિકન ,ઇટાલિયન ચાઇનીસ વગેરે વગેરે .લાગે છે કે ધીમે ધીમે ગુજરાતી
થાળી જમવા વિદેશ પ્રવાસ કરવો પડશે.
અમારા માના ઘણાનો
રાજકારણની ચર્ચાનો છે.. મોટા મોટા મંત્રીઓને સાચી સલાહ દેવાનું મન થાય .ભ્રસ્ટાચારની
ટીકા કરવાનું મન થાય..ભેગા મળીએ ત્યારે કાં તો સમય ખૂટે નેને કાં તો ચર્ચા ઉગ્ર
સ્વરૂપ પકડે.પણ તમારા ફેસબુકથી અમે બધો ઉભરો
કાઢી શકીએ અને રાજકીય નેતાને પણ ફાવે તેમ કહી શકીએ.છીએ. એમાં પ્રતિભાવ કે
પ્રતિકારની ચિંતા જ નહિ.
હમણાં હમણાં વાર
તહેવારખાસ કોઈ ઘેર આવતું નથી.એમાંય તમારું વોટ્સએપ આવ્યા પછી તો સૌ બંધ.અરે નવા
વર્ષે પણ મીઠાઈ ડ્રાયફ્રુટ ને મુખવાસ તો સાવ બચ્યા.બેસણા ઉઠમણા ની વિગત વોટ્સએપ કે
ફેસબુકમાં આવે એટલે લાગણીસભર કોમેન્ટ કરી દેવાની એટલે રૂબરૂ જવાનો ધક્કો પણ
બચે.જુઓને અમારા મંડળના મોહનલાલનો દીકરો હમણાં જ પરણ્યો. એણે પ્રસંગમાં માં કરકસર કરવા કંકોત્રી છપાવી જ નહિ.વોટ્સએપ
ઝિંદાબાદ.{ જો કે દીકરાએ પ્રિ વેડિંગમાં ખર્ચ કર્યો એનો જીવ મોહનલાલ
અમારી પાસે બાળતો હતો.}
અમારા માના કેટલાક તો એવું વિચારે છે કે ભગવાનના મંદિરમાં તમારો ફોટો મૂકીને
રોજ આરતી ઉતારવી પણ આરતી કઈ આરતી અને કઈ ભાષામાં ઉતારવી તે નક્કી થતું
નથી.એટલે હાલ ફોટો મુકવાનું માંડી વળ્યું છે. આશા રાખીએ તમે અમારા નિમંત્રણને
સ્વીકારીને જરૂર પધારશો.
લિખિતંગ વરિષ્ઠ નાગરિક મંડળ
સરસ હળવી સુશીલીમલેખ. સાચી વાત છે. એમ તો વિવિધ વિષયોની લાયબ્રેરી આંગળીને ટેરવે મૂકી દીધી
ReplyDelete