Readers

Monday, March 30, 2020

આપણે હાશ,જીવી ગયા !

.............આપણે હાશ,જીવી ગયા !
        સમય ની ગંભીરતા સમજવા માં આપણે ક્યાંક કાચા તો નથી પડી રહ્યા ને ? કવિ ઉમાશંકર જોશી એ કઈ મનોવેદના સાથે લખ્યું હશે કે " ભૂખ્યા જનો નો જઠરાગ્નિ જાગશે તો ખંડેર ની ભસ્મ કણી ન લાધશે ".સંસ્કૃત સુભાષિત કહે છે ,"  बुभुक्षित किं न करोति पापं ? "-  ભૂખ્યો માણસ શું પાપ નથી કરતો ?  
          યાદ આવે છે ---માત્ર એકસો પાંચ વર્ષ { સંવત ૧૯૫૬ } વર્ષ પહેલા ભીષણ  દુકાળ -"છપના"  ની દારુણ સ્થિતિ ને આબેહૂબ રજુ કરતી લેખક શ્રી પન્નાલાપટેલ ની નવલકથા 'માનવી ની ભવાઈ ' ના કેટલાક સંવાદ { નવી પેઢી ને તો કદાચ કથાની ય ખબર નહિ હોય . ધ્યાન થી વાંચજો }
* શંકરદા એ કહ્યું  તેમ ;' કોણ જાણે કે આપણા માંથી કેટલા જીવશે ને કેટલા મરશે! કાં તો બધાય મરી ખુટીશું .પણ કે'વાનું એટલું  કે જાવતા રો'તો આવતે  વરસે  મૂએલાં ને સાંભરજો ને !
*કોણ કોને દિલાસો દે ? આભ ફાટ્યા પછી થીગડાં ક્યાં દે ?
* જગત માં ભૂંડા માં ભૂંડું જો કોઈ હોય તો ભૂખ જ છે.
*આ તો ભાળ્યાં છે ભૂખ્યા માનવી ....માનવીય નઈ-ભૂખી ભૂતાવળ  !
* માનવીનું ખાવા-પીવાનું તો વગર ભૂલવે ભુલાઈ ગયું હતું  પણ ઊંઘવાનું ય ભુલાઈ ગયું હતું.પરોઢ થતાં પહેલો કૂકડો બોલતો ત્યારે જ લોકોને ખાતરી થતી.બોલી ઉઠતાં ;'આજ નો દન તો જીવ્યા ભેગાં ભળ્યા વળી '
દેશ અને આપણે અત્યારે જે સ્થિતિ માંથી પસાર થઇ રહ્યો છે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.
હવે આ રોગ ની હાલ ની { ૩૦ માર્ચ ૨૦૨૦ } વિશ્વ ની સંક્રમિત આશરે  સ્થિતિ જુઓ
 **સ્પેન દેશ-  વસતી  -૫ કરોડ ઇટલી  દેશ  -વસતી- ૬ કરોડ ફ્રાન્સ   દેશ - વસતી  -6 કરોડ અમેરિકા દેશ -વસતી -૩૨ કરોડ
આપણે જાણીએ છીએ ભારત ની વસતી ૧૩૦ કરોડ છે . ભારત ની વસતી ની સરખામણી માં આ દેશો કેટલા નાના છે પણ આ દેશોના  છેલા થોડા જ દિવસો માં મૃત્યુ આંક પાંચ હજાર થી દસ હજાર છે. જો સામાજિક અંતર ન રાખીએ તો આપણા દેશ ની હાલત શું થાય તેની કલ્પના પણ થઇ શકે તેમ નથી.  
       એટલું જ નહિ પણ  દુનિયા ના દરેક દેશ માં  લાખોની સંખ્યા માં વ્યવસાય અર્થે ગયેલા ભારતીય છે .  વળી વિદેશ માં અભ્યાસ કરવા ગયેલા  લાખો વિદ્યાર્થી ઓ પણ ખરા . આ બધા સમયાંતરે દરેક દેશમાં થી સ્વદેશ પણ આવે તે સ્વાભાવિક છે.માણસ સામાજિક પ્રાણી છે અને એમાંય ભારતીય સંસ્કૃતિ તો હળવા -મળવા માં વધુ માને.એટલે દેશ માં આવ્યા પછી ઘણા ઘણા પરિવાર અને મિત્રો ને મળે તે પણ સહજ છે.
@@  હવે આ શત્રુ રોગ બે વિચિત્ર લાક્ષણિકતા ને યાદ કરીએ.
** પહેલી વાત એ કે આ ભમ્મરિયો શરીર માં ઘુસ્યા પછી ચૌદ દિવસે પોત પ્રકાશે .ત્યાં સુધી શરીર માં છૂપો છૂપો બેઠો હોય.ખબર ન પડે તેમ. અને વ્યક્તિ ને મોડે મોડે જાણ થાય ત્યારે તો ખુબ મોડું થયું હોય.
**બીજી વાત ,તે ખુબ ખુબ ચેપી -સંક્રમિત છે . દા.ત. "અ" ભાઈ  વિદેશ થી  આવ્યા .તેમને પણ એ વખતે તો કોઈ લક્ષણ હતા જ  નહિ.દસેક દિવસ માં તેઓ " બ " નામના આશરે પચાસેક લોકો ને મળ્યા  "બ" નામ ના દરેક લોકો પોતાના પચાસ પચાસ મિત્રો "કે" ને મળ્યા. હવે  ૨૫૦૦ "ક' મિત્રો  પણ પોતાના ૫૦-૫૦મિત્રો ને મળ્યા.સાદું ગણિત જ લઈએ તો રોગી "અ " ને લીધે  ''',','',અને '' એવા ૧૨૫૦૦૦ જી હા  સવા લાખ લકોને ચેપી-સંક્રમિત થઇ શકે .માત્ર એક '' વિદેશી રોગી થી.હવે વિચારો કે એકલા ગુજરાતમાં રોજેરોજ સેંકડો વિદેશ થી ગુજરાતમાં આવે છે. સાદી ભાષા કહીએ તો આપણે પણ ભલે '' નથી પણ ;;,'',કે '' તો હોવાના જ .
** ત્રીજી વાત .તેની યોગ્ય અને અસરકારક દવા શોધાઈ નથી.એટલે જરા સરખી બેદરકારી ,કોઈને પણ જીવલેણ સાબિત થઇ શકે.પોતાનો ને બીજા નો જીવ પણ જોખમ માં મુકાય
તો કરવું શું ?
સો વાત ની એક વાત
*. નિયમો,સૂચનાઓનું પાલન કરો.
*ગંભીરતાથી લો.
*ગભરાવો નહિ જ
*ફરિયાદ અને ટીકાઓ છોડો..
 *ઘર માં  જ રહો -સ્વસ્થ રહો.
શુભકામના .
દિનેશ 

Wednesday, March 25, 2020

હવે તો આંખો ખોલો


                                                                   હવે તો આંખો ખોલો
               રામજીભાઈ નો શશીકાંત અમેરિકા થી આજે ગામ માં આવવા નો હતો .પુરા બે વર્ષ પછી આવતો હતો.રામજીભાઈ એ ગામ આખા ને જમાડવા નું નક્કી કરી રાખ્યું હતું..ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થી ટેક્ષી કરી શશીકાંત ગામડે પહોંચ્યો.નગારાં -ત્રાસા તૈયાર જ હતાં .પાંચ હજાર ની વસતી નું ગામ આખું સામૈયાં જોડાયું  શશીકાંત નું ભવ્ય સ્વાગત થયું. સાંજે ગામ જમણ થયું સહુ છુટા પડ્યા .રાત્રે ઓચિંતો જ શશીકાંત નો રણક્યો.આ તો એના વિદેશ ના સાથે રહેતા રૂમ  પાર્ટનર મેથ્યુ નો ફોન .રડતા અવાજે એ કહેતો હતો કે 'એમનો ત્રીજો સાથીદાર જ્હોન જગત માંથી વિદાય થઇ ગયો છે.' શશીકાંત માનવા તૈયાર જ ન થયો.એ જયારે વતન માં આવવા નીકળ્યો ત્યારે તો તેને ફક્ત શરદી ખાંસી જ હતા. આમ અચાનક જ કેમ જાય ? ' -મેથ્યુએ ચોખવટ કરી-,' તેના આ શરદી-ઉધરસ કાંઈ સદા ન હતા ,એ તો ગંભીર  જીવલેણ  વાયરસ વાળા હતા.અને આ વાયરસ ની વિશેષ  ગંભીરતા એ છે કે એક તો લક્ષણ મોડા દેખાય ને પાછો ખુબ ચેપી છે એ વધારા માં.'
              તારી સંભાળ લે જે.'- કહી ને ફોન તો  બંધ કરી દીધો.પણ સુતા ભેગા પોતાને જ વિચાર આવ્યો કે 'પોતે પણ ગાઇકાલ સુધી તો પોતે પણ એ જ્હોન ભેગો જ રહ્યો હતો.' -સવાર પડી .શશીકાંતના શરીરે કળતર શરુ.ગળાં માં કફ ભરાયો.ઉધરસ શરુ.- શશીકાંત સમજી ગયો.વિના વિલંબે પુરી તપાસ અને સારવાર માટે શહેર ભણી ઉપડ્યો. પિતા રામજીભાઈ ને તો બિહામણો વિચાર એ પણ આવ્યો કે' મેં તો કાલે ગામ આખાં ને - પાંચ હજાર લોકોને  જોખમ માં મૂક્યાં '
           ડ્રાયવર કાળું રાત્રે એરપોર્ટ પર થી પોતાની ટેક્ષીમાં વિદેશ થી આવેલા મુસાફર ને તેને ઘેર ઉતારીને આવ્યો.પોતાના નિયમિત ગ્રાહક ને ઘેર લગ્ન પ્રસંગે આખો દિવસ ટેક્ષી ચલાવવાની વર્ધી તેને યાદ હતી .ત્યાં પહોંચ્યો.છેક રાત સુધી સેંકડો મહેમાનો ને અને જાનૈયાઓ ને ગાડીમાં ફેરવ્યા.ઘેર આવી ને થાકીને સૂતો.સવારે ઉઠ્યો તો અચાનક તાવ શરદી,ઉધરસ. તેને તરત યાદ આવ્યું કે 'તે જે વિદેશી મુસાફર ને લાવેલો તે પણ ગાડીમાં બેસી ને ખાંસતો જ હતો .
           ઉપરની ઘટનાઓ  ભલે કાલ્પનિક હોય ,છતાં પૂર્ણ પણે કોઈ પણ ગામ કે શહેર માં બની જ શકે.પણ  જયારે અતિ ચેપી રોગ નો ફેલાવો હોય ત્યારે તો જાતે જ ગંભીરતા લેવી એ જ બચવા નો ઈલાજ છે.
                ઘડીભર આપણા ઘડિયાળ ને ઊંધું ફેરવો.અત્યાર પહેલા આજે ,ગઈકાલે કે પછી તેના થોડા આગળના દિવસોમાં તમે કેટલી સમૂહ વાળી જગ્યા એ ગયા છો ? શાક માર્કેટ, બગીચો ,ધર્મસ્થાન ,ચા લારી ગલ્લા , ,બસ કે રેલવે સ્ટેશન ,સામાન્ય બજાર ,પ્રવાસ  કે પ્રસંગ .માં ગયા છો ? બરાબર સ્મૃતિ તેજ કરી ને યાદ કરો.
                હવે જરા વિચારો કે આમાં ના કોઈ સ્થળે સંક્રમિત -ચેપી કે સંક્રમિત ને અગાઉ મળેલો કોઈ પણ વ્યક્તિ હોય તો એ ચેપી રોગ કોઈને પણ લાગી શકે છે. ગઈકાલ ને સુધારી શકવા ના તો નથી.પણ આજ અને આવતીકાલ ચોક્કસ સુધારી શકાય.
           હજુ ય કેટલાય મિત્રો ગંભીરતા થી નથી લેતા.પણ જયારે આસપાસ નજર સામે કોઈ કિસ્સો આવશે ત્યારે જ આંખ ખુલશે.કડવું સત્ય તો એ છે કે કોઈ રોગ કે આપદા- વિપત્તિ ક્યારેય પહેલેથી કહેવા નથી આવતી કે 'હું આવું છું.'-એ તો આવી ગયા પછી જ થપાટ મારે છે .અને ત્યારે ખુબ મોડું થઇ ગયું હોય છે.
સોય જેટલું નાનું કાણું મોટા બલૂન કે પેરાશુટ ને ભોંય ભેગું કરે, નાની સરખી ભૂલ કે બેદરકારી  કેટલું નુકસાન કરી શકે એ તો સમય જ બતાવે..માટે  નિયમ નું ચુસ્ત પાલન એ જ  ઈલાજ .
                                                        હવે તો આંખો ખોલો

Thursday, February 20, 2020

शीध्र ही कल्याण प्राप्त करने का पर्व -महा शिवरात्रि


          महाशिवरात्रि की पौराणिक कथा तो हम सब को मालूम ही है | --हिरणी ने अपने बच्चो को मिलकर वापिस आने का वचन दिया | उसकी राह देखने  तक पूरी रात बिल्वपत्र  के पेड़ पर बैठा ,एक एक बिल्वपत्र  तोड़कर गिराता रहा | पेड के निचे शिवलिंग था| उस पर पूरी रात बिल्वपत्र गिरते रहे|  शिवजी प्रसन्न हुए| --भोले नाथ शिवजी को हम सातत्यपूर्ण याद करते रहेंगे तो शीघ्र हमारा कल्याण होगा| हमारी भारतीय संस्कृति के सभी पर्व-उत्सव के पीछे हमारे ही विकास के लिए कुछ रहस्य छिपे हुए है |
         'शिव ' शब्द का अर्थ ही 'कल्याण ' है | शिवजी ज्ञान के देवता है |--"शिवो भूत्वा ,शिवं यजेत |--शिव का स्मरण करते करते खुद 'शिव' बन जाऊ | ज्ञान के देव की आराधना करता रहु  तो ज्ञान की प्राप्ति होगी| मेरे अपने बारे में, अपने कर्तव्य के बारे में ,ज्ञान प्राप्त होगा | शिवजी उत्तुंग शिखर कैलास पर रहते है -मेरे विचार भी हर समय उच्च ही रहना चाहिए| शिवजीकी जाता में गंगा है| -मेरा दिमाग हर समय जल जैसा शीतल ही होगा| अस्खलित होगा | शिवजी 'नीलकंठ' है| - मुझे कहा से भी कटुता मिले तो  उसको मै स्वीकार भी करूँगा ,मगर कंठ में ही रखकर खुद को ज़हरीला नहीं बनाऊंगा | नाग विषयेंद्रिय का प्रतिक है| शिवजीने इसे अपने गले में बांध रखा है | मै भी संसार रहते हुए भी अपनी सभी आसक्ति औ -आदतों पर संयम से  रहु | डमरू ,जाग्रति का घोष है| मेरी आसपास जो कुछ हो रहा है उससे मै सदा अवगत ही रहु| तो स्वयं विष्णु  उपस्थित बताती है |और त्रिलोचन शिव की तीसरी आँख भय एवं प्रेम का प्रतिक है | यदि कोई सज्जन को नुकशान होता है तो ईश्वर उसे अंजाम देते ही है |यु ही तो तीसरी आंख प्रेम की सूचक है | प्रेमभक्तिके अधिष्ठाता भगवान विष्णु ने शिवजी दी हुई भेट है| हम अगर किसीको भी निस्वार्थ रूप से चाहे तो हम भी  हम शिवजी का ही कार्य कर रहे है | नटराज शिव तो सभी कलाओ के भी गुरु है| हर मनुष्यके अंदर कोई कला तो छिपी होती है|कला को विकसित करना भी तो शिवजीकी ही उपासना है |
       बिल्वपत्र तीन पत्तोका बना हुआ है | मानव जीवन की तीन अवस्था -बाल्यावस्था,युवावस्था और वृद्धावस्था.| शिवजी को जब बिल्वपत्र  समर्पित करते है तो उस समय हमें भावना करनी  की मेरी तीनो अवस्था आपको समर्पित है | मेरे जीवनके  सभी क्षण आपके चरणोमे -आपके गुणों से प्रभावित बने रहे |
       आइए ,शिवजी की पूजा के समय-अभिषेक करते वख्त  हम संकल्प करे की मेरा पूरा जीवन  सिर्फ मेरे कल्याण के लिए ही नहीं ,मगर  मेरे परिवार ,पड़ोस ,राष्ट्र एवं विश्व के ही समर्पित हो| 
                                   न जानामि योगं जपं नैव पूजां नतोऽहम सदा सर्वदा शम्भु तुभ्यम् ।
                                    जराजन्म दुःखौघ तातप्यमानं    प्रभो पाहि आपन्नमामीश शम्भो।।
मैं  न तो योग जानता हूँ, न ही जप और न पूजा ही। हे शम्भो मैं तो सदा सर्वदा आपको ही नमस्कार करता हूँ। हे प्रभो ! बुढ़ापा और जन्म ( मृत्यु ) के दुःख समूहों से जलते हुए मुझ दुखी की दुखों से रक्षा कीजिये। हे ईश्वर ! हे शम्भो ! मैं आपको नमस्कार करता हूँ।।
                                                                                                               




Wednesday, January 29, 2020

મીડિયા, ચોક્કસ બચાવી શકે લોકશાહી ને .....

             
   

          દિવ્યભાસ્કર માં   અડીખમ પત્રકાર મુ. નગીનદાસ ભાઈનો લેખ વાંચ્યો."  આપણી લોકશાહી હચમચી રહી છે ? " --ઈકોનોમિસ્ટ ટાઈમ્સ ની એક મોજણી ને આધાર  માં રાખીને એમણે આપણા દેશ ની લોકશાહી ની સ્થિતિ ની ચર્ચા કરી છે.ભૂતકાળ અને વર્તમાન માં થયેલા લોકશાહીના પાયાના સિદ્ધાંતોના હનન ની વાત લખી છે .અને ભારત ની મજબૂત લોકશાહી ના ભવિષ્ય ની ચિંતા કરી છે.ખુબ જ  મંથન વાળો લેખ છે.
         અહીં ને વાત કરવી છે તે  મીડિયા ધર્મની. લોકશાહી ની ઇમારત ના પાયા ના સ્તંભ  ગણાતા ચાર સ્તંભો માં મીડિયા પણ મજબૂત ભાગ ભજવી શકે.એક હકીકત સ્વીકારવી જ પડશે કે સમયે સમયે મીડિયા ના મૂલ્યો બદલાતાં રહ્યાં છે. અત્યારે તો મીડિયા ના વધુ પડતા વ્યાપારીકરણ ને લીધે નિષ્પક્ષ ,નીડર અને નિસ્વાર્થ મીડિયા ભાગ્યે જ જોવા મળે છે .તટસ્થ પત્રકારો પણ માંડ મળે.પોતાના TRP વધારવા ની હોડ માં તમામ મૂલ્યો ને કોરાણે મૂકી ને વર્તમાન પત્ર કે ચેનલ ચલાવાય છે. અલબત્ત ,કેટલાક પ્રામાણિક છે પણ નહિવત  .
         લોકશાહી નો જેને સ્તંભ ગણીએ છીએ  તેની પાસે તો મૂલ્યોની અપેક્ષા રખાય .છેવટે લોકશાહી ના હિત ના પાસા ઓ ને તો જાળવવા -સાચવવાની અપેક્ષા તો અવશ્ય રાખવી જ પડે.
        છતાં એક મહત્ત્વ ની વાતની નોંધ ખાસ લેવી જ પડે કે મીડિયા માધ્યમોનો વ્યાપ ખુબ વધ્યો છે.વર્તમાનપત્રો માં મોટેભાગે મર્યાદિત પત્રકારો કે કલમ લેખકોના મત મળે છે પણ હવે તો ટેલિવિઝન મીડિયા દ્વારા અને ખાસ તો સોશિયલ મીડિયા થકી તો સમાજ નો ખુબ બહોળો વર્ગ -મીડિયા નો ભાગ બનતો ગયો છે.કહો ને જન સામાન્ય ને 'વાચા' મળી છે.
       હવે મૂળ વાત -લોકશાહી હચમચી રહી છે ,તેને બચાવવા ના મીડિયા ધર્મ ની....ખુબ ઘણું કરી શકે મીડિયા .
૧) પહેલી વાત એ કે નકારાત્મક સમાચારો ને અપાતું વધારે પડતું મહત્ત્વ ન આપે. વિશાલ ભારત ના એક રાજ્યના ના એક નાનકડા ગામ બનેલો સામાન્ય બનાવ 'કાગ નો વાઘ ' કરીને દિવસો સુધી બતાવવાનું પાપ લોક માણસ ને વિચલિત દિશા માં દોરી જાય છે.
} વિશાલ અને સુસંસ્કૃત ભારત દેશ માં દરરોજ વ્યક્તિગત અને સંસ્થાકીય અનેક ગૌરવપ્રદ અનેક ઘટનાઓ  બને છે.મીડિયા એ આવી ઘટનાઓને ખુબ મહત્ત્વ આપીને અચૂક લોકો સમક્ષ મુક્ત જ રહેવી જોઈએ.
{} રાષ્ટ્ર ના ગૌરવ ની વાત ને વિશેષ મહત્ત્વ આપીને આદર કરવો જોઈએ.
{} રાષ્ટ્ર ના ઉચ્ચ પદ વિરાજમાન પ્રતિભાઓ અને સંસ્થાનો માટેનું બોલાતું કે ઘસાતું હોય તે રજુ ન જ કરવું જોઈએ.{ કેટલીક વાર કેટલાક રાષ્ટ્ર વિરોધી તત્ત્વો ઇરાદાપૂર્વક મીડિયા નો ગેરલાભ લઇ પોતાનો પ્રચાર કરી લે છે.}
{} મીડિયા માં ચર્ચા માટે આવતા પ્રવક્ત્તા ઓ માટે ચોક્કસ માર્ગદર્શિકા  કરવાનો ગંભીર સમય આવી ગયો છે.વાણી એ સરસ્વતી નું રૂપ છે.તેનો વેડફાટ કે વ્યભિચાર કદી ન પોસાય .મીડિયા ધારે તો અવશ્ય લગામ લગાવી જ શકે.
{} મીડિયા એક મોટી જવાબદારી લે તો રાષ્ટ્રનું ખુબ મોટું હિત થઇ શકે. દરેક મીડિયા પોતે પોતાના નિષ્ણાત જનો ના અભિપ્રાય લઈને પણ રાષ્ટ્રહિત માં ઉભા થતા મતભેદો વખતે પોતાનો સ્વતંત્ર મત અચૂક આપવો જોઈએ.આવો મત દરેક વખતે સરકારની કે સંસ્થાની તરફેણ માં જ હોય એ જરૂરી નથી.છતાં જયારે દેશ હિત માં સત્ય હોય તેને ઉજાગર કરવા માં પોતાનો સ્પષ્ટ મત હોય તે આપે આ {તો લોકશાહીના સતંભ ની મજબૂતાઈ ચોકક્સ વધે .
{} ભાષાની શિષ્ટતા તો ખુબ ઓછાં મીડિયા જગત પાસે રહી છે.ભાષા તો માં શારદા ના અલંકાર છે  તેને તો યોગ્ય રીતે જ વપરાય
{} બાળ  અને યવા માણસ ને વિકૃત્ત અને ઝેરીલું બનાવનારા મીડિયા જગત ને તો સમાજ નું ગુનેગાર જ ગણવું {} પીળું પત્રકારત્વ અને વેચાયેલા મીડિયા બજાર ને સાદર નવ ગજ ના નમસ્કાર કરવા જરૂરી છે.વાચક-દર્શક પ્રજાજનોએ  મીડિયા ને વધુને વધુ અવગણી ,તેનું મૂલ્ય ઘટાડવું જોઈએ .પોકળ અને તથ્યહીન ઘટનાઓ ને પ્રાધાન્ય આપનારા ને જાકારો જ અપાય.
 {૧૦}સદીઓ પછી મીડિયા નું ફલક ખુબ વ્યાપક બન્યું છે તો લોકશાહીના મૂળ મજબૂત કરવા માટે મીડિયા ના કોઈ પણ ક્ષેત્ર માં જોડાયેલ મિત્ર જો સમજણ અને જવાબદારી પૂર્વક  વર્તે તો તે સાચા સર્થમાં લોકશાહી નો પૂજારી ગણાય .અસ્તુ.
દિનેશ માંકડ  મોં.૯૪૨૭૯૬૦૯૭૯ .
                                

Sunday, November 24, 2019

પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા ભક્ત કવિ -નરસિંહ મહેતા



પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા હરનિશ એને ધ્યાવું રે,
તપ તીરથ વૈકુંઠ-સુખ મેલી મારા વૈષ્ણવ હોય ત્યાં જાવું રે ... પ્રાણ થકી
અંબરિષ (રાજા) મુજને અતિઘણો વ્હાલો, રે ... પ્રાણ થકી
ગજને માટે હું ગરુ઼ડે ચઢી પળિયો,મારા સેવકની સુધ લેવા રે,
ઊંચ-નીચ હું કાંઈ નવ જાણું,મને ભજે તે મુજ જેવા રે ... પ્રાણ થકી
લક્ષ્મીજી અર્ધાંગના મારી,તે મારા સંતની દાસી રે, દુર્વાસાએ માનભંગ કીધો રે,
મેં મારું અભિમાન તજીને,દશ વાર અવતાર લીધો
અડસઠ તીરથ મારા સંતને ચરણે,,કોટિ ગંગા, કોટિ કાશી રે ... પ્રાણ થકી
સંત ચાલે ત્યાં હું આગળ ચાલું,સંત સૂએ તો હું જાગું રે,
જે મારા સંતની નિંદા કરે,તેને કુળ સહિત હું ભાંગુ રે ... પ્રાણ થકી
મારા રે બાંધ્યા વૈષ્ણવ છોડાવે,વૈષ્ણવે બાંધ્યા નવ છૂટે રે,
એક વાર વૈષ્ણવ મુજને બાંધે,તે બંધન નવ તૂટે રે ... પ્રાણ થકી
બેઠો ગાવે ત્યાં હું ઉભો સાંભળું,ઉભા ગાવે ત્યાં હું નાચું રે,
વૈષ્ણવ જનથી ક્ષણ નહીં અળગો,ભણે નરસૈયા સાચું રે ... પ્રાણ થકી
         નરસૈંયો એટલે ભક્તિ ,શ્રધ્ધા અને આધ્યાત્મ ની ટોચ  આપણા નરસિંહ મહેતાએ તેના તમામ પદોમાં શ્રી કૃષ્ણ ને સાક્ષાત કરી દીધા છે .પણ પ્રાણ થકી મને..’ -આ પદ કૈક વિશેષ છે.નરસિંહ અને અન્ય કવિઓ બધાં જ પદોમાં ભગવાન ને સંબોધીને લખે છે પણ પ્રસ્તુત પદ માં  નરસૈયા એ ભગવાન ને બોલતા કર્યા છે -કહોને ઈશ્વરની ભક્ત પ્રત્યેની ભાવના ને વાચા આપી છે.જેમ શ્રીમદ ભગવદગીતા  અન્ય ધર્મગ્રંથો કરતા એટલે વિશેષ છે કે  તે શ્રી કૃષ્ણ ના સ્વમુખે કહેવાય છે.-"તાદાત્મણ્યમ સૃજ્યાંમ્યહં -ત્યારે હું જન્મ લઈશ." તેવી જ રીતે આ પદ માં પણ શ્રીકૃષ્ણ કહે છે , " મેં મારું અભિમાન તજીને દશ વાર અવતાર લીધો રે .અને એની તાલાવેલી પણ જુઓને – તપ તીરથ વૈકુંઠ-સુખ મેલી મારા વૈષ્ણવ હોય ત્યાં જાવું રે
        જયારે સમાજ વર્ણભેદ ને લીધે વિઘટિત થતો જાય છે ,ત્યારે ભગવાને સ્પષ્ટ ભાષા કહી દીધું કે- મને ભજે તે જેવા મુજ જે  રે તમામ ભેદભાવ  વગર ,પોતાની જ સમકક્ષ મૂકી દીધો -'" યો મદ ભક્ત .."  'ભક્ત ભગવાન ને એટલો તો વહાલો છે કે ભક્ત માટે ભગવાન  બધું ન્યોછાવર  કરવા તૈયાર છે. "લક્ષ્મીજી અર્ધાંગના મારી,તે મારા સંતની દાસી રે," પ્રસ્તુત પદ દ્વારા નરસિંહ એ ભક્તિ ની ટોચના પરિણામ આપણી સામે મૂકીને, પડકાર આપ્યો છે અને ખાતરી પણ આપી છે.અને મજાની વાત એ છે આ વાત કહેનાર  સાક્ષાત્કાર નો સાક્ષી નરસિંહ છે.
        ભક્ત ની ઈશ્વર સતત કાળજી લે છે એ વાત ને પ્રતિપાદિત કરવા નરસિંહ એ ભક્તના પ્રત્યેક પગલાથી આગળ ભગવાન ને ચલાવ્યો છે-વી આઈ..પી .ની પાયલોટ કાર ની જેમ.! આવનારી સંભવિત પણ મુશ્કેલી ને  ભક્તના માર્ગ માંથી હટાવી દે.-' સંત ચાલે ત્યાં હું આગળ ચાલું……,’ ભક્ત  જાગતા હોય તો  એ કાળજી લે પણ 'સંત સૂએ ત્યારે હું જાગું'  -કહીને  ભગવાને  ૨૪*૭ ની બાંહેધરી આપી દીધી !
        એથી આગળ ભગવાનને  ખબર છે કે મારા ભક્ત ને તો ય સંઘર્ષ આવવાના છે ને એટલે ભક્ત ને નીંદનારા ને ખુલી ધમકી આપી ને ભક્ત ને પાકું આશ્વાસન આપ્યું.- જે મારા સંતની નિંદા કરે,તેને કુળ સહિત હું ભાંગુ રેસામાન્ય વ્યક્તિ દિન બ દિન આવતી નાની મોટી કસોટીમાં ઈશ્વર પ્રત્યે કાં તો  શ્રદ્ધા  ગુમાવી દેતો હોય કે ભગવાન ને કોસતો હોય છે .અહીં પંક્તિ માં તો -' પરિત્યાણાય સાધુનામ,વિનાશાય દુષ્કૃતામ | '-વચન બદ્ધતા વ્યક્ત કરી છે
          ભક્ત ની ભક્તિને કેટલી ઉત્ક્ટતા થી સ્વીકારે છે તે અહીં અભિવ્યક્ત છે. ભક્ત બેસી ને ગાવા માંડે  ત્યારે ભગવાન બેસવા પ્ણ  રોકાતા નથી ને ઉભા ઉભા જ સાંભળે છે અને જો ભક્ત ઉભા ઉભા ગાય તો કાનુડા ના પગ થનગનવા રોકાતા નથી ને   વહાલો નાચવા લાગે છે .મતલબ કે ભગવાન ,ભક્ત થી ક્ષણભર પણ વિભક્ત થવા માંગતા નથી! . વૈષ્ણવ જનથી ક્ષણ નહીં અળગો કહીને નરસિંહ  એ ભગવાન ને વાત વાત માં  રોમેરોમ થી  બાંધી લીધા છે.
        "મારો  વૈશ્નવ ,મને પ્રાણ થી યે વહાલો છે " એવું ભગવાન વતી કહી શકનારો નરસૈંયો, આપણું પ્રેરક બળ છે. શ્રદ્ધાના શિખર ની ટોચ તો  એવરેસ્ટ થી એ અનેક ઘણી ઉંચી છે. પ્રસ્તુત કાવ્ય જનસામાન્ય  ને ઈશ્વર હોવાની અને માનવ માત્ર તે માટે તે સતત ચિંતિત છે તેની પ્રતીતિ કરાવે છે. અંદરના શ્રદ્ધા દીપ ને વિશેષ પ્રજ્વલિત કરે છે.

Friday, November 8, 2019

ઉંડો ખરા પણ ડૂબો નહીં


               બગોદરા ના બાબુભાઇ ઓ બચુડો બારમા ધોરણ માં નાપાસ થયો.આમ તો બચુડો જન્મ્યો ત્યારથી બાબુએ તેને વિદેશ ભણવા મોકલવા ની મોટી મહત્વકાક્ષા બાંધી રાખેલી ,પણ બચુડો નાપાસ થયો. તોય  હજુ એ બાબુ એ તો પોતાનો સંકલ્પ ગમે તેમ પાર પાડવા નું નક્કી કરે જ રાખેલું.છે.ને બચુડાના  બારમા ના  બાર  પ્રયત્ન થયા .બચુભાઈ  રોજે રોજ ઊંઘે ત્યારે અમેરિકાની યુનિવર્સીટી ના સપના જોયા જ કરે છે.
          ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવું ,ખુબ સારી વાત છે.પણ લાયકાત વગર ની ઘેલછા વાળા મહાનુભાવો થી પણ દેશ ઉભરાય છે.અને જૂની ને જાણીતી કહેવત 'લોભિયા આગળ ધુતારા ભૂખે ન મરે' વારંવાર સાકારિત થાય છે .
         એક સમયે એક ગામ થી બીજે ગામ જવા ગાડું વપરાતું ને શહેર માં જવાનો તો એક ખાસ કાર્યક્રમ થતો .અને હવે જટુભાઈ નો જતીન ક્યારનોય જર્મની જવા કુદે છે.વૈશ્વિકરણ ના ફૂંકાતા જોરદાર પવન માં ભારત પણ એટલું જોર પકડી ને ફૂંકાય છે.ઉચ્ચશિક્ષણ ની ક્ષિતિજોને હવે સીમા નથી રહી.ખુબ સારી વાત છે. દરેક દેશ પોતાના શ્રેષ્ઠ કૌશલ્ય ને વહેંચે છે અને સમગ્ર વિશ્વ વિકસતું જાય છે.આટલી ઉત્તમ વાત માં પણ ક્યારેક આંધળે બહેરું કૂટાઈ જાય છે!
          ભારતમાં આમ પણ વિશેષ ગુણવત્તા યુક્ત સરેરાશ ઉચ્ચ શિક્ષણ નું પ્રમાણ ખુબ નીચું છે.ને બીજી તરફ દેખાદેખીમાં વિદેશ ભણવા જવાની દોટ પણ વિશેષ છે. સામાન્ય રીતે તો જે શિક્ષણ ભારત માં પ્રાપ્ત ન હોય કે ભારત માં તેવાં શિક્ષણ ની ગુણવત્તા નીચી હોય તો જ વિદેશ અભ્યાસ માટે જવું જોઈએ.પણ અહીં જે દેખાય છે તે કૈંક જુદું જ ચિત્ર છે. વિદેશ ઘુસવા માટે  શિક્ષણ નું માધ્યમ હથિયાર  બનાવવા માં આવે છે.મિત્ર નો પુત્ર ઉત્કર્ષ અહીં ભૌતિક વિજ્ઞાન માં અનુ સ્નાતક થયેલો.ઓસ્ટ્રેલિયા જઈને નામું શીખી ને હિસાબનીશ બન્યો.ને અહીં તેના પિતાએ ભૌતિક વિજ્ઞાન ના સંદર્ભ ગ્રંથો ગાંધીપુલ નીચે ની પુસ્તક બજાર આપી દીધા !  એ જ ઉત્કર્ષ ના મોટા ભાઈ ડો.જીગર  અમદાવાદ ના પશુ ચિકિત્સક .કુતરાના પ્રતિષ્ઠિત તબીબ તરીકે શહેરમાં મોટું નામ.કેનેડાનું ઘેલું લાગ્યું.ત્યાંની લાયકાત મેળવવા આઠેક વર્ષ થી પરીક્ષા આપે છે ને નાપાસ થાય છે. જીવન નિર્વાહ માટે કોન્ટ્રાક્ટરના ગોદામ માં ઈંટો ને કપચી નો હિસાબ રાખે છે . વાસ્તવિકતા એ છે ૭૫ ટકા થી વધારે ભારતીય ઉપરના  ઉદાહરણો જેવા જ છે.
         ડો..અબ્દુલ કલામ વિદેશ જતા લોકોને આ રીતે ક્રમ આપે છે. સૌથી ઉચ્ચત્તતમ એ લોકો છે ,જે વિશેષ અભ્યાસ અને સંશોધન માટે વિદેશ જાય ને તે પૂર્ણ કરી પાછા ફરી દેશ માટે તેનો ઉપયોગ કરે છે.બીજા ક્રમાંકમાં એ આવે જેણે સંશોધન વિદેશ માં કર્યું અને રહે પણ ત્યાં જ છે છતાં તેના સંશોધન નો સીધો લાભ તે દેશ ને પહોંચાડે છે.વળી વિદેશ ભણી ને વિદેશ માંજ સ્થાયી થાય તેને ત્રીજો ક્રમ અપાય તો દેશ માં જ ને દેશના નાણાં થી ભણી ને વિદેશ કમાવા જાય તે ચોથા અને છેલ્લા ક્રમ ને લાયક છે.આપણે ત્યાં ત્રીજા અને ચોથા ક્રમમાં આવતા વિદેશ પ્રેમીઓ ની તો અગણિત સંખ્યા મળે પણ પહેલા કે બીજા ક્રમના તો આંગળી ના વેઢે ગણાય તેટલા જ મળે
. ભારત વિકસતો દેશ છે. અને દેશ માં વેતનદર નીચા છે.વળી રૂપિયા નું મૂલ્ય પણ અન્ય પ્રતિષ્ઠિત દેશો ના ચલણ કરતાં નીચું છે એટલે વિદેશ ની ધરતી પર કલાક ના હિસાબે ભારત કરતાં વધારે કમાણી થાય છે અને એટલે જ વિદેશ જવાની ઘેલછા દિવસે ને દિવસે વધતી ચાલે છે.પરંતુ દેશ માં જ રહી ને ઉપલબ્ધ  પદવી લેવા 'વિદેશી પદવી 'લેવા ના  બહાને વિદેશ જવુંને પછી ત્યાં જ રહી કમાવું , એ તો મારા અંગત મતે દેશ સાથે છેતરામણી અને સ્વાર્થ વૃત્તિ  જ કહેવાય. આ રીતે પદવી મેળવનારા ત્યાં જઈને શું કરે છે તે કેટલાએ પૂછયું કે કેટલા ભારતીય વિદેશી ઓ ને સાચો જવાબ આપ્યો? અહીં થી નિશિત એ   ઓછા ગુણ થી બારમા ધોરણ પાસ કરી ને દક્ષિણ ભારત કોઈ સ્વનિર્ભર હાટડી માં ફિઝિયોથેરપી ની સ્નાતક ની પદવી લીધી .તેમાં અનુસ્નાતક કરવા અમેરિકા ભણી ....અત્યારે ત્યાં 'કુરિયર બોય ' ગૌરવ વંતુ  નું સેવા કાર્ય કરે છે !આવાં તો સેંકડો નહિ હજારો ઉદાહરણ મળી આવશે. ઘેલછા તો એટલી હદે છે કે કમાવું જ અગત્ય નું છે ,શું કરીને કમાવો છો તેનું કોઈ મહત્ત્વ છે જ નહિ!  યાદ આવે છે એક સંવાદ ---'યહ  જીના,ક્યાં જીના  હૈ યારો ' 
        બિલાડી ના ટોપ હવે જંગલ ને બદલે શિક્ષણ જગત માં ફૂટે છે. અને તેને કારણે પાન ના ગલ્લા ઓ કરતાં પરદેશ ભણવા જવા ની સુવિધા કરી આપનારા ની દુકાનો જોવા મળે છે. વિદેશમાં કેટલા વિશ્વવિદ્યાલયો અને કેટલી કોલેજો માન્યતા પ્રાપ્ત છે તે તો તેમને ય ખબર નથી .એ લોકોને બકરા થી કામ છે ! હકીકત એ છે કે વિદેશ જવા ની ભરમાર માં કેટલાય યુવાનો માતાપિતા ની પરસેવા ની કમાણી નો દુર્વ્યય કરી ને કે પછી મોટાં દેવાં નો બોજ ઉભો કરીને પોતાની સ્થિર જિંદગીમાં જાતે જ અગવડ ઉભી કરે છે. પરિણામ શૂન્ય થી નીચે ઋણ માં આવે છે.
      તારીખ ૬ ઠ્ઠી મેં ના એક વર્તમાન પત્ર ચોંકાવનારો અહેવાલ જાણવા જેવો છે. 'અમેરિકાની ૧૦૦ થી વધારે કોલેજ ના ૪૫ ટકા છાત્રો અડધા ભૂખ્યા સૂએ છે .મોટા ભાગનાને  મોંઘું  શિક્ષણ પોસાતું ન હોવાથી બે પાર્ટ ટાઈમ જોબ પણ ભણવા સાથે કરે છે! 'ઘર બાળી ને તીરથ કરવું' તે  આનું નામ .
        ભારતમાં અપ્રાપ્ય હોય તેવો ઉચ્ચ અભ્યાસ કરવા મર્યાદિત સમય માંટે  કોઈ યુવાન જાય તે ખુબ આવકાર્ય છે .પણ મોટા ભાગે બને છે તેમ કેવળ અને કેવળ  માત્ર પૈસા માંટે જ જે યુવાનો જાય છે તે બિલકુલ અનુચિત જ છે. અર્થશાસ્ત્રમાં વળતર ને બે દૃષ્ટિકોણ થી જોવાય છે .પરિમાણત્મક અને ગુણાત્મક .સંખ્યા માં થતો જોઈ શકાય તેવો દેખીતો ફાયદો પરિમાણાત્મક છે .યુવાનો વિદેશ જઈને દેશમાં મળનારા વળતર કરતા બે અઢી ગણું કમાઈ લે છે.પણ બદલામાં તે ખુબ ઘણું ગુમાવે છે. તેનો હિસાબ માંડતો જ નથી
      .સાઈઠ નો દાયકો પૂરો કરી ગયેલા પંકજ ભાઈ લિફ્ટ વગરના ફ્લેટમાં ત્રીજા માળે રહે છે .એક ના એક દીકરા  મેઘલ પોતાની કમાણી તો અમેરિકા માં મકાન લેવામાં જ વાપરી છે. દસેક વર્ષ થી તે ભારત આવ્યો જ નથી ને અમેરિકા માં બંને જણ નોકરી કરતાં હોઈ , નાના બાળક ને  સાચવવા માબાપને બે વાર બોલાવીને ,તેમને વિદેશ સફર કરાવી દીધા નો સંતોષ માની લીધો..શિક્ષક રણછોડભાઈ ને ગળાનું કેન્સર થયું .સારવાર થી આંશિક ફાયદો  થયો.કેન્સરે ફરી ઉથલો માર્યો. ઓછી રજા ના બહાને એક નો એક પુત્ર સુનિલ બાર વર્ષ માં બે વાર ખબર  કાઢી ગયો અને પિતાના અંતિમ શ્વાસ વખતે હાજર નહોતો.અમદાવાદ ની કાલુપુર બજાર ના દલાલ દીપકભાઈ નો વિશાલ બી.કોમ. થઈને વિદેશ ભણવા બહાને ગયો.ભાગીદારની ગદ્દારીમાં દીપકભાઈ અસ્થિર મગજ ના થયા અને આખરે પુત્ર વિશાલ ની ગેરહાજરીમાં વિદાય થયા. ..આવા અનેક મેઘલ ,સુનિલ કે વિશાલ આપણી આસપાસ છે જ. 
       પાંચ વર્ષે પાંચ લાખ વધારે કમાય .મૉટે ભાગે તો ભૂખ્યા રહીને કે અગવડ ભોગવીને બચાવેલા હોય.અને પછી સારે માઠે પ્રસન્ગે પાંચ વર્ષમાં એક વાર પરિવાર સાથે દેશ માં આવે ને ચાર લાખ વિમાન ટિકિટ ના થાય .સરવાળે બચે શું ?  અહીં કેટલું વિશેષ ગુમાવે છે અને ગુણાત્મક નુકસાન ભોગવે તેનો હિસાબ તો તે  આંખ આડે આવી ઉભેલ પાઉન્ડ કે ડોલર ને લીધે ન જ કરી શકે.
            વિસ્તરતી ક્ષિતિજ ને આંબવા યુવાન પાંખ પસારે તે આવશ્યક અને ઇચ્છનીય જરૂર છે જ. વિશેષ માં એક ખુબ ખાનગી વાત કહેવાની .ભૂરિયાના ના ભૂરાં મગજ કરતાં ભારતીય યુવાનો ના દિમાગ ભારે તેજસ્વી છે.વિશ્વ ની સિલિકોન સીટી પર પ્રભુત્વ તો ભારતીયનું ને એમાંય મૉટે ભાગે ગુજ્જુ યુવાનો નું છે.પણ આ વાત અપને -યુવાનોએ યાદ રાખવા ની છે.આખરે તો જન્મભૂમિ ઋણ અને  ઘરતી છેડો ઘર -એ વાત સમજુ યુવાન ને સમજાવવા ની ન  હોય.આજ ના યુવાન અને તેના વાલી એ બે વાત યાદ રાખવા જેવી છે .ભારતીય સંસ્કૃતિ માં પહેલી એ કે પૈસો જ સર્વસ્વ નથી .પરિવાર ,સમાજ અને આનંદપૂર્ણ ,ભાવના અને લાગણી ભરપૂર જીવન એ જ સાચી સમૃદ્ધિ છે. ને બીજી વાત ભારતમાતા ને આવતીકાલે જો વિશ્વ શિખરે બેસાડવા હશે તો તે મહા કાર્ય માત્ર અને માત્ર તેજસ્વી યુવાનો  જ કરી શકશે, એ વાત નિઃશંક છે.
         ડો. હરગોવિંદ ખુરાના અને અર્થશાત્રી અમર્ત્યસેન ને નોબેલ પારિતોષિક જરૂર મળ્યાં  ગૌરવ લઈએ,પણ તેમણે તે ભારત બહાર રહીને જ યશ તો અન્ય દેશ ને આપ્યો. મિલાઇલ્સ મેન ડો.અબ્દુલ કલામ પણ આખરે દેશ સમર્પિત જ થયા અને.ગુજરાતના પનોતા પુત્ર  ડો. એચ.એલ. ત્રિવેદી દેશમાં જયારે ડાયાલીસીસ ના ગણ્યા ગાંઠ્યા ઉપકરણો હતાં  ત્યારે આ મહામાનવે  વિદેશમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ ની સઘન તબીબી તાલીમ લીધી.પણ  રાજ્યની પ્રથમ અદ્યતન કિડની હોસ્પિટલ તો ગુજરાત -અમદાવાદ માં જ સ્થાપી! ક્ષિતિજ ની પેલે પાર જઈને સૂરજનું અનેરું તેજ જરૂર પામીએ પણ તે અજવાળું આપણા જ ઘર ને ન પ્રકાશે તો શા કામ નું  ?