Readers

Wednesday, October 21, 2020

શું જ્યોતીન્દ્ર હજી જીવે છે ?

 



     

                                શું જ્યોતીન્દ્ર હજી જીવે છે ?                              દિનેશ માંકડ  {9427960979 }

            અળવીતરો સવાલ છે નહિ ?  તમારો જવાબ છે -" હા " કારણકે ગુજરાત,ભારતમાં તો અનેક જ્યોતીન્દ્ર નામધારીઓ છે .અને એ બધાના શતાયુ -દીર્ઘાયુ ની શુભકામના પણ  સમસ્યા છે કે તો પછી જ્યોતીન્દ્રનું ગુજરાત "હસતું" કેમ નથી ?  જ્યોતીન્દ્રભાઈ ગયા ,બકુલભાઈ ને વિનોદભાઈ પણ દેવોને હસાવવા માટે પહોંચી ગયા .શહાબુદીનભાઈ શાહીઠાઠમાં હસાવવાનો પ્રયત્ન કરે ,સાઈરામ સહુને હસાવી રામ જગાડે ,જીતુભાઇ સહુના દિલ જીતવા યત્નશીલ હોય ,અશોકભાઈ બધાને શોકમાંથી બહાર કાઢે ,રઈશભાઈ રહી સહી નિરાશા કાઢવા મથે બાકી નાય આમતો ઘણા કોઈ ન હસે તો પોતે જાતે હસીને સહુને હસાવવાની કોશિશ કરે ,તો ય ગુજરાત 'હસતું' કેમ નથી ? કારણકે જ્યોતીન્દ્રભાઈ નથી  .

           દેહ દાતણના જેવો, મન મર્કટના સમું,   આત્મા કિન્તુ ગણું મારો વડો બ્રહ્માંડ જેવડો.

                 આ એમનો 'આત્મ પરિચય '- પોતા પર સહજ હાસ્ય નિર્માણ કરી શકે ,નિર્ભેળ ,નિર્મળ  છતાં માર્મિક હાસ્ય નિષ્પન્ન કરી શકે તેવા નહિવત હાસ્ય લેખકોમાં અગ્રસ્થાન તો જ્યોતીન્દ્ર ભાઈને જ અપાય ---; મહેમાન ઘેર આવ્યા એટલે યજમાને કોટ ખીંટી પરથી ઉતારીને શરીર પર પહેર્યો  .મહેમાનથી સહેજે પૂછ્યું ,'આપ બહાર જતા હો તો પછી આવું . ' યજ્માંનનો પ્રત્યુત્તર ,ક્યાંય જતો નથી પણ સુકલકડી છું એટલે તમને દેખાઈ શકું એટલે કોટ પહેર્યો' આ મહેમાન એટલે  વિનોદભાઈ ભટ્ટ અને યજમાન એટલે જ્યોતીન્દ્રભઇએ દવે !  

                જાણીતી પંક્તિ યાદ આવે છે--અડી કડી વા ને નવગણ કૂવો ,ન જોયો તે જીવતો મૂઓ -- બરોબર એમ જ, કોઈ ગુજરાતીએ ગમે તેટલું સાહિત્ય વાંચ્યું હોય ,પણ જ્યોતીન્દ્રભઇ ને થોડાક પણ ન વાંચ્યા હોય તો કશું જ વાંચ્યું નથી - સાચા વાચકો એમ ચોક્કસ સ્વીકારશે  ખાસ કરીને નવી પેઢી તો આમેય વાંચનથી સારી એવી વિમુખ થતી જાય છે, ત્યારે અવશ્ય એકવાર તો જ્યોતીન્દ્રભાઈને તેમના પુસ્તકદેહ પર અચૂક મળી જ આવવું જોઈએ  .આવો તેમનો જ આત્મ પરિચય થોડો વિશેષ તેમના જ શબ્દોમાં  માણીએ  .

  જન્મે બ્રાહ્મણ, વૃત્તિએ વૈશ્ય ને હું પ્રવૃત્તિએશૂદ્ર છું:  કલ્પના માંહે ક્ષત્રિયે હું બનું વળી !

શૈશવે ખેલતો ખેલો, શાળામાં ભણતો વળી, બ્રહ્મચર્યાશ્રમે  ત્યારે સ્થિતિ મારી ગણી હતી.

શાળાને છોડીને જ્યારે ‘સાળાની બહેને’ને વર્યો, ગાર્હસ્થ્યે આશ્રમે જ્યેષ્ઠે તદા પ્રેમે હું સંચર્યો.

પ્રભુતામાં ધર્યા પાદ; પૃથ્વીને રસ-પાટલે; પયગમ્બર પ્રભુ કેરા પધાર્યા બે પછી ગૃહે.

દિનનાં કાર્ય આટોપી વાનપ્રસ્થ અનુભવું, પારકાં કામ આવે ત્યાં સંન્યાસી હું બની રહું !

 વર્ણાશ્રમ તણા આમ બધા હું ધર્મ પાળતો,જાળવવા મથું નિત્ય આર્ય-સંસ્કૃતિ-વારસો.

      સાહિત્ય સંગીત કલા વિશે મેં ધરી રુચિ, કિન્તુ ન સિદ્ધિ આવી.

       ગાઉં ન હું, કારણ માત્ર તેનું  આવે દયા કૈં સુણનાર કાનની.

       કર્યું હતું એક જ વેળ જીવને  અપૂર્વ મેં નૃત્ય વિના પ્રયાસે.

       હું એકદા માર્ગ પરે નિરાંતે, ઉઘાડપાદે ફરતો હતો ત્યાં

અર્ધી બળેલી બીડી કોક મૂર્ખે  ફેંકી હતી તે પર પાદ મૂક્યો.

અને પછી નૃત્ય કરી ઉઠ્યો જે,તેવું હજી નૃત્ય કર્યું ન કોઈએ !

દાતા હું જ સુવર્ણચંદ્રક તણો, લેનારયે હું જ છું

,હું કૂટસ્થ, અનન્ત બ્રહ્મ, મુજથી ના ભિન્ન લેશે કશું.

રજ્જુમાં સર્પની ભ્રાન્તિ થાય, તેમ તને સખે,મહાજ્યોતિ પરબ્રહ્મ દીસે

         તણાવ અને દોડધામમાં જીવતા આપણને  વિના મુલ્યે પ્રાપ્ત કોઈ સંજીવની હોય તો તે હાસ્ય છે.આવો, મર્મીલાં હાસ્યના ગુરુ જ્યોતીન્દ્રભાઈ દવે ને ક્યાંય  ફંફોસી ને પણ હાસ્યરૂપી અમરત્વ ને પામીએ  .

Tuesday, October 20, 2020

શત શત વંદન શતાબ્દીએ



 

                                                             શત શત વંદન શતાબ્દીએ

                " તારી અંદર જ હું બેઠો છું " -{ સર્વસ્ય ચાહં હૃદયં નિવિસ્ટો }  શ્રીમદભગવદ ગીતામાં ભગવાનના સ્વમુખેથી નીકળેલા વચનને લાખો લોકોના મનમાં દ્રઢતાપૂર્વક પ્રસ્થાપિત કરનારા -પરિવાર  ઉભો કરનારા તત્ત્વચિંતક,સંસ્કૃતિનો જીર્ણોદ્ધાર કરનાર પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી  { દાદાજી } શતાબ્દી વર્ષે  શત શત વંદન

              ભય,ચિંતા હતાશામાં,સતત દોડધામમાં જીવતા માણસને - ' તને સવારે ઉઠાડે છે અને સ્મૃતિદાન કરે છે ,બપોરે તારું ખાધેલું પચાવી તને શક્તિદાન આપે અને દિવસભરની દોડધામ પછી આવેલા તને ઊંઘ દ્વારા શાંતિદાન આપે એ ભગવાન આકાશમાં નહિ પણ તારી અંદર જ બેઠો છે " એ સમજાવીને 'ઈશ વિશ્વાસ અને આત્મ વિશ્વા' થી બેઠો કર્યો  27*7  આપણામાં રહેલા ભગવાનને ઓછા નામે ત્રણ વખત યાદ કરવાનો વિચાર- ત્રિકાળસંધ્યા નો પ્રયોગ  આપ્યો

              "તારું લોહી બનાવનાર ને મારુ લોહી બનવનાર એક જ છે એટલે એ સબંધે હું અને તું ભાઈ "-  આ સંકલ્પના લઇ ને માણસ માણસ વચ્ચે દૈવી ભાઈનો સબંધ સમજાવ્યો. જાતિ ,ધર્મ કે આર્થિક ઊંચ-નીચ, તમામ ભેદ ભૂલીને  માણસ માણસ વચ્ચેનો આત્મીય ભાવ વિકસાવવાનો અદભુત વિચાર પૂજ્ય દાદાજીએ આપ્યો    વર્તમાન સમયમાં સંઘર્ષ અને ભૌતિકવાદ વચ્ચે માણસ ભાવ -લાગણી શૂન્ય બનતો જાય છે  તેવે સમયે બધા ભેદ ભૂલી ,' લોહી બનવનાર 'ના સબંધે માણસ માણસ તરીકે મળે તે આજના સમયમાં કેટલી મોટી વાત છે !

            ઋષિઓએ આપણને જીવનમાર્ગ આપ્યો છે . તહેવારો ,એકાદશી ,મંદિર આરતી યજ્ઞ વગેરે અનેક રીતે આપણે ઈશ્વરની આરાધના કરતા આવ્યા છીએ . ખુબ સારી વાત છે. પણ આપણે કદી વિચાર કર્યો કે એકાદશી શા માટે ?  યજ્ઞ એટલે શું ?  મંદિર કેમ ?  પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી એ ઋષિ સંસ્કૃતિનો જીર્ણોદ્ધાર કરીને તમામ ઉત્સવો ,પ્રતીકો નો  મૂળ ઋષિવિચાર આપી ને સાચી ભક્તિ ની સમજણ આપી "

           આપણે સહુ એક યા બીજી રીતે પૂજા કરતા રહેલા છીએ  .પૂજા, ફળ ,ફૂલ કંકુ ચોખા વગેરેથી થાય. શું ફક્ત આજ પૂજાના સાધન છે ? પૂજ્ય દાદાજીએ સમજાવ્યું કે ભગવાને આપેલા હાથપગ વગેરે પણ પૂજાના સાધન જ છે ઘેર ઘેર ,ગામડે ગામડે જઈ ને ભગવાનના વિચાર વહેતા કરવા એ પણ પૂજા -ભક્તિ જ છે   ભાવફેરી ,ભક્તિફેરીનો પ્રયોગ આપ્યો   स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः॥ { શ્રી મદ્ભગવદ ગીતા અધ્યાય 18 /46-  પોતાના દ્વારા થતી તમામ  કાર્યવિધિ શ્રેષ્ઠ કરી ,ઈશ્વરને  અર્પણ કરે ,એ ઉત્તમ ભક્તિ છે }  આ શ્લોક દ્વારા  પૂજ્ય દાદાજીએ સમજાવ્યુંકે  ખેડૂતના હળ હોય કે સાગરપુત્રની જાળ હોય ,કારીગરની કરવતને કારકુનની કલમ પૂજાના સાધન જ છે ! કૃતિભક્તિ, એ ભગવાને આપણા પર કરેલા ઉપકારો પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરીને માણસ હોવાની -લાડકા દીકરા હોવાની ભાવના મજબૂત કરી  .

            "શ્રી મદભગવદગીતા એ ધર્મગ્રંથ નહિ પણ જીવનગ્રંથ છે માનવજીવનમાં રોજબરોજ આવતા નાના કે મોટા તમામ પ્રશ્નોના ઉકેલ ગીતાજીમાં છે "  એ વાત દાદાજીએ અતિ સરળ શબ્દોમાં મૂકી .વેદ,ઉપનિષદની પાછળ નું હાર્દ  માત્ર કથા કે શ્રદ્ધાના હેતુથી નહિ પણ વૈજ્ઞાનિક અને તાત્વિક દૃટિકોણથી એવી રીતે મૂક્યું કે જેમાં વિશ્વના મહાન તત્વચિંતકોના સવાલોના ઉકેલ પણ આવી જાય .એમના પ્રવચનો કે પુસ્તકોમાં ભારતીય સંસ્કૃતિનું ઊંડાણ પણ એવાં  સુગમ ભાષામાં હોય કે સહુને  સહજ રીતે  ગળે ઉતરે

આવા યુગપુરુષને શતાબ્દી વર્ષે શત શત વંદન           દિનેશ માંકડ    {9427960979 }.

Friday, October 16, 2020

प्रगट करे गर्भदीपको

 

                   हम नवरात्र  क्यों मनाते है  ?             दिनेश मांकड़       {9427960979}

           या देवी सर्व भूतेषु शक्ति रूपेण संस्थिता  | नमस्तयै नमस्तस्यै नमस्तस्यै नमो नमो ||

            जगतजननी आद्य शक्तिका नवरात्र पर्व हम सब बड़े धूमधामसे मनाते  है |

          वैसे तो हम जानते है की गुजरात में ,अब तो भारत और सारे विश्वमें नवरात्रका त्योंहार बड़े धूमधामसे मनाया जाता है | सामान्य तौर पर हम पारम्परिक वेश परिधान करके आनंद ओर उत्साह से गरवा घूमते है -नाचते है -गाते है | अच्छी बात है.| सारे संसार में हमारा भारत ही ऐसा देश है जो विविध संस्कृति और त्योहारों से पूरा मानव जीवन उल्लास पूर्ण बनता है |

       आखिर हम नवरात्र क्यों मानते है ?  बहोत से लोगोने -खास करके युवा पीढ़ीने कभी सोचा तक भी नहीं की यह नवरात्र क्यों ? प्राचीन भारतका बड़ा उज्जवल इतिहास है पुराण कथा के अनुसार महिष  नामका असुर देव एवं मानवजातको त्रस्त कर रहा था| पुरे तीनो लोकमें संहार कर रहा था | उसे निपटने  कोई अति प्रभावी शक्तिकी आवश्यता थी |  सभी देवोने तपस्या की ,और एक महा प्रभावी शक्ति प्रगट हुई और बड़े आयुधो से नौ दिनों तक इस महिसासुरसे युद्ध किया | उसको हराया | उस जगदम्बा के प्रगटीकरणके उत्सवको हम "नवरात्र "के रूप में मनाते है |

      यह तो पौराणिक बात हुई|  हमारे ऋषिओने सभी त्योंहारोंके पीछे के सच्चे रहस्यको पुरे वैज्ञानिक एवं आध्यात्मिक तौर से समजाये है |   हमारे भीतर कितने असुर -राक्षस बैठे हुए है ,जिसका हमें पता ही नहीं | और पता है भी तो भी हम निकाल नहीं सकते है हमारे अंदर ऐसी आतंरिक ताकत नहीं है  जो ऐसे असुरो को भगा सके |

       *आलस-प्रमाद  कितने भरे हुए है हमारे अंदर| कितने उम्दा और अच्छे विचार-सोच हमारे अंदर आते है|कुछः कर दिखने को मन करता है | जीवन में कुछ पाने को जी बहोत चाहता है |बहोत कुछ करना है मगर आलस प्रमाद हमें रोक देता है|  

      *इर्षा  नामक शत्रु तो हमें बहोत पीछे ले जाता है |किसी से स्पर्धा अच्छी चीज है मगर इर्षा से हम कुछ पते तो नहीं मगर जो है वोही खो बैठते है |

     *लक्ष्य के प्रति दुलक्ष्य - आज मानव जीवन सिर्फ 'खाओ ,पीओ और मौज करो 'वाला ही बनाता जा रहा है | हमारे अंदर के गुण,अच्छी बाते,अपने और समाज के लिए कुछ ज्यादा करने की सोच बहोत काम होती जा रही है |

       *स्वार्थ और भावना शून्यता -दिन-ब-दिन आदमी के अंदर स्वार्थ परायणता और भाव शून्यता बढ़ता जा रहा है| यह बड़ी चिंता और दुःख की घटना है | इससे परिवार -समाज टूटता जा रहा है | परस्पर की संवेदना कम होती जा रही है |

          हकीकत से तो हम खुद ईश्वर के अंश रूप ही है ,मगर  हमारे अंदर बैठे हुए ऐसे  भयानक असुर हमारी जिनकी रह में बाधा डालते है |हमें आगे नहीं बढ़ने नहीं देते,|हमें अच्छे मनुष्य बनने नहीं देते| हम  सब  मानवी होने पर भी "महिष" (भैस -पाड़ा ) जैसा  जीवन व्यतीत करते है |

     हमारे अंदर ही बैठी हुई इसी "महिषासुर  वृति " को -महिषासुर को ध्वस्त करने लिए हम 'नवरात्र 'मनाते है  नौ दिन हम माँ जगदम्बा की आराधना करके उससे ऐसी शक्ति की  प्रार्थना करते है की हमारे अंदर बैठे हुए आसुरी तत्व का नाश हो |

        जगदम्बा के नवदुर्गा रूपका हमें ध्यान -आराधना करके शक्ति पानी है |

        प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी। तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकम्।।

       पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च। सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमम्।।

        नवमं सिद्धिदात्री च नवदुर्गा: प्रकीर्तिता:। उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना:।।[1]

         नवरात्र में  इस शैलपुत्री आदि देविओका  ध्यान आराधना करने से इसके ही गुण  जैसे कि तप ,शांति,कल्याणभावना ,सूर्य जैसी प्रबलता ,एकाग्रता और  असंभव को संभव करने वाली सिद्धियां प्राप्त होगी | हमारे शरीर के रहे हुए मणिपुर चक्र ,आज्ञा चक्र आदि सभी चक्रों को स्थिरता और प्रबलता प्रदान  होती है |

     हम  पारम्परिक परिवेश पहन कर संस्कृति को याद रखे आनंदोल्लास से नाचे-घूमे यह तो बढ़िया बात है ,साथ साथ यह मत भूले की यह पर्व हमारे में मानवीय गुण का विकास हो |

         नवरात्र में हम "गरबा" में दिप जलाते है | गरबा शब्द  "गर्भ दिप " से आया है | हमारा शरीर एक मंदिर है | इसके गर्भ गृह में जो दिप है वह हमारा चैतन्य है |-दीपक है | हमें उस दीपक को  अच्छी तरह प्रज्वलित रखना है तो ही हमारा शरीर मंदिर सच्चे अर्थमे  मंदिर बनेगा और उसमे  माँ जगदम्बा "शक्ति " बनकर  आएगी | हमारी अंदर  पैर फैलाकर पड़ी हुई  ,आलस,प्रमाद ,इर्षा,स्वार्थ ,भावशून्यता जैसी  आसुरी शक्ति ख़त्म होगी और  माँ आद्यशक्ति को हम कहेंगे की  "आपकी दी हुई शक्ति से अब हम इतने प्रबल है की हम सब  में -मानव मन में कभी भी  ऐसी आसुरी शक्ति का प्रवेश हो न पाएऔर  पुरे विष्वमे  मानव अच्छा मानव बनकर रहे |                                                                   दिनेश मांकड़

                                                                                         ( 9427960979 )

Sunday, October 11, 2020

‘સમત્વં ં’ યોગ ઉચ્ચતે # Yog

 

‘સમત્વં ં’ યોગ ઉચ્ચતે # Yog

યોગ એટલે જોડવું. શાની સાથે...? સ્વયં સાથે જોડવાની ઘટના એટલે યોગ અને

અંતિ મ ધ્યે ય તે પરમતત્ત્વ સાથે જોડાવાની ઘટના તે યોગ...

પુરૂષમાંથી પુરૂષોત્તમ બનવાની જીવનયોગની રીત બત ાવતો સાક્ષાત્ સ્વમુખેથી

ઉપદેશતો ગ્રંથ- યોગેશ્વર શ્રીકૃષ્ણએ કહેલો ગ્રંથ એટલે ભગવદ્ગીત ા.

અર્જુન તો શ્રેષ્ઠ ધનુર્ધ ર હતો, તે કદી હારે? તે કદી ડરે? કદી નહીં . અર્જુનને

આપણો પ્રતિનિધિ બનાવીને માનવ માર્ગ ના દૈનિ ક જીવનમાં આવતા ધર્મ -અધર્મ કે

ક્યા રેક બેધર્મ (!)માંથી નીકળવાની કથા ગીતાજીમાં છ.ે ‘વિષ ાદયોગ’થી ‘કરીષ્યે વચનં

તવ’ની ઘટના આપણા પ્રત્યે કના જીવનમાં ઊભી થાય જ છ.ે રત્ના કરરૂપ ગીતાજીએ

અનેક રત્નો તે માટ ે મૂક્યાં છ,ે તેમાંનંુ એક રત્ન એટલે ‘સમત્વં ’ યોગ ઉચ્યત ે.’

પરિ વાર એ સમાજનંુ પ્રથમ સોપાન છ.ે પરિ વાર સંતાનો, વડીલોના લોહીના

સંબંધોથી ગંૂથાયેલ માળો છ.ે તેમાં દરેક જણ પોતાનો ને બીજાનો વિ કાસ જરૂર

ઇચ્છે છ.ે પરંતુ ક્યાં ક અતિ રેક તો ક્યાં ક અલ્પત ા સમસ્યા ઊભી કરે છ.ે બાળકોની

માગણીઓ ખૂબ છ.ે જરૂરી તો ક્યા રેક બિનજરૂરી. તેને ‘ના’ પાડવી? કે સંતોષવી?

રોજનો સવાલ. બે ઘડી થોભો... વિ ચારો. ‘ના’ પાડી જ શકાય, કારણકે આપણી

અણગમતી ‘ના’માં તેનો વિ કાસ છ.ે બે પેઢીના વૈચારિ ક અંતર જ ે પહેલાં ‘મીટર’ના

એકમોમાં હતાં તે કિ લોમીટરમાં પરિણ મ્યાં છ.ે તે વખતનો સ્વયંવિ ચારનો સ્થિ ર યોગ

તે ‘સમત્વં યોગ ઉચ્યત ે.’

શાળા - આપણો વિ શાળ પરિ વાર છ.ે અહીંથી સમાજની આવતીકાલ નક્કી

કરવાની આપણી ભૂમિતિ શરૂ થાય છ.ે આપણાં વડા, આપણાં સહસાથીઓ, આપણા

વિ દ્યાર્ થીઓને તેના વાલીઓ... વિવિ ધ સ્વભાવ, વિવિ ધ રહેણીકરણી, વિવિ ધ વિ ચાર

અને વિવિ ધ સિદ્ધાંત ોમાં શાળાઓમાં સમસ્યા ના (ઢગ) ખડકલાં સર્જાતા હોય છ.ે

ક્યા રેક એમાં આપણે સ્વયં નિમિત્ત બનતા હોઈએ. અહીંનું ‘સમત્વં ’ એક ખરી

કસોટી છ.ે ‘બૉસ’ના ચમચા પણ નથી થવંુ ને ‘કામચોર’ પણ નથી થવંુ. સ્ટા ફના

ખુશામતિ યા મિત્રો થી પણ બચવું ને અતડાં પણ નથી રહેવું. અહીં જ મારા વિ કાસની

શરૂઆત થાય છ.ે આમ તો શાળા જ આપણને ‘શ્રેષ્ઠ માનવ’ બનવાની તક પૂરી

પાડ ે છ.ે કેમ અને કેવી રીતે ઝડપવી એ આપણાં પોતા પર નિર્ભ ર છ.ે

વિ દ્યાર્ થી - માટીનો એવો પિ ંડ જને ે આપણે શિ લ્પમાં પરિ વર્તિત કરવાનો છ.ે તેની

નકશી, આકારો અને રૂપમાં આપણે અરધા શિ લ્પકાર બની શકીએ. અહીં પણ

વર્ગખંડમાં અને ખંડ બહાર, અનેક પૂર્વગ્રહ, પક્ષપાત, તુલના જવે ા પરિબ ળો આપણા

મનોજગતમાં કોલાહલ કરતાં હોય છ.ે એક છાપ એનામાં ઊભી થાય છ ે - સાચી

કે ખોટી સરવાળે નુકસાન વધારે-ફાયદો ઓછો. અહીં પણ ફરી ‘સમત્વં ં યોગ’ જ

સથવારો બનશે. વિ દ્યાર્ થીઓના જીવન ઘડતરમાં શિ ક્ષકનું વર્ત ન આદર્શ -મૉડેલ હોય

છ.ે તેવા વખતે યાદ આવે એ ઋષિ ઓ - જણે ે આપણને જગં લી માનવમાંથી સંસ્કૃત

માણસ બનાવ્યા . કદાચ પૂર્વ જન્મનો ઋષિ , આ જન્મે શિ ક્ષક તો નહીં બનતો હોય?

વાલી, આપણો પ્રત્યક્ષ કે પરોક્ષ અન્નદ ાતા કહેવાય. અપેક્ષાના ગંજ ભરીને

શાળા સાથે-શિ ક્ષકો સામે તાકી બેસે છ.ે ખોટ ંુ પણ નથી. એમાં આપણી ભૂમિ કા

ન્યા ય આપવાની છ.ે ને અંગત રીતે તેમાં અન્યા ય કરીએ તો આપણે ખૂબ મોટ ંુ

પાપ કરીએ છીએ.

વાલીના વડલાઓથી સમાજ બને. વર્ત માન સમયમાં સમાજના મોટાભાગના

ક્ષેત્રોમાં સમતુલા ખોરવાઈ દેખાય છ.ે નિમિત્ત , કારણ, પરિબ ળ ભિન્ન ભિન્ન હોઈ

શકે, પરંતુ તેમાં એક નાગરિ ક કે શિ ક્ષક તરીકેની ભૂમિ કા ક્યાં અને કેવી? બે ઘડી

તો કહેવાનું મન થાય કે જ્યાં સમાજમાં અસમતુલા દેખાય - ભ્રષ્ટ વેપારી, ભ્રષ્ટ

અધિ કારી કે ભ્રષ્ટ નેતા - ત્યાં કદાચ એ લોકોને એમના વિ દ્યાર્ થીકાળમાં યોગ્ય

શિ ક્ષક નહીં મળ્યો , તેથી તે આજ ે ભ્રષ્ટ થયો છ.ે ચર્ચા અને મંથન થાય તેવો વિ ચાર

છ,ે પણ ઘણે અંશે સત્ય છ.ે સ્વી કાર - અસ્વી કાર અંગત મત પર જઈ શકે. મારું

‘સમત્વં ’ મને વ્યથિત ઓછો કરશે. મારો વ્યવહાર ન્યા યપૂર્ણ કરાવશે અને એ મારા

સ્વવિ કાસનું એક આવશ્યક સોપાન હશે.

બ્રહ્માંડમાં અનેક પરિ વર્ત ન ક્ષણે ક્ષણે થતાં રહે છ.ે આપણે બ્રહ્માંડના બિંદુ સરીખા

અંશ છીએ. થતાં પરિ વર્ત નો આપણને ક્યાં ક ને ક્યાં ક સ્પર્શી જતાં હોય તેમાંના કેટલાંક

વિ ચલિત કરતાં હોય, કેટલાકને સરળ કરવાં આપણાં હાથમાં હોય - કેટલાંકને નહીં.

સમય એવી, શ્રેષ્ઠ અને ઉચ્ચ ભૂમિ કા છ,ે જ ે મનને - જીવનને સદા પ્રફુલ્લિત

અને સ્વસ્થ રાખે છ ે - જાણે માનવ અવતાર પૂર્ણ સફળ થયો. સમત્વં ં કેળવવાની

થોડી મથામણ, થોડો પ્રયત્ન ને થોડી સફળતા થાય તો સમજવું કે આપણે એક

ડગલું આગળ.... બોલો ક્યા રથી...?

આવા અન્ય લેખો વાંચવા માટે  પસ્તક- આચાર્ય સાહિત્ય રત્ન ' એવોર્ડ  પુરસ્કૃત - " # ક્લાસ રૂમ " માટે સંપર્ક  9427960979 

Saturday, October 3, 2020

ક્રાંતિ નો સુરજ -શ્યામજી કૃષ્ણ વર્મા

 

                      ક્રાંતિ નો સુરજ -શ્યામજી કૃષ્ણ વર્મા               દિનેશ માંકડ

          ચારસો વર્ષના પરદેશી શાસનનો અંત લાવવામાં કઈ કેટલા નું  મહા યોગદાન છે.કેટલાય યાદ રખાયા છે ,તો કેટલાક અલ્પ સ્મરણીય છે.આવા એકાદ પ્રાતઃ સ્મરણીય ને  ક્યારેક યાદ કરીએ તોય જીવન ધન્ય બની જાય .ચોથી ઓક્ટોબર ના જન્મેલા  પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા -આવા એક સપૂત ને આજે યાદ કરીએ . 

         ૧૮૫૭ ની સાલ .દેશમાં અંગ્રેજો સામે વિપ્લવ છેડાયો હતો.દેશવાસીઓના રગેરગમાં અંગ્રેજો સામે રોષ ફાટી નીકળ્યો હતો.ત્યારે ચોથી ઓક્ટોબરે ભારતના છેક પશ્ચિમ છેડે કચ્છના માંડવી શહેરમાં ભૂલા ભણશાલી (કરસન ) ને ત્યાં પુત્ર જન્મ થયો.નામ રખાયું શામજી. ભૂલો તો મુંબઈ મજૂરી કરે .શામજી માતા અને દાદી પાસે મોટો થાય .પાંચમા વર્ષે શાળા માં દાખલ .બાળ શામજીને ભણવા માં પહેલે થી જ રસ .ઘરના દિવા માં તેલ ન હોય તો મ્યુનિસિપલ ફાનસ ના અજવાળે પણ અભ્યાસ તો ચાલુ જ..દસમા વર્ષે માતા એ આંખ મીંચી લીધી.ઘરડા દાદી ને હવાલે શામજી.એક દિવસ એક સન્યાસીની  શહેર માં આવ્યા ,"શું શીખવું છે ?' બાલ શામ નો જવાબ -" સંસ્કૃત " સન્યાસિનીએ વિષ્ણુ સહસ્ર નામ નો ગુટકો આપ્યો .પહેલો પાઠ શરુ થયો.થોડી મદદ મળી  તેજસ્વીતા  ને સાથ મળતો ગયો .ભુજ ને પછી મુંબઈ . વિલસન અને એલ્ફિસ્ટન શાળા માં અંગ્રેજી નો અભ્યાસ તો શાસ્ત્રી વિશ્વનાથ ની પાઠશાળા માં સંસ્કૃત નો અભ્યાસ .-તરુણાવસ્થા માં જ પાણિની વ્યાકરણ થી માંડી ને શંકરાચાર્ય ના ભાસ્ય સુધી આ યુવાન પહોંચી ગયો.સ્વામી દયાનંદ નો ભેટો થયો." બેટા,સંસ્કૃત ભણ  ને પશ્ચિમ માં જઈ આપણી  સંસ્કૃતિ નું ભાન કરાવ" પંડિત ની પદવી પામી ચૂકેલા શ્યામજી ને અચાનક ઓક્ષ્ફર્ડ યુનિવર્સીટીના પ્રાધ્યાપક મૉનિયેર વિલિયમ્સ નો ભેટો થઇ ગયો.શ્યામજીની વિધ્વતા થી પ્રભાવિત  થયા ને લંડન માં તેના સહાયક તરીકે રાખવા સંમત થયા.

         પણ લંડન જવાના પૈસા એકઠા કરવા માં વિલંબ થયો.મોડા મોડા પણ લંડન પહોંચ્યા  તો  વિલિયમ્સ પાણીમાં બેઠા .અજાણી ધરતી પર આ સપૂત હાર્યો નહિ.તેમણે વિલિયમ્સ ને ખુબ સમજાવ્યા તો માંડ પીગળી ને નજીવા વેતને રાખવા તૈયાર થયા .ભૂરિયાઓ ને સંસ્કૃત શીખવતા શ્યામજી એ પોતે ઓક્ષ્ફર્ડ માં જ કાયદા નો અભ્યાસ શરુ કરી "બેરિસ્ટર "ની પદવી પ્રાપ્ત કરી લીધી.સ્વદેશ પાછા ફર્યા .એક-બે રજવાડા ના દીવાન પણ બન્યા .નાના રજવાડા ઓ માં ગુલામ ભારત નું ચિત્ર જોયું.દેશ માં અંગ્રેજ વિરોધી અનેક ચળવળો  ચાલતી હતી.ને શ્યામજી નો એક દિવસ બાલ ગંગાધર તિલક સાથે ભેટો થયો..બે દેશભક્તો નો આ મિલાપ હતો." શું કરવું જોઈએ " નો લોકમાન્ય એ ઉત્તર આપ્યો , "પરદેશ જઈ ને પણ ,દેશ ની આ સ્થિતિ સામે લડવા ની જરૂર છે. શ્યામજીના મન માં આ વાત જચી ગઈ .

       પત્ની ભાનુમતી સાથે ફરી લંડન  પહોંચ્યા .તે વખતે યુરોપમાં પ્રખર સમાજશાસ્ત્રી  હર્બર્ટ સ્પેન્સર ના વિચારો થી યુવકો આકર્ષાતા ."માણાસ ની સ્વતંત્રતા  એ જ મોટા માં મોટી કુદરતી બક્ષીશ " સ્પેન્સર નો આ વિચાર શ્યામજીના દિલ માં ઠસી ગયો .એક નાના મકાન માં હિન્દુસ્તાન થી આવેલા યુવાનોને એકઠા કરી દેશને ગુલામી માંથી કેમ મુક્ત કરવો તેના વિચારો શરુ થયા.શ્યામજીને વિચાર આવ્યો કે કેવળ શસ્ત્ર કામ નહિ આવે .લોકો ને જગાડવા -વિચારોને ક્રાંતિમાં ફેરવવા અખબાર જ કામ આવે ."ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ " અખબાર શરુ થયું અને પહેલા જ અંક માં લખ્યું,"પહેલા દેશ ની આઝાદી બાકી બધું પછી ".ત્યાં વસતા ભારતીયો તો જાગ્યા પણ તેની નકલો છેક ભારત પહોંચતી થઇ .જુવાળ પેદા કરવા માં આ જ્યોત એ ખુબ કામ કર્યું.અંગ્રેજો પણ ચોંકી ગયા .લંડન માં હવે સૌ  શ્યામજી એ ઉભા કરેલા "ઇન્ડિયા હાઉસ "માં  એકઠા થવા લાગ્યા.વીર સાવરકર ,સરદારસિંહ રાણા ,ને મદનલાલ ધીંગરા જેવા અનેક આવી ને મળતા અભ્યાસ માટે આવનાર ને સ્વતંત્રા નો વિચાર ને જરૂર હોય આર્થિક સહાય પણ મળતી .એક જ લક્ષ્ય -આઝાદ દેશ . "હોમરૂલ "ની સ્થાપના કરી.

         વિશ્વ માં આ ચળવળ વધતી ચાલી .પેરિસ માં મેડમ કામા ,તો અમેરિકા માં લાલા હૃદયાલ  સિંહ. રશિયાના ખ્યાતનામ લેખક મેક્સિમ ગોર્કીએ શ્યામજીને લખ્યું,"જે ભારતીય પ્રજાએ માનવતા ને આત્મા ના ઊંડાણ ની સમાજ આપી છે તેની સ્વતંત્રતા માટે તમે ઝઝૂમી રહયા છો .તમે ભારત ના 'મેઝિની' છો.મારા અભિનંદન " એમાંય ધીંગરા એ કર્ઝન વાયલી ને તેના જ સન્માન સમારંભ માં ગોળીએ દીધો , પછી તો "ઇન્ડિયા હાઉસ " સૌથી મોટું ચર્ચા કેન્દ્ર બની ગયું..

         પેરિસમાં તૈયાર થયેલા સશસ્ત્ર યુવાનોને ભારત પણ મોકલાયા .દેશ ની બહાર  પણ હવે  અંગ્રેજોને દેશ બહાર હાંકી કાઢવા નો રોષ પૂર્ણ પણે ભભૂકી ઉઠ્યો હતો.બ્રિટિશ સરકાર ની નજરે સૌ ચડી ગયા હતા .શ્યામજી પેરિસ ને પછી જીનીવા ગયા  ક્ષણે  ક્ષણ સ્વતંત્રતા માટે દોડેલું શરીર સાથ આપતું નહોતું  આંખો કામ કરતી નહોતી ,આંતરડા નો રોગ લાગુ પડ્યો હતો.સાત દાયકાની સંઘર્ષમય સફર છેલા પગથિયાં તરફ દોરતી હતી.૩૧ મી  માર્ચ ,૧૯૩૧ ના રોજ અનેક ના દિલ માં તેજ પ્રસરાવીને એ ક્રાંતિ નો સુરજ આથમી ગયો.  શત શત નમન આ ક્રાંતિવીર ને....