પતંજલિ યોગસૂત્ર
- એક આચમન
લેખાંક 2 અવરોધ
મહર્ષિ પતંજલિએ યોગસૂત્રના અધ્યાય
સમાધિપાદમાં જણાવ્યું છે કે ચિત્તની વૃત્તોનો નિરોધ કરવો એટલે યોગ .योगश्चित्तवृत्तिनिरोधः॥२॥ નિરોધ એટલે અટકાવવું.-રોકવું -અવરોધવું .માનવમન
ખુબ ચંચળ છે. પ્રતિક્ષણ અવનવા વિચાર કરે- પોતાની વૃત્તિઓ ઘડે અને એ મુજબ જીવન
વ્યવહાર કરે.એમાંય આજની ભૌતિક .જીવનશૈલી તો માણસને ક્યાંય લઇ જાય છે તેની માણસને
પોતાને પણ ખબર નથી.ખુબ ઓછા લોકો પોતાના આધ્યાત્મિક કલ્યાણ માટે-,એક ઉત્તમ માનવજીવન માટે વિચારે છે. અને જે વિચારે છે
તેમાંથી વિકસવાની દિશામાં ઓછા સંકલ્પબદ્ધ થાય છે.
સમગ્ર સૃષ્ટિમાં
તમામ પ્રાણીમાત્ર ખાય પીએ અને જીવે છે. એક માણસ જ એવું પ્રાણી છે જે વિચારી શકે કે
હું મારાં શું પરિવર્તન કરી શકું ? ' નર માંથી નારાયણ ' બનવાની સંકલ્પના
આપણે માણસો જ કરી શકીએ .ભગવાને માણસને બુદ્ધિ આપી જ એટલા માટે છે એટલે
જ માણસ ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન કહેવાય
છે.પણ લાગે છે કે આપણી જીવનશૈલી કે કારણે આપણું
માનવત્વ આપણાથી જોજન દૂર જતું જાય છે.
તેને માટે યોગમાર્ગનો પ્રારંભ કરવો જ પડે .અને
પતંજલિ સૂત્રના ક્રમમાં જવાની દિશામાં જવું પડે.એટલે કે મનની -ચિત્તની વૃત્તિઓને
નિરોધ એટલે કે અવરોધવી -રોકવી પડે.
પતંજલિ ચિત્તની વૃત્તિઓને પાંચ
પ્રકારમાં વિભાગે છે.
प्रमाण विपर्यय विकल्प निद्रा स्मृतयः
॥ 6 ॥
‘ પ્રમાણ ,વિપર્યાય ,વિકલ્પ,નિંદ્રા અને સ્મૃતિ પ્રકારની ચિત્તવૃત્તિઓને પતંજલિએ
રોકવાનોs છે.- તેનો નિરોધ કરવાનો છે..
એને વિસ્તૃત રીતે
સમજાવતાં કહે છે .प्रत्यक्षानुमानागमाः
प्रमाणानि ॥ 7 ॥ પ્રમાણવૃત્તિના
ત્રણ ભેદ છે પ્રત્યક્ષ પ્રમાણ,અનુમાન પ્રમાણ અને આગમ
પ્રમાણ -.સામાન્ય અર્થમાં
કહીએ તો જાતે જોયેલું તે પ્રત્યક્ષ પ્રમાણ, પરોક્ષ સાંભળેલું કે બાંધેલું તે અનુમાન પ્રમાણ,, અને કોઈ શાસ્ત્ર
કે સંત મહાનુભાવ ના વચન પ્રેરિત તેવું આગમ
પ્રમાણ જે વૃત્તિ ઘડવામાં નિમિત્ત થયું હોય.
વૃત્તિનો બીજો
પ્રકાર તે વિપર્યય विपर्ययो मिथ्याज्ञानमतद्रूप प्रतिष्ठम् ॥ 8 ॥ મૂળ વસ્તુને બીજા
સ્વરૂપે ધરી લેવી, તેવા મિથ્યા
જ્ઞાન ને વિપર્યાય કહે છે. ત્રીજા પ્રકારની ચિત્તવૃત્તિ તે
વિકલ્પવૃત્તિ शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः
॥ 9 ॥
વાસ્તવમાં જેનું અસ્તિત્ત્વ ન હોય તેવા
પદાર્થની ફક્ત શબ્દ આધારિત કલ્પના કરવાવાળી ચિત્તવૃત્તિ તે વિકલ્પ વૃત્તિ .
ચોથી ચિત્તવૃત્તિ
તે નિંદ્રા अभाव
प्रत्ययालम्बना वृत्तिर्निद्रा ॥ 10 ॥ માણસને જે સમયે કોઈપણ વિષય નું જ્ઞાન નથી
રહેતું તે સ્થિતિ તે નિંદ્રા ચિત્તવૃત્તિ.એટલે કે જ્યાં જ્ઞાનનો અભાવ જ હોય.. દરેક
વ્યક્તિને પોતાની પૂર્વ યાદગીરીઓ હોય જ .જયારે
તે ચિત્તવૃત્તિનું સ્થાન લે ત્યારે પતંજલિ
કહે છે अनुभूत
विषयासम्प्रमोषः स्मृतिः ॥ 11 ॥ ભિન્ન ભિન્ન
વિષયોના અનુભવો જે સંસ્કારોમાં પડેલા હોય તે કોઈ નિમિત્તથી વૃત્તિ સ્વરૂપ
ધારણ કરે તે એટલે સ્મૃતિ ચિત્તવૃત્તિ..
અલબત્ત મહર્ષિ
પતંજલિ એક બાબત સ્પષ્ટ કરે છે કે
તમામ ચિત્તવૃત્તિ ક્લિષ્ટ અને અક્લિષ્ટ એટલે કે દુઃખ આપનારી અને દુઃખ ન આપનારી એમ બે ય પ્રકારની
હોય છે
બધી જ ચિત્તવૃત્તિઓને રોકવા-- નિરોધ કરવાના .મહર્ષિ
બે ઉપાય સૂચવે છે.अभ्यास
वैराग्याभ्यां तन्निरोधः ॥ 12 ॥ અભ્યાસ અને વૈરાગ્ય..
સામાન્ય રીતે
આપણે અભ્યાસ શબ્દને શિક્ષણ કે પાઠ્યપુસ્તક સુધી જ મર્યાદિત બનાવી દીધો છે .પરંતુ
પાતંજલિજીએ તો પોતાના આ સૂત્રમાં અભ્યાસની વ્યાખ્યા સ્પષ્ટ કરી દીધી છે.तत्र स्थितौ यत्नोऽभ्यासः ॥ 13 ॥
સ્વભાવથી ચંચળ
એવાં મનને સ્થિર કરવા માટે વારંવાર પ્રયાસ કરવો તેને અભ્યાસ કહેવાય.
આગળના સૂત્રમાં
તેઓ અભ્યાસના ઉત્તમ પરિણામની વિશ્વનીયતા પણ દર્શાવે છે. स तु दीर्घकाल नैरन्तर्य सत्कारासेवितो दृढभूमिः ॥ 14 ॥ તે અભ્યાસ લાંબા
સમય સુધી ,નિરંતર
ઉત્સાહપૂર્વક અને સંપૂર્ણપણે કરતા રહેવા આવે તો છેવટે પરિપક્વ - દૃઢ થાય છે.
ચિત્તવૃત્તિને નિરોધવાના બીજા ઉપાય વૈરાગ્યનો
અર્થ તેઓ આ રીતે કરે છે. दृष्टानुश्रविक विषय वितृष्णस्य
वशीकारसञ्ज्ञा वैराग्यम् ॥ 15 જોયેલા કે સાંભળેલા વિષયોથી મન જયારે પર કે
તૃષ્ણા રહિત થઇ જાય તેને વૈરાગ્ય કહે છે. એમાં પણ तत्परं पुरुषख्याते-र्गुणवैतृष्ण्यम् ॥
16 ॥ પોતાના જ્ઞાન થી, પ્રકૃત્તિના
ગુણોમાં તૃષ્ણાનો છેક અભાવ થઇ જાય તેને ઉત્તમ વૈરાગ્ય કહે છે.
ચિત્તવૃત્તિને
નિરોધ એટલે યોગ એ તો મહર્ષિ પતંજલિની
યોગની પ્રાથમિક વ્યાખ્યા છે.પણ કેવો યોગ ? આગળના સૂત્રોમાં
તે દર્શાવે છે.
वितर्क
विचारानन्दास्मितारूपानुगमात् सम्प्रज्ञातः ॥ 17 ॥
વિતર્ક ,વિચાર ,આનંદ અને અસ્મિતા આ ચારેયના ચિત્તના સમાધાનને સંપ્રજ્ઞતા
યોગ કહે છે.વળી भवप्रत्ययो
विदेहप्रकृतिलयानाम् ॥ 19 ॥
સ્થૂળ શરીરના બંધન છૂટીને શરીરથી પર થવાના
અભ્યાસમાં પ્રવીણ થઇ શકાય હોય તેવા યોગને ભવપ્રત્યય યોગ કહેવાય. તથા श्रद्धा वीर्य स्मृति समाधिप्रज्ञा
पूर्वक इतरेषाम् ॥ 20 ॥ શ્રદ્ધા,વીર્ય,સ્મૃતિ,સમાધિ અને
પ્રજ્ઞાની પણ યોગ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
કોઈપણ ઉત્તમની
પ્રાપ્તિ માટે પૂર્ણ સાધના આવશ્યક છે જ .પતંજલિ પણ નિર્દેશ કરીને સાધના સિદ્ધિની
ખાતરી આપે છે. तीव्रसंवेगानामासन्नः ॥ 21 ॥ જેમની સાધના ત્તીવ્ર હોય તેમને યોગની સિદ્ધિ
જલદી મળી જાય છે. ફરીથી મહાશ્રી યાદ અપાવે છે કે मृदुमध्याधिमात्रत्वात्ततोऽपि विशेषः ॥
22 ॥ સાધના સાધારણ,મધ્યમ કે અધિક હોય તો ત્તીવ્ર સંવેગવાળા યોગ
સાધકોને સિદ્ધિ તરત મળી શકે.અહીં પતંજલિ સતત સાધનાનો વિશેષ આગ્રહ ખાસ સૂચવે છે.
યોગની અંતિમ
પ્રાપ્તિ ઈશ્વર સમીપની છે એટલે કેન્દ્રમાં
ઈશ્વર રાખીને આ સૂત્ર સંકેત આપે છે. એટલે ઈશ્વર પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા પૂર્વશરત
છે..ईश्वरप्रणिधानाद्वा
॥ 23 ॥ ઈશ્વરની શરણાગતિને ઈશ્વર પ્રણિધાન કહેવાય આપણે સહુ મંદિરમાં
કે મૂર્તિમાં જોઈએ છીએ તેને ઈશ્વર તરીકે જોઈએ છીએ પરંતુ યોગસૂત્રના રચયિતા પતંજલિ
તો કહે છે क्लेश
कर्म विपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः ॥ 24 ॥ અર્થાત જે
કર્મ,ક્લેશ ,વિપાક [કર્મનું ફળ } અને આશયના
સંબંધોથી રહિત તથા પુરુષોમાં ઉત્તમ છે તે ઈશ્વર છે. स एषः पूर्वेषामपि गुरुः
कालेनानवच्छेदात् ॥ 26 ॥ અને એ ઈશ્વર તો પૂર્વે થઇ ગયેલા સહુના ગુરુ છે કાળ તેને સ્પર્શી
શકતો નથી કે નાશ પણ કરી શકતો નથી.
દરેક શુભકાર્ય કે
પવિત્ર કાર્યના પ્રારંભે ૐ કારણે આપણે સહુ પ્રાધાન્ય આપીએ છીએ. .અહીં પતંજલિ પણ ઈશ્વરની ઓળખ એ રીતે જ આપે છે.तस्य वाचकः प्रणवः ॥ 27 ॥ ૐ કર એ ઈશ્વરનું નામ છે. એટલે જ तज्जपस्तदर्थभावनम् ॥ 28 ॥ જે ૐ કારણ જાપ અને ચિંતન મનન કરે તેમને
યોગસિદ્ધિ પ્રાપ્ત થાય છે.
અને પતંજલિજી કહે છે .ततः
प्रत्यक्चेतनाधिगमोऽप्यन्तरायाभावश्च ॥ 29 ॥ અને એ પ્રકારના
અભ્યાસથી બધા પ્રકારના વિઘ્નો દૂર થાય છે.અને સહજમાં કૈવલ્ય દશા પ્રાપ્ત થાય છે.
પણ પ્રતિક્ષણ ચંચળ માનવમનની ચિત્તવૃત્તિઓ કઈ આપોઆપ રોકાઈ કે અવરોધાય જાય ખરી ?
No comments:
Post a Comment