Readers

Sunday, May 3, 2020

કાલે જો સૂરજ ઊગે તો ..


     કાલે જો સૂરજ ઊગે  તો ....... !
          કવિ સુરેશ જોશી એ  ગાયું , " કદાચ કાલે હું નહિ હોઉં. કાલે જો સૂરજ  ઊગે તો કહેજો કે  મારી બિડાયેલી  આંખમાં એક આંસુ સૂકવવું બાકી છે..વાત નશ્વરતાની નથી કરવી .વાત અપેક્ષાની પણ નથી કરવી. પણ  વાત વાસ્તવિકતાની કરવી છે. કુદરત સંકેત અને પડકાર આપે તોય  આપણે તો  નથી જ સુધરવુ
         ‘.એક વખત  જંગલ ના રાજા વનરાજે  પ્રાણીઓ માટે નિબંધ સ્પર્ધા ગોઠવી .વિષય રાખ્યો ," જો હું માણસ બનું તો ? " કોઈ પ્રાણીએ સ્પર્ધામાં ભાગ ન લીધો ! ‘ 
           સહુએ વારંવાર સાંભળેલું કે વાંચેલું છે ઈશ્વર નું અણમોલ સર્જન એટલે માણસ  ભગવાને  આવા ઉત્તમ માણસ ને વિચારશક્તિ -બુદ્ધિશક્તિ આપી. માણસે તેનો સદુપયોગ તો કર્યો પણ ભેગો દુરુપયોગ પણ કર્યો.'ખાડો ખોદે તે પડે " આ કહેવત માણસે ચોક્કસ અનુભવ માંથી જ બનાવી હશે.
          એક વસ્તુ સ્પષ્ટ છે કે પ્રકૃત્તિ સંપત્તિ ,માનવ સંપત્તિ અને પ્રાણી સંપત્તિ નું સમતોલન હોવું જ જોઈએ.જયારે તે ખોરવાય કે તેમાં કશુંક અનુચિત થાય એટલે માણસજાતે આવનારી હોનારત માટે તૈયાર રહેવું જ પડશે.વિશ્વના અનેક દેશો વારંવાર  ભૂકંપ ,અતિવૃષ્ટિ  હિમ સ્ખલન જેવી આફતો માંથી પસાર થાય છે.,જેમાં એક સાથે  સામુહિક  નુકસાન  ભોગવવાની સ્થિતિ પેદા થાય છે.અને હવે  એક વધુ સંઘર્ષ -વાયરસ જેવા શત્રુ સામે લડવા માટે તૈયાર પડે છે.
     'કોરોના' વાયરસની અત્યારે દેખાતી ભયાનકતા માંથી ઉભી થનારી સ્થિત વિષે કોઈ કહી શકે તેમ નથી. આવી ભયાનકતા માં ભય વધે તે પણ સ્વાભાવિકતા છે .પણ ભય ગયો એટલે પત્યું.હતા ત્યાં ના ત્યાં.આવું કેમ ? બુદ્ધિશાળી માણસ આવું કેમ કરે ? ઈશ્વર પણ વિચારમાં પડી જતો હશે કે હવે ? અને આંખો ખોલવા કદાચ ફરી એક થપાટ મારતો હશે.
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                .         માણસ.ની અવિચારી અતિરેકતા જ એ માટે જવાબદાર છે.પરિમાણ સામે છે.અસ્વસ્થતા -માનસિક .શારીરિક ,આર્થિક અને સામાજિક અસ્વસ્થતા .બધે જ જ્યાં અતિરેક છે ત્યાં જ અસ્વસ્થતા ઉભી થાય છે. એટલી હદ સુધી કે અસહ્ય ઉભી થાય ત્યાં સુધી પણ આપણે તો ઠેર ના ઠેર.જ."હમ નહિ સુધરેગા ,તો તુમ ક્યા સુધરોગે .'
         કયાંથી ઉભી થાય છે માનસિક અસ્વસ્થતા ? મન ની ચંચળતા વચ્ચે મન માટે આપતો સ્થિર સમય ઓછો જ છે.સૌને ઉતાવળે દોડી ને પહોંચવું છે.પોતાનો અહં છોડવો નથી.મન લાગણી થી દૂર અને સ્વાર્થની નજીક રહે છે.'સ્વગુણ ને પરદોષ ' જોવાનો દૃષ્ટિકોણ  સદાય મનને અસ્થિર રાખે છે.અને આખરે મન અશાંત વિચલિત બને.અધૂરા અને અયોગ્ય નિર્ણયો લેવાય .પરિણામો અણગમતા આવે એટલે ફરી મન વધારે વિચલિત થાય.છેવટે તેની અસર સમગ્ર જીવન અને વ્યવહારો પર પડે.શરીર પર પણ પડે જ.
          उपनिषद कहे छे , "।।।शरीरमाद्यं खलु धर्मसाधनम्।। "પોતાના અને પોતાના પરિવાર ના તમામ જીવન ધર્મ નિભાવવા નું સાધન તે શરીર.પણ આપણે તો શરીર ને તમામ ઈન્દ્રિયોનું સુખાસન બનાવી દીધું છે. સ્વાદેન્દ્રિય તો શરીર પરના અત્યાચાર નું મુખ્ય દ્વાર છે.ખબર છે કે યોગ્ય સ્વાસ્થ્ય જાળવવા માટે શું ખાવું ને શું ન ખાવું ,પણ ખાતી વખતે આમાંની એકેય વાત ગણકારતા  જ નથી. શરીર ની ક્ષમતા હોય કે ન હોય ,વગર વિચારે ઠાંસે જ જવું.વિદેશી ને પર પ્રાંતીય વાનગી આપણા શરીરને અને વાતાવરણને કેટલી અનુકૂળ છે તે જોવાની ફુરસદ  કોને છે.બ્રેડ બાવીસ દિવસે ,ચીઝ ચોવીસ દિવસે ને પનીર પચીસ દિવસે પણ  પચે તો પચે.નુડલ નવ દિવસે ને બિસ્કિટ બાર દિવસે તો ઈડલી આઠમે દિવસે  હજમ થયા વગર જ  આંતરડાં ને અંતરાય થઈને જાય ને  ઢોસા તો એને ઠોંસા મારતા જ વિદાય લે છે.ખબર જ છે કે ખાંડ ને  મીઠ્ઠા  { નિમક } નું ઊંચું પ્રમાણ  ઝેર બરાબર છે.તો ય એના ન ચાલે તે ન જ ચાલે.બધી જ પેકીંગ વાળી બનાવટોમાં વપરાતું ;પ્રિઝર્વેટિવ ' કેટલું હાનિકારક છે તે ગુગલ ગુરુ ને  જ  પૂછી લેવું.
          ચહેરા ,ચામડી ને  મસ્તક પર વપરાતા.પ્રસાધન ની આડઅસર તો અનુભવે જ જણાય .આપણે હાથ-પગ  જેટલા  વાપરવા જોઈએ તેટલા વપરાતા નથી ને કાન-આંખ નો વધુ પડતો ઉપયોગ કઈ બાજુ લઇ જશે તે તો સમય જ બતાવશે. ગુટકા અને બીજા વ્યસનો ની આડઅસરની ખબર તો છે પણ છોડવા નથી ,'બે-પાંચ વરસ વહેલા મરશું,  મર્યા પછી કુટુંબ  જાણે ને એનું કામ જાણે .આપણે શું ? ' બદલેલી જીવનશૈલી અને ઓછી ગંભીરતા શરીર રૂપી સાધન ને અતિશય અસ્વસ્થ કરતુ જાય છે.ને વાયરસ રૂપી અજગરો વિકરાળ સ્વરૂપ ધરતા જાય છે.માણસ હવે લડી શકે તેવો યોદ્ધો રહ્યો નથી. દ્વારે ઓચિંતો ટકોરો વાગે ત્યારે ખબર પડે કે આ ટકોરો તો ......નો હતો.
            ' એ મરી ગયા ,બે મિનિટમાં બાર લાખ ગયા '-  આવા વાક્ય જે ઘરમાં સંભળાય તે શેર બજારિયા નું ઘર સમજવું. શેર બજાર માં હોવું કોઈ ગુન્હો નથી.બુદ્ધિ કે કૌશલ્યથી નીતિ માર્ગે કોઈ રીતે નાણાં કમાવવા  એ કોઈ પેપ પણ નથી.પણ પૈસા મેળવવા માટે ની ઘેલછા પાછળ દોડી ને અસ્વસ્થતા ઉભી કરવી એ અનુચિત ઘટના છે.અસ્વસ્થતા ઉભી કરનારી ઘટના છે.આર્થિક ઉપાર્જન થી જ જીવન વ્યવહાર ચાલે.પોતાની ક્ષમતા અનુસાર ઉત્તમ જીવન જીવવું એ માણસમાત્રનો અધિકાર છે.  પૈસા મેળવવા અને પૈસા ભેગા કરવાનો ભેદ માણસ તારવી શક્યો નથી.આપણે સંપન્ન થઈએ તે ખુશી ની વાત છે પણ લાખના કરોડ ને કરોડના અબજ કરવાની દાનત અસ્વસ્થતા જ ઉભી કરે  અને આ તો બુદ્ધિશાળી માણસ ,પૈસા ભેગા કરવા ગમે તે કરે મૂલ્યો વેચે,નીતિ વેચે ,સત્ય-અસત્યનો ભેદ પણ ભૂલે સબંધ અને સગપણ ભૂલે આગળ-પાછળ જુએ એ બીજા. .હિરણ્યાક્ષ બને.અને સર્જાય અસ્વસ્થતા .આર્થિક અસ્વસ્થતા.
          માણસ જ હોય તે કદી જાહેરમાં થુંકે ? આજુબાજુના પાંચ પંદર ના ગળામાં ધુમાડો જાય તેમ ફૂંકે તેને માણસ કહેવાય ખરો ? ' હું તો  મરું,પણ તને ય મારતો જાઉં '-આવો કાયદો તો કદાચ જંગલ માં ય નહિ હોય. 'અમાનુષી ' કૃત્ય માણસ કરે તે કેવું ? સામાજિક અસ્વસ્થતા તો માણસજાત માટે નું મોટામાં મોટું કલંક છે.કદાચ એટલે જ કુદરત આફત સર્જી ને યાદ અપાવે -ભાન કરાવે છે ." તું માણસ જ છો ને ?   ભૂલી ગયો હો તો માણસ થા માણસ ".એટલે એવે વખતે વ્યથિત કવિ ર્હદય માં એક લખલખું પસાર થાય ,"કદાચ કાલે  સુરજ ઊગે તો કહેજો ...."  
             આંતરમન ની યાત્રા કરીને ,કરીયે સંકલ્પ--ચાલો, બધી  અસ્વસ્થતાઓમાંથી થોડુંક બાદ કરીને માણસ માણસ રમીએ.' અને સુરજ ને કહીએ કે તમારે ઊગવું જ પડશે.અમે તમારી રાહ જોઈશું જ.અમે તો સુરજ સંતાન - અજવાળા ના અધિકારી.
દિનેશ માંકડ . ૯૪૨૭૯૬૦૯૭૯

Thursday, April 16, 2020

હાલો ,આપણે સ્વર્ગ માં જઈએ.


                   હાલો ,આપણે સ્વર્ગ માં જઈએ.
      મથાળું વાંચીને ગભરાઈ ગયા ને ? અરે ભાઈ હું તો તમને પૃથ્વી પર ના સ્વર્ગ માં જવા ની વાત કરવા નો છું.પ્રચલિત પ્રસંગ યાદ આવે છે.એકવાર કોઈ જિજ્ઞાસુ એ એક સંત કે કહ્યું ,'મારે સ્વર્ગ જોવું છે.' સંતે કહ્યું ,.''ચાલ મારી સાથે ' સંત તેને એક મોટા ભોજન ખંડ તરફ લઇ ગયા .વચ્ચે મોટા ગોળ ટેબલ પર અને મઘમઘતી વાનગીઓ પડેલી હતી.ટેબલ ની ફરતે ખુરશીઓમાં લોકો બેઠેલા હતા. મોઢું વકાસી ને બેઠા હતા .તેઓ ભોજન કેમ નહોતા કરતા ? કારણકે તેમના જમણા હાથમાં બે ફૂટ લાંબો ચમચો બાંધેલો હતો .અને  ડાબો હાથ પીઠ પાછળ  બાંધેલો હતો.સામે અનેક વાનગી પણ કોઈ આરોગે નહિ ને એક બીજા ની સામે જોયા કરે.સંતે ભક્ત ને કહ્યું , કઈ સમજાયું ?' ભક્તે ઇન્કાર કર્યો. 'હવે ચાલ આગળ ' સંત તેમને બાજુમાં આવેલ બીજા ભોજન ખંડમાં લઇ ગયા .એવું જ મોટું ટેબલ ,એટલી જ વાનગીઓ  અને એટલા જ ખુરશીમાં બેઠેલા લોકો.સૌના જમણે હાથે બાંધેલો લાંબો ચમચો ને ડાબો હાથ પાછળ.પણ અહીં તો સહુ ખુશખુશાલ હતા કારણ કે સૌ ભોજન આરોગવાનો આનંદ લઇ રહ્યા હતા !   એક વ્યક્તિ પોતાના ચમચા વડે પોતાથી બે ફૂટ દૂર બેઠેલા બીજા ને પોતાના ચમચા થી જમાડે.! બીજો ,એ જ રીતે પોતાથી બે ફૂટ દૂર ના ને ...!   બધા જ "દૂર " હોવા છતાં આનંદ માં હતા .સંતે ફરી ભક્ત ને પૂછ્યું ,'કઈ સમજાયું ?'  ભક્ત અનુત્તર રહ્યો.સંતે કહ્યું , તારે સ્વર્ગ જોવું હતું ને ? અહીં જ સ્વર્ગ અને નર્ક છે.પ્રથમ ખંડમાં હોવા છતાં ખાઈ ન શકવા વાળા નર્કમાં છે ને એ જ સ્થિતિમાં આનંદભેર આરોગવા વાળા સ્વર્ગ માં છે.'
        અનિવાર્યપણે જયારે સામાજિક અંતર જાળવવું જરૂરી છે ત્યારે આ પ્રસંગ યાદ આવ્યો.જરા વિચાર કરો .આપણે કેટલા નસીબદાર છીએ કે સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયા -ફેસબુક,વોટ્સએપ ,ઇન્સ્ટાગ્રામ ,ટ્વીટર જેવા માધ્યમો આપણને કેટલાં જીવંત રાખે છે. ટેલિવિઝન અને સ્માર્ટ ટેલિવિઝન હોય બીજા એકેય મનોરંજન સાધન ની જરૂર  ન જ પડે સ્માર્ટ ફોન  લીધે તો તમારું સ્વજન જોજન દૂર હોય તો ય ચોવીસે કલાક તમારી સાથે જ રહી શકે . બોલો શું ખૂટે છે ?.
      અતિશય નવાઈ લાગે તેવું છે કે 'માણસ ને ,અક્કલવાન માણસ હોવા છતાં  સ્વ -જીવન બચાવવા માટે સમજાવવા પડે !  ઘેર ભગાડવા પોલીસ બેસાડવી પડે ! સ્થિતિ ની ભયાનકતા  સમજાવવી પડે ! માણસ જરૂરિયાતો માટે કેટલો લાચાર થઇ ગયો છે ?  
         અરે યાર , બે રૂપિયા ની પડીકીના તું બાર રૂપિયા લે છે ?'- ગલીને ને નાકે અધખૂલા પાન ના ગલ્લા નો સાચો સંવાદ .વ્યસન ની મજબૂરીનું બીજું નામ માણસ .રોગ પ્રતિકારક શક્તિ ઘટાડી ને શરીર ને નબળું પાડતું વ્યસન  આમ પણ પોતા માટે અને પોતાના પ્રિય પરિવાર  માટે જોખમી છે .પણ અહીં તો તેમાંય કાળાબજારિયો માલ લેવા તૈયાર ને એમાંય ઘર ચલાવવાની આર્થિક કટોકટી હોય ત્યારે.આના થી મૂર્ખો માણસ દુનિયા માં ક્યાંય ન હોય.ઘરમાં પ્રેમાળ પત્ની ,માતા ને બહેન ઉમંગથી ,દિલ દઈને રસોઈઘર દીપાવે તો એમને ય વટલાવીને ઉભરાતા રેસ્ટોરાં નું બીજું નામ શરીરના સ્વાગતદ્વાર -જીભ ને અને તે દ્વારા જાત ને પોષણક્ષમ બનાવનાર જઠરરૂપી રાજદરબાર ને બરબાદ કરનાર સૌથી મોટો દુશ્મન..કડવી વાસ્તવિકતા એ કે સામે ચાલીને ,રોજ બ રોજ વધુને  આવકારતા જ જઈએ છીએ.
       કેટલાય ને ખબર પણ નથી કે આપણા વડીલોએ કેટલી અલ્પતમ જરૂરિયાતોમાં આખી જિંદગી કાઢી નાખી છે .દિવસોના દિવસો સુધી ભોજનની થાળી માં એક બે જ વસ્તુ હોય.અરે ,ઘરમાં એક પણ વાહન ન હોય .સાયકલ સુદ્ધા ન હોય તો ય રોજે રોજ અનેક કિલોમીટર પગપાળા ચાલ્યા છે.
      ને આપણે ? આમાનું કશુંય ન થાય તો દુઃખના ડુંગર તૂટી પડે છે.
         અલબત્ત બદલાતા સમયે કેટલીક આવશ્યકતા હોય તે સ્વાભાવિક છે ,પણ સાથે સાથે હાય વોય કર્યા વગર ઓછા માં ઓછી જરૂરિયાતમાં જીવવા ની-રહેવા ની ટેવ પાડવી એ આવશ્યક જ નહિ પણ અનેરો લહાવો પણ છે .
          વળી એમાંય કિલ્લોલતાં ઘરમાં થોડું વધારે રહેવા મળે તો તો ભયો ભયો .મોટાં શહેરમાં તો દોડતાં પરિવાર જનો તો રજા સિવાય ઘરમાં જ સંતાકૂકડી રમે.બાળકો પિતાને 'સન્ડે ફાધર 'કહે કારણકે એમનું મિલન રવિવારે જ થાય ! વૃદ્ધ માતા પિતા માટે 'કેર ટેકર  રાખીને ભાગતા  પુત્ર ના માથા માં રજા ને દિવસે  માતા તેલ માલિશ કરતી હોય ત્યાં તો સ્વર્ગ જ હોય ને ?  વડે જીવવાની ટેવ પાડવી જ જોઈએ.મન ને  સહજ  રીતે તૈયાર કરવું જ જોઈએ.
          અને તો અને તો જ ઘરમાં જ સ્વર્ગ છે .તો પછી સાનંદ હાલો ,સ્વર્ગમાં . 
દિનેશ માંકડ .૯૪૨૭૯૬૦૯૭૯
{ અન્ય લેખો વાંચવા માટે નિમંત્રણ -બ્લોગ ; mankaddinesh.blogspot.com }

Tuesday, April 14, 2020

તમે ખરેખર જાગો છો ?


                                              તમે  ખરેખર જાગો છો ?
                      'તમે ક્યારે ઉઠો છો ? '- પ્રશ્ન નો ઉત્તર હશે પાંચ વાગ્યે ,છ કે સાત વાગ્યે કે પછી આઠ,નવ .
                હવે નો સવાલ 'તમે ક્યારે જાગો છો ?'- મોટા ભાગ ના જવાબ ઉપર ના જ ઉત્તર હશે ,પણ ના એ જવાબ સાચો છે ખરો ?
              વસંત નો રોજ  પહેલો 'વોટ્સએપ ' સંદેશ 'સુપ્રભાત ' સવારે બરોબર ચાર વાગ્યે હોય છે. વસંત રોજ ચાર વાગ્યે ઉઠે છે.આ જ વસંત અચૂક સવારે જ  સાત વાગ્યે તો ઘર ની બહાર હોય જ. શેરીના નાકે ઉભેલા ગંગારામ ના તાવડા ના પહેલા ઘાણ ના ફાફડા તો વસંત જ ખાય .આ બેય ક્રમ માં કદીય ફેરફાર થાય જ નહિ. અલબત્ત એક રાત્રે અચાનક છાતીમાં થોડી ગભરામણ થઇ.દોડતો દવાખાને પહોંચ્યો.ડોક્ટરે તપાસી,રિપોર્ટ કરાવી ને કહ્યું.'કોલેસ્ટોરેલ ' વધુ છે.તેલ-ઘી બંધ.' બીજે દિવસે રોજ ની જેમ સવારે ચાર વાગ્યે ઉઠ્યો.ને સાત વાગ્યે  શેરી નાકે ગંગારામ ના ગાંઠિયા, બેરોકટોક શરુ..-હવે તમે જ કહો  વસંત રોજ ચાર વાગ્યે  ઉઠે છે ,પણ હજુ સુધી જાગ્યો છે ખરો ?
            ભારતીય સંસ્કૃતિનો મહાન ગ્રંથ કઠોપનિષદ  કહે છે - 'उत्तिष्ठत जाग्रत .....|' - 'ઉઠો અને જાગો.'  સીધી વાત છે -ઉઠવું અને જાગવું એક જ નથી પણ જુદી  જ ક્રિયા છે.આપણે સૌ રોજ ચોક્કસ ઉઠીએ જ છીએ.પણ જાગીએ તો ક્યારેક જ છીએ.કેટલાક તો ક્યારેય જાગતા નથી !
             અનિલભાઈ અનાયાસે એક સંત ની કથા સાંભળવા ગયા.સંત ના મોંએ તમાકુ વ્યસન થી થતા નુકસાન અને મળેલા માનવ દેહ ના મૂલ્ય ની વાત થઇ .ઘેર આવતા વેંત અનિલભાઈ એ તેની પંદર વર્ષ ની ટેવ ઘડીભર                  માં છોડી તેઓ જાગી ગયા .  આજે સિત્તેરમા વર્ષે દાંત અને ફેફસા સલામત છે
             ખાસ વાત કરવી.છે ,આપણા શરીર ની 'રોગ પ્રતિકારક શક્તિ' ની. આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય વાતાવરણ માં પણ ન દેખાય તેવા જીવાણું કરોડો ની સંખ્યા માં હોય છે.આપણે જેને જોઈ શકતા નથી તેની ગંભીરતા લેવાની ટેવ આપણને સહેજે નથી.આંખ બંધ કરી ને ઘડીભર એક કલ્પના કરો કે તમે ઘરમાં બેઠા હો ને ચાર ડાંગીયા કુતરા,નબળો લાકડા નો દરવાજો તોડીને  તમારા પર આવીને ઓચિંતો હુમલો કરે તો શું થાય?- સહેલો જવાબ છે ,તમને ફાડી ખાય. દરવાજો મજબૂત હોત તો  કુતરા અંદર આવી જ ન શક્ય હોત .નહિ માનો ,પણ આવું જ આપણા શરીર નું છે.ગમે ત્યારે ,ગમે તે ગંભીર રોગ શરીર માં પ્રવેશી શકે તેમ છે જ.-જો આપણા શરીર ની તેના જીવાણું સામે લડવા ની શક્તિ ન હોય તો..આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોય તો.
              'કાંતિભાઈ નેવું વર્ષે બચેલા દાંત થી ભોજન આરોગે, ગુજરાતના એક મોટા લેખકનગીનભાઈ  સો માં વર્ષે રોજ ના અનેક જનજાગૃતિના લેખ લખે.માંડવી સ્વિમિંગ પુલ ઉદ્ઘાટન બાણું વર્ષ ના મથુરદાસ ભાઈ ભુસ્કો મારી ને કરે. અને સત્તર વર્ષનો સંકેત અડધો કિલોમીટર દૂર શાળા એ સાયકલ થી .ઘેર પાછો આવે ત્યારે થાકીને લોથપોથ હોય.ચાલીશ વર્ષે ચેતનભાઈ એ છાતીના દુખાવા માં 'એંજિયોગ્રાફી 'કરાવવી  પડી. ત્રીસ  વર્ષના તરુણે તો ડાયાબિટીસ આવતા જીવનભર ખાવા ની ગોળી  શરુ કરી ને ભાવતાં મિષ્ઠાન બંધ થયાં તે વધારા માં
.  મિત્રો ,શરીર પોતે તો મજબૂત દીવાલો વાળું ઘર છે -મંદિર છે .આપણા માના ખુબ ઘણા જ તેમાં છીંડા ઓ કરતા જાય છે ને પછી મોટા ,અતિ મોટા ડાઘીયા અંદર પ્રવેશે છે..
જુઓ તો ખરા આપણે જ આપણને કેમ નબળા પાડીએ છીએ ?
*ગુટકા -તમાકુ તો ડાઘીયા નો સરદાર છે.* ફાસ્ટ ફૂડ અને  બહાર નો ખોરાકથી  તો ડાંગીયાભાઈ તગડા મોટા થાય જ છે.નાના બાળકોને અપાતાં બિસ્કિટ ,નુડલ્સ  અને મેગી તેના પાચન તંત્ર ની ઘાંર જ ખોદે છે.*  ટમેટો તો બીજે દિવસે બગડે પણ 'ટોમેટો કેચ અપ' એક વર્ષ  ચાલે ! મોટા ભાગ ના નમકીન અને  ખાદ્ય પદાર્થોમાં નખાતા પ્રિઝર્વેટિવ્સ જઠર ના તો મોટા દુશ્મન છે *સવાર નું દૂધ સાંજે બગડે પણ ,પ્રિઝર્વેટિવ્સ યુક્ત આઈસ્ક્રીમ ,પનીર કે ચીઝ તમેછ મહિના સુધી ખાઈ શકો !
મિત્રો ,ભગવાને  માણસ ને આપેલી એક અણમોલ ભેટ તે વિચાર શક્તિ છે.-બુદ્ધિ શક્તિ છે.કુદરત  માણસ ને વારંવાર સંકેતો આપે .પણ આપણી જાગી જવા ની પ્રબળ  ઈચ્છા હોતી નથી.એટલે જ 'આગ લાગે ત્યારે કૂવો ખોદવા' ની કહેવત બનાવી.ગંભીર રોગ પાસે આવે -સામે આવી જ જાય ત્યાં સુધી આપણે જાગતા નથી.અને પછી .....પોતાને  અને પરિવારને  માનસિક,આર્થિક મુશ્કેલી માં મૂકીએ છે.
જો શરીર ની રોગ પ્રતિકાર મજબૂત હોય તો ૮૦ ટકા થી વધારે રોગો થી આપણું રક્ષણ નક્કી જ છે.દરવાજો મજબૂત હોય તો ગમે તેવા ડાંગીયા કુતરાઓ નું ટોળું આવે તો પણ આપણે પુરા સલામત છીએ.
અત્યારે તો વિષમ સ્થિતિ માં ખુબ ગંભીરતા થી ઊંડા ઉતરીને  શરીર પ્રત્યેની આપણી બેદરકારીઓ ને શોધીએ અને તેવો સુધારીએ અને કોઈપણ રોગ સામે લડવા માટે સજ્જ બનીએ.જાગીએ.જાગતા જ રહીએ.ઘોર અંધારું આવે જ નહિ તેટલા જાગૃત રહીએ.   દિનેશ માંકડ અમદાવાદ  ૯૪૨૭૯૬૦૯૭૯

Monday, March 30, 2020

આપણે હાશ,જીવી ગયા !

.............આપણે હાશ,જીવી ગયા !
        સમય ની ગંભીરતા સમજવા માં આપણે ક્યાંક કાચા તો નથી પડી રહ્યા ને ? કવિ ઉમાશંકર જોશી એ કઈ મનોવેદના સાથે લખ્યું હશે કે " ભૂખ્યા જનો નો જઠરાગ્નિ જાગશે તો ખંડેર ની ભસ્મ કણી ન લાધશે ".સંસ્કૃત સુભાષિત કહે છે ,"  बुभुक्षित किं न करोति पापं ? "-  ભૂખ્યો માણસ શું પાપ નથી કરતો ?  
          યાદ આવે છે ---માત્ર એકસો પાંચ વર્ષ { સંવત ૧૯૫૬ } વર્ષ પહેલા ભીષણ  દુકાળ -"છપના"  ની દારુણ સ્થિતિ ને આબેહૂબ રજુ કરતી લેખક શ્રી પન્નાલાપટેલ ની નવલકથા 'માનવી ની ભવાઈ ' ના કેટલાક સંવાદ { નવી પેઢી ને તો કદાચ કથાની ય ખબર નહિ હોય . ધ્યાન થી વાંચજો }
* શંકરદા એ કહ્યું  તેમ ;' કોણ જાણે કે આપણા માંથી કેટલા જીવશે ને કેટલા મરશે! કાં તો બધાય મરી ખુટીશું .પણ કે'વાનું એટલું  કે જાવતા રો'તો આવતે  વરસે  મૂએલાં ને સાંભરજો ને !
*કોણ કોને દિલાસો દે ? આભ ફાટ્યા પછી થીગડાં ક્યાં દે ?
* જગત માં ભૂંડા માં ભૂંડું જો કોઈ હોય તો ભૂખ જ છે.
*આ તો ભાળ્યાં છે ભૂખ્યા માનવી ....માનવીય નઈ-ભૂખી ભૂતાવળ  !
* માનવીનું ખાવા-પીવાનું તો વગર ભૂલવે ભુલાઈ ગયું હતું  પણ ઊંઘવાનું ય ભુલાઈ ગયું હતું.પરોઢ થતાં પહેલો કૂકડો બોલતો ત્યારે જ લોકોને ખાતરી થતી.બોલી ઉઠતાં ;'આજ નો દન તો જીવ્યા ભેગાં ભળ્યા વળી '
દેશ અને આપણે અત્યારે જે સ્થિતિ માંથી પસાર થઇ રહ્યો છે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.
હવે આ રોગ ની હાલ ની { ૩૦ માર્ચ ૨૦૨૦ } વિશ્વ ની સંક્રમિત આશરે  સ્થિતિ જુઓ
 **સ્પેન દેશ-  વસતી  -૫ કરોડ ઇટલી  દેશ  -વસતી- ૬ કરોડ ફ્રાન્સ   દેશ - વસતી  -6 કરોડ અમેરિકા દેશ -વસતી -૩૨ કરોડ
આપણે જાણીએ છીએ ભારત ની વસતી ૧૩૦ કરોડ છે . ભારત ની વસતી ની સરખામણી માં આ દેશો કેટલા નાના છે પણ આ દેશોના  છેલા થોડા જ દિવસો માં મૃત્યુ આંક પાંચ હજાર થી દસ હજાર છે. જો સામાજિક અંતર ન રાખીએ તો આપણા દેશ ની હાલત શું થાય તેની કલ્પના પણ થઇ શકે તેમ નથી.  
       એટલું જ નહિ પણ  દુનિયા ના દરેક દેશ માં  લાખોની સંખ્યા માં વ્યવસાય અર્થે ગયેલા ભારતીય છે .  વળી વિદેશ માં અભ્યાસ કરવા ગયેલા  લાખો વિદ્યાર્થી ઓ પણ ખરા . આ બધા સમયાંતરે દરેક દેશમાં થી સ્વદેશ પણ આવે તે સ્વાભાવિક છે.માણસ સામાજિક પ્રાણી છે અને એમાંય ભારતીય સંસ્કૃતિ તો હળવા -મળવા માં વધુ માને.એટલે દેશ માં આવ્યા પછી ઘણા ઘણા પરિવાર અને મિત્રો ને મળે તે પણ સહજ છે.
@@  હવે આ શત્રુ રોગ બે વિચિત્ર લાક્ષણિકતા ને યાદ કરીએ.
** પહેલી વાત એ કે આ ભમ્મરિયો શરીર માં ઘુસ્યા પછી ચૌદ દિવસે પોત પ્રકાશે .ત્યાં સુધી શરીર માં છૂપો છૂપો બેઠો હોય.ખબર ન પડે તેમ. અને વ્યક્તિ ને મોડે મોડે જાણ થાય ત્યારે તો ખુબ મોડું થયું હોય.
**બીજી વાત ,તે ખુબ ખુબ ચેપી -સંક્રમિત છે . દા.ત. "અ" ભાઈ  વિદેશ થી  આવ્યા .તેમને પણ એ વખતે તો કોઈ લક્ષણ હતા જ  નહિ.દસેક દિવસ માં તેઓ " બ " નામના આશરે પચાસેક લોકો ને મળ્યા  "બ" નામ ના દરેક લોકો પોતાના પચાસ પચાસ મિત્રો "કે" ને મળ્યા. હવે  ૨૫૦૦ "ક' મિત્રો  પણ પોતાના ૫૦-૫૦મિત્રો ને મળ્યા.સાદું ગણિત જ લઈએ તો રોગી "અ " ને લીધે  'અ'',બ','ક',અને 'ડ' એવા ૧૨૫૦૦૦ જી હા  સવા લાખ લકોને ચેપી-સંક્રમિત થઇ શકે .માત્ર એક 'અ' વિદેશી રોગી થી.હવે વિચારો કે એકલા ગુજરાતમાં રોજેરોજ સેંકડો વિદેશ થી ગુજરાતમાં આવે છે. સાદી ભાષા કહીએ તો આપણે પણ ભલે 'અ' નથી પણ ;બ;,'ક',કે 'ડ ' તો હોવાના જ .
** ત્રીજી વાત .તેની યોગ્ય અને અસરકારક દવા શોધાઈ નથી.એટલે જરા સરખી બેદરકારી ,કોઈને પણ જીવલેણ સાબિત થઇ શકે.પોતાનો ને બીજા નો જીવ પણ જોખમ માં મુકાય
તો કરવું શું ?
સો વાત ની એક વાત
*. નિયમો,સૂચનાઓનું પાલન કરો.
*ગંભીરતાથી લો.
*ગભરાવો નહિ જ
*ફરિયાદ અને ટીકાઓ છોડો..
 *ઘર માં  જ રહો -સ્વસ્થ રહો.
શુભકામના .
દિનેશ