Readers

Wednesday, October 14, 2026

સંવાદ અંદર બહાર { હળવી શૈલી લેખ }

                                     

                           સંવાદ અંદર બહાર      { હળવી શૈલી લેખ }

સ્થળ ઘરના બે ભિન્ન ખંડ નો સંવાદ

અંદર - આ ડોશી રોજ રોજ  રખડ રખડ કરે છે .કોકવાર મંદિર તો કોકવાર ભજન મંડળી માં તો કોકવાર કથામાં. આ ઉંમરે  ઘરમાં  પગ ટકતો  જ નથી.

બહાર - મમ્મી તમે નિરાંતે દેવદર્શન  જજો.ક્યાંય આવવા જવામાં તકલીફ હશે તો મૂકી પણ જઈશ.કહેજો પાછા.

અંદર -કહું છું ,  આ રોજની  નવી માંગણી  મારાથી સહન નથી થતી.-આજે કહેશે મુઠીયા  બનાવો તો કાલે કહેશે દળ ઢોકળી . મારે રોજ રોટલી વધારે બનાવવી પડે છે.લાગે છે કે ઉંમર વધવા સાથે ખોરાકે વધે  છે કે શું ?

બહાર- મમ્મી ,તમારો ખોરાક ઘટ્યો છે કે શું ? ચોકઠું આવ્યા પછી ચાવવમાં ક્યાં તકલીફ છે.કઈ નવું ખાવાનો વિચાર હોય તો કહેજો પાછા.

અંદર - આ ચાવીનો ઝૂડો તો કેડેથી છૂટતો નથી ને મહિને બે વાર જાતે એકલાં બેન્ક લોકર જોવા જાય છે.કોણ  જાણે શું દલ્લો દાટ્યો છે..

બહાર - મમ્મી ,દેવદર્શન જાવ ત્યારે અમારી પાસેથી કૈંક લઇ જાવ.બે પૈસાનું અમને પુણ્ય મળે.અને હા ,હમણાં  કશું નવું લીધું નથી તો કઈ નવી કોઈ વસ્તુ કે કપડું લેવાનું થાય તો ભૂલ્યા વગર કહેજો .

અંદર :- આ વળી વેકેશન આવશે ને તમારે બેન બનેવી ભાણીયા ભત્રીજાની લંગર .તૂટી પાડીએ છીએ.કોક દી એ લોકોને ઘેર જ ધામા નાખવાનો વિચાર તો તમને આવતો જ નથી.

બહાર -મમ્મી ,તમારી શીલા દીકરીને અહીં આવે ઘણા મહિના થઇ ગયા. ને બાળકો પણ મામાને ઘેર જવા ઉતાવળા હશે.ક્યારે બોલાવા છે ? એવું હશે તો આ વખતે હું પિયર નહિ જાઉં .

અંદર -રોજ આટઆટલા ટોનિક મમ્મી માટે લાવો છો તો કેટલા જીવાડવા છે.?  જાણે દુનિયાની સૌથી મોટી માતા ના પુત્રના નામે ગિનિસ બુકમાં ચડવું હોય.

બહાર -ના રે ના એવું ન વિચારો કે વહેલું જવું છે.ભલે ને તમારી પાંચ સખી સ્વર્ગે સિફવી પણ તમે તો સાવ નાના બાળ છો.

અંદર -દિવસ આખો ઘરમાં સોફાને પકડી બેસે ને કાં તો પૂજા ઓરડી.પડયા પાથર્યા રહે છે.દિવસ આખો ઢસરડો મારે કરવાનો એણે બેસે બેઠે બેઠે ખાવાના રોટલા

બહાર - તમ તમારે શાંતિથી બેસોને પૂજા પાઠ કરો.આમેય  ઘરના કામકાજ તો થતા રહેશે.હવે તમને થાક લાગે .ને આમેય અત્યાર સુધી તમે જ કર્યું છે ને ?

અંદર -બે ઘડીએ ઘરના બાળકોને સાચવવાનું નામ નહિ.ને રાખવા દઉં તો કોણ જાણે કઈ ટેવ  પાડે ?

બહાર -રહેવા દો બાળકો  સાથે  લમણાઝીક . નકામા તમને હેરાન કરશે  એની મેળે મોટા થાય ને ઘડાશે.

અંદર -હવે તો હદ થઇ છે.જેમ મોટા થાય છે તેમ બગડે છે. મારા થી હવે એક દિવસ વધારે સહન નહિ થાય.વહેલી તકે રસ્તો વિચારજો .નહીંતર મારા જેવી કોઈ નથી.

બહાર -મમ્મી ,તમે છો તો ઘર ભર્યું ભર્યું  લાગે છે..તમારી હાજરી છે તો બધું છે.તમે જાત્રાએ જાવ તો ય સુનકાર લાગે છે.ભગવાનને પ્રાર્થના કે તમને અમારા ભેગા વધુને વધુ રાખે.

No comments:

Post a Comment