Readers

Sunday, June 19, 2022

ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના -લેખાંક -17 - વૈભવ વિવિધ વિદ્યાઓનો

 

                                                      ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

                                                           વૈભવ વિવિધ વિદ્યાઓનો



વિશ્વગુરુ ભારતના અતિ ભવ્ય પ્રાચીનકાળને જાણવો એ પણ નસીબદાર હોવાની અનુભૂતિ છે.એમાંય જયારે ' વિદ્યા' ની વાત આવે એટલે તો ભવોભવ સુધરવાની ચાવી હાથ લાગ્યાનો ભાવ પેદા થાય.કદાચ  'સરળભાષામાં કહેવું હોય તો ભારતીય સંસ્કૃતિ અનુસાર તો પુરુષમાંથી પુરુસોત્તમ બનવાની દિશામાં યાત્રા..' વિદ્યા ' શબ્દનો અર્થ સંકોચ થયો છે..કાળક્રમે ' વિદ્યા' શબ્દ નો અતિશય અર્થ સંકોચ થયો છે.હવે વિદ્યા શાળા કોલેજ ના વર્ગ સુધી અને 'ચાટણ માટે ચોપડી 'માં મર્યાદિત થઇ ગઈ છે.ક્યાંક કોઈ વિદ્વાનજનો ના ઘર કે સંતોના આશ્રમમાં ગણ્યા ગાંઠ્યા જિજ્ઞાસુ વચ્ચે સાગર બિંદુની જેમ આચમન થાય છે.અલબત્ત તેવા સમયે પણ મૂળ પ્રાચી વિદ્યા વિષે વાત કરવી એ પણ અહોભાગ્ય ગણીએ અને ગૌરવ પેદા કરીએ.

વિષ્ણુપુરાણ ની ખુબ પ્રચલિત સૂક્તિ ' સા વિદ્યા યા મુક્તિ' જ વિદ્યાનો હેતુ પ્રદર્શિત કરે છે.મુક્તિ શબ્દ ખુબ વિશાળ  અર્થ માં છે.ભિન્ન ભિન્ન  વિદ્વાનો તેનો ભિન્ન ઉત્તમ અર્થો કરે છે.સરળ તારણમાં કહેવું હોય ઉત્તમોત્તમ સુધી પહોંચવાની નિષ્ઠા પૂર્વકની કશુંક પ્રાપ્ત કરવાની સતત ભૂખ.એટલે વિદ્યા.

વિદ્યા કેટલી ? કેટલા પ્રકારની ? આ તો અવિરત અને આજીવન ચાલનારી પ્રક્રિયા છે.અનેક દૃષ્ટિકોણ થી વિદ્યાના પ્રકાર બતાવાયા છે. ભારતીય ચિંતન માં ભિન્ન ગ્રંથોમાં ભિન્ન ભિન્ન રીતે વિદ્યાઓના પ્રકાર વિવિધ રીતે દર્શાવ્યા છે.વિષ્ણુપુરાણ  વેદાંગ,વેદ,મીમાંસા, ન્યાયશાસ્ત્ર વગેરે મળીને  18 વિદ્યા બતાવે છે તો 'લોકનીતિ ' ગ્રન્થ અનુસાર  શ્રુતિ,સ્મૃતિ ,સાંખ્ય ,યોગ,નીતિ,સંગીત,ગણિત ચિકિત્સા વગેરે ગણીને કુલ 18 વિદ્યા ગણાવે છે . તો કેટલાક વિદ્વાન ચિંતકો વિદ્યાને ચાર ભાગમાં વહેંચે .ઉપનિષદોમાં તો  પ્રત્યેક ઉપનિષદમાં  શીખવા-શીખવવાની તીવ્રત્તમ  ઝંખનાવ વાળા ગુરુ શિષ્ય ભંડાર છે.એટલે જ ઉપનિષદોમાં વિદ્યાઓનો વિવિધાતા સભર  વૈભવ ભર્યો છે.આમ છતાં મહદ  અંશે વિદ્વાનો  મુખ્ય 32 વિદ્યાઓ તારવે છે.એમાંય ક્યાંક નામરૂપ જુદાં તારી આવે છે.

‘ સહુ પ્રથમ સત્ય જ હતું ને પછી બધું ક્રમશઃ ઉત્પન્ન થયું’. तस्मादसतः सज्जायत ॥ (છાંદોગ્ય),પિતા આરુણિ પુત્ર શ્વેતકેતુને સૃષ્ટિની ઉત્પત્તિની વાત-. સદ્વિદ્યા રૂપે સમજાવી.. પરબ્રહ્મ કલ્યાણ ગુણકારક વૈભવ સંપન્ન આનંદમય છે. स एको ब्रह्मण आनन्दः ।તૈત્તરીય ઉપનિષદના બ્રહમાનંદ વલ્લી માંની શ્રેષ્ઠત્તમ  આનંદની પ્રાપ્તિની વિદ્યા આનંદ વિદ્યા બતાવી છે પૃથ્વી થી માંડીને આદિત્ય અને અંતરિક્ષ એ જ પરબ્રહ્મનું સ્વરૂપ છે एषोऽन्तरादित्ये हिरण्मयः पुरुषो दृश्यते (છાંદોગ્ય)

એમ આ અંતરાદિત્યઃ વિદ્યા  પ્રતિપાદ કરે છે. ‘ લોકોનો આશ્રય શું ? ‘ તેવા  શિલકના પ્રશ્ન ના ઉત્તરમાં પ્રવાહણ એ જણાવ્યું  આકાશવિદ્યા સમજાવી  ‘સૂર્યની મધ્યમાં તે સ્વર્ણિમ સ્વરૂપે પ્રગટ છે આકાશ જ.કારણકે બધાં જ પ્રાણી અને તત્ત્વો આકાશથી જ ઉત્પન્ન થાય છે અને એમાં જ પ્રલયને પાત્ર છે.તેથી આકાશ જ સૌથી મોટું છે.’- आकाशं प्रत्यस्तं यन्त्याकाशो ह्येवैभ्यो ज्यायानकाशः (છાંદોગ્ય )  છાંદોગ્ય ઉપનિષદમાં જ५॥  યજમાન રાજાના પ્રશ્નએ ઉત્તરમાં ઋષિ ઉપસ્તિ એ પ્રાણવિદ્યા સમજાવતાં  જણાવ્યું કે, ‘એ દેવતા પ્રાણ છે.પ્રલયકાળ મા અને ઉત્પત્તિ સમયે પણ દરેક પ્રાણી પ્રાણમાં જ પ્રવેશી જાય છે.આ પ્રાણ જ સ્તુત્ય દેવ છે.’. प्राण इति होवाच सर्वाणि ह वा इमानि भूतानि | ગાયત્રી જ્યોતિર વિદ્યામાં वाग्वा इदꣳ सर्वं भूतं गायति च त्रायते च ॥(છાંદોગ્ય) ‘ જે  કઈ જગતમાં પ્રત્યક્ષ દૃશ્યમાન છે તે ગાયત્રી જ છે.વાણી રૂપ થઇ ગાન કરે છે .છે ,પ્રાણ રૂપ પણ ગાયત્રી જ છે.’

મહર્ષિ શાંડિલ્ય કહે છે सर्वकर्मा सर्वकामः सर्वगन्धः सर्वरसः

सर्वमिदमभ्यात्तोऽवाक्यनादर एष म आत्मान्तर्हृदय | (છાંદોગ્ય) જે સંપૂર્ણ જગતના રચયિતા છે.સંપૂર્ણ ગંધ અને રસથી પરિપૂર્ણ ,સર્વત્ર સમવ્યાપ્ત છે.એ આત્મા હૃદયગુફામા રહે છે’ એ શાંડિલ્ય વિદ્યા તરીકે ઓળખાય છે.

ब्रह्मप्राप्तो विरजोऽभूद्विमृत्यु-

    रन्योऽप्येवं यो विदध्यात्ममेव ॥ ( કઠોપનિષદ) આત્મજ્ઞનની તીવ્રત્તમ જિજ્ઞાસા વાળા નચિકેતા, દ્વારા  યમરાજા દ્વારા આ નચિકેતસ વિદ્યા પ્રાપ્ત કરીને સમસ્ત વિકારરહિત શુદ્ધ થઇ જન્મ -મૃત્યુ બંધનમાંથી મુક્ત થયા.

આચાર્ય સત્યકામ જા ને વિનંતી કરી આખરે બાલા ના સાનિધ્ય માં કઠોર તપસ્યા છતાં પ્રત્યત્તર ન મળતા છેવટે ઉપકૌશલે અગ્નિઓ ને વિનંતી કરી આખરે તેમણે  આપી य एतमेवं

विद्वानुपास्ते ॥ (છાંદોગ્ય) તે ઉપકૌશલ વિદ્યા. આરુણિ -ઉદ્દાલક એ મહર્ષિ યાજ્ઞવલ્કય ને પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ' અંતર્યામી વિદ્યા સમજાવતાં કહ્યુ કે ,પૃથ્વી,જળ અગ્નિ,અંતરિક્ષ ,વાયુ,દ્યુલોક આદિત્ય,દિશાઓ,વગેરેમાં સર્વેમાં તો અંતર્યામી છે જ..તમારો આત્મા જ અંતર્યામી અને અવિનાશી છે. त आत्माऽन्तर्याम्यमृतोऽतोऽन्यदार्तं (બ્રહદારણ્યક)

વિદુષી ગાર્ગી એ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં મહર્ષિ યાજ્ઞવલ્કય એ અક્ષર વિદ્યા સમજાવતાં કહ્યું કે,'એ તત્ત્વને બ્રહ્મવેત્તા 'અક્ષર 'કહે છે.એ ન તો સ્થૂળ છે,ન સૂક્ષ્મ છે ,ન નાનો ,ન લાંબો ,ન તો સ્નેહીલ .છે..હે ગાર્ગી,આ અક્ષર જ બ્રહ્મમાં જ આકાશ તત્ત્વમાં ઓતપ્રોત છે. अनन्तरमबाह्यं न तदश्नाति

किं चन न तदश्नाति कश्चन ॥(બ્રહદારણ્યક)

રાજા  અશ્વપતિ એ ઓપમન્યવન એ 'રાજા ક્યાં આત્માની ઉપાસના કરે છે"' - તેના ઉત્તર રૂપે ઋષિકુમાર પ્રાચીનશાલે 'વૈશ્વાનર વિદ્યા સમજાવ્યુ કે 'આપ જે આત્માની ઉપાસના કરો છો તે 'સુતેજા ' નામક શ્રેષ્ઠ વૈશ્વાનર છે.' तस्मात्तव सुतं प्रसुतमासुतं कुले(છાંદોગ્ય)

दृश्यते ॥ શ્રેષ્ઠતા નું મૂલ્ય જાણવા નારદજીએ સંનતકુમારો ને પ્રશ્ન કર્યો કે ,' આકાશથી પણ કઈ શ્રેષ્ઠ છે ?' ઉત્તર માં સનત્કુમારોએ ભુમા વિદ્યા સમજાવતાં જણાવ્યું,' હા છે.જ્યાં બીજું કઈ દેખાતું ન હોય,સંભળાતું ન હોય અને જ્યાં બીજું કોઈ જંતુ જ ન હોય તે બુમા છે.એ જ અમૃત છે.' तदल्पं यो वै भूमा तदमृतमथ यदल्पं तन्मर्त्य्ꣳ स

भगवः(છાંદોગ્ય)  ' બ્રહ્મપુર ( શરીર ) ના અંતઃક્ષેત્ર માં જે કમળપુષ્પ ( દહર) ક્ષેત્ર છે એન અંતર્ગત જે અત્યંત સૂક્ષ્મ આકાશ છે એના અન્તઃક્ષેત્રમાં જે તત્ત્વ  વિદ્યમાન છે એની શોધ કરી મેં શ્રેષ્ઠત્તમ ને જાણવાની ઈચ્છા કરવી જોઈએ.' તેવું આચાર્યે જણાવતાં જ શિષ્યોએ તેની ઉત્કંઠા બતાવી અને આચાર્ય એ   'ર્દહર વિદ્યા '  સમજાવતાં કહ્યું કે ત્યાં તો  પૃથ્વી અને દ્યુલોક બંને સમાયેલાં છે.અગ્નિ,વાયુ,સૂર્ય,ચંદ્ર,વિદ્યુત નક્ષત્ર એ બધું પણ પૂર્ણપણે એમાં સમાયેલું છે. अथ यदिदमस्मिन्ब्रह्मपुरे दहरं पुण्डरीकं वेश्म

दहरोऽस्मिन्नन्तराकाशस्तस्मिन्यदन्तस्तदन्वेष्टव्यं

तद्वाव विजिज्ञासितव्यमिति ॥ છાંદોગ્ય) શરીરમાં આત્મા ક્યાં છે ને કેવી ગતિ કરે છે તે સમજાવતાં યમરાજા નચિકેતને અંગુષ્ઠવિદ્યા કહે છે ,' બધાનો   આત્મા અંગુઠાના માપ વાળો છે જે પરમ પુરુષ ( પરબ્રહ્મ) ના રૂપમાં હંમેશા બધાના  હૃદયમાં પ્રતિષ્ઠિત  છે. अङ्गुष्ठमात्रः पुरुषोऽन्तरात्मा( કઠોપનિષદ) જ્યાં દેવોની ઝંખના પણ વધારે છે તે  અમૃત તુલ્ય મધુવિદ્યાને આ રીતે સમજાવી છે,'આ આદિત્ય જ દેવોનું મધ છે.દ્યુલોકમાં એ ત્રાંસો વાંસ છે.જેની ઉપર મધપૂડો લટકે છે .અંતરિક્ષ છત્રી છે.અને કિરણો મધમાખીઓના બચ્ચા સમાન છે.' असौ वा आदित्यो देवमधु तस्य द्यौरेव ( છાંદોગ્ય) १॥આ વાયુ સંવર્ગ છે  જયારે  અગ્નિ ઓલવાય ત્યારે તે વાયુમાં  લીન થઇ જાય છેએમ છાંદોગ્ય ઉપનિષદમાં  રૈક્વ જનશ્રુતિ ને સંવર્ગ વિદ્યા બતાવે છે. वायुर्वाव संवर्गो यदा वा अग्निरुद्वायति| ( છાંદોગ્ય) ગાર્ગ્ય બાલાકી ને રાજા અજાતશત્રુ એ કરોળિયાની પોતાના જ તંતુ દ્વારા ઉર્ધ્વગમન ના દૃષ્ટાંત થઇ સમજાવ્યું स यथोर्णभिस्तन्तुनोच्चरेद् ( છાંદોગ્ય)  ‘ આ આત્મા દ્વારા જ બધા પ્રાણ,બધા લોક,બધા દેવતાઓ અને સમસ્ત ભૂત ઉત્પન્ન થાય છે.’ જેને વિદ્વાનો બાલાકી વિદ્યા તરીકે જાણે છે. વૈદિક કાળમાં ઉત્તમોત્તમ વિદ્વાન ગણાતાં દંપતી ના ધર્મપત્ની મૈત્રેયીએ  પોતે અમરત્વ પ્રાપ્ત કરવાની વિદ્યા ની જિજ્ઞાસા વ્યક્ત કરતાં   મહર્ષિ યાજ્ઞવલ્ક્ય એ વિસ્તૃતપણે ઉપદેશ પ્રદાન કર્યો. તે એટલે મૈત્રેયી વિદ્યા सती प्रियं भाषस एह्यास्स्व

व्याख्यास्यामि ते ।(બ્રહદારણ્યક)    આરુણિ પુત્ર શ્વેતકેતુને પંચાલ નરેશ રાજાએ પંચાગ્નિ વિષે પાંચ  પ્રશ્ન  કર્યા .ઉત્તરથી અજ્ઞાત શ્વેતકેતુએ ઘેર જય પિતાને વાત કરી.પછી બંને ફરી પંચાલ નરેશ પાસે આવ્યા અને અત્યાર સુધી માત્ર ક્ષત્રિયનો જાણવાનો અધિકાર હતો તે પંચાગ્નિ વિદ્યા અને તેથી મળતી સિદ્ધિઓ જાણી.. आपूर्यमाणपक्षमापूर्यमाणपक्षाद्यान्षडुदङ्ङेति( છાંદોગ્ય) ११॥  'જીવાત્માથી ઈશ્વરની અવ્યક્ત શક્તિ શ્રેષ્ઠ છે.એ શક્તિથી પરમ પુરુષ શ્રેષ્ઠ છે.એ પરમ પુરુષથી બીજું કશું શ્રેષ્ઠ નથી.એ બધાની પરાકાષ્ઠા  અને પરમ ગતિ છે.' એ રીતે યમરાજા નચિકેતાને પરમ પુરુષ વિદ્યા ના વિશેષ ગુણો વર્ણવે છે. महतः परमव्यक्तमव्यक्तात्पुरुषः परः । (  કઠોપનિષદ) ઈશાવાસ્ય ઉપનિષદમાં 'ઈશાવાશ્યં વિદ્યા ના માધ્યમથી વિશ્વ નિયંતાને ઉત્તમ જીવન માટે વિનવણી છે. अस्मान् विश्वानि देव वयुनानि विद्वान्  હે અગ્ને  પ્રભુ , આપ અમને શ્રેષ્ઠ માર્ગેથી ઐશ્વર્ય તરફ લઇ જાવ.હે વિશ્વના અધિષ્ઠાતા આપ કર્મ માર્ગના જ્ઞાતા  છો.અમોને કુટિલ પાપોથી બચાવો.અમે પુનઃ  પુનઃઆપણે વીનવીએ છીએ

. ઉપનિષદ અનુસાર કેટલાક વિદ્વાનો-ચિંતકો પરબ્રહ્મને પામવા ઓળખવા  માટે અન્ય નામોથી પણ વિદ્યાઓએ સંબોધે છે જેવીકે     ઇન્દ્ર પ્રાણ વિદ્યા, ગાર્ગ્ય।ક્ષર વિદ્યા,.દેવોપાસ્ય જ્યોતિર્વિદ્યા ,.અજાશરીરક વિદ્યા,..દ્રુહીન રુદ્રાદિ શરીરક વિદ્યા,.આદિત્ય સ્થાહન નામક વિદ્યા, અક્ષિષ્ઠાહન્નામાક વિદ્યા ,ઉપષ્ટી કહોલ વિદ્યા, વ્યાહુતિ શારીરક વિદ્યા..

 

 

 

 

.

 

 

 

 

 

 

 

ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના - લેખાંક - 16 - પ્રણવથી પરમેશ્વર

 

                                                           ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

                                                           લેખાંક - 16 પ્રણવથી પરમેશ્વર




           માણસ માત્રની જીવનની બધી જ ક્રિયાઓમાં મનની ભૂમિકા સૌથી વધારે મહત્ત્વની હોય છે.મન જેટલું સ્વસ્થ એટલી સિદ્ધિ સફળતા વધારે.મન-ચિત્તને કોઈપણ પ્રક્રિયામાં સ્વસ્થ રીતે જોડવું એ પ્રાથમિક બાબત છે.પછી તે અભ્યાસ શિક્ષણ હોય કે અન્ય કાર્ય. જગત આખું મન-ચિત્તને એકાગ્ર ,સ્થિર કરવા માટેના ઉપાય શોધવામાં દોડ્યા કરે છે.પણ ભારતીય સંસ્કૃતિ પાસે તો તેઓ ઉકેલ આદિકાળથી છે. ૐ કાર જ એ માટે તો ઉત્તમ મંત્ર છે. ભારતના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદનો પ્રથમ મંત્ર જ ૐ છે. બ્રહ્માંડની ઉત્પત્તિ થઇ ત્યારથી ૐ કાર ઉદભવ્યો છે ,એમ કહીએ તો કદાચ અતિશયોક્તિ નહિ કહેવાય. થોડાં વર્ષ અગાઉ અમેરિકાની વિશ્વમાન્ય અવકાશ સંશોધન સંસ્થા 'નાસા ' એ  પ્રયોગોના આધારે સાબિત કર્યું અને જાહેર કર્યું કે સૂર્યના ગોળામાંથી જે ધ્વનિ પ્રાપ્ત થાય છે તે ૐ કાર જ છે.સામાન્ય વ્યક્તિ પણ એક ઊંડો શ્વાસ ભરીને ૐ કાર બોલે તો તેની સીધી અસર તેની મનની સકારાત્મક સ્થિતિ પર પડે.ૐ કાર તમામ ભારતીય ધર્મ,સંપ્રદાયને સ્વીકાર છે કેમકે કોઈપણ કોઈપણ મંત્ર ,શ્લોક નો પ્રારંભ ૐ થી શરૂ થાય છે

              ઉપનિષદોમાં પણ ૐ કાર ને વિશેષ પ્રાધાન્ય હોય તે સ્વાભાવિક જ છે કારણકે  વિદ્યા-શિક્ષણ પ્રાપ્તિનો  પ્રારંભ જ ચિત્ત એકાગ્રતાથી થાય.પ્રત્યેક ઉપનિષદનો શાંતિપાઠ ૐ કારથી થાય છે.વિશેષ કરીને 'પ્રણવોપનિષદ ',' મુણ્ડકોપનિષદે'  ૐ કારના વિશેષ ગુણ કહ્યા છે. અન્યમાં પણ ૐ કાર ની અનેક ફલશ્રુતિઓ તો છે જ.

               પ્રણવોપનિષદના ભાષ્યનો પ્રારંભ કરતી વેળા પૂજ્ય રામશર્માજી કહે છે કે આ ઉપનિષદમાં પરબ્રહ્મની અક્ષર અભિવ્યક્તિ એટલે જ ' ૐ '. પ્રારંભે જ ઉપનિષદ કહે છે ओमित्येकाक्षरं ब्रह्म यदुक्तं ब्रह्मवादिभिः ।

शरीरं तस्य वक्ष्यामि स्थानकालत्रयं तथा ॥ બ્રહ્મવેત્તાઓએ ૐ કાર ને જ એક અદ્વિતીય ,અવિનાશી,બ્રહ્મ કહેલ છે એના શરીર,સ્થાન અને કાળત્રયનું વિવેચન હવે કરવામાં આવે છે. મજાની વાત તો એ છે કે સમગ્ર સુષ્ટિ માં ત્રિવિધ સ્વરૂપો દેખાય છે .પ્રકૃતિના ત્રણ છે-સત્વ, રજ અને તમ, ત્રણ લોક-ઉત્તમ, મધ્યમ તથા કનિષ્ઠ અથવા સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ.,ત્રણ અવસ્થાઓ-જાગૃતિ, સ્વપ્ન ને સુષુપ્તિ. ઈશ્વરનાં ત્રણ રૂપ-બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ., ત્રણ જાતનાં શરીર-સ્થૂલ, સૂક્ષ્મ ને કારણ. ત્રણ પ્રકારના જીવો-વિષયી, જિજ્ઞાસુ તથા મુક્ત.

          એવી રીતે સૃષ્ટિમાં બધું ત્રિવિધ છે, તે ત્રિવિધ પ્રકારની સૃષ્ટિનો નિર્દેશ ૐકારના અ, ઉ અને મ – ત્રણ અક્ષરોમાં કરવામાં આવ્યો છે,અને એ વાતને પ્રણવોપનિષદ મંત્રોથી સમર્થન આપે છે . तत्र देवास्त्रयः प्रोक्ता लोका वेदास्त्रयोऽग्नयः ।  तिस्रो मात्रार्धमात्रा च प्रत्यक्षस्य शिवस्य तत् ॥ એ ૐ કાર રૂપમાં ત્રણ દેવતાઓ,ત્રણ લોક ત્રણ વેદ ત્રણ અગ્નિ ,ત્રણ પૂર્ણ માત્રા અને એક અર્ધ માત્રા સમાયેલ છે.એ જ એનું સાક્ષાત કલ્યાણકારી .શિવ  સ્વરૂપ છે ' અ કાર' માં ઋગ્વેદ ,પૃથ્વી,ગાર્ધ્ય પત્ય અગ્નિ ,દેવ બ્રહ્મા ,સમાયેલા છે ऋग्वेदो गार्हपत्यं च पृथिवी ब्रह्म एव च । તો ' ઉકાર ' માં યજુર્વેદ ,અંતરિક્ષ ,દક્ષિણાગ્નિ અને ભગવાન વિષ્ણુ નિરૂપિત છે. यजुर्वेदोऽन्तरिक्षं च दक्षिणाग्निस्तथैव च । विष्णुश्च भगवान् देव उकारः परिकीर्तितः ॥  અને 'મકાર માં સામવેદ ,દ્યુલોક ,આહવનીય અગ્નિ અને મહાદેવ નિરૂપિત છે. सामवेदस्तथा द्यौश्चाहवनीयस्तथैव च । ईश्वरः परमो देवो मकारः परिकीर्तितः ॥

 

             ૐ કારની સર્વવ્યાપકતા અહીં પુરી નથી થતી.પ્રકાશના પુંજ એવા સૂર્ય,ચંદ્ર અને અગ્નિમાં પણ તે નિરૂપિત છે.' અ કાર ' માં સમગ્ર સૂર્ય મંડળ,सूर्यमण्डलमाभाति ह्यकारश्चन्द्रमध्यगः । 'ઉકાર 'માં ચંદ્રમંડળ છે..उकारश्चन्द्रसङ्काशस्तस्य मध्ये व्यवस्थितः ॥ ' મ કાર ' માં ધુમાડારહિત વિદ્યુત સમાન અગ્નિ સમાયેલા છે. मकारश्चाग्निसङ्काशो विधूमो विद्युतोपमः । મંત્રમાં ત્રણેય માત્રામાં પ્રભાવિત  ૐ કારના તેજસ સ્વરૂપની વિભાવનાએ ફરી યાદ અપાવે છે. तिस्रो मात्रास्तथा ज्ञेयाः सोमसूर्याग्नितेजसः ॥ તેજ અગ્નિમાં દીપશિખાનું વિશેષ મહત્ત્વ હોય કારણકે તે તેની પ્રજ્જવલિતપણાની સાક્ષી છે.ૐ કારમાં ઉપર આવેલી અર્ધ ચંદ્ર માત્રા એ દીપશાખા છે .જે ઉર્ધ્વગામી થવાનો શુભસંકેત આપે છે.शिखा च दीपसङ्काशा यस्मिन्नु परिवर्तते । अर्धमात्रा तथा ज्ञेया प्रणवस्योपरि स्थिता ॥

             જો યોગ્ય ઉચ્ચારણથી ૐ કાર થાય તો તે કેટલો પ્રભાવી છે તે હવે કહ્યું છે.આગળના મંત્રમાં આ શિખાનું મહત્ત્વ દર્શાવતાં કહે છે કે કમળસૂત્ર સમાન સૂક્ષ્મ શિખાની કાંતિ મસ્તકમાં દૃષ્ટિગોચર થાય છે ને નાસિકા  દ્વારા સૂર્યવંત તેજ ધારણ કરીને સૂર્યમંડકનું ભેદન  કરીને ત્યાં રહે છે. सूर्यं हित्वा तथापरम् ॥ અને એથી પણ આગળ द्विसप्ततिसहस्राणि नाडिभिस्त्वा तु मूर्धनि । वरदं सर्वभूतानां सर्वं व्याप्यैव तिष्ठति ॥ અગ્નિ સ્વરૂપમાં  એ  શિખા 72000 નાડી ઓ દ્વારા સંપૂર્ણ પ્રાણીઓને વર ( જીવન-પ્રાણ) આપનારી અને બધાને વ્યાપ્તને  રહેલી  છે.ૐ કાર મંત્રની સાધના ના પ્રભાવને વર્ણવતાં કહે છે ,' જયારે મુમુક્ષ ,મોક્ષ પ્રાપ્તિની નજીક શાંત સ્થતિને મેળવી લે છે. તેને  કાંસાના ઘંટ સમાન ધ્વનિ સંભળાય છે. આ ૐ કાર નું સ્વરૂપ છે.આ સ્વરૂપને દરેક સાધક સાંભળવાની ઈચ્છા રાખે છે. कांस्यधण्टानिनादः स्याद्यदा लिप्यति शान्तये । ओङ्कारस्तु तथा योज्यः श्रुतये सर्वमिच्छति ॥

પ્રણવોપનિષદના  અંતિમ મંત્રમાં શ્રેષ્ઠ ફળ નું વર્ણન કરે છે.यस्मिन् स लीयते शब्दस्तत्परं ब्रह्म गीयते ।

सोऽमृतत्वाय कल्पते सोऽमृतत्वाय कल्पते ॥ इति ॥જે સાધક ૐ કાર સ્વરૂપમાં લીન બની જાય છે એ બ્રહ્મ સ્વરૂપ જ કહેવામાં આવે છે.એ જ અમૃતત્વ ને મેળવી લે છે, એ નિશ્ચિત્ત છે.

બ્રહ્મ પ્રાપ્તિ માટેની વિવિધ સાધનાઓમાં પ્રણવોપાસના મુખ્ય છે, मुण्डकोपनिषद् અનુસાર,

प्रणवो धनु:शरोह्यात्मा ब्रह्मतल्लक्ष्यमुच्यते। अप्रमत्तेन वेद्धव्यं शरवत्तन्मयो भवेत् ॥

અમૃતનાદ ઉપનિષદ --ओङ्कारं रथमारुह्य विष्णुं कृत्वाथ सारथिम् । ब्रह्मलोकपदान्वेषी रुद्राराधनतत्परः ॥ २॥   ( યોગ સાધના નો પ્રારંભ )  ૐ કાર રૂપી રથ આરૂઢ થઈને તથા ભગવાન વિષ્ણુને સારથી બનાવી  પરમ પદ નું ચિંતન કરતાં જ્ઞાની પુરુષ ભગવન્નરૂદ્રની ઉપાસના માં લિન થાય છે.. ओमित्येकाक्षरं ब्रह्म ओमित्येकेन रेचयेत् । दिव्यमन्त्रेण बहुशः कुर्यादात्ममलच्युतिम् ॥ २१॥ આ શબ્દ રૂપ એકાક્ષર પ્રણવ જ બ્રહ્મ છે.તેનું ધ્યાન કરતાં રેચક કરો.* અમૃતોપનિષદ અનુસાર જે સ્વર કે વ્યંજન નથી ,જે કંઠ્ય ,તાલવ્ય,દંત્ય વગેરેથી નહિ પણ જે પ્રાણમાંથી ઉદભવે છે  તેની સાધક યોગ્ય રીતે સાધના કરે તો યથાનુક્રમ બ્રહ્મનિર્વાણ સુધી પણ પહોંચી શકે.

 છાંદોગ્ય ઉપનિષદ -- ૐ અક્ષર નું ઉદ્ગાતા દ્વારા સર્વપ્રથમ ઉચ્ચારણ કરવામાં આવે છે.ૐ નું ઉચ્ચારણ કરી સામવેદ નું ગાન કરે છે.ओमित्येतदक्षरमुद्गीथमुपासीत । ओमिति ह्युद्गायति तस्योपव्याख्यानम्  ॥ १.१.१॥

સંપૂર્ણ પદાર્થોનો સાર-રસ પૃથ્વી છે. પૃથ્વી નો  સાર જળ છે.જળનો રસ ઔષધ,ઔષધીનો સાર પુરુષ ,પુરુષનો સાર વાંક ,વાણીનો સાર સામ અને સામનો રસ ઉદગીથ છે... एषां भूतानां पृथिवी रसः पृथिव्या अपो रसः ।

अपामोषधयो रस ओषधीनां पुरुषो रसः  पुरुषस्य वाग्रसो वाच ऋग्रस ऋचः साम रसः साम्न उद्गीथो रसः  ॥ १.१.२॥આ ૐ કાર બધા રસોમાં સર્વોત્તમ છે.એ પરમાત્માનું પ્રતીક હોવાથી ઉપાસ્ય છેस एष रसानाꣳरसतमः परमः परार्ध्योऽष्टमो यदुद्गीथः  ॥ १.१.३॥

તૈત્તિરીય ઉપનિષદના આઠમા અનુવાકમાં ૐ નું મહત્ત્વ દર્શાવાયું છે.ૐ જ બ્રહ્મ છે ૐ જ આ પ્રત્યક્ષ જગત છે .તેની અનુકૃતિ છે.ૐ થી પ્રારંભ કરીને સામ ગાયક સામ ગાન કરે છે.ૐ ૐ કહેતાં શસ્ત્ર મંત્ર વાંચવામાં આવે છે.ૐ થી જ અધ્વર્યુ પ્રતિગર મંત્રો નું વાંચન  કરે છે. ૐ કહીને જ અગ્નિહોત્ર પ્રારંભ કરવામાં આવે છે.અધ્યયન વખતે ૐ કહીને બ્રહ્મ ને મેળવવા ની વાત કહે છે.ૐ દ્વારા જ એ બ્રહ્મને મેળવે છે ओमिति ब्रह्म । ओमितीदꣳसर्वम् ।

ओमित्येतदनुकृतिर्हस्म वा अप्योश्रावयेत्याश्रावयन्ति । ओमिति सामानि गायन्ति । ॐꣳशोमिति शस्त्राणि शꣳसन्ति ।ओमित्यध्वर्युः प्रतिगरं प्रतिगृणाति । ओमिति ब्रह्मा प्रसौति । ओमित्यग्निहोत्रमनुजानाति । ओमिति ब्राह्मणः प्रवक्ष्यन्नाह ब्रह्मोपाप्नवानीति । ब्रह्मैवोपाप्नोति ॥ १॥ इत्यष्टमोऽनुवाकः ॥

નાદબિંદુ ઉપનિષદમાં ૐ ને હંસનું પ્રતીકાત્મક રૂપ બતાવીને તેની બાર માત્રાઓ  તથા તેની સાથે પ્રાણના વિનિયોગ નું ફળ કહેવામાં આવેલ છે..ॐ अकारो दक्षिणः पक्ष उकारस्तूत्तरः स्मृतः । मकारं पुच्छमित्याहुरर्धमात्रा तु मस्तकम् ॥ १॥ ૐ કાર રૂપી હંસનો ' અ કાર ' જમણી પાંખ ( દક્ષિણ પક્ષ ) તથા 'ઉ કાર' ડાબી પાંખ ( ઉત્તર પક્ષ ) કહેવામાં આવે છે.એની પૂંછડી ' મ કાર' અને અર્ધ માત્રા એનો શીર્ષ ભાગ છે.पादादिकं गुणास्तस्य शरीरं तत्त्वमुच्यते । धर्मोऽस्य दक्षिणश्चक्षुरधर्मो योऽपरः स्मृतः ॥ २॥ તેના પગો રજો ગુણ અને તમો ગુણ છે અને શરીર સતોગુણ છે.જમણી આંખ ધર્મને ડાબી આંખ અધર્મ છે. भूर्लोकः पादयोस्तस्य भुवर्लोकस्तु जानुनि । सुवर्लोकः कटीदेशे नाभिदेशे महर्जगत् ॥ ३॥બંને પગોમાં ભૂ  લોક,,જંઘા ઓ માં અંતરિક્ષ,સ્વર્ગલોક તેની કેડ માં અને મહઃ લોક તેની નાભિ પ્રદેશમાં છે. जनोलोकस्तु हृद्देशे कण्ठे लोकस्तपस्ततः । भ्रुवोर्ललाटमध्ये तु सत्यलोको व्यवस्थितः ॥ ४॥ એના હૃદય સ્થળમાં જન લોક ,કણ્ઠપ્રદેશમાં તપોલોક વિદ્ય માં છે અને લલાટ અને ભ્રમરો ની વચ્ચે સત્યલોક રહેલ છે. सहस्रार्णमतीवात्र मन्त्र एष प्रदर्शितः ।  एवमेतां समारूढो हंसयोगविचक्षणः ॥ ५॥હજારો અવયવ યુક્ત પ્રણવરૂપ હંસ ઉપર બેસી હંસયોગી વિચક્ષણ પુરુષ ૐ કારની શ્રેષ્ઠ વિધિ દ્વારા ચિંતનમનન કરતાં હજારો પાપ થી નિવૃત થઇ મોક્ષ પ્રાપ્ત કરે છે.न भिद्यते कर्मचारैः पापकोटिशतैरपि । आग्नेयी प्रथमा मात्रा वायव्येषा तथापरा ॥ ६॥ૐ કારણ દેવતા અગ્નિ છે.એનું સ્વરૂપ અગ્નિમંડળ જેવું છે.'અ કાર નામની માત્રા 'અગ્નેયી' 'ઉકાર' ની વાયવ્યા ' भानुमण्डलसंकाशा भवेन्मात्रा तथोत्तरा । परमा चार्धमात्रा या वारुणीं तां विदुर्बुधाः ॥ ७॥ અને ત્યારબાદ ' મ કાર ' સૂર્યમંડળ સમાન છે.ચોથી અર્ધ માત્રા 'વારુણી ' કહેવાય છે. ભિન્ન નામોથી ઓળખાતી માત્રાઓને પૂર્ણ તઃ ધ્યાન ધારણા અને સમાધિ દ્વારા જાણવાનો પ્રયાસ કરે તો માત્રા અનુસાર તેને છેક બ્રહ્મ લોક સુધી પ્રાપ્ત થાય છે.  ब्रह्मप्रणवसन्धानं नादो ज्योतिर्मयः शिवः । स्वयमाविर्भवेदात्मा मेघापायेंऽशुमानिव ॥ ३०॥પ્રારબ્ધ કર્મ સમાપ્ત થયા પછી ૐ કાર સ્વરૂપ આત્માની એકતાના ચિંતનથી નાદરૂપમાં સ્વયં પ્રકાશવાન શિવના કલ્યાણકારી સ્વરૂપનો પ્રાદુર્ભાવ એવી રીતે થાય છે જેવી રીતે વાદળાં દૂર થઇ જવાથી ભગવાન ભાસ્કર પ્રકાશિત થઇ જાય. अभ्यस्यमानो नादोऽयं बाह्यमावृणुते ध्वनिम् । पक्षाद्विपक्षमखिलं जित्वा तुर्यपदं व्रजेत् ॥ ३२॥આવી રીતે કરવામાં આવેલો નાદનો અભ્યાસ બાહ્ય  ધ્વનિઓને આવૃત કરી લે છે.એવી જ રીતે સાધક બંને ય પક્ષો  અ કાર અને મ કાર ને જીતીને ક્રમશઃ સંપૂર્ણ ૐ કાર ને ધીરે ધીરે આત્મસાત કરી તુર્યાવસ્થા પ્રાપ્ત કરી લે છે.. नादकोटिसहस्राणि बिन्दुकोटिशतानि च ॥ ५०॥   निरञ्जने विलीयेते मनोवायू न संशयः । नादकोटिसहस्राणि बिन्दुकोटिशतानि च ॥ ५०॥ એ ઉપરાંત મન અને પ્રાણ બંનેય સંશય રહિત થઈને નિરાકાર પરંબ્રહ્મમાં લિન થઇ જાય છે.કરોડો કરોડો નાદ અને બિંદુ એ બ્રહ્મરૂપ પ્રણવનાદ મા  વિલીન થઇ જાય છે.

માંડુક્ય ઉપનિષદ --ॐ इत्येतदक्षरमिदꣳ सर्वं तस्योपव्याख्यानं भूतं भवद् भविष्यदिति सर्वमोङ्कार एव

यच्चान्यत् त्रिकालातीतं तदप्योङ्कार एव  ॥ १॥ ૐ આ અક્ષર અવિનાશી બ્રહ્મનું પ્રતીક  છે.એનો મહિમા દર્શાવનાર વિશ્વ બ્રહ્માંડ  છે .બહુ,ભાવીશ અને વર્તમાન કાળ વાળો આ સંસાર પણ ૐ કાર છે.ત્રણકાળથી અન્ય જે કઈ છે તે પણ ૐ કાર છે. . जागरितस्थानो वैश्वानरोऽकारः प्रथमा मात्राऽऽप्तेरादिमत्त्वाद्  वाऽऽप्नोति ह वै सर्वान् कामानादिश्च भवति य एवं वेद ॥ ९॥

स्वप्नस्थानस्तैजस उकारो द्वितीया मात्रोत्कर्षात् उभयत्वाद्वोत्कर्षति ह वै ज्ञानसन्ततिं समानश्च भवति

नास्याब्रह्मवित्कुले भवति य एवं वेद ॥ १०॥

सुषुप्तस्थानः प्राज्ञो मकारस्तृतीया मात्रा मितेरपीतेर्वा मिनोति ह वा इदं सर्वमपीतिश्च भवति य एवं वेद ॥ ११॥ જાગૃત અવસ્થા વાળો વૈશ્વાનર આદીરય એ ૐ નું પ્રથમ ચરણ છે..સ્વપ્નાવસ્થાવાળો તેજસ રૂપ તેનું બીજું ચરણ અને  ત્રીજું ચરણ પ્રાણ વિશ્વ ના  માપક છે.

 मुण्डकोपनिषत्  ॥प्रणवो धनुः शारो ह्यात्मा ब्रह्म तल्लक्ष्यमुच्यते । अप्रमत्तेन वेद्धव्यं शरवत् तन्मयो भवेत् ॥ ४॥પ્રણવ ૐ કાર ધનુષ્ય છે અને અંતરાત્મા બાણ છે.બ્રહ્મ તેનું લક્ષ્યવેધ માનવામાં આવે છે.આળસ પ્રમાદ રહિત મનુષ્ય જ તે વેધી શકે છે.બાણ થી લક્ષ્ય વેધીને એકાગ્રતાપૂર્વક તેમાં તન્મય બની જવું જોઈએ.

 मैत्रायण्युपनिषत्  द्वे वाव ब्रह्मणो रूपे मूर्तं चामूर्तं चाथ यन्मूर्तं तदसत्यं यदमूर्तं तत्सत्यं तद्ब्रह्म यद्ब्रह्म

तज्ज्योतिर्यज्ज्योतिः स आदित्यः स वा एष ओमित्येतदात्मा स  त्रेधात्मानं व्यकुरुत ओमिति तिस्रो मात्रा एताभिः सर्वमिदमोतं प्रोतं चैवास्मिन्नित्येवं ह्याहैतद्वा आदित्य ओमित्येवं  ध्यायंस्तथात्मानं युञ्जीतेति ॥ ३॥ બ્રહ્મના બે રૂપ છે .મૂર્ત અને અમૂર્ત.જે અમૂર્તરૂપ છે તે જ સત્ય છે.( અન્ય રૂપોની જે મ ) એ જ ૐ કાર છે .ૐ કારમાં બધાં તત્ત્વ વિદ્યમાન છે.આદિત્ય જ ૐ કારનું બ્રહ્મ સ્વરૂપ છે.

अथान्यत्राप्युक्तमथ खलु य उद्गीथः स प्रणवो यः प्रणवः स उद्गीथ इत्यसावादित्य उद्गीथ एव प्रणव इत्येवं

ह्याहोद्गीथः प्रणवाख्यं प्रणेतारं नामरूपं विगतनिद्रं विजरमविमृत्युं पुनः पञ्चधा ज्ञेयं निहितं  गुहायामित्येवं ह्याहोर्ध्वमूलं वा आब्रह्मशाखा  आकाशवाय्वग्न्युदकभूम्यादय एकेनात्तमेतद्ब्रह्म  तत्तस्यैतत्ते यदसावादित्य ओमित्येतदक्षरस्य  चैतत्तस्मादोमित्यनेनैतदुपासीताजस्रमित्येकोऽस्य रसं बोधयीत इत्येवं ह्याहैतदेवाक्षरं पुण्यमेतदेवाक्षरं ज्ज्ञात्वा यो यदिच्छति तस्य तत् ॥ ४॥જે ૐ કાર છે તે જ ઉદગીથ છે.તે નિદ્રા રહિત,વ્રધ્ધાવસ્થા રહિત ,મૃત્યુ રહિત છે.આ સમસ્ત વિશ્વ ૐ કાર નું સ્વરૂપ છે.આ ૐ કાર રૂપ અક્ષર નો બોધ કરીને મનુષ્ય જે કઈ ઈચ્છે તે ઇચ્છાનુસાર મેળવી શકે છે ,

બ્રહ્મ પ્રાપ્તિ માટેની વિવિધ સાધનાઓમાં પ્રણવોપાસના મુખ્ય છે, मुण्डकोपनिषद् અનુસાર,

 

प्रणवो धनु:शरोह्यात्मा ब्रह्मतल्लक्ष्यमुच्यते।

अप्रमत्तेन वेद्धव्यं शरवत्तन्मयो भवेत् ॥