વિશ્વ માતૃભાષા દિવસ દિનેશ માંકડ
દોડો,દોડો ,દોડો
"સ્પોકન ગુજરાતી " શીખવા
ના વર્ગ માં જોડાઓ અને જબ્બરદસ્ત ડિસ્કાઉન્ટ મેળવો "- આ વિજ્ઞાપન ના દિવસો
હવે દૂરખાસ કરી ને નથી !! વિશ્વ આખું ૨૧
ફેબ્રુઆરી એ પોતાની માતૃભાષા નો દિવસ ઉજવે છે .કરુણ વાસ્તવિકતા એ છે આજે
સૌ "ગુજરાતી ભાષા " બચાવો એની વાત વધુ કરશે .અને સૌ માતૃભાષા
પ્રેમીઓ ની વ્યથા છે પણ સાચી.વર્તમાન સમય માં અંગ્રેજી માધ્યમ માં સંતાન ને ભણાવવા
ની મહેચ્છા ખુબ વધી છે . ઘણા પરિબળો છે.એમાંય વૈશ્વીક શિક્ષણ પરસ્પર જોડાયું છે,નવા શોધ -સંશોધન જાણવા ને તેમાં જોડાવા, નવી પેઢી એ અંગ્રેજી નું પ્રભુત્વ નાનપણ થી જ મેળવવું પડે.ઇન્ટરનેટ અને
કમ્પ્યુટર ના યુગ માં આ રત્નાકર ના મોતી
તો એ.બી.સી.ડી. ના સથવારે જ હાથ માં આવે. એટલે અંગ્રેજી ભાષા સમયસર જ શીખી લેવી
પડે ,એવું સૌ વાલી ઓ અનુભવે છે ને અંગ્રેજી માધ્યમ ને ઉત્તેજન મળે
છે. એમાં કશું ખોટું છે જ નહિ,
સવાલ વાલીઓ નો -આપણો સૌ નો માતૃભાષા પ્રેમ અને જગરૂકતા નો છે.નાનું બાળક
શરૂઆત માં ભાષા ક્યાંથી શીખે ? કોઈ વિદ્વાન કહેશે કે શાળામાં બારાક્ષરી અને વ્યાકરણ થી. અહીં જ મોટી ભૂલ થાય
છે .બાળક તો જે સાંભળે છે તે જ પહેલા શીખે છે ! ગર્ભ માંથી જ્યારથી કર્ણેન્દ્રિય સતેજ થાય ત્યારથી જ બાળક
ની સાંભળવા થી શરૂઆત થઇ જાય છે. પૌરાણિક કથા તો કહે છે કે હિરણ્ય કશ્યપુ ના રાક્ષસ કુળ થી બચાવવા માતા ક્યાધૂ
નારદ ઋષિના આશ્રમ માં રહયાં અને ઈશ્વર પારાયણ પ્રહલાદ નો જન્મ થયો.
વહેલા ભણેસરી બનાવી દેવાની લાહ્ય માં બાળક માંડ બે -અઢી વર્ષ નું થાય ને શાળાની
દીવાલોમાં ધકેલી દેવાય.એમાંય કહેવાતા અંગ્રેજી માધ્યમમાં. ઘરમાં રમકડાં માં
રમતું હોય તેમાં થી ઓચિંતું 'ટોય' થઇ જાય ! જેને ભાષા કોને કહેવાય -અંગ્રેજી ને ગુજરાતી બે જુદી ભાષા
છે ,એની પણ ખબર નથી તેને લોચા શરુ થાય.ખુબ ખુબ ઘણી અંગ્રેજી માધ્યમ
ની શાળાઓ માં માતૃભાષા -ગુજરાતી જાણતા
એક પણ શિક્ષક નથી !! કેટલીયે શાળાઓ
માં તો શાળા પ્રાંગણ માં ગુજરાતી બોલવા પર પ્રતિબંધ છે ! વાલી દંડ ભરે છે
! શાળામાં અહીં વાંક કોનો ? થાય છે તે યોગ્ય
થાય છે ? ચાલે છે તેમ ચલાવી લેવું ?
અંગ્રેજોના શાસનકાળ વખતે એક વખત ગુજરાત ના તે સમય ના જાણીતા કવિ બ.ક.ઠાકોર એ
કોઈ એક વિષય સંદર્ભ માં રાષ્ટ્રપિતા ગાંધીજી ને એક પત્ર અંગ્રેજીમાં
લખ્યો.ગાંધીજીએ જવાબ આપ્યો," એક ગુજરાતી ; બીજા ગુજરાતી ની સાથે અંગ્રેજીમાં સંવાદ કરે તો તેને જેલ ની
સજા થવી જોઈએ." બસ ,આ આક્રોશ ગુજરાતી પરિવારો માં ઉભો થવો જરૂરી છે.
બાળક અંગ્રેજી માધ્યમ માં અભ્યાસ કરે
-ભલે કરે .તેના ગૃહકાર્યના તેની સાથે રહેવા તેની પુરી મદદ વખતે અંગ્રેજી ભાષા નો
પ્રયોગ પણ કરીએ,તેના અંગ્રેજી અને ગુજરાતી શબ્દ ભંડોળ પણ ખુબ વધારીએ
,પણ 'જો બેટા,ફિગર પકડ ,કાઉ આવે છે ' બોલીને "બાવા ના બેય" ન બગાડીએ . કોઈ પણ અંગ્રેજી
માધ્યમ ની શાળા માં ખાસ કરીને ખુબ નાના વર્ગો માં બાળક સાથે અંગ્રેજી ની સાથે
ગુજરાતી ભાષા પણ સંવાદ ની ભાષા માં વપરાય જ
તેવો સ્પષ્ટ આગ્રહ વાલીઓ શાળા પાસે રાખે જ. ખાસ યાદ રાખીએ કે ખુબ ઝડપી
ગ્રહણ કરતા બાળ મન માં ભાષા ભેદ અને અર્થ ભેદ સમયસર તે ખુબ જરૂરી છે.ઘેર આવીને
પૂછે કે 'સીટ ડાઉન' એટલે શું ?
-એ શાળા ની નબળાઈ છે,અને વાલી ની અજગરૂકતા છે. આપણે ઘર માં તો સંતાનો સાથે શુદ્ધ ગુજરાતી
માં જ વાત કરીએ .
એવી જ વાત પરસ્પર સંવાદ ( અને પત્રાચાર )
ની છે.રોફ જમાવવા કે વટ પડાવવા અંગ્રેજી પ્રયોગ નો કોઈ જ અર્થ છે જ
નહિ.મોટાભાગે 'ગપ્પુ ' અંગ્રેજી પ્રયોગવાળા તો ક્ષણભર માં મપાઈ જાય છે. હકીકત માં
તો જેટલી પ્રભાવશાળી રજૂઆત માતૃભાષા ગુજરાતી થઇ શકે તેટલી અન્ય કોઈ ભાષા માં થઇ
ન જ શકે. મોબાઈલ આવ્યા પછી તો માં સમાન
માતૃભાષા પર પ્રહાર અનેક ઘણા વધી ગયા છે. વર્ણસંકર -અંગ્રેજી ફોન્ટ (!)
માં ગુજરાતી લખનાર અઢાર વર્ષે ,અભણ હશે કારણકે ગુજરાતી કક્કો નહિ આવડતો હોય !! ખુબ ભણેલા-
જાણકાર (?) ને એ ખબર નહિ હોય
કે ગુગલ ગુરુ એ વગર તકલીફે ગુજરાતી લખવા ના અનેક રસ્તા આપ્યા છે.ફક્ત ગુજરાતી
બોલીને લેખિત સંદેશ મોકલી શકાય ,'ગુગલ ઈન્ડિક ' જેવી અનેક
એપ્લિકેશન છે જે માતૃભાષા પ્રેમને અકબંધ રાખવા તત્પર છે પણ આપણો નો ઊંડો પ્રેમ હોવો પહેલી આવશ્યકતા છે. પવિત્ર ઈરાદો સ્નાન કરવા હોય તો સાક્ષાત ગંગા ઘર આંગણે આવી વહે !!
માં -માતૃભાષા આપણી જનની મા પ્રત્યે નો સ્નેહ અભિવ્યક્ત
કરવા માટે ઉપાય શોધવા નથી પડતા ,આપમેળે જ ઉદ્ભવે. .રસ પડે તેવી
બાળક ની વય પ્રમાણે ની ગુજરાતી વાર્તાઓ ,પ્રસઁગો નું વાતાવરણ ઘરમાં રાખી શકાય. ડીવીડી, ટીવી અને
યુટ્યુબ પર થી અઢળક ખજાનો પ્રાપ્ય છે .શોધવા નો દૃષ્ટિકોણ અને ઈરાદો આપણો
હોવો જોઈએ કોઈ પુસ્તક ભંડાર કે પુસ્તક મેળાની મુલાકાત વખતે ,ગમતા વિષય વાળા
માતૃભાષા ના પુસ્તકો ઘર માં વસાવવા નો
પ્રયત્ન કરીએ -બાળક ને પ્રસંગોચિત ભેટ પણ ગુજરાતી પુસ્તકોની આપવાની ટેવ પડી શકાય .
.અમેરિકા માં રહેતા સુરેશભાઈ જાની અને
લંડન માં રહેતાં હિરલ બેન શાહ ,અને તેમની ટિમ
વિદેશ માં રહી ને પણ માતૃભાષા
પ્રેમ નું એક જબરદસ્ત અભિયાન ચલાવી રહયાં
છે. 'ઇવિદ્યાલય " વેબ સાઈટ દ્વારા રોજેરોજ
સતત અને વૈવિધ્ય સભર ગુજરાતી ભાષા નો
ભંડાર વિશ્વભર ના ગુજરાતી બાળકો માટે ખુલો મુક્ત જ રહે છે. તેમનો નિસ્વાર્થ
-પરમાર્થ જેટલો વખાણીએ એટલો ઓછો.! એકાદ વખત ગુગલ સર્ચ કરી તેમની આ વેબસાઈટ ની
મુલાકાત તો છેવટે લઈએ. આવો ,વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે એક જ નાનકડો સંકલ્પ કરીએ "હું મારી માતૃભાષા ને મારી માં જેટલો જ પ્રેમ કરીશ
.જય ગુજરાતી જય જય
ગુજરાતી .