શિયાળ દોડ્યું સિંહ ને ખાવા ..!!!! દિનેશ માંકડ
ચીને ફરી એક વાર મસૂદને આંતર રાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવા ના પ્રસ્તાવ માં
રોડો નાખ્યો.ઘણું ખોટું થયું.અનેક પ્રત્યાઘાતો આવશે. વિદેશનીતિની ખુબ ચર્ચા થશે.આમ
તો ચીન ને સુરક્ષા પરિષદમાં બેસાડવા માટે પણ દુનિયા ને મોટી મોટી ભલામણ જે તે સમયે
ભારતે જ કરેલી. ૧૯૬૨ ના યુદ્ધ વખતે ચીન સાથેનું કુણું વલણ પણ ભારતે જ બતાવેલું .પણ
શિયાળ તે શિયાળ જ છે.અત્યારે તો સૌના મનમાં વ્યથા છે. સરકારે શું કરવું જોઈએ તેના મત શરુ થઇ જાય છે.
એક વાર એક શિયાળ ને સિંહ પર હુમલો કરવાનું ગાંડપણ સુઝયું. પણ લુચ્ચા શિયાળને
ખબર હતી કે સિંહ પર સીધો હુમલો તો થાય નહિ.તેણે થોડી લલચાવનારી વસ્તુઓ એકઠી કરી
ને રોજ રોજ આવી ને સિંહ બાળો સામે ધરવાનું
શરુ કર્યું .બાળકો ને શિયાળ કાકા ખુબ ગમવા લાગ્યા .તેની વસ્તુઓ ગમવા લાગી .કેટલીયે
વાર તો સિંહ બચ્ચા ને સિંહે આપેલી વસ્તુ કરતા શિયાળ કાકા ની વસ્તુ સારી લાગવા
માંડી.શિયાળે અડધો સિંહ પ્રદેશ આમ જ જીતી લીધો.
ઇતિહાસ સાક્ષી છે અંગ્રેજોએ વ્યાપારથી પગ પેસારો શરુ કર્યો.મિલો સ્થાપીને
પહેલો કાપડ ઉદ્યોગ ભાંગ્યો.અને બીજું
બધું.. ચીન આજે આ જ કાર્ય કરે
છે.ભારત માં 'મેઇડ ઈન ચાઈના ' વસ્તુ નું પ્રભુત્વ કેટલું બધું વધી ગયું છે. બુદ્ધિશાળી લોકો ગુણવતા ની વાત લઈને આવે
છે. એ લોકો એ ભૂલી જાય છે કે 'ચાઈના 'બનાવટ ની વસ્તુ તો એક સમયે સૌથી હલકી જ ગણાતી.આજે પણ 'ચાઈના' ના નામે અને
સસ્તી કિંમતે વેપારી જે પધરાવે છે તેમની
કેટલીયે વસ્તુ તો બને ભારતમાં ને લોક માનસને છેતરવા લખે 'મેઇડ ઈન ચાઈના' ને ભોળો ભારતીય છેતરાતો જાય. આજે
પણ Maide in U.S.A. વાળી કેટલીયે
વસ્તુ ઉલ્લાસનગર સિંધી એસોશિએશન (U .S .A ) ની બનાવટ હોય છે એ ઘણા લોકોને ખબર જ નથી.!
પણ હું તમે આપણે -સામાન્ય જન શું કરી
શકીએ ? શું આપણે જે વસ્તુ દેશ માં સારી બનતી હોય તેવી ચીન ની
બનાવટ નો બહિષ્કાર ન કરી શકીએ ?
એક આધાર ભૂત માહિતી અનુસાર ચીન સાથે
આપણે નિકાસ કરતાં ચાર ગણી આયાત કરીએ છીએ. બે રૂપિયા નો
ફુગ્ગો ને દસ રૂપિયાનો સેલ પણ આપણે ચાઈના
ના ખરીદીયે તે કેવું વિચિત્ર છે ? અભિમાન સાથે
કહેવું પડે આપણા દેશ ના લાખો ઉત્પાદનો
અનેક ગણી સારી ગુણવત્તા ધરાવે છે.સવાલ આપણી માનસિકતા અને વલણ બદલવાનો છે. ઠીક
છે કદાચ કેટલીક દેશમાં ઉત્પાદિત ન જ થતી હોય ને ખરીદીએ તે બિલકુલ બરોબર છે પણ પાંચ
-પંદર રૂપિયાનો દડો ,ગુણવત્તા નામે
ચાઇનાનો ખરીદીયે ( જાણે ચાર પેઢી ચલાવવાનો
હોય તેમ ધારી ને ) એ નરી બાલિશતા જ છે .
ચાઈના ની વસ્તુ ખરીદનારા એક બે પાયાની વાત નથી વિચારતા. પહેલી વાત સ્વાસ્થ્યની
.-'એણે લખ્યું ને તમે માની લીધું ' - ઉંદર ને ગાજર ની જેમ ખાનાર દેશ તમારાં સ્વાસ્થ્ય ની ચિંતા
કરે એમ તમે માની લીધું ? ગમ ( ગુંદર ),
ટીથર, અને અનેક રમકડાં ,ચામડી ને સ્પર્શે
તેવાં કોસ્મેસ્ટીક અને શેમ્પુ જેવી બનાવટો માં અખાદય અને માંસાહારી પદાર્થો ભેળવે જ છે.તેમાં
કોઈ શંકા જ નથી.વિશ્વાસ ન બેસતો હોય તો સમય કાઢી એકાદ વખત ગુગલ સર્ચ કરી લેવું
.યાદ રાખો આપણા જ વેપારી મિત્રો કદી ચાઈના વસ્તુઓ ની વિરુદ્ધ કદી નહિ બોલે ,તેમને વેપાર કરવો છે.પણ જોખમ કે નુકશાન તો આપણી જાત ને જ
થવાનું છે ,એ હકીકત છે.
બીજી વાત આવી દેશપ્રેમ-રાષ્ટ્રપ્રેમની . દેશના દરેક નાગરિકને દેશ માટે પ્રેમ
હોય અને આપણને પણ સૌને છે જ .આપણે બધા યુદ્ધભૂમિ પર જઈ શકવાના નથી,પણ આ દેશ પ્રેમ ને અભિવ્યક્ત કરવા ઘણા
રસ્તા છે. આપણે સામાન્ય વસ્તુઓ જે ચાઈના ની બનાવટ ની છે તેનો ત્યાગ ન કરી શકીએ ? આપણી કુલ જરૂરિયાતો નો થોડો હિસ્સો જે સરળતા થી છોડી શકાય
તેમ છે ,તેને દેશ હિત ખાતર ન છોડી શકીએ ? એવા નગુણા દેશપ્રેમી આપણે તો નથી જ.એમાંય આતો એવા દેશ -ચીન સામે
લડવાનું છે ,જે આપણા દેશ
ના આતંક વાદ ને નાથવા માટે સાથ નથી આપતું .અહીં તો આપણો અંદર નો રામ જાગવો જ
જોઈએ.'.શક્ય ત્યાં સુધી હું
ચાઈના ની વસ્તુ નહિ ખરીદું ' આવો તમારો
નાનકડો સંકલ્પ રામસેતુ માટેનું ખિસકોલી કાર્ય
બનશે.મારા એક ના ત્યાગ થી શું ફેર પડશે એવું કદી ન વિચારતા .
જાણીતી વાર્તા યાદ આવી ગઈ .નગર ની પ્રામાણિકતા ની પરીક્ષા કરવા અકબરે દરેક
નગરજન ને હોજ માં દૂધ નો એક કળશોયો
ઠાલવવા ઢંઢેરો પીટાવ્યો. "મારા એક પાણી ના કળશિયા થી શું ફેર પડશે ?" એમ વિચારી ને દૂધને બદલે પાણી નો
કળશોયો ઠાલવ્યો. આખો હોજ દૂધ ને બદલે પાણી થી
ભરાયો!
હવે આ દેશ મોગલો નો રહ્યો નથી."અહીં તો પ્રામાણિકતા અમારા પ્રાણમાં છે.,સંકલ્પ કરીએ છીએ કે અમારા ઘરમાં હવે કોઈ સામાન્ય વપરાશની ચાઈનિશ વસ્તુ આવશે
જ નહિ ." ભારત માતા કી જય
No comments:
Post a Comment