Readers

Friday, August 28, 2020

કરીશ તો થશે જ


 
શૈક્ષણિક લેખોના પુસ્તક " # ક્લાસ રૂમ " ને -'આચાર્ય સાહિત્ય રત્ન' એવોર્ડથી નવાજિત કરવામાં આવ્યું છે  .દિનેશ માંકડ  મોં  .9427960979

Wednesday, August 12, 2020

યમરાજાનો ગુરુજીને પત્ર

 

યમરાજાનો ગુરુજીને પત્ર

પૂજ્ય ગુરુજી ,

         પ્રણામ !    દુઃખ સાથે પત્ર લખું છું .મારી વિદ્યા પૂર્ણ થઇ ત્યારે આપે જણાવેલ કે ' મેં તને સઘળી વિદ્યા શીખવી દીધી છે ,કોઈ બાકી રહેતી નથી '-પણ ગુરુજી ,આપ જૂઠું બોલ્યા હતા કે શું ? કે પછી  એક વિદ્યા મને શીખવવાનું ભૂલી ગયા છો ?  આપે મને કર્મ અનુસાર ,પ્રારબ્ધ અનુસાર .માણસનો જીવ લેતા તો શીખવ્યુ .પણ કર્મબંધન કે પ્રારબ્ધ વગર પણ માણસ જ માણસ નો જીવ લે એ તો મારા માન્યામાં જ નથી આવતું 

           હમણાં હમણાં પૃથ્વીલોકમાં મારુ કોરોના મિશન ચાલે  તેમાં  મારા ટાર્ગેટ પણ ચાલુ છું પણ હું વારંવાર ખોટો પડું  છું કારણ ? .{1} શાક માર્કેટમાં સહુ શાક લેવા આવે ,નિયમનું પાલન કરે પણ પેલા શીલાબેન માસ્ક વગર આવે અને ધક્કા મારી આગળ ઘૂસે ને ઊંચા અવાજે શાકવાળા સાથે ભાવતાલ કરે .-ગુરુજી ,નહિ માનો પણ આસપાસના બધાને કોરોના તેમને જ લીધે થયો  ચાર-પાંચનો  જીવ ગયો ,બે ચાર વેન્ટિલેટર પર છે  .બોલો આમાં આટલા બધા જોખમના જવાબદાર કોણ ?

          ઉદાહરણ {2}  મોટા શહેરની મોટી સોસાયટી હજારો લોકો રહે  .પણ " ખુબ ભણેલા અભણ લોકો " માસ્ક પહેરવાનું પાલન ન કરે ને પોતાના જ પાડોશીના જીવનને જોખમમાં મૂકે  .અરે પોતાના પરિવારને પણ ભયમાં મૂકે  .આવા તો સેંકડો ઉદાહરણ રોજેરોજ જોવા મળે  .

             નિષ્ણાતો તો એમ કહે છે કે  આખી દુનિયાને મહિનાઓથી હલબલાવી નાખનાર આ વાયરસ ને  માત્ર પંદર જ દિવસમાં ભગાડી શકાય ,જો બધા લોકો  માત્ર પંદર જ દિવસ માસ્ક ,સામાજિક અંતરના નિયમનું પાલન કરે પણ  નગરોળ તે નગરોળ 

          ગુરુજી ખુબ વિચારું છું આમાં આપે શીખવેલી એકેય વિદ્યા નથી આવતી  .માણસ માણસને વગર કારણે મારવા માટે તત્પર થાય એવું તો મેં ક્યાંય નથી સાંભળ્યું  માણસ  વગર કારણે પોતાના પરિવારને અને પાડોશીને ભરખે એવું તે કદી બને ?  પૃથ્વીલોકની સરકાર અને તંત્ર કડક કાયદા પણ બનાવે છે પણ  માણસની કઠોર  નિષ્ઠુરતા  માણસના લાગણી તંત્ર સુધી નથી જ પહોંચતી  .માણસની આવી હેવાનિયત ની તો  ભાગ્યવિધાતા ને ખુદ ઈશ્વરે પણ, 'માણસ ની રચના કરતી ' વખતે  પણ કલ્પના નહિ કરી હોય!  મારો  હિસાબનીશ ચિત્રગુપ્ત પણ ખુબ અટવાઈ ગયો છે  .ક્યાંય તાળો મળતો જ નથી  .

          ગુરુજી , શું આમને આમ આ લોકોને કારણે પૃથ્વીનો પ્રલય આવવાનો છે કે શું ?  હવે તો આપ જ મારા માર્ગદર્શક છો  સહુના જીવ લેનારો હું પોતે ભયભીત થયો છું કૈક માર્ગ બતાવો ને માસ્ક નહિ પહેરનારા 'પોતાના ને બીજાના જીવ 'ને જોખમમાં મુકનારા ને  ઠેકાણે લાવવા કૈક સુઝાડો  .

તમારો હતપ્રભ શિષ્ય

યમરાજ

* પત્ર લહિયો ; દિનેશ માંકડ -9427960979

 * અન્ય લેખો વાંચવા બ્લોગ પર જવા ક્લિક કરો ;  mankaddinesh.blogspot.com