યાત્રા -28 -પૂર્વથી પશ્ચિમ નો સૂર્યોદય
અવિરત ચાલતી યાત્રામાં એક પછી એક નવાં તીર્થ ઉમેરાય ને સાથે સાથે આનંદપણ
.ક્લિનિકથી રોજ રાત્રે પાર્થ આવે એટલે થાય ટ્રાફિકની ચર્ચા..એક દિવસ, એનો સવાલ--" પપ્પા, આપણે હવે પશ્ચિમમાં
જવા વિચારીએ તો કેમ ? ક્લિનિક પણ પશ્ચિમમાં
અને હવે સમય સાથે શહેરના મધ્ય તરફ પણ જઈએ તો કેવું?" વિચાર
ગમ્યો.વિસ્તાર ,બજેટ અને અનુકુળતાઓને કેન્દ્રમાં રાખીને તપાસ શરુ.પાર્થ બે-ચાર નવી સ્કીમ જુએ.જુના પણ જુએ.એમાંથી પસંદગી ઉતારીને એકાદમાં અમે
બધાં જોઈએ .મણિનગરનું શાલીન,જૂનું એટલે વેચવાની કસોટી.જાત જાતના લોકો જોવા-લેવા વિચારે. મકાન પસંદગી એક મોટો પડકાર છે.બધાં પાસા જોતા ,સો વિચાર કરવા પડે.મોટું શહેર એટલે સાહસ પણ
વધારે .આમ પણ ભૂમિ પોતે જ તમારું સ્વાગત કરવા નું નક્કી કરે છે.ખુબ ખુબ જોઈ ચકાસણી
કરીને છેવટે ઇસ્કોન પ્લેટિનમ ,બોપલ પર પસંદગી ઉતરી. પૂર્વ થી પશ્ચિમના સૂર્યોદય નો
પ્રારંભ.
શાલીન
એપાર્ટમેન્ટ વેચાયું.સદ્નસીબે લેનાર રવિભાઈ ખુજ સહકાર વાળા અને સરળ પ્રકૃત્તિના
મળ્યા.નવા મકાન માટે લોન મંજુર કરાવાઈ.F / 402,ઇસ્કોન પ્લેટિનમ નો કબ્જો મળ્યો.ફર્નિચર બનવાનો સમય
શાલીનમાં ' ભાડે' રહયા!
શાલીનની યાદગાર
સ્મૃતિઓ ખરેખર અવિસ્મણીય હતી.શાહઆલમથી અહીં આવ્યા પછી ત્રણેયના પ્રગતિના પારાબિંદુઓ
તો ખુબ ઝડપે ઊંચાં જ ઊંચાં જ ગયાં ભિન્ન ભિન્ન ક્ષેત્રની નાની-મોટી સિદ્ધિઓની યાદી
ખુબ મોટી થાય.પાડોશ ખુબ સારો.ધમધમતો જવાહર ચોક ,રાધાવલ્લભ મંદિરની આત્મીયતા સદાય યાદ રહેશે.
વાત મણિનગરની સરળ અને મળતાવડી વસતી ,મોટું બજાર ,મણીકારણેશ્વર
મહાદેવ ,સ્વામિનારાયણ મંદિર ,રામકૃષ્ણ મંદિર સાથેનો લગાવ ભુલાય તેવો નથી.કાંકરિયા તળાવ એટલે મણિનગરનો શ્વાસ
.સવારે ચાર વાગ્યાથી મોર્નીગ વોકરસ હોય.અમે પણ જયારે જયારે અનયકુળતા થાય ત્યારે
જવાનું નથી ચુક્યા.આશરે ત્રણ કિલોમીટરનો રાઉન્ડ મારીને વળતાં સરગવાનું જ્યુસ પીને
ઉર્જા ઘેર લાવવાની મજા કૈક ઓર જ હતી.હીરાભાઈ કન્યાશાળા-નટકમલ અમારા સ્વાધ્યાય વિડીયો કેન્દ્ર.અનેક પરિવાર
સાથેનો નિસ્વાર્થ સંબ્ધ ,ભાવફેરી ,ભક્તિ ફેરીનો અનુકૂળતા અનુસારનો લહાવો પણ અનેરો .એમાંય
બી.આર.ટી.એસ. નું સ્ટેન્ડ ઘર પાસે આવ્યું એટલે તો ભાવ નિર્ઝર ની નિયમિતતા નો વિશેષ
આનંદ ઉમેરાયો.
મણિનગર છોડવું ન ગમે તેની યાદોને સાથે રાખીને 17 મી જૂન 2017 ના ઇસ્કોન
પ્લેટિનમ ,બોપલમાં નૂતન ગૃહે પ્રવેશ ગાયત્રી યજ્ઞથી
વાતાવરણ પવિત્ર થયું. ." Live Life ,Club Style " નું સૂત્ર ધરાવતું ઇસ્કોન પ્લેટિનમ પોતે એક નાનું શહેર -ટાઉનશીપ છે.અનેક
સુવિધાઓ ઘર આંગણે. કદાચ આટલી સુવિધા ધરાવતું ગુજરાતનું પ્રથમ ટાઉનશીપ હશે.વિશાળ
પ્રાંગણમાં જ જિમ,યોગરૂમ ,પુસ્તકાલય ,સ્વિમિંગ પુલ ,મોટું બાળ ક્રીડાંગણ ,ટેનિસ,ગોલ્ફ ,સ્કવોશ ,ગેઇમ ઝોન ,બોક્ષ ક્રિકેટ ,મીની થીએટર વગેરેની
સાથે મોટું મધ્યસ્થ મેદાન અને ખુલ્લામાં બેસીને
વાતો થાય તેવી અનેક બેઠકોની સુવિધા તો ખરી જ. ક્લબહાઉસની 24 કલાક ‘પૂછપરછ સુવિધા’ સાથે દરેક ઘરનું
ઇન્ટરકોમ જોડાણ ખુબ આશીર્વાદ રૂપ. પ્રાંગણમાં જ શાકભાજી ,કરિયાણું અને દૂધની દુકાન તો ખરી જ.બ્લોકની અને મેઈન ગેઇટ ની સિક્યુરિટી
સુવિધા હવે અમદાવાદમાં આવશ્યક છે જે અહીં છે. ગણેશ ચતુર્થી ,નવરાત્રી,ઉત્તરાયણ ,હોળી અનેક અનેક
તમામ ઉત્સવ અહીં રંગે ચંગે મનાવાય. છે
અહીં આવીને બોપલમાં
અન્ય વધારાની અનાયાસે મળેલી અસ્ક્યામતો ,પાર્થની કોલેજ માત્ર દોઢ કી.મી.( જે મણિનગરથી
22 કી.મી. હતી ! ) નાગરોના અનેક ઘર, બોપલ નાગર મંડળ અને
નંદેશ્વર મહાદેવ તો વળી , દસ નાના મંદિરો સાથે..સ્વાધ્યાય
વિડીયો કેન્દ્ર પણ નજીક ને ભાવ નિર્ઝર પણ .BRTS અને UBER ની સુવિધાએ અમારા સંગીત ,નાટક કે
સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અનુકૂળતા અનુસાર ચાલુ જ રહ્યા.પ્રત્યેક દિવસ રંગમય બનતો
ચાલ્યો.બોપલ નાગર મંડળની પ્રવૃત્તિમાં થોડી સક્રિયતા અને ગીત -સંગીત ગ્રુપને લીધે
જીવંતતા વધી
એક નાનકડાં શુભકાર્યમાં નિમિત્ત થવાનો અવસર અનાયાસ પ્રાપ્ત
થયો.ભત્રીજી -ઉર્વી માટે સુપાત્રની ખોજ ચાલતી હતી.સુરેન્દ્રનગરથી ગાંધીનગર સ્થિર
થયેલા એક સુંદર પરિવાર સાથે કોઈ માધ્યમથી પરિચય થયો.પુત્ર ભાવિકભાઈ નાણાવટી ભચાઉની
સિરેમિક ઉત્પાદની કંપનીમાં સિનિયર એકાઉન્ટન્ટ.ઉર્વી અને જ્યોત્સ્ના બહેન ઘેર
આવ્યાં .પરસ્પર પરિચય સંપર્ક ને સંમતિ .ડિસેમ્બર 2019 માં લગ્ન .મંગળકાર્યમાં
નિમિત્ત થવા સાથે પિતાશ્રીની નિવૃત્તિ પછી જેણે ટેકો,બળ આપ્યા તે
મોટાભાઈ મુરબ્બી ધનસુખભાઇનું થોડું ઋણ ઉતાર્યાનો આત્મિક સંતોષ પણ થયો.
. શર્વાણીના નર્સરી
,લિટલ વિંગ્સમાં અને જુનિયર સિનિયર દિલ્હી પબ્લિક સ્કૂલમાં
શરુ થયા.શર્વાણીના મુખેથી એક સંભવિત સવાલ ,' બીજાના ભાઈ-બહેન
હોય તો મારાં ક્યારે?'- એની
શ્રદ્ધા હવે ફળવાની હતી.ગ્રીવા અંજાર.20 મી ડિસેમ્બર 2019 ના બપોરે સંકેત પાર્થ
રંજનાનું અંજાર તરફ પ્રયાણ .ને સાંજે લક્ષ્મી માતાની પધરામણી . ફરી દાદા થવાની
બેવડી ખુશી. રાશિ કન્યા પ.ઠ ણ . સહુ ચડયાં વિચારે.'નામ તો એવું પાડવું જે અનન્ય હોય.ખંખોળવાનું
શરુ.ખોળતા ખોળતા અચાનક જ પાર્થને એક શબ્દ હાથ લાગ્યો.'પરાર્ધ્ય ' અંક સંખ્યામાં
સૌથી મોટો અંક.સ્તોત્ર જોવાતાં હતાં તો યોગાનુયોગ ' લલિતા સહસ્ર નામ
સ્તોત્રમાં માં પાર્વતીનું એક નામ 'પરાર્ઘ્યા '
વિશેષ યોગ જોવા જેવો છે કે 'શર્વાણી ' પણ શક્તિપીઠ
માંથી માતા પાર્વતીની એક શક્તિપીઠ જ છે! શુભ પ્રંસંગ આવ્યો.અગિયારમો ,બારમો વાસો
-નામકરણ અંજાર ,ભુજ પરિવારો સાથે થયા. શર્વાણીબેન ને બહેન આવ્યાની હોંશ
સમાતી નહોતી. ફેબ્રુઆરી 2020 માં પરાર્ઘ્યા
સાથે શર્વાણી ,ગ્રીવા સ્વગૃહે પધાર્યાં .હવે ઘર ભર્યું ભર્યું થયું.
લખ્યા તારીખ 10/111/2021
દિનેશ લ.માંકડ
મોબાઈલ -9427960979
અન્ય લેખ વાંચવા
બ્લોગ પર ક્લિક કરો. mankaddinesh.blogspot.com