“ દોડો,દોડો ,દોડો ‘સ્પોકન ગુજરાતી’ શીખવાના વર્ગમાં જોડાઓ અને જબ્બરદસ્ત ડિસ્કાઉન્ટ
મેળવો "- આ વિજ્ઞાપનના દિવસો હવે ખાસદૂર નથી. વિશ્વ આખું ૨૧ ફેબ્રુઆરીએ પોતાની માતૃભાષાનો દિવસ ઉજવે છે .કરુણ વાસ્તવિકતા એ
છે આજે સૌ "ગુજરાતી ભાષા "
બચાવો એની વાત વધુ કરશે .અને સૌ માતૃભાષા પ્રેમીઓ ની વ્યથા છે પણ સાચી.વર્તમાન સમયમાં
સંતાનને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની મહેચ્છા ખુબ વધી છે . ઘણા પરિબળો છે.એમાંય
વૈશ્વીક શિક્ષણ પરસ્પર જોડાયું છે,નવા શોધ-સંશોધન
જાણવાને તેમાં જોડાવા, નવી પેઢીએ અંગ્રેજી પરનું પ્રભુત્વ નાનપણથી જ
મેળવવું પડે.ઇન્ટરનેટ અને કમ્પ્યુટરના યુગમાં આ રત્નાકરના મોતી તો એ.બી.સી.ડી. ના
સથવારે જ હાથમાં આવે અનેકવિધ ભાષાવાળા દેશમાં રાષ્ટ્રીય પ્રવાહ માં રહેવા અને અનેક
રાજ્યોના શિક્ષણ પ્રાપ્તિ ના વિકલ્પો અને સ્પધાત્મક પરીક્ષાઓ માટે પણ અંગ્રેજી
પ્રાધાન્ય સ્વાભાવિક છે..એટલે અંગ્રેજી ભાષા સમયસર જ શીખી લેવી પડે ,એવું સૌ વાલીઓ અનુભવે છે ને અંગ્રેજી માધ્યમને ઉત્તેજન મળે
છે. એમાં કશું ખોટું છે જ નહિ.
સવાલ વાલીઓનો-આપણો સૌનો,માતૃભાષા પ્રેમ અને જગરૂકતાનો
છે.નાનું બાળક શરૂઆતમાં ભાષા ક્યાંથી શીખે ? કોઈ વિદ્વાન કહેશે કે શાળામાં બારાક્ષરી અને
વ્યાકરણ થી. અહીં જ મોટી ભૂલ થાય છે .બાળક તો જે સાંભળે છે તે જ પહેલા
શીખે છે ! ગર્ભમાંથી જ્યારથી કર્ણેન્દ્રિય સતેજ થાય ત્યારથી જ બાળકની સાંભળવાથી
શરૂઆત થઇ જાય છે. પૌરાણિક કથા તો કહે છે કે આગંતુક બાળક,ને હિરણ્યકશ્યપુના
રાક્ષસ કુળથી બચાવવા માતા ક્યાધૂ નારદ ઋષિના આશ્રમમાં રહયાં અને ઈશ્વર પારાયણ પ્રહલાદનો જન્મ થયો. વહેલા ભણેસરી બનાવી દેવાની લાહ્યમાં બાળક માંડ બે -અઢી વર્ષ નું થાય ને
શાળાની દીવાલોમાં ધકેલી દેવાય.એમાંય કહેવાતા અંગ્રેજી માધ્યમમાં,. ઘરમાં રમકડાંમાં રમતું હોય તેમાંથી ઓચિંતું 'ટોય' થઇ જાય ! જેને ભાષા કોને કહેવાય -અંગ્રેજી ને ગુજરાતી બે જુદી ભાષા
છે ,એની પણ ખબર નથી તેને લોચા શરુ થાય.ખુબ ખુબ ઘણી અંગ્રેજી માધ્યમની
શાળાઓમાં માતૃભાષા -ગુજરાતી જાણતા એક
પણ શિક્ષક નથી !! કેટલીયે શાળાઓમાં તો
શાળા પ્રાંગણમાં ગુજરાતી બોલવા પર પ્રતિબંધ છે ! વાલી દંડ ભરે છે ! શાળામાં
અહીં વાંક કોનો ? થાય છે તે યોગ્ય થાય છે ? ચાલે છે તેમ
ચલાવી લેવું ? અન્ય રાજ્યોમાંથી આવેલા
સનદી ઉચ્ચ અધિકારીઓ ગુજરાતીમાં વાત કરે અને ગુજરાતમાં જન્મેલો શાળાનો સેવક ગુજરાતી
વાલી સાથે અંગ્રેજી ફાડે એ કેટલું
કરુણાસભર હાસ્યાસ્પદ લાગે!
અંગ્રેજોના શાસનકાળ વખતે એક વખત ગુજરાતના તે સમયના જાણીતા કવિ બ.ક.ઠાકોરએ કોઈ
એક વિષય સંદર્ભમાં રાષ્ટ્રપિતા ગાંધીજીને એક પત્ર અંગ્રેજીમાં લખ્યો.ગાંધીજીએ જવાબ
આપ્યો," એક ગુજરાતી ; બીજા ગુજરાતીની
સાથે અંગ્રેજીમાં સંવાદ કરે તો તેને જેલની સજા થવી જોઈએ." બસ ,આ આક્રોશ ગુજરાતી પરિવારો
માં ઉભો થવો જરૂરી છે.
બાળક અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે -ભલે કરે .તેના ગૃહકાર્યના તેની સાથે
રહેવા તેની પુરી મદદ વખતે અંગ્રેજી ભાષાનો પ્રયોગ પણ કરીએ,તેના અંગ્રેજી અને
ગુજરાતી શબ્દ ભંડોળ પણ ખુબ વધારીએ ,પણ 'જો બેટા,ફિગર પકડ ,કાઉ આવે છે ' બોલીને "બાવા ના બેય" ન બગાડીએ . કોઈ પણ અંગ્રેજી
માધ્યમની શાળામાં ખાસ કરીને ખુબ નાના વર્ગોમાં બાળક સાથે અંગ્રેજીની સાથે ગુજરાતી
ભાષા પણ સંવાદની ભાષામાં વપરાય જ તેવો
સ્પષ્ટ આગ્રહ વાલીઓ શાળા પાસે રાખે જ. ખાસ યાદ રાખીએ કે ખુબ ઝડપી ગ્રહણ કરતા બાળમનમાં
ભાષા ભેદ અને અર્થ ભેદ સમયસર થાય તે ખુબ જરૂરી છે.ઘેર આવીને પૂછે કે 'સીટ ડાઉન' એટલે શું ? -એ શાળાની નબળાઈ
છે,અને વાલીની અજગરૂકતા છે.
આપણે ઘરમાં તો સંતાનો સાથે શુદ્ધ
ગુજરાતીમાં જ વાત કરીએ એવી જ વાત પરસ્પર
સંવાદ ( અને પત્રાચાર ) ની છે.રોફ જમાવવા કે વટ પડાવવા કે હોશિયાર દેખાવા તો કોઈવાર
કહેવાતી આદતના જોરે અંગ્રેજી પ્રયોગનો કોઈ જ અર્થ છે જ નહિ.મોટાભાગે 'ગપ્પુ ' અંગ્રેજી પ્રયોગવાળા
તો ક્ષણભરમાં મપાઈ જાય છે. હકીકતમાં તો જેટલી પ્રભાવશાળી રજૂઆત માતૃભાષા
ગુજરાતી થઇ શકે તેટલી અન્ય કોઈ ભાષા માં થઇ ન જ શકે. મોબાઈલ આવ્યા પછી તો માં
સમાન માતૃભાષા પર પ્રહાર અનેક ઘણા વધી ગયા છે. વર્ણસંકર -અંગ્રેજી મૂળાક્ષર માં
ગુજરાતી લખનાર અઢાર વર્ષે ,અભણ હશે કારણકે ગુજરાતી કક્કો નહિ આવડતો હોય !! ખુબ ભણેલા-
જાણકાર (?)
ને એ ખબર નહિ હોય કે ગુગલ ગુરુએ વગર તકલીફે માતૃભાષા ગુજરાતી લખવાના અનેક રસ્તા આપ્યા છે.ફક્ત ગુજરાતી બોલીને
લેખિત સંદેશ મોકલી શકાય ,'ગુગલ ઈન્ડિક '
જેવી અનેક એપ્લિકેશન છે જે
માતૃભાષા પ્રેમને અકબંધ રાખવા તત્પર છે પણ આપણો માતૃભાષા પ્રત્યેનો ઊંડો પ્રેમ હોવો પહેલી આવશ્યકતા છે. પવિત્ર ઈરાદો સ્નાન કરવા
હોય તો સાક્ષાત ગંગા ઘર આંગણે આવી વહે !!
માં –માતૃભાષા, આપણી જનની મા
પ્રત્યેનો સ્નેહ અભિવ્યક્ત કરવા માટે ઉપાય શોધવા નથી પડતા ,આપમેળે જ ઉદ્ભવે. .રસ પડે તેવી બાળકની વય પ્રમાણેની ગુજરાતી વાર્તાઓ ,પ્રસઁગોનું
વાતાવરણ ઘરમાં રાખી શકાય. ડીવીડી,
ટીવી અને યુટ્યુબ પરથી અઢળક ખજાનો પ્રાપ્ય છે
.શોધવાનો દૃષ્ટિકોણ અને ઈરાદો આપણો હોવો જોઈએ કોઈ પુસ્તક ભંડાર કે પુસ્તક મેળાની
મુલાકાત વખતે ,ગમતા વિષયવાળા માતૃભાષાના પુસ્તકો ઘર માં વસાવવાનો પ્રયત્ન
કરીએ -બાળકને પ્રસંગોચિત ભેટ પણ ગુજરાતી પુસ્તકોની આપવાની ટેવ પડી શકાય .
.અમેરિકા માં રહેતા સુરેશભાઈ જાની અને લંડનમાં રહેતાં હિરલ બેન શાહ ,અને તેમની ટિમ વિદેશમાં
રહી ને પણ માતૃભાષા પ્રેમનું એક જબરદસ્ત અભિયાન ચલાવી રહયાં છે. 'ઇવિદ્યાલય " વેબ સાઈટ દ્વારા રોજેરોજ સતત અને વૈવિધ્ય સભર ગુજરાતી ભાષાનો ભંડાર વિશ્વભરના ગુજરાતી બાળકો માટે ખુલો મુકતા
જ રહે છે. તેમનો નિસ્વાર્થ -પરમાર્થ જેટલો
વખાણીએ એટલો ઓછો.! રાજ્ય સરકારે પણ કચેરી અને સંસ્થાઓના પાટિયાં માતૃભાષામાં
મુકવાની આગ્રહપૂર્વકની પ્રત્યેક ગુજરાતીને ભલામણ કરી તે ખુબ આવકાર્ય છે ને હોંશભેર અપનાવવા જેવી છે.
એકાદ વખત ‘ગુગલ શોધ’ કરી તેમની આ
વેબસાઈટની અને માતૃભાષાના ઉપલબ્ધ અન્ય સાહિત્યની મુલાકાત તો છેવટે લઈએ. આવો ,વિશ્વ માતૃભાષા
દિવસ નિમિત્તે એક જ નાનકડો સંકલ્પ કરીએ "હું મારી માતૃભાષાને મારી માં જેટલો જ પ્રેમ કરીશ
જય ગુજરાતી જય જય
ગુજરાતી .