લેખશ્રેણી -ઉપનિષદોમાં
શિક્ષણ વિભાવના
લેખાંક -3 આનંદ એ જ બ્રહ્મ-- બ્રહ્માંનંદવલ્લી
'માણસ ક્યાંથી આવ્યો ?' બ્રહ્માંડમાં
પહેલા શું ? વિશ્વસ્તરે અનેક સંશોધન થયાં છે. પણ એ બધાથી પહેલાં હજારો વર્ષ પહેલાં ઉપનિષદે
એ વાત કહી દીધી છે.. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ તો આજે આવ્યો.પણ શ્રીમદ ભાગવતના
દશાવતાર, જળથી સ્થળની વાત જ માનવ ઉત્ક્રાંતિનો ઇતિહાસ કહી જાય
છે.તૈત્તરીય ઉપનિષદની બ્રહ્માંનંદવલ્લી અને ભૃગુવલ્લીમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
ઉપનિષદોમાં કોઈપણ વિષયના શિક્ષણના મૂળ સાથે જ અભ્યાસની વાત છે.શિક્ષાવલ્લીએ
ગુરુ -શિષ્ય સંબંધની અને સત્ય આધારિત
શિક્ષણ અને માનવજીવનની શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય બતાવ્યા.બ્રહ્માનંદવલ્લી
માનવ અને પર્યાવરણ પ્રગાઢ સંબંધ બતાવે છે. પ્રકૃત્તિ અને માણસ બંને એક જ છે માણસ
પોતે જ પ્રકૃત્તિનો ભાગ છે. માનવોત્પત્તિનું મૂળ ક્યાં, તે અહીં બતાવાયું છે.
બ્રહ્માનંદ્દવલ્લીને કેટલાક આનંદવલ્લી તરીકે પણ ઓળખે છે કારણકે તે શુદ્ધ અને
સાત્વિક પરમ આનંદ સુધી લઇ જવાનો માર્ગ સૂચવે છે.અન્નમયથી આગળ પ્રાણમય,મનોમય ,વિજ્ઞાનમય અને છેલ્લે આનંદમય કોષની વિસ્તુત છણાવટ છે.
બ્રહ્માંનંદવલ્લીના પ્રારંભમાં શાંતિપાઠ પછી હૃદયગુફામાં છુપાયેલા
બ્રહ્મ-શ્રેષ્ઠત્ત્વને પ્રાપ્ત કરવાનું યાદ અપાવે છે. અને પછી શરુ થાય છે.,પાયાના જ્ઞાનના
પાઠ. .સૌથી પહેલાં આકાશતત્ત્વ થયું.આકાશથી વાયુ ,વાયુથી અગ્નિ,અગ્નિથી જળ અને
જળથી પૃથ્વીતત્ત્વ ઉત્પન્ન થયું.પૃથ્વીથી ઔષધિઓ થઇ ઔષધિથી અન્ન અને અન્નથી મનુષ્ય
શરીર ઉત્પન્ન થયું..તે આ મનુષ્ય શરીર. ખરેખર જ અન્નરસમય છે. આ રીતે પ્રથમ જ અનુવાકમાં મનુષ્યની ઉત્પત્તિની
મુખ્ય છણાવટ છે.અહીં આકાશતત્ત્વથી પ્રારંભ કરીને અન્ન સુધીના અનુબંધોને જોડયા છે.એટલે
માણસ દેહ એ પંચમહાભૂત તત્ત્વનો જ બનેલો છે, એવું પ્રતિપાદિત કરે છે. આગળ કહે છે કે
પૃથ્વીનો આશ્રય કરી રહેનારા તમામ પ્રાણીમાત્ર, તે બધાં અન્નથી
ઉત્પન્ન થાય છે પછી અન્નથી જીવે છે અને અંતમાં અન્નમાં વિલીન થાય છે.એથી અન્ન જ
સર્વ ભૂતોમાં શ્રેષ્ઠ છે.अन्नं हि भूतानां ज्येष्ठम्। तस्मात्
सर्वौषधमुच्यते।सर्वं वै तेऽन्नमाप्नुवन्ति। येऽन्नं ब्रह्मोपासते। અહીં અન્નની ખુબ વિશેષ પ્રધાનતા બતાવી છે. અન્નને ઔષધરૂપ
કહયાં છે, એટલે રોગ-નાદુરસ્તી ની વાત તો આવે જ નહિ. એટલે સુધી કે
અન્નનો અનાદર કે અપમાન ન કરવાનો આદેશ છે.अन्नं न निन्द्यात्। तद् व्रतम्। અને अन्नं न परिचक्षितं तद व्रतम्। બધા સંતાપોનું મૂળ
ભૂખ બતાવે ને અને સુયોગ્ય અન્ન પ્રાપ્ત
કરે તો સંતાપો દૂર થઇ જાય.
વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં અન્નનું મૂલ્ય અને અન્નરસનું અને તેના પર નિર્ભર મનુષ્ય શરીરનું મહત્ત્વ તો કૈંક અંશે કરાયું જ છે.પણ અંગ્રેજ મેકોલે માસ્તરે આપણા શાળા શિક્ષણને અહીં જ રોકી દીધું છે.હકીકતમાં તો એ તો સ્થૂળ શરીરની જ વાત છે. ખરેખર તો એથી ઉપર આગળ અનેક ઘણું અગાધ છે જે આપણને શ્રેષ્ઠતા-પૂર્ણતા સુધી લઇ જાય છે.
' પ્રાણો હિ ભૂતાનાંમાંયુઃ '- ને સાથે સાથે ' પ્રાણમ બ્રહ્મોપાસતે ।' કહીને શરીરતત્ત્વમાં પ્રાણનું મૂલ્ય બતાવાયું છે. શરીરની ગતિશીલતા અને ઉર્જાતત્વને પ્રાણ સાથે જોડ્યાં છે.અન્નની શુદ્ધતા પછી અહીં પ્રાણની શુદ્ધતાનું મહત્ત્વ દર્શાવીને એક ડગલું આગળ વધવાની વાત છે.શુદ્ધ પ્રાણની પ્રાપ્તિ માટે શુદ્ધ પર્યાવરણની આવશ્યકતા છે,કારણકે પ્રાણ એ જ જીવન છે. પ્રાણ આદિ પાંચ વાયુ અને વાક આદિ પાંચ કર્મેન્દ્રિયોથી નિર્મિત પ્રાણમયકોશ છે. અહીં સ્વસ્થ શરીરનું દ્વિતીય પગલું સૂચવાયું છે. પ્રાણમયકોશ એ ‘ એનર્જી બોડી’ છે. એટલે કે બળ અને ઊર્જા આપે છે. પ્રાણમય કોશમાં કુંડલિની એટલે કે (ઈડા,પીંગણા, સુષુણા) અને સાત ચક્રો છે. જેને આપણે ‘ એનર્જી વ્હીલ’કહીએ છીએ. એ જ ઊર્જા, પ્રાણાયામથી પ્રાણમયકોશ મજબૂત બને છે. શ્વાસને લગતી બીમારી ટાળી શકાય છે. હંમેશા પ્રસન્ન રહેવાય છે. तस्मात् सर्वायुषमुच्यत इति ।
મનોમય કોષનું મૂલ્ય બતાવતાં ઉપનિષદ કહે છે કે શરીરમાં જે સ્થાન બંને ભુજાઓનું
છે તે સ્થાન મનોમય નું છે.મનોમય કોષ મન અને જ્ઞાનેન્દ્રિયોથી
જોડાયેલો છે એટલે વાણી,વિચાર પ્રક્રિયા
જેટલી શુદ્ધ પવિત્ર હોય તેટલી નિર્ભયતા વધે એમ બ્રહ્મનાદવલ્લીનો ચોથો અનુવાક સૂચવે
છે.. यतो वाचो निवर्तन्ते। अप्राप्य मनसा सह। आनन्दं ब्रह्मणो विद्वान्। न
बिभेति कुतश्चनेति। ધ્યાન ,મૌન ,ચિત્ત એકાગ્રતા
અને યોગનિંદ્રા પણ મનોમય કોષની પૂર્તિ છે. મન શાંત તો નિર્ણય સાચો લેવાય, મન અશાંત તો કોઈ પણ નિર્ણય સાચો ન લઈ શકાય. મનોમયકોશને
મજબૂત કરવા માટે ધારણ, ધ્યાન, મૌન, યોગનિદ્રાનો અભ્યાસ કરવો જોઈએ. મળીને મનોમય કોશ કહેવાય છે. ચિત્ત
એકાગ્રતા અને સ્પષ્ટ વિચારશક્તિ જ તો શિક્ષણની પાયાની જરૂરિયાત છે,જે મનોમય કોષની મજબૂતાઈ થી જ પ્રાપ્ત
થાય.
પ્રાણ અને મનને મજબૂત કર્યા પછી વિજ્ઞાનમયકોષ એ બુદ્ધિ અને જ્ઞાનેન્દ્રિયને
સતેજ કરવા માટે છે.શિક્ષણ વિભાવનામાં બુદ્ધિ પ્રધાનતાને વિશેષ મહત્ત્વ
છે એટલે અહીં ઉપનિષદે પણ વિજ્ઞાનમય કોષને ઉત્તમ બનાવવાની દિશામાં ભાર મુક્યો છે. બુદ્ધિ અને પાંચ જ્ઞાનેન્દ્રિયો મળીને વિજ્ઞાનમય કોશ કહેવાય છે. એક તરફ
બુદ્ધિની તિક્ષણતા અને બીજી તરફ માનવીય ભાવનાઓને યોગ્ય રીતે અંકુશિત કરવાનું કાર્ય-વિજ્ઞાનની દિશામાં લઇ જાય. તેનું સ્થાન
હૃદયમાં છે.सः विज्ञानम् ब्रह्म इति व्यजानात् । ' વિજ્ઞાન ' એટલે વિશેષ જ્ઞાન
એવું સ્વીકારીને વિશ્વ એ ભૌતિક સુવિધામાં
ખુબ દોટ મારી પણ શ્રષ્ઠ માનવ બનવાની
દિશામાં પણ જ્ઞાનથી આગળ વિશેષ જ્ઞાન છે જે શ્રેષ્ઠતા તરફ લઇ જાય. વિજ્ઞાનમયકોશ.
જ્ઞાનને પેલે પાર આ કોશ છે., જે institutions
strong કરે છે. વિજ્ઞાનમયકોશનું સ્થાન હૃદયમાં છે, એને અંતઃકરણ પણ
કહેવામાં આવે છે. ભાવનાઓ, લાગણીઓને કાબુમાં લાવી શકાય છે. એને મજબૂત કરવા માટે
ધ્યાનનો અભ્યાસ વધારે કરવો જોઈએ. વિજ્ઞાનમય કોષનું સ્થાન હૃદયમાં છે.બુદ્ધિના
તેજથી ભાવનાઓને સમજણપૂર્વક અંકુશિત કરવી એ વિજ્ઞાનકોશનું કાર્ય છે.
અન્ન, પ્રાણ,મન અને વિજ્ઞાનની સિદ્ધિ પછી હવે પૂર્ણતાની દિશામાં જવાનું
અંતિમ લક્ષણ તે આનંદ. પૂર્ણ પ્રાપ્તિ એટલે જ સંતોષ-તૃપ્તિ .અને એ પણ
ભૌતિક આનંદ વાત નથી.કારણકે એ સત ચિત્ત આનંદ નથી. અહીં આનંદની પરિસીમા એટલી તો ઉચ્ચ
બતાવી છે કે કલ્પનાતીત છે. આત્મા ક્યારેય દુ:ખી થતો નથી. આત્મા અમર છે. બીજા બધા
કોશ મજબૂત હોય ત્યારે આ કોશ સુધી પહોંચી શકાય છે. આનંદમયકોશની જાગૃતિ થઈ જાય
ત્યારે આત્મજ્ઞાન થાય છે. હઠયોગથી આ બધા કોશો સુધી પહોંચી શકાય છે. સો મનુષ્યનો આનંદ એટલે એક માનવગન્ધર્વનો આનંદ ,સો ગાંધર્વનો આનંદ એટલે એક ઇન્દ્રનો,સો ઇન્દ્રનો આનંદ એ એક
બૃહસ્પતિના આનંદ બરાબર છે એથી ઉપર તે
બ્રહ્મ આનંદ -બ્રહ્માનંદ્દ અને એ જ
તો છે શ્રેષ્ઠ માનવજીવનનું-ઉત્તમ માનવનું
લક્ષ્ય .
ચલિત દુરભાષ 9427960979