Readers

Thursday, March 28, 2019


                                      जी हाँ कुछ भी कर सकता हूँ मैं |         दिनेश मांकड़
            चुनाव द्वार पर खड़ा रह गया| मतदान का दिन भी अभी आ जायगा | " क्या करूँ ?  किसको  अपना मूल्यवान मत दूँ ? "समझदार देशवासिमे यह सवाल है |-होना ही चाहिए |
        पहला सवाल यह की  मतदान शत प्रतिशत क्यों नहीं होता ? मतसूचि ने गलती या तो किसी खास वजह से घर पर न होना -ऐसे तो एक या दो प्रतिशत लीग ही होते है | जिसका नाम मत सूचि में नहीं है वो तो गैर जिम्मेदार लोग है | देश के प्रति -लोकतंत्र के प्रति  बेवफा है वे लोग| छोडो इसकी तो चर्चा ही तो अलग है | हम तो यहां जिसका नाम मतसुचि में है उसकी ही बात कर रहे है |सुबह उठकर अच्छी चाय मिलनी ही चाहिए | नहीं मिली तो ?? अपने कपडे भी तो तैयार होने चाहिए| | घर की बहार निकले तो यातायात भी सरल और अच्छा होना चाहिए|  अच्छा -अच्छा -अच्छा ,हमें सभी जगह  अच्छा ही चाहिए |  बुरा नहीं है ,होना ही चाहिए |अपने लिए या तो परिवार ,समाज  के लिए सभी बातें अच्छी होनी ही चाहिए ,यह सब के अंदर होनी ही चाहिए |इसी ही तरह हम सब समझदार नागरिक यह भी अपेक्षा रखतें है की पुरे देश में भी सभी सुविधा अच्छी और अधिकतम हों |और होनी भी चाहिए.| भारत विस्तार में सारे विश्व में सातवां और आबादी में दूसरे स्थान पर है | इतने बड़े देश में लोकतंत्र भी बड़ा ही है |  ३० से भी अधिक राज्य-प्रदेश ,भिन्न भाषाएं ,भिन्न भिन्न जातियां ,धर्म | बहुविध विचार एवं रहन -सहन वाली हमारी संस्कृति है | इसके अंदर एक तंत्र -लोकतंत्र को  संसार में सबसे  अच्छी तरह चलाना -चलने देना ,हरेक देशवासी की  देशके प्रति नैतिक फर्ज बनती है |
       आखिर हम मताधिकार के लिए इतने गंभीर क्यों नहीं है ? - हम सब की एक आदत है ,हम बोलते ज्यादा है और सच्ची दिशामे  सोचते कम है | हकीकत में हमारी मुसीबतों का कारण भी ही  है |  शिकायतें भी आपस आपस में कह कर संतोष प्राप्त कर लेते है  मगर उसके हल के बारेमे 'मै क्या कर सकूँ ?'-  ऐसा सोचते ही नहीं है | लोकतंत्रमें  यह सब से बुरी चीज है|   दूसरी  बात -चुनाव के वख्त हम पहले उम्मीदवार को व्यक्तिगत तौर पर  देखते है | पक्ष के विचार -विज़न को बाद में देखतें है | अगर अच्छा नहीं लगा तो मतदान न करने का विचार कर बैठते है | यह बिलकुल गलत बात है | जो मतदान नहीं करते है उसको किसी भी समस्याके बारे में एक भी शब्द बोलने का अधिकार नहीं है| 
       अबतक देश में बहोत चुनाव हुए | बहुधा में कोई भी क्षेत्रका मतदान  अधिकतम ७० प्रतिशत से  कभी भी नहीं बढ़ा | कुछ इलाको में तो २० या ३० प्रतिशत मतदान होता है | ऐसा क्यों होता है ? किसी व्यक्ति को देखकर मतदान नहीं करना यह तो अपने आप पर अविश्वास की बात है |  जितने उमीदवार खड़े है उसमे से कौन थोड़ा सा अच्छा है  यह निश्चित  करना तो बिलकुल सरल बात है | अपनी व्यवसाय और कार्यकी जिम्मेदारी  के कारण मतदान के लिए समय नहीं निकल सकने वाले  मित्रो में , कार्य में अग्रता की समझदारी कम है |  मनोरंजन और दूसरे सामान्य कार्यो के लिए समय निकालने वाले  पांच साल में एकबार आने वाले चुनाव में मतदान के लिए घंटा भी  वो तो लोकतंत्र के लिए पुरे गैर जिम्मेदार  लीग है | और जो आलस की  वजह से  मतदान के लिए घर की बहार नहीं निकलते है उसको अगर कुम्भकर्ण कहेंगे तो कुम्भकर्ण का अपमान होगा |
        दिव्यांग मित्रो ,जिसके पैर-हाथ में तकलीफ है ,प्रज्ञा चक्षु है ,वो मतदान करते है | चल या सुन  नहीं सकते ,देख नहीं सकते ऐसे बुज़ुर्ग भी उत्साह से मतदान करते है| सेनाके जवान भी सरहद भी सँभालते है तो भी मतदान  चूकते नहीं है|  क्या कहना है जो बिना वजह मतदान नहीं करते है ?
        अब बात "नोटा " की | शासन ने नोटा की अनुमति तो दी है ,मगर हम नोटा का इस्माल क्यों करे ? क्या हम में ऐसी भी अक्कल नहीं की हमारे दो-चार उमीद्वारामे से सब से अधिक अच्छा कौन है ,वह हम निश्चित न कर सके ?? लोकतंत्र में सब से अच्छा ,सर्वगुण सपन्न कोई भी नहीं मिलने वाला | अगर  हम नोटा का इस्माल करते है तो मतलब यह हुआ की हमने अयोग्य उमीदवार को चुना | क्योकि नोटा से थोड़े अच्छे को इतने कम मत मिले ,जो नोटा हुए |  जीवन में  कईबार ऐसा होता है की बात हमारे पुरे मत की नहीं होती ,तो क्या हम इस बात से भागते  है या  हो सके इतनी बात का स्वीकार करते है ? राष्ट्र के लिए -खुद हमारे लिए भी पुरे लोकतंत्र के लिए मतदान तो  हो सके इतना ज्यादा से ज्यादा होना ही चाहिए|  छोटा सा उदहारण लेते है -करीब एक हजार मतदारो वाला छोटा गावं है |  ६५  प्रतिशत मतदान हुआ | एक पक्ष को  ३०  प्रतिशत दूसरे को  २५ प्रतिशत और २० प्रतिशत नोटा है | इसका मतलब की सिर्फ ३० प्रतिशत वाला उमीदवार पुरे गावं के एक हजार लोगो का प्रतिनिधित्व करेगा | यह सच्चा और अच्छा जनमत है ही नहीं|
       दोस्तों ,आदमी भगवान्  का सब से श्रेष्ठ सर्जन है |हमें बुद्धि-विचार शक्ति दी है | देश के लिए हम और कुछ कर सके या न करे ,पांच साल  में एक बार मतदान तो कर ही सकते है| जैसी भी है ,हमारी लोकशाही है| विश्व में सब से बढ़कर लोकशाही है| उस लोकतंत्र  सच्चे अर्थ में पूर्ण लोकतंत्र बनाना है तो 'बटन 'दबाना ही होगा | चलो ,साथ मिलकर राष्ट्रिय उत्सव  मनाए | शत प्रतिशत मतदान का प्रण ले | लोकतंत्र की जननी भारत माता की जय |

Thursday, March 14, 2019


                                  શિયાળ દોડ્યું સિંહ ને ખાવા   ..!!!!                    દિનેશ માંકડ
            ચીને ફરી એક વાર મસૂદને આંતર રાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવા ના પ્રસ્તાવ માં રોડો નાખ્યો.ઘણું ખોટું થયું.અનેક પ્રત્યાઘાતો આવશે. વિદેશનીતિની ખુબ ચર્ચા થશે.આમ તો ચીન ને સુરક્ષા પરિષદમાં બેસાડવા માટે પણ દુનિયા ને મોટી મોટી ભલામણ જે તે સમયે ભારતે જ કરેલી. ૧૯૬૨ ના યુદ્ધ વખતે ચીન સાથેનું કુણું વલણ પણ ભારતે જ બતાવેલું .પણ શિયાળ તે શિયાળ જ છે.અત્યારે તો સૌના મનમાં વ્યથા છે. સરકારે  શું કરવું જોઈએ તેના મત શરુ થઇ જાય છે.
             એક વાર એક શિયાળ ને સિંહ પર હુમલો કરવાનું ગાંડપણ સુઝયું. પણ લુચ્ચા શિયાળને ખબર હતી કે સિંહ પર સીધો હુમલો તો થાય નહિ.તેણે થોડી લલચાવનારી વસ્તુઓ એકઠી કરી ને  રોજ રોજ આવી ને સિંહ બાળો સામે ધરવાનું શરુ કર્યું .બાળકો ને શિયાળ કાકા ખુબ ગમવા લાગ્યા .તેની વસ્તુઓ ગમવા લાગી .કેટલીયે વાર તો સિંહ બચ્ચા ને સિંહે આપેલી વસ્તુ કરતા શિયાળ કાકા ની વસ્તુ સારી લાગવા માંડી.શિયાળે અડધો સિંહ પ્રદેશ આમ જ જીતી લીધો.
          ઇતિહાસ સાક્ષી છે અંગ્રેજોએ વ્યાપારથી પગ પેસારો શરુ કર્યો.મિલો સ્થાપીને પહેલો કાપડ ઉદ્યોગ ભાંગ્યો.અને બીજું  બધું.. ચીન આજે આ જ કાર્ય કરે છે.ભારત માં 'મેઇડ ઈન ચાઈના ' વસ્તુ નું પ્રભુત્વ કેટલું બધું વધી ગયું  છે. બુદ્ધિશાળી લોકો ગુણવતા ની વાત લઈને આવે છે. એ લોકો એ ભૂલી જાય છે કે 'ચાઈના 'બનાવટ ની વસ્તુ તો એક સમયે સૌથી હલકી જ ગણાતી.આજે પણ 'ચાઈના' ના નામે અને સસ્તી કિંમતે  વેપારી જે પધરાવે છે તેમની કેટલીયે વસ્તુ તો બને ભારતમાં ને લોક માનસને છેતરવા લખે 'મેઇડ ઈન ચાઈના'  ને  ભોળો ભારતીય છેતરાતો જાય. આજે પણ  Maide in U.S.A.  વાળી કેટલીયે વસ્તુ  ઉલ્લાસનગર સિંધી એસોશિએશન  (U .S .A ) ની બનાવટ હોય છે એ ઘણા લોકોને ખબર જ નથી.!
         પણ હું તમે આપણે -સામાન્ય જન શું કરી શકીએ ? શું આપણે જે વસ્તુ દેશ માં સારી બનતી હોય તેવી ચીન ની બનાવટ નો બહિષ્કાર ન કરી શકીએ ? 
        એક  આધાર ભૂત માહિતી અનુસાર ચીન  સાથે  આપણે  નિકાસ કરતાં  ચાર ગણી આયાત કરીએ છીએ. બે રૂપિયા નો ફુગ્ગો ને દસ રૂપિયાનો સેલ પણ આપણે  ચાઈના ના ખરીદીયે તે કેવું વિચિત્ર છે ? અભિમાન સાથે કહેવું પડે આપણા દેશ ના  લાખો ઉત્પાદનો અનેક ગણી સારી ગુણવત્તા ધરાવે છે.સવાલ આપણી માનસિકતા અને વલણ બદલવાનો છે. ઠીક છે કદાચ કેટલીક દેશમાં ઉત્પાદિત ન જ થતી હોય ને ખરીદીએ તે બિલકુલ બરોબર છે પણ પાંચ -પંદર રૂપિયાનો દડો ,ગુણવત્તા નામે ચાઇનાનો ખરીદીયે  ( જાણે ચાર પેઢી ચલાવવાનો હોય તેમ ધારી ને )  એ નરી બાલિશતા જ છે .
          ચાઈના ની વસ્તુ ખરીદનારા એક બે પાયાની વાત નથી વિચારતા. પહેલી વાત સ્વાસ્થ્યની .-'એણે લખ્યું ને તમે માની લીધું ' - ઉંદર ને ગાજર ની જેમ ખાનાર દેશ તમારાં સ્વાસ્થ્ય ની ચિંતા કરે એમ તમે માની લીધું ?  ગમ ( ગુંદર ), ટીથર, અને અનેક રમકડાં ,ચામડી ને  સ્પર્શે તેવાં કોસ્મેસ્ટીક અને શેમ્પુ જેવી બનાવટો માં  અખાદય અને માંસાહારી પદાર્થો ભેળવે જ છે.તેમાં કોઈ શંકા જ નથી.વિશ્વાસ ન બેસતો હોય તો સમય કાઢી એકાદ વખત ગુગલ સર્ચ કરી લેવું .યાદ રાખો આપણા જ વેપારી મિત્રો કદી ચાઈના વસ્તુઓ ની વિરુદ્ધ કદી નહિ બોલે ,તેમને વેપાર કરવો છે.પણ જોખમ કે નુકશાન તો આપણી જાત ને જ થવાનું છે ,એ હકીકત છે.
            બીજી વાત આવી દેશપ્રેમ-રાષ્ટ્રપ્રેમની . દેશના દરેક નાગરિકને દેશ માટે પ્રેમ હોય અને આપણને પણ સૌને છે જ .આપણે બધા યુદ્ધભૂમિ પર  જઈ શકવાના નથી,પણ  આ દેશ પ્રેમ ને અભિવ્યક્ત કરવા ઘણા રસ્તા છે. આપણે સામાન્ય વસ્તુઓ જે ચાઈના ની બનાવટ ની છે  તેનો ત્યાગ ન કરી શકીએ ? આપણી કુલ જરૂરિયાતો નો થોડો હિસ્સો જે સરળતા થી છોડી શકાય તેમ છે ,તેને દેશ હિત ખાતર ન છોડી શકીએ ? એવા  નગુણા દેશપ્રેમી  આપણે તો નથી જ.એમાંય આતો એવા દેશ -ચીન સામે લડવાનું છે ,જે આપણા દેશ ના  આતંક વાદ ને નાથવા માટે સાથ નથી આપતું .અહીં તો આપણો અંદર નો રામ જાગવો જ જોઈએ.'.શક્ય ત્યાં સુધી હું ચાઈના ની વસ્તુ નહિ ખરીદું ' આવો તમારો નાનકડો  સંકલ્પ રામસેતુ માટેનું ખિસકોલી કાર્ય બનશે.મારા એક ના ત્યાગ થી શું ફેર પડશે એવું કદી ન વિચારતા .
          જાણીતી વાર્તા યાદ આવી ગઈ .નગર ની પ્રામાણિકતા ની પરીક્ષા કરવા અકબરે  દરેક  નગરજન ને હોજ માં દૂધ નો  એક કળશોયો ઠાલવવા ઢંઢેરો પીટાવ્યો. "મારા એક પાણી ના કળશિયા થી શું ફેર  પડશે ?" એમ વિચારી ને  દૂધને બદલે પાણી નો કળશોયો ઠાલવ્યો. આખો હોજ દૂધ ને બદલે પાણી થી  ભરાયો!
       હવે આ દેશ મોગલો નો રહ્યો નથી."અહીં તો પ્રામાણિકતા અમારા  પ્રાણમાં છે.,સંકલ્પ કરીએ છીએ કે અમારા ઘરમાં  હવે કોઈ સામાન્ય વપરાશની ચાઈનિશ વસ્તુ આવશે જ  નહિ ."  ભારત માતા કી જય

Thursday, March 7, 2019

    
                                   કેમ સાચવીશું સોળ સંસ્કાર ?                  દિનેશ માંકડ , અમદાવાદ
           નજીક ના વિસ્તાર માં એક વયોવૃદ્ધ  અંતિમ શ્વાસ લઇ રહયા હતા .એક મિત્રનો ફોન આવ્યો.,"દવાખાને લઇ ગયા છે ને દવા ,પ્રયત્નો તો શરુ થયા છે ,પણ  મોટી ચિંતા એ છે કે જરૂર પડે ત્યારે , તેમની અંતિમ ક્રિયા  કરાવવા કોઈ યોગ્ય બ્રાહ્મણ ઉપલબ્ધ નથી." પ્રથમ દૃષ્ટિએ આ  સત્ય હકીકત હળવી મજાક લાગે પણ ખુબ ગંભીર અને કડવી વાસ્તવિકતા છે. ઈશ્વર ની અનમોલ ભેટ એવો દુર્લભ મનુષ્ય જન્મ છે .તેમાં જન્મ થી માંડી ને અંત સુધી ના સોળ સંસ્કાર શાસ્ત્રોમાં આપ્યા છે.આ સોળે સોળે સંસ્કાર નું શાસ્ત્રીય તો ખરું પણ વૈજ્ઞાનિક રીતે સંપૂર્ણ મહત્ત્વ છે. પરંતુ આજના ભૌતિક અને દેખાદેખી આધારિત જીવન માં તેનું મૂલ્ય લગભગ નહિવત થયું છે.ચાલીસ વર્ષ થી નીચે ના મોટાભાગ ના યુવાનો ને તો આ સોળ સંસ્કાર ના નામ પણ ખબર નહિ હોય ,પછી તેના અમલ ની વાત જ ક્યાં આવે ?  જો સમયસર જાગૃત ન થયા તો આવશ્યક અને અમૂલ્ય ,ભવ્ય વારસો ગુમાવવા નો વખત આવશે.  કેવી  રીતે સાચવીશું ,આ સોળ સંસ્કાર ?
                લ્યો ,શરૂઆત જ સોળ સંસ્કાર ના નામ જાણવા થી કરીએ . ૧. ગર્ભાધાન. ૨. પુંસવન. ૩. સીમંત. ૪. જાતકર્મ. ૫. નામકરણ. ૬. નિષ્ક્રમણ. ૭. અન્નપ્રાશન. ૮.ચૂડાકર્મ. ૯. કર્ણવેધ. ૧0.વિદ્યારંભ. ૧૧.ઉપનયન. ૧૨.વેદારંભ. ૧૩.કેશાંત. ૧૪.સમાવર્તન. ૧૫.વિવાહ. ૧૬.અંત્યેષ્ટ. એમાંના કેટલાક તો સાવ વિસરાયા જ છે .રહયા -સહયા છે પણ તેનું સ્વરૂપ એટલું તો બદલાયેલું છે કે મૂળ સંસ્કાર અને તેના હેતુ અને શાસ્ત્રીય પદ્ધતિ રહી જ નથી.સમય ની સાથે સ્વાભાવિક બદલાવ આવે ,થોડા  આધુનિકરણ કે  આનંદ ઉમેરાય એનો વિરોધ જરાય ન હોય પણ સંસ્કાર ની પાયા ની બાબતો જ ભુલાય તે કેવું ?  હકીકત એ છે કે  આ સંસ્કાર ના જાણકાર જ  લગભગ રહયા નથી. જે થોડા ઘણા રહયા છે તે સૌ ની સગવડ સાચવવા પોતે સગવડિયા બની ગયા છે.  અહીં કોનો વાંક કે કોની ભૂલ તેની  ચર્ચા કરવી જ નથી. સોળ સંસ્કાર  સાચા અર્થ માં સચવાય તેની  વાત કરવી છે.જેથી  મૂળ સંસ્કાર જળવાઈ રહે ,તેની શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક સકારાત્મક અસર પણ સૌને  થાય તે વિચારવું છે .
       પહેલી વાત સંસ્કારોમાં અટલ શ્રદ્ધાની.પ્રત્યેક હિન્દુમાં આ શ્રધ્ધા હોવી જ જોઈએ. શ્રદ્ધા  કોઈ પર  ઠોકી બેસાડી શકાતી નથી..શ્રદ્ધા તો અંદર થી આવવી જોઈએ. 'આગે સે ચાલી આતી હૈ' એવું માની ને ચાલવા કરતાં  ' સંસ્કાર જ જીવન નો પાયો છે.સંસ્કાર જ જીવનોપયોગી છે તેવી દ્રઢ ખાતરી ,વિશ્વાસ સાથે ઉભી કરવી .આ પ્રથમ આવશ્યકતા છે.
         બીજી સૌથી અગત્ય ની વાત  સંસ્કાર ની સમજ આપનાર અને સાચી રીતે શાસ્ત્રીય પદ્ધતિ થી સંસ્કાર પ્રદાન કરનાર વ્યક્તિઓ -વર્ગ ની અછત છે. સમાજ માં બ્રાહ્મણ નું સ્થાન ખુબ અગત્ય નું  છે. 'બ્રાહ્મણ ' એ કોઈ જાતિવાચક શબ્દ  નથી.'બ્રહ્મ'  (ઈશ્વર )  નું કાર્ય માણસ ને માણસ  બનાવવા નું -સંસ્કાર પ્રદાન કરવાનું કાર્ય કરે તે એટલે બ્રાહ્મણ  'ગોર ' શબ્દ  ;ગુરુ'  શબ્દ નો અપભ્રંશ છે ,એ વાત જાણી  લેવા જેવી છે..દેશ-રાજ્યમાં  ઘણી સંસ્થાઓ આવા બ્રાહ્મણો  તૈયાર કરવાનું ખુબ જ ઉત્તમ સમાજ કલ્યાણ નું કાર્ય કરે છે.કેટલાક ને વારસા માંથી પણ આ સેવા કાર્ય મળે છે. આ બધી સંખ્યા ગણો તો પણ સમાજ ની જરૂરિયાત ના પ્રમાણ માં કેટલા બધા ઓછા પ્રાપ્ત થાય .છેવટે લાલચુ અને અલ્પજ્ઞાની ની બોલબાલા વધે અને છવટે સમાજ ના  બ્રાહ્મણ પર ના આદર અને  શ્રદ્ધા ઘટે અને સંસ્કાર ને સંસ્કૃતિનું હનન થતું રહે …..-થતું રહેશે .....
         પરિવાર ના બધા જ પ્રસંગો માં ભારતીય સંસ્કૃતિ ને અનુસરવાનો સંનિષ્ઠ પ્રયાસ કરીએ. ઘર માં સોળ માંથી શક્ય તેટલા તમામ સંસ્કાર શાસ્ત્રીય રીતે જ  થાય  તેવો પ્રામાણિક પ્રયત્ન કરીએ જ. અને તે સંસ્કાર કરાવનાર બ્રાહ્મણ પણ સુયોગ્ય જ શોધીએ. ( સંતાન ને યજ્ઞોપવિત સંસ્કાર  અપાવતી વખતે પાર્ટીમાં પંદર હજાર ખર્ચનાર શાસ્ત્રીય  વિધિ કરાવનારને પાંચસો આપતા ખચકાય તે કેવું? ગાયત્રી પરિવાર જેવી સંસ્થાઓ તો  આવા  સંસ્કાર ઉત્તમ રીતે ઉજવવા  ઉત્તમ ઈશ્વરીય કાર્ય સેવા ભાવના થી કરે છે જ એટલે સંસ્કાર અપાય જ અને યોગ્ય રીતે જ અપાય તેવી અદમ્ય ઈચ્છા દરેક ભારતીય પરિવાર માં હોવી જ જોઈએ .
       ખુશીની વાત એ છે કે સંસ્કૃતિ જાળવવા માં 'આનંદ આશ્રમ ,બીલખા ', 'ભાગવત વિદ્યાપીઠ સોલા ,અમદાવાદ ' જેવી સંસ્થા ઓ a ઉત્તમ અને પદ્ધતિસર કર્મકાંડ કરાવનાર યુવાનો તૈયાર પણ કરે છે.' સંસ્કૃત યુનિવર્સીટી ,સોમનાથ' માં તો  કર્મકાંડ ના વિષયમાં પદવી,અનુસ્નાતક અને પીએચ .ડી  સુધીના અભ્યાસક્રમ ઉપલબ્ધ છે ,એ વાત ની ખબર ખુબ ઓછા લોકોને હશે.
          શું આ સંસ્થાઓ માંથી તૈયાર થતા યુવાનો  દરેક ઘર ઘર પહોંચી શકશે ?ફરી એજ સવાલ આવ્યો.દરેક ભારતીય પરિવાર ઘરના તમામ પ્રસંગો સારી રીતે પાર પાડવા સદા તત્પર છે ,પણ સુયોગ્ય કર્મકાંડી પ્રાપ્ત ન હોય. એક હકીકત છે  કે આજે તો  રડયાખયા  કર્મકાંડીઓ  મળી રહે છે ,નોંધી લેવા જેવી વાત એ છે કે  આ સંખ્યા જરૂરિયાત ના પ્રમાણ માં ,દિવસે દિવસે ઓછી જ  થતી જવાની છે. ( પેન ડ્રાઈવ પર લગ્ન થાય તો નવાઈ નહીં ! ) શું  ઉપાય છે ?  ચિંતાજનક વાસ્તવિકતા માટે સૌ એ સાથે મળીને ગંભીરતા થી મંથન કરવાનો સમય આવી ચુક્યો છે. સમાજના તમામ સમજદાર અને સંસ્કૃતિમાં શ્રધ્ધા રાખનાર એ આગળ આવવું પડશે -વિચારવું પડશે. સૌ પ્રથમ વાત કે આ ઉત્તમ કાર્ય  માટે કોઈ એક જ્ઞાતિ કે વર્ગ પર ભાર ન નાખીએ,કારણકે સામાજિક અને આર્થિક  દૃષ્ટિકોણ ,સમય સાથે બદલાયા  છે એટલે અહીં તો જે વ્યક્તિ શ્રધ્ધા અને નિષ્ઠા  થી  સપ્રેમ કર્મકાંડ ઉપાડે તેનું જ કામ છે.
        સદનસીબે સંસ્કાર સાચવવા માટે સાહિત્ય અને સાધન-સંસાધન પૂરતા પ્રમાણ માં  ને સરળતા થી  ઉપલબ્ધ છે .વિદ્વાન કર્મકાંડીઓ અને પૂરતું સાહિત્ય પણ ઉપલબ્ધ છે. ફરી યાદ કરી લઈએ કે આ ધર્મકાર્ય  કરવા માટે કોઈ ચોક્કસ જ્ઞાતિ-,વ્યક્તિ ના જ  અધિકાર કે ફરજ નથી . શાસ્ત્ર અને સંસ્કૃતિને આદર કરતો પ્રત્યેક મનુષ્ય તે ઉપાડી લે. માત્ર ઈચ્છા શક્તિ ધરાવનાર અને ઉપાડનાર  ની જ જરૂર છે. આ મહાઆવશ્યક અભિયાન કદાચ એકલ દોકલ કરે તો ઓછું ફળીભૂત થાય પણ કોઈ સામાજિક સંસ્થા ઓ અને મંડળો જો  આ ભગીરથ કાર્ય નું બીડું ઝડપે તો ચોક્કસ પરિણામ મળે. દરેક જ્ઞાતિના મંડળો તો હોય જ છે,અને  તેઓ જ્ઞાતિ ઉત્કર્ષ ના અનેક કાર્ય કરે જ છે. તો આવા  સૌથી મહત્ત્વ ના અને હિતકારક કાર્ય ને હાથ માં લે તો ખુબ જ સરળ અને સફળ બની શકે .
          હવે જરાય વિલંબ કરવો પાલવે તેમ નથી.સંસ્કૃતિ  માટે આદર ધરાવનાર પ્રત્યેક  સામાજિક,ધાર્મિક કે જ્ઞાતિ સંસ્થાઓએ  આ મહત્ત્વ નું કાર્ય ઉપાડી લેવા જેવું છે. જો  હવે  સંસ્કાર સાચવવા નું જતું કરવા ચાલુ રાખ્યું તો પસ્તાવા નો વારો આવશે. એટલે જ  આવા શુભ અને સમાજ  હિત ના કાર્ય ને એક વખત શરુ કરીશું તો સૌનો સાથ અને ખાસ તો ઈશ્વર નો સાથ પણ અવશ્ય મળશે જ. હવે તો  વિચારીએ  નંહિ  આરંભ જ કરીએ.પછી જુઓ પરિમાણ માનવજીવન ના આપણા જ પ્રસઁગો -સંસ્કારો ઓર વધારે દીપી ઉઠશે.