ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના
સંવર્ગ વિદ્યાના
સામર્થ્યવાન -રૈક્વ
પ્રાચીન ભારત પાસે જે હતું તે અત્યંત દુર્લભ હતું. વર્તમાન વિજ્ઞાન પણ સ્વીકારે છે કે અત્યારે પણ વિશ્વના અન્ય વિજ્ઞાનીઓના નામે ચડી ગયેલી અનેક
શોધ કે સંશોધનોના મૂળ તો ભારતમાં જ હતાં .ખોવાયેલો ,લૂંટાયેલો ઇતિહાસ ભલે સાક્ષી ન પુરી શકે પણ
હકીકત તો છે. જ.ગુરુકુળમાં પ્રાપ્ત વિદ્યાઓમાં અનેક અલૌકિક
વિદ્યાઓ પણ હતી જે આજે આપણા માટે કેવળ કલ્પનાતીત છે. ગાડીવાન રૈક્વને પ્રાપ્ત
સંવર્ગવિદ્યાનું પણ તેવું જ છે. જો આપણે શાસ્ત્રો -ઉપનિષદોમાં શ્રદ્ધા રાખીને તેની
વિગતો જાણીશું તો આપણી જાગૃત જિજ્ઞાસા એ તરફ લઇ જશે. માત્ર સંભવ જ નહિ, શક્ય જ છે કે એવું અનેકાનેક એમાં છુપાયેલું છે. ખોળવાનું કામ આપણું છે કારણકે એ આપણું જ છે. અને ચોક્કસ એક નવી આવતીકાલ
ખુલશે.
અનેક તાત્ત્વિક સંવાદો અને તેના ખુબ મર્મલક્ષી ઉત્તરોથી ભરપૂર છાંદોગ્ય
ઉપનિષદમાં અનેક શિષ્ય -ગુરુઓના એવાનો વિશિષ્ટ સંવાદો છે કે તેની કલ્પના પણ ન હોય. જ્ઞાનના
સ્ત્રોત ક્યાંથી આવે ને ક્યાં જાય છે તેની ગણના વ્યક્તિ પરથી નહિ પણ જ્ઞાનપિપાસાની
તૃપ્તિ ક્યાંથી થાય છે તે મહત્ત્વનું છે. છાંદોગ્ય ઉપનિષદના ચોથા અધ્યાયના પહેલા અને બીજા ખંડમાં રાજા જનશ્રુતના પ્રપૌત્ર અને ગાડીવાન
રૈક્વની વાત છે.
પ્રાચીનકાળમાં મહાવૃશ દેશમાં
જનશ્રુતકુળમાં જનશ્રુતિ નામક રાજા હતા.રાજ્ય ખુબ સુખાકારીવાળું હતું.રાજા પણ
પ્રજાપ્રિય હતા.પૂર્વજોની પરંપરા અનુસાર પ્રજા માટેની પૂર્ણ સુવિધા પણ અને બીજી તરફ દાન
પુણ્ય પણ ઉચ્ચ કોટિના..जानश्रुतिर्ह पौत्रायणः श्रद्धादेयो
बहुदायी बहुपाक्य आसस ह सर्वत आवसथान्मापयांचक्रे सर्वत एव
मेऽन्नमत्स्यन्तीति॥ લક્ષ્મી સાથે
સરસ્વતી પણ રાજા પર પ્રસન્ન હતાં એટલે વૈભવ સાથે તેમનામાં જ્ઞાનનો પણ ભંડાર ભર્યો
હતો. આખાં ક્ષેત્રમાં જ્ઞાન અને દાનના સમન્વયનો જોટો મળે તેમ
નહોતો. તેથી તેઓ પ્રભાવી પણ હતા-તેજસ્વી પણ હતા..
એક દિવસ તેઓ પોતાના મહેલની અગાસી પર
ટહેલતા હતા. ઉપરથી બે હંસ પસાર થતા હતા.એક હંસે બીજા હસને કહ્યું, ' જરા ઉડવામાં ધ્યાન રાખજે. નીચે રાજા જનશ્રુતિ ટહેલે છે. તેઓ તેમના તેજ અને
પુણ્યથી ખુબ પ્રભાવી છે એટલે જો તેમના પરથી પસાર થઈએ તો સળગી જવાય..’ समं दिवा ज्योतिराततं तन्मा
प्रसाङ्क्षी स्तत्त्वामा प्रधाक्षीरिति ॥ બીજા હંસે
જિજ્ઞાસા વ્યક્ત કરી,’ શું તેમનું તેજ ગાડી ( રેંકડી ) પર બેસી
રહેનારા રૈક્વ કરતાં પણ વધારે પ્રભાવી છે? ' तमु
ह परः प्रत्युवाच कम्वर एनमेतत्सन्तꣳ सयुग्वानमिव रैक्वमात्थेति यो नु कथꣳ सयुग्वा रैक्व इति ॥ પહેલા હંસે ફોડ પડતાં કહ્યું કે જેમ કોઈ રમતમાં સામે પક્ષના પાસાં કોઈ અગમ્ય
વિદ્યાર્થી પોતાના હસ્તક કરી લે તેમ રૈક્વ પોતાની કોઈ શક્તિ વડે રાજાના સત્કર્મનું
ફળ મેળવી લે છે. यथा कृतायविजितायाधरेयाः संयन्त्येवमेनꣳ सर्वंतदभिसमैति यत्किंच प्रजाः साधु कुर्वन्ति
यस्तद्वेदsयत्स
वेद स मयैतदुक्त इति ॥
સાંકેતિક ભાષા સમજનાર રાજાએ બે હંસોની વાત સાંભળી..એ ચોંક્યા 'આ વિશેષ વિદ્યા કઈ છે ? અને તેને જાણનાર મારાં જ રાજ્યમાં આ રૈક્વ કોણ છે ? ' રેકાવને ખોળવા સૈનિકોને ટૂંકમાં સમજાવીને દોડાવ્યા साधु कुर्वन्ति यस्तद्वेदयत्स वेद स
मयैतदुक्त इति ॥.અથાગ પ્રયત્નો પછી પણ
રૈક્વનો પતો ન લાગ્યો.રાજા ખુબ અકળાયા. તેમની તો ઊંઘ હરામ થઇ ગઈ. પોતાની માન્યતા
અનુસાર ;બ્રાહ્મણ પાસે જ આવી વિદ્યા પ્રાપ્ત હોઈ શકે, એમ ધારી यत्रारे
ब्राह्मणस्यान्वेषणा तदेनमर्च्छेति ॥ .ફરી સૈનિકોને
ગલી ગલી-ઘેર ઘેર ઘુમવાનો આદેશ કર્યો. .ભરબજારમાં એક એક
ગાડીવાનને પૂછતાં, આખરે કોઈ એક ખૂણે ( ગાડી) રેંકડી પર અઢેલીને
બેઠેલા ‘રૈક્વ’ તરીકે ઓળખાતા, અસ્તવ્યસ્ત
દશામાં ,છતાં મુનિ જેવા લાગતા નજરે ચડયા. सोऽधस्ताच्छकटस्य पामानं
कषमाणमुपोपविवेशतꣳ हाभ्युवाद त्वं नु भगवः सयुग्वा रैक्वइत्यहꣳ ह्यरा३ इति |
સૈનિકોએ નામ
વગેરે પૂછી, ખાતરી કરીને કહ્યું,' રાજાજી આપને યાદ કરે છે.આપ મહેલમાં પધારો.' .અપેક્ષા રહિત અને પારદર્શક જીવનવાળા રૈક્વએ ઉત્તર આપ્યો, 'મહારાજને મારા પ્રણામ કહેજો.' ફરી નમ્રતાપૂર્વક
ઉમેર્યું કે,' મારે મહેલમાં આવવાનું કોઈ કારણ નથી.' સૈનિકો પરત ફર્યા.અને રૈકવે કરેલા ઈન્કારની વાત કરી.
રાજા વિચારમાં
પડી ગયા. મનનું સમાધાન કરી, પોતે જાતે જવા તૈયાર
થયા. જ્ઞાન અને વૈભવના મહારથી, એક ગાડીવાન પાસે કશુંક લેવા જાય છે.નવી વિદ્યા પ્રાપ્તિ
માટેની,તીવ્રતામાં પોતે કોણ છે અને કોની પાસે શીખવા જવાનું છે એ
ગૌણ છે.શિક્ષણની ભૂખની આ મોટામાં મોટી વાત
છે.વિદ્યા પ્રાપ્તિ માટે પદ,હોદ્દો કે વૈભવ નહિ પણ
લક્ષ્ય કે ધ્યેય મહત્ત્વનું છે એ સંદેશ અહીં છે. ઉદારતાની મૂર્તિ, એવા રાજા પોતાની
સાથે ગાયો,સોનામહોર વગેરે લઇ ગયેલા; તે ભેટ સ્વીકારવા વિનંતી કરી निष्कोऽयमश्वतरीरथोऽनुम एतां भगवो
देवताꣳ शाधि यां देवतामुपास्स इति.| ખિન્ન થયેલા
રૈકવે ભેટ અસ્વીકાર કરતાં રાજાને વળતો સવાલ કર્યો કે ' મારે શાની જરૂર ?' क्वेमानि षट्शतानि गवामयं
निष्कोऽयमश्वतरीरथोऽनु म एतां भगवो देवताꣳ शाधि यां देवतामुपास्स इति|
રાજા નિરાશ ન થયા ફરી મંથન કર્યું.પોતામાં એવું શું ખૂટે છે જે રૈક્વ
પાસે છે.ખુબ વિચાર કરીને પુનઃ જ્ઞાન જિજ્ઞાસા અને પોતાની ખૂટતી કડી પુરાવા રૈક્વ
પાસે આદરપૂર્વક ગયા અપ્રાપ્ય વિદ્યા પ્રાપ્ત કરવાની પોતાની ઝંખના ન જ છોડી.ફરી તેમને
કારણ તો ન સમજાયું પણ રૈક્વની અપેક્ષા કદાચ વધારે હોઈ શકે એવું ધારી થોડું વિશેષ દ્રવ્ય ઉમેરીને પોતાની સાથે વધારે ગાયો,સોનામહોર વગેરે
લઇ ગયા. पुनरेव
जानश्रुतिः पौत्रायणः सहस्रं गवां निष्कमश्वतरीरथं दुहितरं तदादायप्रतिचक्रमे
॥ .એટલું જ નહિ પણ જે ગ્રામ્યમાં રહે છે તે પણ તેમને લઇ લેવા
જણાવ્યું. ग्रामोयस्मिन्नास्सेऽन्वेव
मा भगवः शाधीति ॥ જ્ઞાન પ્રાપ્તિ
માટે વિનંતી કરી.
રાજાની જ્ઞાનતૃષા છીપાવવાની
તીવ્રતા અને પરાકાષ્ટા જોઈને છેવટે રેકવે તેમણે પોતાની પાસેની અલભ્ય વિદ્યા
વિષે ઉપદેશ આપ્યો. અને રાજા જનશ્રુતિની જ્ઞાનની અધૂરપને પૂર્ણ કરી. અલગારી રૈક્વ પાસે જે કઠિન પ્રાપ્ત એવી 'સંવર્ગ વિદ્યા' ( અવશોષક ) હતી તે તેમણે રાજાને પ્રદાન કરી રૈકવે સમજાવ્યું કે, ‘વાયુ સંવર્ગ છે,જયારે અગ્નિ શાંત
હોય ત્યારે વાયુમાં જ સમાહિત થાય છે. સૂર્ય અને ચન્દ્ર પણ અસ્ત થાય ત્યારે વાયુમાં
સમાહિત થાય છે.’ वायुर्वाव संवर्गो यदा वा अग्निरुद्वायति वायुमेवाप्येतियदा
सूर्योऽस्तमेति वायुमेवाप्येति यदा चन्द्रोऽस्तमेतिवायुमेवाप्येति ॥ ‘જળ પણ સુકાય
ત્યારે વાયુમાં જ સમાહિત થાય છે.' આગળ આધ્યાત્મિક તત્ત્વનું વિવેચન કરતાં રૈક્વ સમજાવે છે કે ‘ પ્રાણ જ સંવર્ગ છે જયારે સાધક સુવે ત્યારે બધી જ ઇન્દ્રિય
પ્રાણમાં સમાય છે.’ प्राणो वाव संवर्गः स यदा स्वपिति प्राणमेववागप्येति प्राणं चक्षुः
प्राणꣳ श्रोत्रं
प्राणं मनः प्राणो
ह्येवैतान्सर्वान्संवृङ्क्त इति ॥ અને તારણ રૂપે तौ वा एतौ द्वौ संवर्गौ वायुरेव देवेषु
प्राणः प्राणेषु॥ ‘આ રીતે માત્ર બે જ સંવર્ગ છે. દેવતાઓમાં વાયુ અને ઇન્દ્રિયોમાં પ્રાણ જ સંવર્ગ છે. અને’ ते हैते रैक्वपर्णा नाममहावृषेषु
यत्रास्मा उवास स तस्मै| વિદ્યાની કદર સ્વરૂપે રાજાએ આપેલ વિસ્તાર 'રૈક્વ પર્ણ ' તરીકે પ્રચલિત
થઇ ચિરસ્મરણીય બની ગયો.
છાંદોગ્ય ઉપનિષદની નાનકડી કથા શિક્ષણની અનેક વિભાવના વ્યક્ત કરી જાય છે. મોટા
દેશના રાજા હોવા છતાં જનશ્રુતિની વિદ્યાભ્યાસની ભૂખ અને જિજ્ઞાસા ઉડીને આંખે
વળગે છે.કેવળ વૈભવ નહિ વિદ્યા પણ તેમનો જીવનમંત્ર
રહ્યો.વિદ્યાપ્રાપ્તિ માટે રાજા એક ગાડીવાળા પાસે જાય ખરા ? વિદ્યા પ્રાપ્તિ માટે બધું જ ગૌણ ,પ્રાપ્તિ એ જ લક્ષ્ય એ આ
કથાનો સંદેશ...રૈક્વ ગાડીવાન નહિ પણ સાચા અર્થમા મુનિ કે ઋષિ
જ છે.ભૌતિક આડંબર -બાહ્ય આડંબર કરતાં આધ્યાત્મિક આડંબર અનેક ઘણો ઊંચો છે.એ વાત
રૈક્વનું પાત્ર સૂચવી જાય છે.