Readers

Friday, October 28, 2022

ઉપનિષ દોમાંશિક્ષણ વિભાવના -લેખાંક -22 - વિરાટ પુરુષ


 

                                                             ઉપનિષ દોમાંશિક્ષણ વિભાવના

                                                                            વિરાટ પુરુષ

           આપણે કોણ ? આપણે ક્યાં ? આપણી આસપાસ શું ? સરળ-સાદા  લાગતા પ્રશ્નોના જવાબ તો કોઈ નાનું બાળક પણ આપી શકે. પણ થોડું આગળ વિચારીએ તો જે જાણીએ છીએ તે સૂર્યમંડળના એક ગ્રહ પૃથ્વી,સાત ખંડોમાંના એક ખંડના એક દેશના એક રાજ્યના એક શહેરમાં આપણો નિવાસ.-એવો ઉત્તર આવે. હવે જો કોઈ એમ કહે કે,  ' આપણે જોઈએ છીએ એવા અનેક સૂર્ય, બ્રહ્માંડમાં છે તો ? અને એનું નિર્માણ કરનાર એક વિરાટ પુરુષ છે.' -સાચા શિષ્યની જિજ્ઞાસા કેટલી હદે વધી શકે?

             હજારો વર્ષ પહેલાં વેદ પાસે એના ઉત્તર હતા.અને એવા જ્ઞાની ગુરુ અને ઉત્સુક શિષ્ય પણ હતા.' પુરુષ સૂક્ત 'માં સૃષ્ટિ સર્જક અને ચાલક એ વિરાટ પુરુષનું અદભુત વર્ણન છે .માત્ર 16 જ મંત્રમાં  ભવ્ય અતિ ભવ્ય ચિત્રણ કદાચ બીજે ક્યાંય મળે તેવું નથી.ઋગ્વેદના દસમા મંડળમાં અને યજુર્વેદમાં પણ આ વિરાટ પુરુષનું વર્ણન 'પુરુષ સૂક્ત'માં છે. ઉત્તમ વસ્તુ માટેની ભૂખ કદાચ વારંવાર તૃપ્તિ પછી પણ ઉભી જ રહે તેમ  ઋગ્વેદ, યજુર્વેદમાં વર્ણવ્યા પછી પણ ઇન્દ્રને તેનું રહસ્ય સમજવાની તીવ્ર જિજ્ઞાસા થઇ. અને મુદગલ ઉપનિષદ એનું વર્ણન કરે છે. આપણે અહીં મુદગલ ઉપનિષદના સમજાવેલાં 'પુરુષ સૂક્ત'ના  રહસ્યની વાત કરીશું.એટલે આખું વેદોક્ત મૂળ 'પુરુષ સૂક્ત ' નહિ લઈએ

            અલબત્ત આ મહાન ચરિત્રનો અલ્પત્તમ ભાવાર્થ જરૂર જાણીએ.. જે હજારો માથા, હજારો આંખો અને હજારો પગવાળા વિરાટ પુરુષ છે. જે આખા બ્રહ્માંડને આવૃત કરી લે પછી પણ દસ આંગળ શેષ રહે છે.જે સૃષ્ટિ બની ચુકી છે અને બનવાની છે એ આખી જ વિરાટ પુરુષની જ છે.આ અમર જીવ જગતના પણ સ્વામી છે અને જે અન્ન દ્વારા વૃદ્ધિ પ્રાપ્ત કરીએ છીએ તેના પણ તેઓ જ સ્વામી છે. અતિ વિસ્તૃત આ વિરાટ પુરુષના એક જ ચરણમાં બધા જ પ્રાણી છે અને અન્ય ત્રણ ભાગ અનંત અંતરિક્ષમાં રહેલા છે  વિરાટ પુરુષના એક ભાગમાં આખો સંસાર જડ,ચેતન વિવિધ સ્વરૂપોમાં સમાહિત છે.એના ત્રણ ભાગ અંતરિક્ષમાં સમાયેલા છે .એ વિરાટ પુરુષથી આ બ્રહ્માંડ ઉત્પન્ન થયું છે.એ વિરાટ પુરુષથી સમષ્ટિ જીવ ઉત્પન્ન થયા છે.એ જ દેહધારી, બધામાં શ્રેષ્ઠ થયા જેણે બધાથી પહેલાં પૃથ્વીને ફરી શરીરધારીને ઉત્પન્ન કર્યા.એ સર્વશ્રેષ્ઠ વિરાટ પ્રકૃત્તિ યજ્ઞથી દહીયુક્ત ઘી પ્રાપ્ત થયું.( જેનાથી વિરાટ પુરુષની પૂજા થાય છે.).વાયુદેવથી સબંધિત પશુ-હરણ,ગાય,અશ્વ વગેરેની ઉત્પત્તિ પણ એ વિરાટ પુરુષ દ્વારા જ થઇ    વિરાટ યજ્ઞપુરુષથી ઋગ્વેદ અને સામવેદનું પ્રગટીકરણ થયું. એમનાથી જ યજુર્વેદ અને અથર્વવેદના પ્રાદુર્ભાવ થયા.અર્થાત વેદની ઋચાઓનું પ્રગટીકરણ થયું. આ વિરાટ પુરુષનું મુખ બ્રાહ્મણ અર્થાત જ્ઞાનીજન ( વિવેકવાન ),ક્ષત્રિય અર્થાત પરાક્રમી વ્યક્તિ ,જે એના શરીરના બાહુઓમાં વિદ્યમાન હોય, વૈશ્ય અર્થાત પોષણશક્તિ -સંપન્ન વ્યક્તિ ,અને સેવાધર્મ વ્યક્તિ તેના પગમાં હોય. વિરાટ પુરુષના મનમાં ચંદ્રમા ,નેત્રોમાં સૂર્ય,કાનમાં વાયુ,અને મુખમાં અગ્નિ પ્રગટ થયું.વિરાટપુરુષની નાભિમાંથી અંતરિક્ષ ,માથામાંથી દ્યુલોક,ચરણોમાંથી ભૂમિ ,અને કણોમાંથી દિશાઓ પ્રગટ થઇ.

           ઋગ્વેદ સબંધિત મુદ્દગલોપનિષદમાં વિરાટ પુરુષની વિરાટતાના રહસ્યને સમજવાનો-સમજાવવાનો ભગીરથ પ્રયાસ થયો છે.આ ઉપનિષદનો શાંતિપાઠ જ કૈંક વિશેષ સંદેશ મૂકે છે, श्रीमत्पुरुषसूक्तार्थं पूर्णानन्दकलेवरम् । पुरुषोत्तमविख्यातं पूर्णं ब्रह्म भवाम्यहम् ॥  ॐ वाङ् मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितमाविरावीर्म एधि ॥ वेदस्य म आणीस्थः । श्रुतं मे मा प्रहासीरनेनाधीते- नाहोरात्रान्सन्दधाम्यृतं वदिष्यामि सत्यं वदिष्यामि ॥  तन्मामवतु तद्वक्तारमवतु अवतु मामवतु वक्तारमवतु वक्तारम् ॥.હે પરમાત્મા, મારી વાણી મનમાં રહો ,મન વાણીમાં પ્રતિષ્ઠિત થાવ.આપ મારી સામે પ્રગટ થાવ. .મારા માટે વેદનું જ્ઞાન લાવો. હું પહેલાં સાંભળેલાં જ્ઞાનને ભૂલી ન જાઉં સ્વાધ્યાયશીલ પ્રવૃત્તિથી દિવસ રાતને એક બનાવી દઉં. હું હંમેશ ઋત અને સત્ય બોલીશ .બ્રહ્મ મારુ રક્ષણ કરે.વક્તાનું રક્ષણ કરે .ત્રિવિધ તાપ શાંત થાવ.

           ॐ पुरुषसूक्तार्थनिर्णयं व्याख्यास्यामः पुरुषसंहितायां पुरुषसूक्तार्थः संग्रहेण प्रोच्यते ।  सहस्रशीर्षेत्यत्र सशब्दोऽनन्तवाचकः ।  अनन्तयोजनं प्राह दशाङ्गुलवचस्तथा ॥ ભગવાને ઇન્દ્રને જણાવ્યું કે ' હું પુરુષસુક્તનો અર્થ અને વ્યાખ્યા કરું છું.પુરુષ સુક્તમાં પ્રયુક્ત 'સહસ્ર ' શબ્દ અનંતનો બોધ કરાવે છે.એ રીતે આ 'દશાંગુલમ ' પદ પણ અનંત યોજનોની સૂચના પ્રદાન કરે છે.'  મુદગલ ઉપનિષદના બીજા મંત્રથી પ્રત્યેક મંત્ર ભાગનું વિશ્લેષણ છે तस्य प्रथमया विष्णोर्देशतो व्याप्तिरीरिता । द्वितीयया चास्य विष्णोः कालतो व्याप्तिरुच्यते ॥.' પુરુષસૂક્તના આ પ્રથમ મંત્ર -સહસ્ર શીર્ષ - માં ભગવાન વિષ્ણુની સર્વવ્યાપી વિભૂતિનું દર્શન છે.બીજો મંત્ર -પુરુષ એવેદમ -આજ જ લોકનાયક વિષ્ણુની શાશ્વત વ્યાપ્તિનો સંકેત કરે છે.એ સર્વવ્યાપી અને હર સમય વિદ્યમાન રહે છે.' પુરુસયુક્તનો ત્રીજો મંત્ર -विष्णोर्मोक्षप्रदत्वं च कथितं तु तृतीयया ।  एतावानिति मन्त्रेण वैभवं कथितं हरेः ॥ એ વિરાટ  પુરુષ ભગવાન વિષ્ણુને, મોક્ષ પ્રદાન કરનારા બતાવે છે.-એતાવાનસ્ય -આ ત્રીજા મંત્રમાં ભગવાન શ્રી હરિના વૈભવનું -એમનાસામર્થ્યનું વિસ્તારથી વર્ણન કરવા આવેલ છે.'

         ત્રણ મંત્રોના આ સમૂહમાં ભગવાનના ચતુર્વ્યૂહ સાથે સબંધિત ઉલેખ છે. एतेनैव च मन्त्रेण चतुर्व्यूहो विभाषितः । त्रिपादित्यनया प्रोक्तमनिरुद्धस्य वैभवम् ॥-ત્રિપાદ-આ ચોથા મંત્રમાં ચતુર્વ્યૂહના અનિરુદ્ધ સ્વરૂપના વિસ્તૃત વૈભવનું વર્ણન કરવામાં આવેલ છે. પુરુષસૂક્તના પાંચમા મંત્રમાં  तस्माद्विराडित्यनया पादनारायणाद्धरेः ।  प्रकृतेः पुरुषस्यापि समुत्पत्तिः प्रदर्शिता ॥ -'તસ્માતદ્વિરા -માં પાદ વિભૂતિરૂપ ભગવાન નારાયણ દ્વારા શ્રીહરિની આશ્રયભુતા પ્રકૃત્તિ અને પુરુષનું પ્રાગટ્ય બતાવેલ છે. આ સૂક્તના -યત્પુરૂષેણ -મંત્ર દ્વારા  यत्पुरुषेणेत्यनया सृष्टियज्ञः समीरितः ।  सप्तास्यासन्परिधयः समिधश्च समीरिताः ॥ એ સૃષ્ટિરૂપ યજ્ઞમાં વપરાતી સમિધાનું વર્ણન કરવા આવે છે.સૂક્તના -તમ યજ્ઞમ -માં સૃષ્ટિ યજ્ઞનું સમર્થન કરી,  तं यज्ञमिति मन्त्रेण सृष्टियज्ञः समीरितः ।  अनेनैव च मन्त्रेण मोक्षश्च समुदीरितः ॥ મોક્ષનું વર્ણન પણ આ મંત્રમાં જ છે.

           પુરુષસૂક્તના -તસ્માદ -વગેરે સાત મંત્રો  तस्मादिति च मन्त्रेण जगत्सृष्टिः समीरिता । वेदाहमिति मन्त्राभ्यां वैभवं कथितं हरेः ॥ દ્વારા આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિનો ઉલ્લેખ કરવમાં આવે છે.- વેદાહમ -ઇત્યાદિ બે મંત્રો દ્વારા શ્રીહરિના વૈભવનું વિશેષ વર્ણન છે. यज्ञेनेत्युपसंहारः सृष्टेर्मोक्षस्य चेरितः ।  य एवमेतज्जानाति स हि मुक्तो भवेदिति ॥ -યજ્ઞેન યજ્ઞમયજન્ત -મંત્ર દ્વારા સૃષ્ટિ અને મોક્ષનું ઉપસંહારક વર્ણન કરવામાં આવેલ છે. આ રીતે જે કોઈ પુરુષસૂક્તને જ્ઞાન દ્વારા આત્મસાત કરે છે ,એ અવશ્ય મુક્તિને પ્રાપ્ત કરે છે.

            પુનરાવર્તન એ શિક્ષણની વિભાવનાનો આવશ્યક પાઠ છે.ઉપનિષદોમાં એ અનેક જગ્યાએ જોવા મળે છે.અહીં મુદ્દગલોપનિષદમાં પણ બીજા ખંડમાં ઇન્દ્રએ પુરુષસૂક્તનું રહસ્ય ફરી સમજાવવા માટે વિનંતી કરી છે. पुनरपि सूक्ष्मश्रवणाय प्रणतायेन्द्राय परमरहस्यभूतं  पुरुषसूक्ताभ्यां खण्डद्वयाभ्यामुपादिशत् । 'સૃષ્ટિની રચના પહેલાં પૂર્ણપુરુષ શ્રી નારાયણ જ ભૂત,ભવિષ્ય અને વર્તમાનના રૂપમાં વિદ્યમાન હતા એજ આ સમસ્ત પ્રાણીઓમાં શક્તિશાળી જનોમાં વિશિષ્ટ છે.-સર્વશક્તિમાન છે.

          योऽय मुक्तः स पुरुषो नामरूपज्ञानागोचरं संसारिणामतिदुर्ज्ञेयं  विषयं विहाय क्लेशादिभिः संक्लिष्टदेवादिजिहीर्षया  सहस्रकलावयवकल्याणं दृष्टमात्रेण मोक्षदं वेषमाददे । तेन वेषेण भूम्यादिलोकं व्याप्यानन्त-  योजनमत्यतिष्ठत् । पुरुषो नारायणो भूतं भव्यं भविष्यच्चासीत् । स च सर्वस्मान्महिम्नो ज्यायान् ।  तस्मान्न कोऽपि ज्यायान् । આ વિરાટ પુરુષે પોતાને ચારભાગમાં વિભક્ત કરેલ છે..’ महापुरुष आत्मानं  चतुर्धा कृत्वा त्रिपादेन परमे व्योम्नि चासीत् । इतरेण  चतुर्थेनानिरुद्धनारायणेन विश्वान्यासन् । ચતુર્વ્યુંહમાંથી ત્રણ અંશ ( વાસુદેવ,પ્રદ્યુમ્ન અને સંકર્ષણ રૂપ ) નો નિવાસ વૈકુંઠમાં છે  ચોથા અંશ વ્યૂહ સ્વરૂપ અનિરુદ્ધ નામથી નામથી પ્રસિદ્ધ  શ્રીનારાયણ દ્વારા જ સંપૂર્ણ જગતની સૃષ્ટિ બની. ( પૂજ્ય રામશર્મા આચાsર્યજીના ભાષ્ય અનુસાર અહીં ત્રણ ચરણ - ઉચ્ચ લોકોમાં જ નિરુદ્ધ રહે છે એક ચરણ અનિરુદ્ધ ,જેને વ્યક્ત થવામાં રોકવામાં ન આવ્યું. હોય .એના વ્યક્ત ચરણથી સુષ્ટિ ઉત્પન્ન થઇ.બાકીના ત્રણ નામ મંત્રમાં વ્યક્ત નથી છતાં અનિરુદ્ધનાં ઉપર ભગવાનના આ ત્રણ નામ વિદ્વાનોએ માન્ય કરેલ છે.આ ત્રણ વાસુદેવ-બધાને વાસ આપનાર,પ્રદ્યુમ્ન -વિશેષ પ્રકાશમાન અને સંકર્ષણ -આકર્ષણ કરનાર છે છતાં અવ્યક્ત છે.)   .

         ઉપનિષદના પછીના મંત્રમાં અનિરુદ્ધ સ્વરૂપ નારાયણે, બ્રહમાજીને સૃષ્ટિ રચનાની વિધિ અને માર્ગદર્શનનું વિસ્તૃત વર્ણન છે. મુદ્દગલોપનિષદના ત્રીજા ખંડમાં વિવિધ સ્વરૂપે સ્વીકારીને તેની ઉપાસનાનું વર્ણન કરીને મંત્ર એવી નિશ્ચિત સાબિતી આપે છે કે  तं यथायथोपासते तथैव भवति । तस्माद्ब्राह्मणः पुरुषरूपं परंब्रह्मैवाहमितिभावयेत् । तद्रूपो भवति । य एवं वेद ॥ ' જે કોઈ સાધક આ રહસ્યને સારી રીતે જાણે છે -સમજે છે ,એ જાતે જ એને અનુરૂપ બની જાય છે.'

         ઉપનિષદના ચોથા ખંડમાં આ વિરાટ પુરુષ-બ્રહ્મ કેવી રીતે વિશેષ છે તેનું ભવ્ય વર્ણન છે. तद्ब्रह्म तापत्रयातीतं षट्कोशविनिर्मुक्तं षडूर्मिवर्जितं  पञ्चकोशातीतं षड्भावविकारशून्यमेवमादि-  सर्वविलक्षणं भवति ।' એ બ્રહ્મ ત્રિતાપ શૂન્ય, છ કોશોથી પર, ષડ ઊર્મિઓથી રહિત,પંચકોશથી રહિત અને ષડભાવ વિકારોથી અતીત છે.એ રીતે આ બ્રહ્મ બધાથી વિલક્ષણ છે. બ્રહ્મ જેનાથી અળગા છે તે તમામનું વિસ્તૃત વિશ્લેષણ પછીના મંત્રોમાં છે. પ્રાણીમાત્રમાં પ્રવેશતા દુન્યવી લક્ષણોનું અહીં વર્ણન છે. આધિભૌતિક ,આદિદૈવિક અને આધ્યાત્મિક ત્રિતાપથી ચામડી, માંસ હાડકાં સ્નાયુ ,લોહી મજ્જા વગેરે કોશો, કામ,ક્રોધ, લોભ, મોહ,મદ અને મત્સર ,અન્નમય ,પ્રાણમય ,મનોમય વિજ્ઞાનમય અને આનંદમયકોશો ,ભૂખ,તરસ,શોક,મોહ,ઘડપણને મૃત્યુ રૂપ છ ઊર્મિઓ,પ્રિય,પ્રાદુર્ભૂત ,વધવું,પરિવર્તિત થવું,ક્ષય થવું,કે વિનાશ થવું જેવા ભાવવિકાર કુળ ,ગોત્ર ,જાતિ ,વર્ણ,આશ્રમ અને રૂપ જેવા ષડ  ભ્રમ एतद्योगेन परमपुरुषो जीवो भवति नान्यः । આ બધા યોગથી પરમ પુરુષ જ જીવ થાય છે.     

       મુદ્દગલોપનિષદના ઉપસંહાર મંત્રોમાં ઉપનિષદની ફલશ્રુતિ બતાવી છે.य एतदुपनिषदं नित्यमधीते सोऽग्निपूतो भवति । स वायुपूतो भवति । स आदित्यपूतो भवति । अरोगी भवति । श्रीमांश्च भवति ।

पुत्रपौत्रादिभिः समृद्धो भवति । विद्वांश्च भवति । महापातकात्पूतो भवति । सुरापानात्पूतो भवति ।

अगम्यागमनात्पूतो भवति । मातृगमनात्पूतो भवति ।दुहितृस्नुषाभिगमनात्पूतो भवति । स्वर्णस्तेयात्पूतो भवति ।

वेदिजन्महानात्पूतो भवति । गुरोरशुश्रूषणात्पूतो भवति ।अयाज्ययाजनात्पूतो भवति । अभक्ष्यभक्षणात्पूतो भवति ।

उग्रप्रतिग्रहात्पूतो भवति । परदारगमनात्पूतो भवति । कामक्रोधलोभमोहेर्ष्यादिभिरबाधितो भवति । सर्वेभ्यः

पापेभ्यो मुक्तो भवति । इह जन्मनि पुरुषो भवति જે વ્યક્તિ આ ઉપનિષદનું પ્રતિદિન અધ્યયન કરે તે અગ્નિની જેમ પવિત્ર, વાયુની જેમ શુદ્ધ,આદિત્ય સમાન પ્રખર ,રોગ મુક્ત બને છે.પૂર્ણ પુરુષ અર્થાત પરમાત્માના જ્ઞાનથી યુક્ત બનીને શ્રેષ્ઠ ( પવિત્ર ) પુરુષ બની જાય છે.’. વિરાટ પુરુષનું વર્ણન ગમે તેટલું કરીએ ઓછું જ પડે.જે મળે તે માણવું એ જ તેની વિરાટતા.

No comments:

Post a Comment