Readers

Monday, October 6, 2025

યાત્રા -- હારુદ્રાર -દેવી ભાગવત

                                હારુદ્રાર -દેવી ભાગવત

          જીવનમાં ક્યારેક કોઈ અનાયાસે મળી જતી તકોમાં કોઈ ઈશ્વરીય સંકેત દેખાઈ આવે. .તારીખ 6 ઠઠી સપ્ટેમ્બર થી 16 સપ્ટેમ્બર ની હરિદ્વાર -દેવી ભાગવત કથાનો લાભ  મળવો ,એ આવી જ કૈંક ઘટના હતી.એમાંય  શ્રાદ્ધ દિવસોમાં પવિત્ર ગંગાકિનારે દસ રહેવું પણ  અજબનો યોગાનુયોગ બને એ કેટલું ઉત્તમ કહેવાય !

         ગાંધીનગરના ઉમિયા સત્સંગ મંડળે ચારેક માસ અગાઉ આયોજન  .વિચાર્યું..આયોજકોમાં મુકેશભાઈ શુક્લ { સાલા }ના પરિચિત મિત્રો હતા.એટલે  એમણે પોતે તો જોડાવાનું નક્કી કર્યું સાથે અમને પણ આવવા માટે વિચારવા કહ્યું.અમે { હું અને રંજના } તરત સ્વીકારી લીધું.પછી તો ભુજથી હર્ષાબેન અને તારકભાઇ વોરા { સાલી-સાઢુ } અને વડોદરાથી સ્નેહલભાઈ અને અર્પિતાબહેન { મુકેશભાઈના સાલા દંપતી } પણ જોડાયાં .વધારે આનંદ તો એટલે હતો કે 80 સભ્યોમાં ચાલીસેક તો નાગર મિત્રો હતા.  

          જોતાંજોતાંમાં 6 સપ્ટેમ્બર પણ આવી ગઈ.ગાંધીનગરથી 'યોગ એક્ષપ્રેસ માં બપોરે 11.45 વાગ્યે પ્રયાણ.7 મી તારીખે  બપોરે  12 વાગ્યે હરિદ્વારની પુણ્યભૂમિ પર પગ મુક્યો.સપ્ત સરોવર વિસ્તારમાં ઉમિયાધામમાં રહેઠાણ વ્યવસ્થા હતી.પરેશભાઈ દેસાઈ વગેરે સ્વાગત .માટે ઉપસ્થિત હતા ઝડપી રૂમ ફાળવણી અને ભોજન પણ તૈયાર.

            ઉમિયાધામ ટ્રસ્ટ ઊંઝા દ્વારા સ્થાપિત ઉમિયાધામ  આશ્રમ હરિદ્વાર. 2015 થી કાર્યાન્વિત છે.162 રૂમ -જેમાં એ.સી.,નોન એ.સી અને ડોર્મેટરી સુવિધા ઉપલબ્ધ છે.અમારી વ્યવસ્થા એ.સી. રૂમમાં હતી.પાંચ માળ અને માં ઉમિયા ના મંદિર સાથે હરિયાળી સુંદરતા સાથે જનરેટર સુવિધા વાળા આ પરિસરમાં ભોંયતળિયે  પૂરતી બેઠક વ્યવસ્થા સાથે  વિશાળ ભોજન ખંડ ,પહેલા અને બીજા માળે એ.સી અને નોન એ.સી કથા ખંડ..બે થી પાંચ માળમાં રૂમ ત્રણ લિફ્ટ એક એ.સી. અને એક નોન એ.સી.-એવા બે વિશાળ કથા ખંડ.,દરેક માળ પર RO સાથેના કુલર.સ્વચ્છતા અને સંપૂર્ણ ધાર્મિક વાતાવરણ



           તારીખ 7 મી એ ચંદ્રગ્રહણ હોઈ સવારે જ પોથીયાત્રા પૂર્ણ થઇ ગયેલી બપોરથી  દેવી ભાગવત કથાનો પ્રારંભ થયો.વિદ્વાન વક્તા શ્રી યોગેશભાઈ શુક્લની સંગીતમય કથા ખુબ ભાવ અને રસમેય રહી..શાસ્ત્ર  અનુસાર દરેક યુગમાં માં જગદંબા એ જ સહુને શક્તિ પ્રદાન કરી છે એટલે દેવીભાગવતમા રામકથા ,કૃષ્ણઃકથા ,શિવ કથા વગેરે પણ છે.શાસ્ત્રીજી  મૂળ દેવી ભાગવતની કથા સાથે વર્તમાન જીવનમાં ઉત્તમ જીવન જીવવા શું કથા સાર લેવો તેની પણ સરસ ઉદાહરણ સાથે કહેતા રહે.સંગીત ટિમ ના સભ્યોના પણ શુદ્ધ ઉચ્ચાર સાથે સ્તોત્રગાન ,અન્ય કીર્તન પણ ખુબ જ ભાવપૂર્ણ રીતે સાથ પુરાવતા રહ્યા.



            કથામાં જીવંતપણું લાવવા કેટલાક વિશેષ પ્રસંગો ખુબ ઉત્સાહથી ઉજવાયા.પ્રારંભમાં શુકદેવ પ્રાગટ્યમાં પૂર્ણ  વેશ સાથે શુકદેવથી પ્રત્યક્ષ પધાર્યા.સતી પ્રાગટ્ય અને મહિસાસુર વધ એટલા તો ભવ્ય રહ્યા કે જાણે સાક્ષાત નવદુર્ગા જ હાજર થઇ ગયાં.બહેનોના આબેહૂબ વેશ અને હાવભાવ વાતાવરણને ભાવમય બનાવી દીધું..શિવ વિવાહ પ્રસંગે તો આખી કથાને ચાર ચાંદ લગાવી દીધા.આબેહૂબ પરિવેશ અને ડાકલાં પખાજ  સહીત શિવ સાથેના શિવગણો સાથેની જાન આગમને તો અજબ રંગ લાવી દીધો. જાનૈયાઓને આઈસ્ક્રીમ પણ પીરસાયો !  ' કન્યા પધરાવો સાવધાન '.ના મંત્ર સાથે માતા પાર્વતીનું ભવ્ય નવોઢા શણગાર સાથેનો પ્રવેશ અને પછી પૂર્ણ શાસ્ત્રોક્ત શિવવિવાહ .આ બધા સમય દરમિયાન શ્રી યોગેશભાઈ શાસ્ત્રીજી દ્વારા મૂળ કથા પઠન અને પ્રસંગ વિવેચન તો પૂર્ણ રીતે ખરાં જ .આખો પ્રસંગ એવી રીતે ઉજવાયો જાણે કોઈ સાચા લગ્ન સમારંભમાં આપણે પોતે હિસ્સેદાર હોઈએ.

        નવમાં દિવસે પુર્ણાહુતી પ્રસંગે શાસ્ત્રીજી દ્વારા દેવી ભાગવત કથાનું મૂલ્ય અને તેના શ્રવણ મનન થી માનવ જીવનને ઉત્તમ ખુબ ભાવ પૂર્ણ રીતે સમજાવવામાં આવ્યું.પ્રાયશ્ચિત હવનમાં યજ્ઞમાં આહુતિ આપી કથા પૂર્ણ થઇ.સમગ્ર કથામાં બે વાત ખુબ ઉડીને આંખે વળગી. કથા પહેલાં દરરોજ સવારે દેવી સ્થાપન ની પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિવત વિસ્તૃત પૂજા થતી.મુખ્ય યજમાન મિત્રોની ઉદારતા એટલી કે તેઓએ પ્રથમ દિવસે પોતે પૂજા કરી પણ પછીના દિવસોમાં અન્ય જેમની પણ ઈચ્છા અને અનુકૂળતા હોય તેઓ પૂજામાં  બેસીને લાભ ઉઠાવતા.

           અગાઉથી સૂચના અનુસાર પિતૃઓ ફોટા સાથે રાખવાના હતા.કથા સ્થાનમાં સમગ્ર કથા દરમિયાન તે યોગ્ય રીતે પ્રસ્થાપિત કરાયા હતા.-કથા શ્રવણ કરતા.દરરોજ તેમની ફૂલ ચોખા કંકુથી  સહુ પોતાના પિતૃઓની પૂજા પણ કરી આવે.પૂર્ણાહુતિને દિવસે પિતૃઓ પાસે મુકેલ શ્રીફળ એકઠા કરી માં ગંગામાં પધરાવાયાં. શ્રાદ્ધ પક્ષમાં આનાથી વિશેષ ક્ય શ્રષ્ઠ તર્પણ હોઈ શકે ?  .

           તારીખ 8 મી સવારે કથા વિશ્રામ હોવાથી નજીક જ આવેલાં શાંતિકુંજ ની મુલાકાત લઇ આવ્યાં.ગુરુદેવ શ્રી રામશર્માજી દ્વારા સ્થાપિત ગાયત્રી પરિવારનું આ મોટું ક્ષેત્ર છે.ગાયત્રીમાતાનું મુખ્ય મંદિર છે. ગુરુદેવ શ્રી રામશર્માજી તથા માં ભગવતીદેવી -પ્રખર પ્રજ્ઞા -સજળ શ્રધ્ધા ની પાદુકા સ્થળ ઉપરાંત દૈનિક હવન માટેની યજ્ઞશાળા ,સાધકોના ખંડ સંગીત ખંડ,સાહિત્ય અને ઔષધિઓના વિભાગો અને બીજું અનેક અનેક. વિભાગો.છે.પવિત્ર સ્થળની મુલાકાતથી ચોક્કસ મન પણ પવિત્ર થઇ જાય.



          તારીખ 9 મી એ બપોરે ઋષિકેશ તરફ પ્રયાણ..આ ભૂમિ તો અનેક મંદિરોથી છવાયેલી છે પણ વિશેષ કરીને થોડાં પ્રચલિત સ્થાનોની  મુલાકાત કરી. ઋષિકેશ એ તપોભૂમિ છે   રામઝૂલા પરથી પગે ચાલી  પવિત્ર મંદિરો તરફ પ્રયાણ કર્યું.ત્રેતા યુગમાં રામ પરિવાર અને દ્વાપર યુગમાં કૌરવ પાંડવ પરિવારે ધર્મની સ્થાપના કરી પણ તેઓ એ પણ કોઈને કોઈ કારણસર યુદ્ધ ભૂમિમાં અનેક નો નાશ કર્યો.એટલે તેનું પ્રાયચિત્ત કરવાની આ તપોભૂમિ તે ઋષિકેશ.. શત્રુઘ્ન મંદિર કદાચ અહીં માત્ર જ છે. પાસે બદ્રી વિશાલ પણ છે.જ્યાંથી ચારધામ યાત્રા શરુ થાય છે.આગળ કાલી કામલીવાલા બાબા નો ભારતનો સૌથી મોટો આશ્રમ છે.આ આશ્રમનું સંચાલન બિરલા પરિવાર કરે છે.પાંડવ દ્વારા સ્થાપિત શાલિગ્રામ શિવલિંગના દર્શન કર્યા .અહીંથી પાંડવો એ હિમાલય યાત્રા શરુ કરી હતી.વિશાળ ગીતાભવન  પરિસર  ચારે બાજુ મોટા અક્ષરે  ગીતાજીના તમામ શ્લોકોથી ભરચક છે. પરમાર્થ નિકેતન આશ્રમ 1942 માં સ્વામી સુખાનંદજી મહારાજ  દ્વારા  સ્થાપેલો આ આશ્રમ તે સમયે દેશનો સૌથી મોરો આશ્રમ હતો .અત્યારે યોગ,ધ્યાન અને આધ્યાત્મિક ચેતનાનું વિશ્વ પ્રચલિત સ્થાન ગણાય છે.હવે અહીં  દક્ષિણ ભારતનો પ્રભાવ વિશેષ જોવા મળે છે.વર્ષમાં તહેવારો અનુસાર અલગ અલગ શિબિરો અહીં થાય છે.તે સમયે રહેવાની સુવિધાના ખંડ પણ છે. સીતા ઝૂલાથી પગે ચાલીને  વાહન તરફ .હવે

         ગંગા આરતી માટે ત્રિવેણી ઘાટ  પહોંચ્યા. સ્વાર્થતા અને બેસવાની ખુબ જ સારી વ્યવસ્થા ઉડીને આંખે વળગે તેવી. વિશાળ ઘાટ પર દસ થી વધારે આરતી સ્થળ.શુદ્ધ ઉચ્ચારો સાથે શ્લોક અને આરતી ગાન,સાથે પ્રથમ ધૂપ આરતી અને પછી દીપ આરતી .ખુબ ભવ્ય વાતાવરણ.


            


તારીખ 10 કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાયો.આખો દિવસ કથા શ્રવણમાં જ ભરચક રહ્યો. રાત્રે હરકી પેડીની ઊડતી મુલાકાત લીધી.તારીખ 11મી એ ' બ્રહ્મ વર્ચસઃ અનુસંધાન  સંસ્થાનની મુલાકાત લીધી.પૂજ્ય શ્રી રામ શર્માજીના માર્ગદર્શનમાં ડો. પ્રણવ પંડ્યા અને સાથે હવે ડો.ચિંતન પંડ્યા દ્વારા ગાયત્રી મંત્ર અને વેદ મંત્રો પરની શરીર અને આરોગ્ય પર થતી દૈવિક અસરો પર અહીં સંશોધન થાય છે.ગાયત્રી મંત્રના ઉચ્ચારણથી શરીરના ક્યાં ચક્ર ને કેવી ગતિશીલતા મળે છે તેનું જીવંત અનુભૂતિ કરાવતું ઉપકરણ પણ છે.પરિસરમાં 24 શક્તિની પ્રતિમા તેના મંત્ર અને તેમના યંત્ર પણ અદભુત છે.નાનું સાહિત્ય કેન્દ્ર અને સાધનાખંડો પણ અહીં છે. બપોરની કથામાં મહિસાસુર મર્દિની પ્રસંગ ઉજવાયો.


           તારીખ 12 મી કનખલ અને હરિદ્વારના વિશેષ સ્થળો તરફ પ્રયાણ.કનખલમાં દક્ષેશ્વર મહાદેવ ,સતી કુંડ ,પરદેશ્વર નું પારા નું શિવલિંગ જોવા લાયક છે .પરમહંસ યોગાનંદના ગુરુ લહેરી મહાશયના સમાધિ સ્થળ અને ધ્યાન ખડની મુલકાતમાં પણ વિશેષ અનુભૂતિ અનુભવાય..  તારીખ 13 મી એ સવારે કચ્છી આશ્રમ નજીક પરમાર્થ આશારામ પાસે ગંગા સ્નાનનો લાભ લીધો.13 મી એ શિવવિવાહમાં જોડાયાં.

           તારીખ 14 મી એ ભારતમાતા મંદિરની મુલાકાત . 1983 માં સ્વામી સત્યમિત્રાનંદજી દ્વારા સ્થાપિત સાત માળના મંદિરમાં કોઈ મૂર્તિ નહિ પણ આરસપહાણ થી કોતરેલ માં ભારત નો નકશો છે. ઉપરના માળે સીડી ઉપરાંત લિફ્ટની પણ સુવિધા છે.દરેક માળ પર વિશાળ મંદિર છે.  દરેક  માળ પર ભારતની પ્રાચીન આધ્યાત્મિકતાના દર્શન થાય છે.ભોંય તળિયે ભારતમાતા ,પ્રથમ માળ પર વિષ્ણુ મંદિરમાં દરેક અવતાર -દેવતાની પ્રતિમાઓ છે.પછીના એક એક  માળે ઋષિઓ ,દેવીઓ,પ્રખર  ભક્તો,શુરવીરો ,વીરાંગના વગેરે ની ભવ્ય પ્રતિમાઓ અને તેમની વિગતો.ભારતમાતા મંદિરના દર્શન કરીને નાના બાળ થી માંડીને મોટા સહુને અવશ્ય દેશ ગૌરવ પેદા થાય.



          15 સપ્ટેમ્બર કથાના ઉપસંહાર અને  પ્રાયશ્ચિત્ત હવન ,ભોજન કરીને સહુએ પોતપોતાની રીતે રેલવે સ્ટેશન તરફ પ્રયાણ અમે પણ હરિદ્વાર -સાબરમતી -યોગ એક્ષપ્રેસમાં બેસી 16 મીએ બપોરે સ્વગૃહે અમદાવાદ પહોંચ્યા.સમગ્ર પ્રવાસ ખુબ સુખદાયક રહ્યો. સમગ્ર આયોજનમાં ઉમિયા  સત્સંગ મંડળ ગાંધીનગર અને પરેશભાઈ  દેસાઈ ,બાબુભાઇ પટેલ ની સાથે જયંતભાઈ બુચ ,મયુરભાઈ બક્ષી અને બીજા અનેક નિસ્વાર્થ સેવાભાવી મિત્રોએ ખુબ જહેમત ઉઠાવી તે ભુલાય તેવી નથી.ખુબ સુંદર આયોજનને લીધે આવો ઉત્તમ લાભ મળ્યો માટે નો બધો યશ ટીમને જાય છે.તેમને ખુબ ખુબ અભિનંદન અને ભવિષ્યમાં આવાં સુંદર આયોજનો માટે ખુબ ખુબ શુભકામના

          કથા દરમિયાન પારિવારિક ખુશી  ની એક વાત  કહ્યા વિના રહેવાતું નથી.શાસ્ત્રીજી દ્વારા કથાને રસપ્રદ અને આનંદમય  બનાવવા માટે પ્રસંગો ઉજવાયા.તેમાં પ્રારંભમાં શુકદેવજી પ્રાગટ્યનો પ્રસંગ આવ્યો.વર્ણન દરમિયાન ઓચિંતા સાક્ષાત શુકદેવજી પધાર્યા.બારીકાઈ નિરીક્ષણ કર્યું તો મુકેશભાઈ {સાળા } નીકળ્યા.{ યાદ આવ્યું કે તેઓ લાંબા સમયથી ગુમ કેમ હતા!}  પછી એક દિવસ કૃષ્ણજન્મોત્સવ આવ્યો.લ્યો ,આ તો મુકેશભાઈ જ વાસુદેવ બની આવ્યા! અન્ય દિવસે શિવ વિવાહ હતા.આ વખતે પરિવાર વચ્ચે પેપર વહેલું ફૂટી ગયેલું. હર્ષાબેન { સાળી } એ શિવજીનો આબેહૂબ પરિવેશ ધારણ કર્યો.અને માધવીબેન { મુકેશભાઈ ના સહધર્મચારિણી } માતા પાર્વતી બન્યા. રંજના લુણગૌરી અને મોસાળું લાવનાર અને હું અને સ્નેહલભાઈ { મુકેશભાઈના સાલા }  બિહામણા મહોરાં પહેરીને શિવગણ બની  જાન માં જોડાયા.પ્રસંગ એવી રીતે માણ્યો કે જાણે ઘરનો પ્રસંગ હોય.


No comments:

Post a Comment