Readers

Saturday, December 29, 2018


                     क्या मैं भरत पुत्र -भारतीय हूँ ?    दिनेश मांकड़ -९४२७९६०९७९
          हाँ ,मैंने कुछ सुना तो है की हमारे देश का नाम "भारत " भी है |  ऐसा भी तो सूना है की हमारे देश की संस्कृति सारे संसार में सब से पुराणी  है |  मैंने यह भी सुना है की प्राचीनकाल में  हमारा देश  विश्व में सबसे बड़ा ,समृद्धवान एवं उच्च  नैतिकता से भरा हुआ था | महा बलवान और प्रजाप्रिय राजा ऋषभदेव के तपस्वी और अधिक प्रजाप्रिय  पुत्र 'भरत " के नाम पर से हमारे देश का  नाम  "भारत " पुराण काल से ही रखा गया है | "जंहा डाल डाल पर सोने की चिड़िया करती थी  बसेरा ,यह भारत देश है मेरा | यह कहने की ही नहीं मगर सच ही थी |मुझे यह भी मालूम है की मेरे देश में हर एक आदमी दूसरे के भले के बारे में सोचते थे|
                                  सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु
                                    मा कश्चिद् दुःख भाग्भवेत्।ऊँ शांतिः शांतिः शां     तिः||.
                अर्थ - "सभी सुखी होवें, सभी रोगमुक्त रहें, सभी मंगलमय घटनाओं के साक्षी बनें और किसी को भी दुःख का भागी न बनना |
          सुना तो यह  भी है  इस पुण्य पावन भूमि पर बहोत ही अवतार ,संत महापुरुष पैदा हुए  थे|  लोग तो ऐसा भी कहते थे के भारत देशमे जन्म मिलना दुर्लभ माना जाता था | " दुर्लभे जन्मे भारत  " | वैदिक ऋचा भी है की "आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत:" हे प्रभु ! हमें सब ओर से कल्याणकारी विचार प्राप्त हों
           इतनी भव्य और बढ़िया पूर्वभूमिका जानकर मेरे दिलमे एक बड़ा सवाल खड़ा होता है --क्या मैं  "भरत पुत्र भारतीय हूँ ? " शायद आपके मन में भी यह सवाल खड़ा होगा |
         प्यारे देशके सामने  कैसी विडम्बनाएँ  कड़ी यह देखिए तो सही ---
१. राजकारण में  आने वाले  ९० प्रतिशत से ज्यादा लोग  प्रजाकी सेवा के लिए नहीं बल्कि स्वार्थ के लिए आते  है | सेवा की होड़ नहीं कुर्सी की होड़ लगती है| निजी स्वार्थ के लिए अपना ईमान भी यहां आदमी बेच सकता है | हम बिकते है|--हमारी बोली लगती है |हमारे बहुधा नेताओ का लक्ष्य यही होता है की जितने के बाद ज्यादा सेज्यादा  प्रजाके पैसे की लूट चलाये |
२.हमें दूसरो की नहीं ,खुद की ज्यादा चिंता है| देश में करोड़ों नागरिको के पास ईंधन ,पानी जैसी सुविधा नहीं है | फिर भी हम तो हम सब अपनी सुविधा मुफ्त मांगते है | हमें करमुक्ति ,ऋण माफ़ी ,सबसिडी चाहिए | हम यह नहीं सोचते की आखिर सरकार कहासे यह सब करेगी ?
३.हमारे यंहा भ्रष्टाचार एक शिष्टाचार बन गया है | काम छोटा हो या बड़ा 'कटकी ' तो देनी पड़ती है | कितनी अजीब बात है! जो देश के पास  ' तेन त्यक्तेन भुंजीथा : " -( उसको छोड़कर तू प्राप्त कर ) का वेद मन्त्र है वो ही देश के लोग किसीका  लूटने में पड़े है!
४.मेरे देश में नियम पालन के बड़े बड़े कायदे है | हम सब को उसको तोड़ने की बड़ी आदत है | ट्रैफिक नियम उल्लंघन ,कतार तोड़ना तो हरारी रोज ब रोज की आदत है| एक तरफ कायदे का उल्लंघन करना दूसरी और पुलिस वालोको पैसे से भ्रष्ट करके छूट कर खुलेआम फिरना यह तो आम बात है | चोरी करके सीनाजोरी तो हमारा मन्त्र बना गया है |
५.हमें कुछ भी मुफ्त में मिले ऐसा हम सोचते है | हम कितने भी वैसे वाले हो ,अगर मुफ्त में मिलता है तो हम दौड़ते चले जाते है | कभी कोई सच्चे गरीब की रोटी छीनने में भी हम खिचकते नहीं है |
६.अच्छी चीजोमे मिलावट करके जल्दी कमा लेना ,ऊँचे दाम लेकर हलकी गुणवत्ता वाली चीजे पकड़ा देना तो हमारे बाये हाथ का खेल है |
७.'सेल'और 'डिस्काउंट ' के बोर्ड लगाकर लोगोको मुर्ख बनाकर हम बड़ा व्यापार कर लेते है |
८. राष्ट्र की सपत्ति हमारी संपत्ति है ऐसा हम आसानी से बोल तो  देते है मगर बार बार आंदोलन के नाम पर हमारी ही संपत्ति को तोड़फोड़ करके नुकसान भी हम ही पहुंचाते  है|  आखिर नुकसान तो हमारा  ही है ,ऐसा हम ज्यादा सोचते भी नहीं है |
९.कड़ी महेनत करके श्रेष्ठ धनुर्धर बने अर्जुन-एकलव्य  जैसे अनेक छात्रों हमारे देश हुए थे लेकिन हम तो कम महेनत ,ज्यादा विकल्प और अगर हो सके तो परीक्षामे चोरी से पास अधिक संतोष प्राप्त करने में मजा अत है | हम अभ्यासमे कितने भी निम्न हो किसी भी तरह मेडिकल साखामें प्रवेश लेकर डॉक्टर बन जाते है!! 
१०.हम हमारी अगली विरासत -बच्चो के बारे में ज्यादा नहीं सोचते |उसके लिए हमारे पास बहोत कम समय होता है| उसमे अच्छी आदते डालना -चरित्रवान बनाके के उपाय सोचने का तो वख्त भी नहीं है |हम तो खाओ पीओ और मौज करो -यही जीवन का मतलब समझते है |
११.समय पालन का तो हमारे जीवन में कोई स्थान ही नहीं|  केवल मनोरंजन  और टाइमपास में २४ घंटे  कहाँ बीत जाते है वह मालूम ही नहीं पड़ता |.
१२.हमें हमारी पुराणी संस्कृति पर ज्यादा गर्व नहीं है| यूँ की विश्व के दूसरे देश तो हमारी संस्कृति की बहोत प्रशंसा करते है ,मगर हमें तो उसकी ज्यादा कीमत नहीं है |
        हमारी  मनीषा तो विश्वगुरु बनने की है मगर इस दिशा की हमारी  आँखे खुलती ही नहीं है |
       अच्छे ,विचारशील हर एक भारतीय के मन में बार बार सवाल उठता है की क्या मैं वही भारत देश का नागरिक हूँ ? जिसके पास भव्य इतिहास है ,महँ संस्कृति एवं विरासत है? देश के पास बड़ा अमूल युवा धन है ,वैज्ञानिक एवं आध्यात्मिक महापुरुष भी देश के पास है भी| दूरंदेशी विचार रखने वाले लोग भी है देश के पास | खास तो सब से बड़ी बात है की हम सब बड़ी आबादी के रूप में है|दुनिया के दूसरे देशोमे नागरिक को अपने देश के  प्रति आदर है तो मुझे तो होनहि चाहिए न ! क्युकी मेरा देश तो अन्य देशो से कई और ज्यादा  विशाल एवं महान है |
       ज़रा सोचो,  जितना गर्व हमें हमारी माता पर उतना ही गर्व हमें मातृभूमि माँ भारत पर होना चाहिए -और है भी | जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी, I  (जननी और जन्मभूमि स्वर्ग से महान है | ) क्यों हम आज से ही से सोचे की मैं क्या कर सकू?   मैं जहां हु वह कर्तव्य प्रमाणिकता से अच्छे ढंग से निभालु | इसमें देश का भला तो होगा ही साथ में मेरा खुद का भी अधिक लाभ है न ?
         और बड़े गर्व से बोले हां मैं ही  बलवान वीर्यवान भरत का पुत्र भारतीय हु |  भारतमाता की जय | मेरी भी जय |

Monday, December 17, 2018

શ્રીમદ ભગવદગીતા-- જીવન ગ્રંથ દિનેશ માંકડ

                            
                         
    શ્રીમદ ભગવદ ગીતા-- જીવન ગ્રંથ     દિનેશ માંકડ
             વિશ્વ માં એક માત્ર ગ્રંથ છે ,જેની જયંતિ  ઉજવાય છે. માગશર સુધી અગિયારસ એટલે ગીતા જયંતિ
         પાંચ હજાર વર્ષ પહેલા  ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુન ને કહેલી વાતો આજે પણ એટલી જ સનાતન છે.   . શ્રીમદ ભગવદ ગીતા કોઈ વર્ગ કે સંપ્રદાય નો ગ્રંથ છે જ નહિ.માનવ ધર્મ સિવાય ,ક્યાંય કોઈ ધર્મ નો  ઉલ્લેખ માત્ર નથી.દરેક સ્થળે સંબોધન 'શ્રી ભગવાન ઉવાચઃ 'જ છે..    હકીકત માં શ્રી મંદ ભગવદગીતા તો સૌને માટે--સમગ્ર  માનવજાત માટે એક જીવન ગ્રંથ છે બાણાવળી-શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન ને યુદ્ધ માં લડવા માટે  કોઈ પ્રેરણા કે માર્ગદર્શન ની જરૂર હશે ખરી ? વિચારવા જેવો સવાલ છે .અર્જુન એ સમગ્ર માનવ નું પ્રતીક છે .શ્રી કૃષ્ણ એ અર્જુન ને નિમિત્ત બનાવી ને  શ્રીમદ ભગવદ ગીતા ના માધ્યમ થી  મનુષ્ય ને એવું  માર્ગદર્શન આપ્યું છે જેને લીધે જીવન ના પગલે પગલે આવનાર પ્રત્યેક સમસ્યા નો તેને ઉકેલ મળે અને સ્વ વિકાસ કરી શકે .-શ્રેષ્ઠ જીવન જીવી શકે       
      ગીતાજી ની શરૂઆત  વિષાદ થી થાય છે .માણસ ને જીવન માં વારંવાર  નિરાશા આવે છે. એ વખતે પોતાની અંદર ની શક્તિ ને પણ ભૂલી જાય -સમજણ ને  છોડી દે છે. ખોટા નિર્ણય લે છે. મહા શક્તિશાળી અર્જુન બોલી ઉઠ્યો, " सीदन्ति मम गात्राणि - મારા ગાત્રો શિથિલ થઇ ગયાં  છે."ધર્મ -અધર્મ ના  યુદ્ધ મેદાન માં સામે  અધર્મ પક્ષે કાકા ,મામા , સસરા ને ગુરુ હોય  ત્યારે સ્વાભાવિક  રીતે અર્જુન ની મૂંઝવણ હોય. આપણે પણ ઘણી બધીવાર આવી ધર્મ સંકટ ની સ્થિતિ માં મુકાતા હોઈએ છીએ .શ્રી કૃષ્ણ અર્જુન ને કહે, "તું તો કેવળ નિમિત્ત છે ,તેઓ તો ક્યારનાય મરી ચુક્યા છે."  એક વખત માણસ  સ્થિર બુદ્ધિ થી -સ્થિત પ્રજ્ઞ થઇ ને ( અધ્યાય -૨ )  નિર્ણય લે તરત ભગવાન કહી દે " ચિંતા ન  કર .હું તારી સાથે -તારા હૃદય માં બેઠો છું."  सर्वस्य चाहं हृदि सन्निविष्टो |“ – “ ममैवांशो जीवलोके जीवभूतः सनातनः| ”આના થી વધુ વધારે કયી ખાતરી જોઈએ ? ભગવાને તો ગીતાજી માં અનેક વચનો -Promises  આપેલા છે.ખોલીને ,વાંચીને કેટલો વિશ્વાસ કરવો તે આપણા હાથ માં છે .    
          "સમગ્ર સૃષ્ટિ ના કણ કણ માં હું છું "કહી ને ઈશ્વરે માનવ વૈમનસ્ય  અને પર્યાવરણ ની અસમતુલા નું મૂળ માંથી નિરાકરણ આપી દીધું છે. એક તરફ નર માંથી નારાયણ ( પુરુષોત્તમ ) બનવા ની ઉર્ધ્વ ગતિ ની વાત છે તો બીજી તરફ માણસમાત્ર માં રહેલા  દૈવી સદગુણો અને આસુરી દુર્ગુણો ની યાદી આપીને ચેતવી પણ દે છે. क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्य||ક્રોધ જેવા દુર્ગુણ વિનાશ સુધી લઇ જાય ની લાલબત્તી પણ બતાવે છે. ને ટકોર પણ કરે જ છે ,તું જ તારો મિત્ર અને તું જ તારો દુશ્મન છો. તારો  ભાગ્ય નિર્માતાપણ  તું પોતે જ છો. उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् । आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥જીવનના પ્રત્યેક ક્ષેત્ર માં ઉત્તમ ,મધ્યમ નિમ્નતા હોવા ની જ. તેની માનવ જીવન માં  સકારાત્મક -નકારાત્મક અસર બતાવી ને ,ગીતાજી. સત્વ,રજસ અને તમસ ગુણદોષ નું વર્ણન કરી ને તમને માર્ગદર્શન કરે છે તમે કેવી રીતે જીવવા માંગો છો ,તે નિર્ણય તમારે કરવા નો છે.
        વર્તમાન સમય માં સરેરાશ માણસ 'ખાઓ ,પીઓ ને મોજ કરો' જેવી જિંદગી જીવે છે. સાથે સાથે દરેક ને જીવન માં કશુંક ખૂટે છે તેમ લાગે છે જ. શિક્ષણ ,વ્યવસાય , ધંધા કે નોકરી માં નૈતિક મૂલ્યો ખુબ નીચા થતા  જાય છે. બીજી તરફ ધર્મસ્થાનો માં ભીડ વધતી જાય છે .બુદ્ધિશાળી માણસ ના મન માં સાચો ધર્મ શું  તેવા પ્રશ્નો સર્જાય છે.ત્યારે સચોટ ને સ્પષ્ટ ઉકેલ ગીતાજી આપે છે-" स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः।“(  પોતામાં રહેલી ઉત્તમ શક્તિ મને અર્પણ કરી મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે.)
          કેવળ સાતસો શ્લોક ના મર્મલક્ષી ઉપદેશ થી અર્જુન ની આંખો ખુલી ગઈ 'મારો મોહ નાશ પામ્યો છે હવે હું તમારા વચન અનુસાર જ કરીશ.. આપણો રસ્તો અને ઈરાદો સાચો અને પાક્કો હોય સાથે સાથે ઈશ્વર માં અતૂટ શ્રદ્ધા હોય તો કોઈ સમસ્યા એ સમસ્યા રહેતી જ નથી . यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम।। ( જ્યાં યોગેશ્વર કૃષ્ણ હોય ,જ્યાં ધનુર્ધર પાર્થ હોય ત્યાં વિજય  હોય,હોય ને હોય જ.)  ભગવાન પ્રત્યેની આપણી અતૂટ અને પ્રેમપૂર્વક ની શ્રદ્ધા અને  નિષ્ઠાપૂર્વક નો આપણો પુરુષાર્થ હોય તો કોઈપણ સમસ્યા ,આપણા જીવન માર્ગ માં કોઈ જ ક્ષણે ઉભી રહી શકે નહિ
          એટલું નક્કી રાખીએ કે જયારે કૃષ્ણ વિચાર -ગીતા મર્મ પર જયારે આપણી શ્રદ્ધા- ઉત્ક્ટતાં વધશે  ત્યારે ત્યારે  તેનો જન્મ થશે જ . . तदात्मानं सृजाम्यहम्‌ |’ કારણકે એણે જ વચન આપ્યું છે કે, परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥  (સારા  લોકોના રક્ષણ માટે અને દુષ્કૃત્યો ના વિનાશ માટે યુગે યુગે હું જન્મ લઈશ.)
           .સૌને અર્જુન જેવી સખ્યતા-મિત્રતા મળે અને યોગેશ્વર શ્રી કૃષ્ણ નું પ્રત્યેક પગલે માર્ગદર્શન મળે તેવી શુભકામના . અને આ વિચારબિંદુ તો એકાદ ટીપાં નું આચમન છે .શ્રીમદ ભગવદગીતા રૂપી એ  વિશાળ મહાસાગર -રત્નાકર માં  આપ પણ અવશ્ય ડૂબકી મારો તેવી મંગલમય મનોકામના  !!



Thursday, November 22, 2018

             મારે ઘેર વાઘ આવ્યો ....!!                 દિનેશ માંકડ  ( ૯૪૨૭૯૬૦૯૭૯ )
               હું જરાય ખોટું બોલતો નથી.ગઈકાલે સમી સાંજે.વાઘ આવ્યો.મેં દરવાજો ખોલી આવકાર્યો-સત્કાર્યો.પૂરો આતિથ્ય સત્કાર કર્યો..હું જરાય ગભરાયો હતો જ નહીં.મેં આનંદથી તેની સાથે સમય વિતાવ્યો.મસ્તી-મોજ થી છુટા પડયા.ઘણા વખતે વાઘને મળ્યા ને લીધે મન પ્રફુલ્લિત હતું.
           રાત્રે એક પત્રકાર મિત્ર નો ફોન આવ્યો.મેં વાત માં ને વાત કહ્યું,'મારે ઘેર વાઘ આવ્યો હતો.' મોબાઈલ કનેક્ટિવિટી કપાઈ, વાત અધૂરી રહી.બીજા દિવસે તેના પેપર ની હેડલાઈન હતી --  "તેના મિત્રના ઘર માં વાઘ ઘૂસ્યો !" 
          વાત સાવ ખોટી એ નહોતી ને સાવ સાચી એ નહોતી .ગઈકાલે  સાંજે મારો મિત્ર સતીશ વાઘ  મારે ઘેર આવ્યો હતો. પત્રકાર ની ડિસ્કનેકટીવીટી એ કાગ ના વાઘ ની રીતે વાઘ નો વાઘ કર્યો. ( ખાસ નોંધ : જેમ સિંહ જેવા ક્ષત્રિય  સમાજે 'સિંહ ' અટક  અપનાવી છે તેમ અમે પ્રાણી પ્રત્યેની સહાનુભૂતિ ધરાવતા અમે નાગર સમાજે  વાઘ,હાથી, ઘોડા,માંકડ  જેવી અટક અપનાવી ને  અમારો પ્રકૃતિ પ્રેમ વધાર્યો છે.)
         'રજ નું ગજ' ,રાઈ નો પર્વત  ને 'કાગ નો વાઘ ' ગુજરાતી ભાષા ની  ગમતી ને ખુબ વપરાતી કહેવતો છે.,કારણકે વ્યવહાર માં આજે ઘણા બધા -લગભગ બધા ક્ષેત્રમાં તેનો અમલ-ઉપયોગ થાય છે.પછી તે ઘર હોય,વ્યાપાર-વ્યવસાય ની વિજ્ઞાપન હોય કે રાજકારણ હોય,.નાની વાત કે વિગત બધા પ્રકાર ના મરી મસાલા ઉમેરીને રજુ થાય. કેટલીય એ વાર તો તેમાં થી સાચું શું તે શોધવા 'રેતી માંથી સોનુ શોધવા જેટલો પ્રયત્ન કરીયે તો સાચું શું તે તો ખબર જ ન પડે  !!
         આપણું રાષ્ટ્રીય સૂત્ર છે -"સત્યમેવ જયતે "  આપણી સંસ્કૃતિ નો  જીવન મંત્ર છે - :असतो माँ सद गमय |  અને છતાં વાસ્તવિક કરુણતા એ છે કે  ક્ષણે ક્ષણે પ્રત્યક વ્યક્તિ એ સત્ય-અસત્ય તારવવા મથામણ કરવી પડે.
        પહેલી વાત વર્તમાન પત્ર ની .વાચકને આકર્ષે તેવા મોટા મથાળા વાળા સમાચાર માં કેટલું નક્કર સત્ય અને કેટલું ભેળસેળીયું અસત્ય હોય તે તો એકલો સંપાદક અને સાંઠગાંઠીયો જ જાણે ,કારણકે શું,કેટલું અને કેમ છાપવું તે અગમ્ય પરિબળો જ કરે છે.'છાપવાનું ન છાપવું ને  ન છાપવાનું છાપવું '  એ પ્રક્રિયા પાછળ નું પીળું પત્રકારત્વ દિવસે દિવસે વધતું જ જાય છે.તટસ્થ ,નીડર અને પૂર્ણ નિષ્ઠા વાળા પત્રકાર ગણ્યા ગાંઠ્યા જ હોવાના
       એવું જ વિજ્ઞાપન નું છે .  'ખરતા વાળ ની દવા ને ગાલ ધોળા કરવાના ઉત્પાદનો કરનારા ન્યાલ થઇ ગયા અને તોય ટાલ અને ગાલ  તો ત્યાંના ત્યાં જ રહયા .વિજ્ઞાપન ક્ષેત્ર જેટલું અસત્ય બીજે ક્યાંય નથી.ગ્રાહકની આંધળી દોટ,દેખાદેખી,,અભિભૂત વૃત્તિ  અને કાયદાની છટકબારી  થી મોટાભાગ ના  ( બધા નહીં )  ઉત્પાદનો મોટાપાયે વેચાય છે .કેટલીયે વાર તો કંપની ના ઉત્પાદન ખર્ચ કરતા જાહેરાત ખર્ચ વધારે હોય !  સ્પર્ધા ના યુગ માં ટકી રહેવા  વિજ્ઞાપન અનિવાર્ય છે એની ના નહીં પણ ઉપભોક્તા ને છેતરીને કે અયોગ્ય રીતે લલચાવીને  ગેરમાર્ગે દોરવા ને જરાય ઉચિત નથી જ .એમાં ય સ્વાસ્થ્ય સંબંધિત અસત્ય કે અર્ધ સત્ય તો ચલાવી જ ન લેવાય .
          " वचन षु किम दरिद्रम | " આજ ના સમય માં  રાજકારણ માં પ્રવેશ મેળવવા ની પૂર્વશરત સેવાભાવના નહીં પણ -તમે કેટલું જૂઠું બોલી શકો છો - તે છે. જે પ્રજા ના મતે ખુરશી માં બેઠા તે જ પ્રજા ને વાતો -ભાષણો થી હવા માં અધ્ધર ઉડાડ્યાં કરવાની ને જમીન પર ના નક્કર કામો માં ગલ્લાતલા -એ સફળ નેતા ના લક્ષણ બની ગયા છે. માણસ ની અંગત સ્વાર્થ વૃત્તિ અને ભ્રષ્ટાચાર ના ભોરિંગે અસત્યના અજગર ને અઢળક પયપાન કરાવે છે.પ્રતિપક્ષ ના ( સાચા -ખોટા )દોષો -ખામી  શોધી જૂઠાણાં ના સોનેરી વસ્ત્ર પહેરાવી  પ્રજાની નિર્બળ માનસિકતા ને ગેરમાર્ગે દોરી- પોતે જ શ્રેષ્ઠ છે -તેવું પુરવાર કરવા નો પ્રયત્ન કરવો એ જ મુખ્ય કામ .આવા જુઠાણા  થી દેશ ને કે દેશવાસીને કે કેટલું નુકશાન થાય છે તે જોવા ની કોને પડી છે?  કેટલીયે  તો વાર એવું બને કે  વારંવાર ઘાંટા પાડીને બોલાયેલું અસત્ય લોકોના મન માં એવું તો ઠસી જાય  કે  લોકો તેને જ સત્ય તરીકે સ્વીકારી લે ,પછી ભલે તે ખોટું હોય.'સત્ય ક્યારેય છૂપાતું નથી 'આ કહેવત આજ ના સંદર્ભમાં કસોટીની એરણે ચડે છે
        ' મમ્મી ,આજે ભૂખ નથી " - બહાર મિત્રો સાથે આચર-કુચર ખાઈ આવેલું  બાળક ,તેની મમ્મી ને ગમશે નહિ એમ માની સહજ પણે ખોટું બોલી નાખે છે.  ' મોડી કેમ આવી ?"  એવા  સવાલ નો દીકરી ફટ ખોટો ઉત્તર પાઠવી દે-"રસ્તા માં ટ્રાફિક ખુબ હતો."  માતાની દવા લાવતાનું વારંવાર ભૂલી જાય તો પુત્ર તુરત કહી દે ,"મમ્મી રોજ પૂછું છું ,,દવા સ્ટોક માં નથી "  પરિવારમાં પરસ્પર આદર અને નિખાલસતા એટલી હદે ઓછા થતા જાય છે કે ક્યાં,કોણ ,કેટલું અસત્ય બોલે છે તે પારખવું અશક્ય બની જાય છે.ક્રમશ; પરિવાર સભ્યો વચ્ચે નું અંતર વધતું જાય છે .કશુંક છુપાવવા ની વૃત્તિ વધતી જાય છે.સમાજની તંદુરસ્તી ઘટતી જાય છે .
        વાત રહી સોશિયલ મીડિયા ની.. 'કાલે જ દવાખાને  દાખલ કર્યા છે અને .૦ નેગેટિવ લોહી ની જરૂર છે ; આવો એક જ સંદેશ બે વર્ષ સુધી ફરે !  આરોગ્ય ની આડેધડ સલાહ દેનારા ઊંટ વૈદો તો દેશ ની વસ્તી કરતા એ વધારે હોય તેમ લાગે છે ! રોજ બરોજ સવાર થી સાંજ ફેંક ન્યુઝ અને જુના પુરાણા સંદેશા નો એટલો ધોધ વહે કે અતિ ઉપયોગી સંદેશા શોધવા ફાંફાં મારવા પડે એક તબક્કે તો આવા નવરા લોકો ના ત્રાસ થી ખુબ ઘણા લોકો આવી ઉત્તમ  શોધ -સેવા થી દૂર ભાગે છે.આ ખુબ જ મોટો સામાજિક ગુન્હો છે .ને દિવસે દિવસે તે વકરતો જાય છે.
        મોટો સવાલ એ છે કે જે દેશના રાષ્ટ્રપિતા એમ કહી ગયા કે "સત્ય એ જ પરમેશ્વર "  એ જ દેશ ના નાગરિકો ના જીવન માં પ્રત્યેક પગલે સત્ય-અસત્ય ની ચકાસણી કરવી પડે કેવું વિચિત્ર કહેવાય ? ઘડીભર થોભી ને વિચારો.......ઈશ્વરે આપણી સામે કેવા  સત્ય  મુખ્ય છે -તમે માણસ તરીકે જન્મ લીધો તે સત્ય,તમને જીવંત પરિવાર ને હરિયાળી પ્રકૃતિ આપી તે સત્ય ,તમને ઉત્તમ વિચાર શક્તિ આપી તે અનન્ય સત્ય.તો પછી એવા પ્રભુ ના પુત્ર આપણે  એટલું ન કરી શકીયે કે આપણા મોઢે થી એકાદ પણ અસત્ય ઓછું ઉચ્ચારાય તેવો અભિગમ કેળવીએ ? કદાચ એને આપણું આ કૃત્ય ગમે અને એ સાથ આપે -શક્તિ આપે અને આપણે પૂર્ણ સત્યમય જીવન જીવતા થઇ જઈએ -પિતા ને વહાલા પુત્ર બની જઈએ  ને દુર્લભ મનુષ્ય  જીવન સાર્થક કરીએ .
              એની શરૂઆત આજ  થી અત્યારથી જ કરીએ તો ???  શુભકામના - સત્ય કામના .