Readers

Monday, December 17, 2018

શ્રીમદ ભગવદગીતા-- જીવન ગ્રંથ દિનેશ માંકડ

                            
                         
    શ્રીમદ ભગવદ ગીતા-- જીવન ગ્રંથ     દિનેશ માંકડ
             વિશ્વ માં એક માત્ર ગ્રંથ છે ,જેની જયંતિ  ઉજવાય છે. માગશર સુધી અગિયારસ એટલે ગીતા જયંતિ
         પાંચ હજાર વર્ષ પહેલા  ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુન ને કહેલી વાતો આજે પણ એટલી જ સનાતન છે.   . શ્રીમદ ભગવદ ગીતા કોઈ વર્ગ કે સંપ્રદાય નો ગ્રંથ છે જ નહિ.માનવ ધર્મ સિવાય ,ક્યાંય કોઈ ધર્મ નો  ઉલ્લેખ માત્ર નથી.દરેક સ્થળે સંબોધન 'શ્રી ભગવાન ઉવાચઃ 'જ છે..    હકીકત માં શ્રી મંદ ભગવદગીતા તો સૌને માટે--સમગ્ર  માનવજાત માટે એક જીવન ગ્રંથ છે બાણાવળી-શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન ને યુદ્ધ માં લડવા માટે  કોઈ પ્રેરણા કે માર્ગદર્શન ની જરૂર હશે ખરી ? વિચારવા જેવો સવાલ છે .અર્જુન એ સમગ્ર માનવ નું પ્રતીક છે .શ્રી કૃષ્ણ એ અર્જુન ને નિમિત્ત બનાવી ને  શ્રીમદ ભગવદ ગીતા ના માધ્યમ થી  મનુષ્ય ને એવું  માર્ગદર્શન આપ્યું છે જેને લીધે જીવન ના પગલે પગલે આવનાર પ્રત્યેક સમસ્યા નો તેને ઉકેલ મળે અને સ્વ વિકાસ કરી શકે .-શ્રેષ્ઠ જીવન જીવી શકે       
      ગીતાજી ની શરૂઆત  વિષાદ થી થાય છે .માણસ ને જીવન માં વારંવાર  નિરાશા આવે છે. એ વખતે પોતાની અંદર ની શક્તિ ને પણ ભૂલી જાય -સમજણ ને  છોડી દે છે. ખોટા નિર્ણય લે છે. મહા શક્તિશાળી અર્જુન બોલી ઉઠ્યો, " सीदन्ति मम गात्राणि - મારા ગાત્રો શિથિલ થઇ ગયાં  છે."ધર્મ -અધર્મ ના  યુદ્ધ મેદાન માં સામે  અધર્મ પક્ષે કાકા ,મામા , સસરા ને ગુરુ હોય  ત્યારે સ્વાભાવિક  રીતે અર્જુન ની મૂંઝવણ હોય. આપણે પણ ઘણી બધીવાર આવી ધર્મ સંકટ ની સ્થિતિ માં મુકાતા હોઈએ છીએ .શ્રી કૃષ્ણ અર્જુન ને કહે, "તું તો કેવળ નિમિત્ત છે ,તેઓ તો ક્યારનાય મરી ચુક્યા છે."  એક વખત માણસ  સ્થિર બુદ્ધિ થી -સ્થિત પ્રજ્ઞ થઇ ને ( અધ્યાય -૨ )  નિર્ણય લે તરત ભગવાન કહી દે " ચિંતા ન  કર .હું તારી સાથે -તારા હૃદય માં બેઠો છું."  सर्वस्य चाहं हृदि सन्निविष्टो |“ – “ ममैवांशो जीवलोके जीवभूतः सनातनः| ”આના થી વધુ વધારે કયી ખાતરી જોઈએ ? ભગવાને તો ગીતાજી માં અનેક વચનો -Promises  આપેલા છે.ખોલીને ,વાંચીને કેટલો વિશ્વાસ કરવો તે આપણા હાથ માં છે .    
          "સમગ્ર સૃષ્ટિ ના કણ કણ માં હું છું "કહી ને ઈશ્વરે માનવ વૈમનસ્ય  અને પર્યાવરણ ની અસમતુલા નું મૂળ માંથી નિરાકરણ આપી દીધું છે. એક તરફ નર માંથી નારાયણ ( પુરુષોત્તમ ) બનવા ની ઉર્ધ્વ ગતિ ની વાત છે તો બીજી તરફ માણસમાત્ર માં રહેલા  દૈવી સદગુણો અને આસુરી દુર્ગુણો ની યાદી આપીને ચેતવી પણ દે છે. क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्य||ક્રોધ જેવા દુર્ગુણ વિનાશ સુધી લઇ જાય ની લાલબત્તી પણ બતાવે છે. ને ટકોર પણ કરે જ છે ,તું જ તારો મિત્ર અને તું જ તારો દુશ્મન છો. તારો  ભાગ્ય નિર્માતાપણ  તું પોતે જ છો. उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् । आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥જીવનના પ્રત્યેક ક્ષેત્ર માં ઉત્તમ ,મધ્યમ નિમ્નતા હોવા ની જ. તેની માનવ જીવન માં  સકારાત્મક -નકારાત્મક અસર બતાવી ને ,ગીતાજી. સત્વ,રજસ અને તમસ ગુણદોષ નું વર્ણન કરી ને તમને માર્ગદર્શન કરે છે તમે કેવી રીતે જીવવા માંગો છો ,તે નિર્ણય તમારે કરવા નો છે.
        વર્તમાન સમય માં સરેરાશ માણસ 'ખાઓ ,પીઓ ને મોજ કરો' જેવી જિંદગી જીવે છે. સાથે સાથે દરેક ને જીવન માં કશુંક ખૂટે છે તેમ લાગે છે જ. શિક્ષણ ,વ્યવસાય , ધંધા કે નોકરી માં નૈતિક મૂલ્યો ખુબ નીચા થતા  જાય છે. બીજી તરફ ધર્મસ્થાનો માં ભીડ વધતી જાય છે .બુદ્ધિશાળી માણસ ના મન માં સાચો ધર્મ શું  તેવા પ્રશ્નો સર્જાય છે.ત્યારે સચોટ ને સ્પષ્ટ ઉકેલ ગીતાજી આપે છે-" स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः।“(  પોતામાં રહેલી ઉત્તમ શક્તિ મને અર્પણ કરી મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે.)
          કેવળ સાતસો શ્લોક ના મર્મલક્ષી ઉપદેશ થી અર્જુન ની આંખો ખુલી ગઈ 'મારો મોહ નાશ પામ્યો છે હવે હું તમારા વચન અનુસાર જ કરીશ.. આપણો રસ્તો અને ઈરાદો સાચો અને પાક્કો હોય સાથે સાથે ઈશ્વર માં અતૂટ શ્રદ્ધા હોય તો કોઈ સમસ્યા એ સમસ્યા રહેતી જ નથી . यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम।। ( જ્યાં યોગેશ્વર કૃષ્ણ હોય ,જ્યાં ધનુર્ધર પાર્થ હોય ત્યાં વિજય  હોય,હોય ને હોય જ.)  ભગવાન પ્રત્યેની આપણી અતૂટ અને પ્રેમપૂર્વક ની શ્રદ્ધા અને  નિષ્ઠાપૂર્વક નો આપણો પુરુષાર્થ હોય તો કોઈપણ સમસ્યા ,આપણા જીવન માર્ગ માં કોઈ જ ક્ષણે ઉભી રહી શકે નહિ
          એટલું નક્કી રાખીએ કે જયારે કૃષ્ણ વિચાર -ગીતા મર્મ પર જયારે આપણી શ્રદ્ધા- ઉત્ક્ટતાં વધશે  ત્યારે ત્યારે  તેનો જન્મ થશે જ . . तदात्मानं सृजाम्यहम्‌ |’ કારણકે એણે જ વચન આપ્યું છે કે, परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥  (સારા  લોકોના રક્ષણ માટે અને દુષ્કૃત્યો ના વિનાશ માટે યુગે યુગે હું જન્મ લઈશ.)
           .સૌને અર્જુન જેવી સખ્યતા-મિત્રતા મળે અને યોગેશ્વર શ્રી કૃષ્ણ નું પ્રત્યેક પગલે માર્ગદર્શન મળે તેવી શુભકામના . અને આ વિચારબિંદુ તો એકાદ ટીપાં નું આચમન છે .શ્રીમદ ભગવદગીતા રૂપી એ  વિશાળ મહાસાગર -રત્નાકર માં  આપ પણ અવશ્ય ડૂબકી મારો તેવી મંગલમય મનોકામના  !!



No comments:

Post a Comment