સંતોષનના સથવારે
દિનેશ માંકડ
'શિક્ષક દિને સૌ વિદ્યાર્થી પોતાના શિક્ષકના સ્મરણ કરે અને
વંદન કરે .સાથે સાથે શિક્ષક પણ સંતોષ ના સથવારે સમૃદ્ધ થતો જાય .આવો.માર્ગમાં
આવેલા થોડાંક સ્મરણ આજે વાગોળીએ .
થોડા વર્ષો પહેલાં કોઈ હક્ક ખાતર
શિક્ષકો એ "ચોક ડાઉન " લડત
અનિશ્ચિત મુદત માટે શરુ કરી. શાળામાં
વિદ્યાર્થીઓ આવે ,મોં વકાસી બેસે. સમય
વ્યતીત કરીને ઘેર જાય એક સંનિષ્ઠ
શિક્ષક.જે પછી થી આચાર્ય બનેલા ,તેમણે આ વાત નો
વિરોધ કર્યો."આપણે
તો વિદ્યાર્થી ની સામે ,વર્તન થી આદર્શ
ઉભો કરવાનો છે .આજે જે આપણે તેની સામે કરીશું તે જ વર્તન વિદ્યાર્થી આવતીકાલે આપણી
સામે કે સમાજ સામે કરશે .દાખલો ખોટો બેસે છે " બસ ,આચાર્ય શ્રી નું આવી બન્યું. શિક્ષક જૂથો દ્વારા વિરોધ -અવરોધ અને ધમકી
વગેરે...આચાર્ય મક્કમ હતા .મોટા ધોરણના થોડા તેજસ્વી વિદ્યાર્થોને બોલાવ્યા .સૌને
તેની ક્ષમતા અનુસાર સમય પત્રક આપી દીધું.પુસ્તકાલય અને અન્ય પ્રાપ્ત સંદર્ભ ગ્રંથો
તેમને પુરા પડ્યા.પુરા પંદર દિવસ થી વધારે શાળા ,શિક્ષકો વિના ,વ્યવસ્થિત ચલાવી .
દિપક ,બાળપણ થી મધુપ્રમેહ નો દર્દી દરરોજ બે ઇન્સ્યુલિન લઇ, શાળામાં .આવે .ક્યારેક સીડી ચડતાં પણ થાકે .પણ ભણવાનો ભારી ઉત્સાહ .દસમા ધોરણ
માં આવ્યો.એ વખતે અંગ્રેજી કે હિન્દી નો વિકલ્પ હતો. " સાહેબ ,મારે અંગ્રેજી રાખવું છે. " -વિષય પસંદગી વખતે ,તેણે પોતાનો વિચાર મુક્યો.વિષય શિક્ષક નો વિરોધ ,"મારા વિષય નું પરિણામ ઘટે ,તે મને પસંદ નથી."-વિદ્યાર્થી મૂંઝાયો.-અટવાયો.વાત આચાર્ય સુધી પહોંચી.
વાલીને બોલાવી ,દીપકની દિનચર્યા અને ઘેર
અભ્યાસની ટેવ ની વાત સાંભળી ને વિષય
શિક્ષક ના વિરોધ છતાં તેને અંગ્રેજી વિષય રાખવા દીધો. વર્ષ
વીત્યું.પરિણામ આવ્યું દિપક પ્રથમ વર્ગમાં પાસ તો થયો પણ અંગ્રેજીમાં પણ પ્રથમ
વર્ગના ગુણ જ લાવ્યો.
જીતેન્દ્ર આવીને પગે
લાગ્યો. આચાર્યે કારણ પૂછયું. ઉત્તર મળ્યો," IIM -A
માં વ્યાખ્યાન આપવા જાઉં છું.-‘સંઘર્ષ માં મેનેજમેન્ટ ‘ એ વિષય માટે
બોલાવ્યો છે."-અભિનંદન આપી વળાવ્યો .સ્મરણે
ચડ્યો એ દિવસ જયારે લઘરવગર કપડાં
ને કાળા હાથ સાથે જીતેન્દ્ર શાળામાં પ્રવેશ લેવા આવ્યો.પ્રવેશ તો અપાઈ ગયો..પછી
તેના કાળા હાથનું રહસ્ય જાણવા આચાર્યશ્રી એ પૂછયું.ઉત્તર મળ્યો," પિતા અપંગ છે ,એટલે ત્રીજા ધોરણ
થી જ બુટ પોલિશ કરું છું." - નિષ્ઠા પૂર્વકના અભ્યાસે પ્રથમ વર્ગ લાવતો
રહ્યો.વાણિજ્ય અનુસ્નાતક થયો.વચ્ચે વચ્ચે સંઘર્ષો કસોટી કરતા રહ્યા .રેલવે પાટા
પાસેના તેના ઝૂંપડાં ,દબાણ વાળા તોડી ગયા તો
ક્યારેક રેલવે સ્ટેશન પર વી આઈ .પી. ના આગમન માં બે ચાર ધંધા વગરના ય જાય .પણ
અડીખમ જીતેન્દ્ર કદી હાર્યો જ નહિ.
વિદ્યાર્થી સમયસર
શાળાએ આવે તે માટેની જવાબદારી શિસ્ત આગ્રહી
શિક્ષક ગોવિંદભાઇ ને સોંપેલું
.પરિણામે મોડા આવનાર નું પ્રમાણ સૌ નહિવત હતું. પણ રોજેરોજ કાયમ મોડા આવતા ,આઠમા ધોરણ ના સંજય થી ખુબ કંટાળેલા ગોવિંદભાઇ તેને આચાર્ય પાસે લાવ્યા
."આ ને હવે તો શાળા માંથી કાઢી જ મુકવો છે." -ગોવિંદભાઈએ મત
આપ્યો.આચાર્ય એ પાસે બોલાવી ને હળવા અને
મૃદુ સ્વરે મોડા આવ્યાનું કારણ
પૂછયું.થોડી વાર મૂંગા રહ્યા પછી રડતા સ્વરે ઉત્તર આપ્યો," દરરોજ વહેલો ઉઠી ને નેવું વર્તમાન પત્ર ઘેર ઘેર વંહેચી ને
પછી શાળાએ આવું છું." આચાર્ય શ્રી એ
તેને ખભે હાથ મૂકી કહયું ,"તું દરરોજ જે
રીતે આવે છે તે રીતે જ આવજે .ભણવામાં પૂરું ધ્યાન રાખજે."ગોવિંદભાઇ સામે સૂચક
રીતે જોઈ તેની અનિયમિતતા માં રાહત આપવાની સૂચના આપી.
No comments:
Post a Comment