લાધ્યું મને બ્રહ્મજ્ઞાન ... દિનેશ માંકડ
હળવી શૈલી નો બ્લોગલેખ
ફોન ઉપર ફોન --" કેમ છે ,તબિયત ? " " પછી એમ આર આઈ .કરાવ્યું કે નહિ ? " " સીટી સ્કેન નો રિપોર્ટ શું કહે છે ? " વળી કેટલાક
શુભેચ્છકોએ તો ડોક્ટર ને લેબોરેટરી ના રિપોર્ટ પર શંકા કરી ને તાત્કાલિક બદલવાની
પણ સલાહ પણ આપી દીધી.અવનવા નુસખા ની તો વોટ્સએપ માં બધી દાદીમાનો ની એવી તો
વણજાર લાગી કે કોઈ ડોક્ટર વાંચે તો ,ઘડીભર તેને પોતાના
જ્ઞાન પર વિશ્વાસ ઉઠી જાય .
વાત જાણે એમ હતી કે મને પેટમાં દુખવાનું શરુ થયું હતું. આમ તો ખાસ સ્વાદ
ચટકો નથી જ પણ પેટના સદ્નસીબે ગયા બે
અઠવાડિયાં માં તેને મજા પડી ગઈ લગ્ન ના બે રિસેપશન ,ઘેર એક પરિવાર જન નો જન્મદિવસ ,અંગત એક મિત્રની
લગ્નતિથિ ને એક સંસ્થાની મિટિંગ સાથે ઈટિંગ માં ફરજીયાત હાજરી .
આ બધી હાજરી માં મારી હોજરી સાથે જ હાજર રહેવાની અનિવાર્યતા તો હતી જ. વળી
હાજર રહીને ન ખાવાનો દંભ મને પાલવે તે મારા સ્વભાવમાં નથી..અધૂરામાં પૂરું બધા જ નિમંત્રકો ને એ ખબર નહોતી કે મેંદો ,આથો જેવા શબ્દ વાંચતા પણ મને પેટ દુખતું ,ખાવાની તો વાત જ નહોતી.બસ પછી તો પેટ કહે 'મારુ' કામ' બે માસ ,ચાર માસ .બધા દેશી ઉપચાર અને બેચાર ફેમિલી ડોક્ટર ની
મુલાકાતો અને દવાઓ કર્યે રાખી .પણ આ વખતે પેટ હઠે ચડેલું.એટલે જરાય મચક એકેય
ડોક્ટરને કે એકે ઉપચાર ને આપે જ નહિ .એક જ ઘરમાં મારા એકલા માટે જાણે રસોડું એ
જુદું હોય તેવો તાલ હતો.કુટુંબીજનો પણ
મારા ખતરારૂપ અખતરાઓ થી કંટાળ્યા હતા. .
યોગમિત્રો તો દવાઓના ને ઉપચારના નામ જ સાંભળવા તૈયાર નહોતા .એક મિત્ર એક આસન
બતાવે ને બીજો બીજું આસન બતાવે પણ બતાવે જ.કોઈ તો વળી સવારે પાંચ વાગ્યે ઉઠીને
શિબિર માં આવવા નો દુરાગ્રહ પકડી રાખે. તેમની શ્રદ્ધાને ધ્યાને લઈને હું શરુ પણ
કરું પણ ત્યાંથી સવાલ આવે ,'તમે પદ્ધતિસર નહિ
કરતા હો' -અધૂરામાં પૂરું મારા પેટના સદ્નસીબે કે કમનસીબે
પાડોશી ,એક કુદરતી ઉપચારકને મારે ઘેર અતિથિ તરીકે
લાવ્યા ." ત્રણ દિવસ લાંઘણ ,પછી સાત દિવસ,
દિવસમાં
એક વખત ભોજન..કઠોળ
અને તમામ તળેલા પદાર્થ છ માસ બિલકુલ બંધ મિષ્ટાન તો ઘરમાં ક્યારેય લાવતા પણ
નહિ અને બનાવતા પણ નહિ 'વિશ્વયુદ્ધમાં એક દેશ
સામે અનેક દેશ લડવા ઉભે ,તો પણ જો દેશદાઝ
હોય તો એકલો અટૂલો દેશ પણ બાથ ભીડે તેમ
પેટ માં લાગેલી જઠર દાઝ એકેય ઈલાજ ને મચક આપવા તૈયાર નહોતી.
આખરે થાકીને પરિવાર ના સભ્યોએ પેટના રોગ મટાડનાર ,ખાસ નિષ્ણાત ડોક્ટર ને બતાવવા નો નિણઁય કર્યો.વળી
ભલામણો શરુ થઇ.ગૂંચવાઈ ,મૂંઝાઈને છેવટે જે ડોક્ટરના નામ નીચે આખી ABCD
માંથી .સૌથી વધારે અક્ષર હોય તેને બતાવવું ,એવું નક્કી થયું.
એપોઇન્ટમેન્ટ લેતી વખતે જણાવ્યુકે દર્દી
ચાર માસથી પેટ પકડીને ચાલે છે.અરજન્ટ છે.ઠપકા સાથે ઉત્તર મળ્યો," આટલો સમય આવવા નો વિલંબ તમે કર્યો છે .દસ દિવસ બીજા પેટ પકડી બેસો." ગોઝારા બીજા દસ દિવસ કાઢી સ્પેશ્યલાઈઝ ડોક્ટર
ના દવાખાને ગયા .પચાસેક સમદુખીયા ને જોઈને ટાઢક તો વળી ,ત્યાં શરૂઆત વજન
ઊંચાઈ માપવાથી થઇ.વિચાર આવ્યોકે પેટમાં 'ઊંચાઈની કેમ જરૂર પડતી હશે ! ?' દોઢેક કલાક પછી
વારો આવ્યો .પેટને સ્પર્શ કર્યા વગર જ
હાથમાં પ્રિસ્ક્રિપશન પેપર લઇ ને બેઠા .સોનોગ્રાફી,એક્ષરે ,સીટીસ્કેન વગેરે કરાવવાનું અંદર લખ્યું .'બે દિવસ પછી આ
બધા રિપોર્ટ લઈને આવજો ' મારાથી ન રહેવાયું ,પૂછ્યું ,"
તો પછી આજની ફી ફક્ત પ્રિસ્ક્રિપશન લખવાની જ
હતી ને ? ડોકટરે ઘુરકિયાં નજરે જોયું . ડોક્ટરે
જ સૂચવેલી લેબોરેટરીમાં બધા ટેસ્ટ રિપોર્ટ કરાવીને ફરી ડોક્ટર દ્વારે .ફરી દોઢ
કલાક ની પ્રતીક્ષા .વારો આવ્યો ડોકટરે રિપોર્ટ જોયા ઉત્કંઠા થી હું તલપાપડ હતો કે 'જાણે હમણાં જ અકસીર ઈલાજ બતાવશે ને મારો દુખાવો
ગાયબ થઇ જશે '- ડોક્ટરની મુખમુદ્રા થોડી ગંભીર થઇ .મેં પ્રશ્નાર્થ નજરે
જોયું તો કહે ," જુઓ ,આ રિપોર્ટ મુજબ તો કોઈ ખાસ નિદાન થતું નથી.એમ કરીએ કે
એમ.આર.આઈ.કરાવી લઈએ .કદાચ ખબર પડે."
એમનો આ કદાચ શબ્દ સાંભળી ને ઘડીભર તો થયું કે બહાર નીકળી ને એમની નેઈમ પ્લેટ
માંથી બધી ડિગ્રીઓ ભૂંસી નાખું .શું કામ શિંગણા લગાડી ને આ સ્પેશિયાઝેશન ના નામે
ગાંઠિયા થઈને ફરતા હશે ? એના કરતા તો
ગામડાનો અમારો અભણ કાકુ વૈદ શું
ખોટો કે ,બે ચમચી ફાકી કે દિવેલ દઈને પળવાર માં
પેટ મટાડી દે.
દુઃખતે ,ભૂખે પેટ ઘેર પહોંચ્યો ત્યાં ત્રણ વાગી ગયા હતા ખાવાના તો હોશકોશ હતા નહિ . સવારના રહી ગયેલા પડતર કામો
જોવા લાગ્યો ત્યાં તો ચાર વાગ્યા .ઘડીભર આંખ મીંચી -મારાથી ચીસ પડાઈ ગઈ. ઘરના સૌ
દોડ્યા .મેં કહ્યું "આ ચીસ દુખાવાની નહિ ,પણ હરખની હતી." મારુ મહિનાઓથો દુખતા પેટમાં તલ ભાર એ
દુખાવો નહોતો ! હું આ ક્ષણ વ્યક્ત કરી શકવાની સ્થિતિમાં નહોતો.સૌના ચહેરા પર
આશ્ચ્રર્ય ના પ્રશ્નાર્થ હતા.
પાડોશ માંથી આવેલા આખાબોલા રમણલાલ થી બોલ્યા વગર ન રહેવાયું. " અમે તો
પહેલે થી કહેતા હતા કે ટેવ સુધારો-ટેવ સુધારો .પડી ખબર - આ ઉંમરે રોજની પાંચ-સાત
રોટલી સાથે પૂરું ભાણું જમો એનો વાંધો નહિ ,પછી સીધી ચાર કલાક ની ખેંચો ને એનો આ પ્રતાપ છે.જુઓ,આજે ખાવાએ ન મળ્યું ને નીંદર ન થઇ ને પેટ નો દુખાવો ગાયબ!
અને મને લાધ્યું બ્રહ્મજ્ઞાન !! ફુગ્ગો
એ વધુ હવા ભરીએ તો ફાટે .તો સતત ચોવીસે કલાક જે
નાખો તે પચાવે તેવી બિચારી હોજરીની એ જરાય ચિંતા ન કરનારા
આપણે કેટલા નગુણા કહેવાઈએ .અધૂરામાં પૂરું
આપણી અવળચંડી આદતો તો છોડવી નથી .પછી ઉદરેશ્વર { ઈશ્વર} ઉદરાસુર { રાક્ષસ } ન થાયતો શું કરે ? ચાલો ,આજ થી ...... બંધ !
ખાસ નોંધ :
ઉપરોક્ત સંપૂર્ણ ઘટના અતિશયોક્તિ વગરની સ્વાનુભવ સત્યઘટના છે. વાંચીને કોઈ
પદાર્થપાઠ લે તો નીચેના ફોન નંબર પર
સંપર્ક કરવો ને અહીં નામ અને ફોન નંબર સાથે નોંધ લખવી . દિનેશ માંકડ -૯૪૨૭૯૬૦૯૭૯
No comments:
Post a Comment