મોડા પડવાની મજા પડી ....દિનેશ માંકડ {9427960979 }
સવાર પડે ને શાળાએ ભાગવા ની દોડ તો કોઈએ કચેરીએ સમયસર પહોંચવાની ભાગદોડ .એમાં
જો મોડા પડ્યા તો......શાળાના માસ્તર સાહેબ ની કે કચેરીમાં અધિકારી ની ગુસ્સાભરી
આંખો જોવાની આવે .પણ.કોઈ તમને ક્યાંય કોઈ એમ કહે કે ,"તમે મોડા આવ્યા તે બહુ સારું કર્યું ."
તો કેવી મજા પડે ! ૨૦૧૭ માં પ્રકાશિત જાણીતા લેખક થોમસ એલ. ફીડમેન
નું એક પુસ્તક ચર્ચા માં રહ્યું--" Thanks for being late " લખક કહે છે કે મંચ પર થી મારુ વ્યાખ્યાન શરુ થઇ ગયા પછી મોડે થી આવનાર
લોકો ને આવકારવા મને ગમે છે ,કારણ કે મોડાઓ
ને આવકારવા વચ્ચે મને
"વિચારવા" નો સમય મળી જાય છે !!
અહીં લેખક ના કટાક્ષ અને વ્યથા ૨૧ મી સદીની ભાગદોડ માટે ની છે .માણસ મશીન બનતો
જાય છે .ટેક્નોલોજી ઉમેરાતા ખરેખર તો માણસ ને હળવાશ થઇ જોઈએ ,એને બદલે માણસ એટલી હદે દોડે છે ,કે તેને 'વિચારવા'ની ફુરસદ પણ રહેતી નથી
જીવન શૈલી ખુબ ઝડપથી બદલાતી જાય છે. કેટલોક ફેરફાર આવશ્યક છે તો કેટલોક ઉભો
કરલો છે.પરિણામ એ આવે છે કે ખુબ સુખી માણસ
,ખુબ દુઃખી પણ છે ! અને છેવટે યુવાન વયે ,નાની વયે તાણ,થાક ,સાત્ત્વિક તત્ત્વો ની ઉણપો અને અનેક ભયસ્થાનો વાળી બીમારીનું ઘર શરીર બને છે. સત્ય ઘટના -વર્ષો પહેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનેલા નયનભાઈ એ એકલે હાથે ખુબ
મોટી કંપની સ્થાપી પણ ભાગદોડ માં એવા રહ્યા કે તેમના ઉદરેશ્વર રિસાયા ને આજીવન
કેવળ ફળ ખાઈ ને જ બેસી રહેવું પડ્યું.
અને આ ભાગદોડ માં માણસ પાસે વિચારવા માટે થોભવા નો પણ સમય નથી ! પરિણામે
નિર્ણયો પણ ઉતાવળિયા ને ખોટા લેવાય તો કેટલીક
વાતો તો અનિર્ણાયક પણ રહે.ને કેટલાક તો રહી પણ જાય ! આવી ફરિયાદો વધે એટલે
ડોક્ટર મહાશય કહેશે 'તમારામાં B 12 ઘટી ગયું છે.કાયમી ગોળી દવા લેવા પડશે.'
એક વાત માણસ ભૂલી
જાય છે કે ભગવાન એ માત્ર માણસ ને જ પ્રબળ વિચાર શક્તિ આપી છે. અને પ્રત્યેક
માણસ તેની આ મહાન વિચાર શક્તિનો ઉપયોગ
કરીને ધારે તે કરી શકે છે. -ધારે તે બની શકે છે.ઇતિહાસ એનો સાક્ષી પણ છેજ.
'તમારા બાળકો ઘેર તમારી રાહ જુએ છે '-કેમ ડ્રાયવર સીટ
પર આવું કેમ લખવું પડે છે ? 'પપ્પા ,યાદ છે ને ,કાલે મારો
જન્મદિવસ છે ' એવું બચુડા એ બાપુજી ને
યાદ કેમ કરવું પડે છે ? ' તમને ઓફિસ થી
વળતા ભીંડા લાવવાનું કહ્યું હતું ને તમે તો કારેલા કેમ લાવ્યા ?' એવું રોજેરોજ પતિદેવોએ માંહેના કેમ સાંભળવા પડે છે ? કારણકે માણસ વિચારવા થોભતો નથી.
ભાગદોડ જરૂર કરીએ .'ચલના જીને કી નિશાની' દોડીએ જ.જેટલી
તાકાત હોય તેટલા દોડીએ પણ સાથે સાથે અતિરેક ન રાખીએ એ પણ એટલી જ આવશ્યક બાબત છે.
સ્પર્ધામાં દોડવીર જો પોતાની ક્ષમતા ને અતિક્રમે તો પ્રયત્ન છતાં લક્ષ્ય ને ન આંબી
શકે .
દોડતા દોડતા ,થોભતાં રહીએ-વિચારવા માટે
અટકીએ તો અનેક ફાયદા છે જ. આપણી પોતાની અનન્ય ,અદભુત વિચારશક્તિ નો ભરપૂર અને શ્રેષ્ઠ ઉપયોગ પણ થાય અને મન ની સ્થિરતા વધે
આપણા નિર્ણયો પણ સ્પષ્ટ અને સાચા થાય.માણસ છીએ તો માણસ જ બની રહીએ ,નહીકે મશીન બની જઈએ .શુભકામના