Readers

Wednesday, January 29, 2020

મીડિયા, ચોક્કસ બચાવી શકે લોકશાહી ને .....

             
   

          દિવ્યભાસ્કર માં   અડીખમ પત્રકાર મુ. નગીનદાસ ભાઈનો લેખ વાંચ્યો."  આપણી લોકશાહી હચમચી રહી છે ? " --ઈકોનોમિસ્ટ ટાઈમ્સ ની એક મોજણી ને આધાર  માં રાખીને એમણે આપણા દેશ ની લોકશાહી ની સ્થિતિ ની ચર્ચા કરી છે.ભૂતકાળ અને વર્તમાન માં થયેલા લોકશાહીના પાયાના સિદ્ધાંતોના હનન ની વાત લખી છે .અને ભારત ની મજબૂત લોકશાહી ના ભવિષ્ય ની ચિંતા કરી છે.ખુબ જ  મંથન વાળો લેખ છે.
         અહીં ને વાત કરવી છે તે  મીડિયા ધર્મની. લોકશાહી ની ઇમારત ના પાયા ના સ્તંભ  ગણાતા ચાર સ્તંભો માં મીડિયા પણ મજબૂત ભાગ ભજવી શકે.એક હકીકત સ્વીકારવી જ પડશે કે સમયે સમયે મીડિયા ના મૂલ્યો બદલાતાં રહ્યાં છે. અત્યારે તો મીડિયા ના વધુ પડતા વ્યાપારીકરણ ને લીધે નિષ્પક્ષ ,નીડર અને નિસ્વાર્થ મીડિયા ભાગ્યે જ જોવા મળે છે .તટસ્થ પત્રકારો પણ માંડ મળે.પોતાના TRP વધારવા ની હોડ માં તમામ મૂલ્યો ને કોરાણે મૂકી ને વર્તમાન પત્ર કે ચેનલ ચલાવાય છે. અલબત્ત ,કેટલાક પ્રામાણિક છે પણ નહિવત  .
         લોકશાહી નો જેને સ્તંભ ગણીએ છીએ  તેની પાસે તો મૂલ્યોની અપેક્ષા રખાય .છેવટે લોકશાહી ના હિત ના પાસા ઓ ને તો જાળવવા -સાચવવાની અપેક્ષા તો અવશ્ય રાખવી જ પડે.
        છતાં એક મહત્ત્વ ની વાતની નોંધ ખાસ લેવી જ પડે કે મીડિયા માધ્યમોનો વ્યાપ ખુબ વધ્યો છે.વર્તમાનપત્રો માં મોટેભાગે મર્યાદિત પત્રકારો કે કલમ લેખકોના મત મળે છે પણ હવે તો ટેલિવિઝન મીડિયા દ્વારા અને ખાસ તો સોશિયલ મીડિયા થકી તો સમાજ નો ખુબ બહોળો વર્ગ -મીડિયા નો ભાગ બનતો ગયો છે.કહો ને જન સામાન્ય ને 'વાચા' મળી છે.
       હવે મૂળ વાત -લોકશાહી હચમચી રહી છે ,તેને બચાવવા ના મીડિયા ધર્મ ની....ખુબ ઘણું કરી શકે મીડિયા .
૧) પહેલી વાત એ કે નકારાત્મક સમાચારો ને અપાતું વધારે પડતું મહત્ત્વ ન આપે. વિશાલ ભારત ના એક રાજ્યના ના એક નાનકડા ગામ બનેલો સામાન્ય બનાવ 'કાગ નો વાઘ ' કરીને દિવસો સુધી બતાવવાનું પાપ લોક માણસ ને વિચલિત દિશા માં દોરી જાય છે.
} વિશાલ અને સુસંસ્કૃત ભારત દેશ માં દરરોજ વ્યક્તિગત અને સંસ્થાકીય અનેક ગૌરવપ્રદ અનેક ઘટનાઓ  બને છે.મીડિયા એ આવી ઘટનાઓને ખુબ મહત્ત્વ આપીને અચૂક લોકો સમક્ષ મુક્ત જ રહેવી જોઈએ.
{} રાષ્ટ્ર ના ગૌરવ ની વાત ને વિશેષ મહત્ત્વ આપીને આદર કરવો જોઈએ.
{} રાષ્ટ્ર ના ઉચ્ચ પદ વિરાજમાન પ્રતિભાઓ અને સંસ્થાનો માટેનું બોલાતું કે ઘસાતું હોય તે રજુ ન જ કરવું જોઈએ.{ કેટલીક વાર કેટલાક રાષ્ટ્ર વિરોધી તત્ત્વો ઇરાદાપૂર્વક મીડિયા નો ગેરલાભ લઇ પોતાનો પ્રચાર કરી લે છે.}
{} મીડિયા માં ચર્ચા માટે આવતા પ્રવક્ત્તા ઓ માટે ચોક્કસ માર્ગદર્શિકા  કરવાનો ગંભીર સમય આવી ગયો છે.વાણી એ સરસ્વતી નું રૂપ છે.તેનો વેડફાટ કે વ્યભિચાર કદી ન પોસાય .મીડિયા ધારે તો અવશ્ય લગામ લગાવી જ શકે.
{} મીડિયા એક મોટી જવાબદારી લે તો રાષ્ટ્રનું ખુબ મોટું હિત થઇ શકે. દરેક મીડિયા પોતે પોતાના નિષ્ણાત જનો ના અભિપ્રાય લઈને પણ રાષ્ટ્રહિત માં ઉભા થતા મતભેદો વખતે પોતાનો સ્વતંત્ર મત અચૂક આપવો જોઈએ.આવો મત દરેક વખતે સરકારની કે સંસ્થાની તરફેણ માં જ હોય એ જરૂરી નથી.છતાં જયારે દેશ હિત માં સત્ય હોય તેને ઉજાગર કરવા માં પોતાનો સ્પષ્ટ મત હોય તે આપે આ {તો લોકશાહીના સતંભ ની મજબૂતાઈ ચોકક્સ વધે .
{} ભાષાની શિષ્ટતા તો ખુબ ઓછાં મીડિયા જગત પાસે રહી છે.ભાષા તો માં શારદા ના અલંકાર છે  તેને તો યોગ્ય રીતે જ વપરાય
{} બાળ  અને યવા માણસ ને વિકૃત્ત અને ઝેરીલું બનાવનારા મીડિયા જગત ને તો સમાજ નું ગુનેગાર જ ગણવું {} પીળું પત્રકારત્વ અને વેચાયેલા મીડિયા બજાર ને સાદર નવ ગજ ના નમસ્કાર કરવા જરૂરી છે.વાચક-દર્શક પ્રજાજનોએ  મીડિયા ને વધુને વધુ અવગણી ,તેનું મૂલ્ય ઘટાડવું જોઈએ .પોકળ અને તથ્યહીન ઘટનાઓ ને પ્રાધાન્ય આપનારા ને જાકારો જ અપાય.
 {૧૦}સદીઓ પછી મીડિયા નું ફલક ખુબ વ્યાપક બન્યું છે તો લોકશાહીના મૂળ મજબૂત કરવા માટે મીડિયા ના કોઈ પણ ક્ષેત્ર માં જોડાયેલ મિત્ર જો સમજણ અને જવાબદારી પૂર્વક  વર્તે તો તે સાચા સર્થમાં લોકશાહી નો પૂજારી ગણાય .અસ્તુ.
દિનેશ માંકડ  મોં.૯૪૨૭૯૬૦૯૭૯ .
                                

1 comment:

  1. વાહ સરજી,સચોટ વિશ્ર્લેષણ

    ReplyDelete