Readers

Tuesday, June 9, 2020

કેવું લાગ્યું બોર્ડ પરિણામ ?


                                                  કેવું લાગ્યું બોર્ડનું પરિણામ ?
           ધોરણ ૧૦ અને ૧૨ ના પરિણામો આવ્યાં ધાર્યાં કરતાં ઓછાં આવ્યા .મયંકના પપ્પા  બળાપો કાઢે છે ," આ વખતે ગણિતનું પેપર સખત કાઢ્યું ." શાળા ઓ કહે છે ," સોંશિયલ  મીડિયા ને મોબાઈલ જવાબદાર છે." સરકાર કહેશે < બદલાયેલા પરિરૂપ ને કારણ એવું પરિણામ છે.પરિણામ ને દરેક  અલગ અલગ દૃષ્ટિકોણ થી જુએ તે સ્વાભાવિક છે.
          સહુ પરિણામ ની ચર્ચા કરે છે પણ  ઓછા પરિણામના કારણોમાં નથી જતા .મુખ્ય વાત વિદ્યાર્થીની વિચાર શક્તિ ખીલવવાના પ્રયત્નો ખુબ ઓછા થયા છે .મૌલિકતા લગભગ નષ્ટ થવા આવી છે.વિદ્યાર્થી કાં તો માર્ગદર્શિકા -તૈયાર સંદર્ભ ગ્રંથોથી ટેવાયો છે અથવા તો બેઠા ઉત્તરો જ્યાં થી મળે ત્યાંથી મેળવે છે.ગોખે છે.આમાંના સિવાયનું કાંઈક પણ આવે તો અઘરું લાગે.ઉત્તર ન આપી શકે.મોટાભાગનો વર્ગ પાઠ્ય પુસ્તકનો લઘુત્તમ ઉપયોગ કરે છે.સ્વયં વિચારીને લખવાની આદત બિલકુલ જતી રહી છે.ભાષામાં દસ-પંદર લીટી પણ જાતે લખવી મોટાભાગ ના વિદ્યાર્થીને ભારે પડે છે.
           અધૂરા માં પૂરું અંગ્રેજી માધ્યમમાં ભણાવવા નો માહોલ. અંગ્રેજી માધ્યમમાં ગયા પછી રહી સહી મૌલિકતા પણ ગાયબ !અંગ્રેજી  માધ્યમ નો વિરોધ ન હોય પણ  અંગ્રેજી માધ્યમ માં જોડાયા પછી શાળા અને માતાપિતા એ ભૂલી જાય છે કે મૌલિકતા તો માતૃભાષા જ આપે.વિચાર શક્તિ તો માતૃભાષામાં જ વિકસે.એટલે અંગ્રેજી માધ્યમ માં અભ્યાસ કરાવતાં શિક્ષિત વાલીઓ જો માતૃભાષા અને અંગ્રેજીમાં મૌલિક લેખન કેળવે તો પરિણામ કદી નબળું ન આવે. પણ મૉટે ભાગે બધાં ઘરોમાં આ થતું નથી.જો આ થાય તો વિદ્યાર્થી બધા જ વિષયમાં વિચારીને પોતાની ભાષામાં સચોટ લખે અને ગોખણિયો ન થાય.સંતોષકારક જ પરિણામ લાવે.આત્મવિશ્વાસ વધે એટલે યાદશક્તિ આપોઆપ ખીલે જ.
             એવી જ બીજી વાત બહુ વિકલ્પ કસોટી. {M .C Q } એ વળેલા દાટ ની છે.બહુ ઓછા જાણે છે કે બહુ વિકલ્પ કસોટી ની શરૂઆત ક્યાંથી થઇ.બીજા વિશ્વયુદ્ધ વખતે તાત્કાલિક સૈનિકોની ભરતી કરવા માટે અમેરિકાએ એક સાથે હજારો લોકોમાંથી સૈનિકો શોધવા માટે અપનાવાયેલી પદ્ધતિ આપણે શિક્ષણ માં લાવી દીધી.પરિણામે આપણા વિદ્યાર્થીનો ઊંડો અભ્યાસ કરવાનો -સમજણ થી વાંચવા વિચારવાનો મહાવરો ગયો.ખુબ ચર્ચા ઓ પછી સદ્ નસીબે તેની વિદાય થઇ.એકલા પરિણામ લક્ષી ઓ ને એ નહિ ગમે પણ જે થયું તે યોગ્ય જ થયું છે.ઓછા પરિણામ અમે બહુ વિકલ્પ કસોટીને પણ કારણભૂત માનવામાં આવે છે.પણ વિદ્યાર્થીને તો નવા પરિરૂપની અગાઉથી જ જાણ હતી ને ? તો પૂર્ણ અભ્યાસ કરનાર ને માટે આ સવાલ હોય જ નહિ.
            સો વાત ની એક વાત પરિરૂપ  ગમે તે હોય .પરીક્ષા તો પાઠ્ય પુસ્તક માંથી જ લેવાય છે.વર્ષ ના આરંભથી જ પુરી સમાજ સાથે અભ્યાસ કરાય-કરાવાય તો ધાર્યું જ પરિણામ મળે.ચાલો.જગ્યા ત્યાંથી સવાર.શુભકામના
દિનેશ લ.માંકડ. M. 9427960979
અન્ય લેખો  વાંચવા માટે ,બ્લોગ પર ક્લિક કરો.--
 mankaddinesh.blogspot.com

No comments:

Post a Comment