Readers

Monday, June 1, 2020

Mission One Thousand


                                                        Mission One Thousand
              અગવડ ને અવસરમાં ફેરવે તે ભારતીય.મિત્રો, વર્તમાન સમય માં પ્રથમ હરોળમાં અનેક યોદ્ધાઓ જીવ ના  જોખમે દેશસેવા કરે છે ત્યારે આપણે શું કરી શકીએ ? .મેં તારીખ ના૧૯/૦૫/૨૦૨૦ ના રોજ 'એક NRG યુવાન નો પિતાને પત્ર ' નામક બ્લોગ લખેલો.. “  Mission One Thousand “ પ્રસ્તુત પત્રમાં વિદેશ ગયેલા ભારતીય    યુવાનની ભારત આવી, સ્થાયી થવાની પ્રબળ ઈચ્છા ની વાત છે.હાલ ની સ્થિતિમાં વિદેશમાં વસતા અનેક અનેક ભારતીય મિત્રો અસમંજસ સ્થિતિ માં છે .અવઢવ માં છે.શું આપણે તેમને ભારતમાં આવી,સ્થાયી થવા પ્રેરણા -પ્રોત્સાહન આપી ન શકીએ ? એ વાત ને આપણે સહુ સાથે ઉપાડીએ તો કેવું ? શું કરીશું આપણે ? સરળ વાત છે.આપણા નિકટના કે પરિચિત કે જે વિદેશમાં રહીને નોકરી કે વ્યવસાય કરે છે,તેમને ભારતમાં સ્થાયી થવા માટે સમજાવવાના છે.કેટલીક વાતો એમને ગળે ઉતારવાની છે સાથે મળીને  Mission One Thousand  ઉપાડીએ અને આપણે ઓછામાં ઓછા એક હજાર ભારતીય મિત્રોને સ્વદેશ લાવવાનો સંકલ્પ કરીએ.
 [} પહેલી વાત દેશ માટેનો -તેની વ્યવસ્થા અને તંત્ર માટે નો નકારાત્મક દૃષ્ટિકોણ બદલીએ.જેને કશુંક કરવું છે,તેને કોઈ મર્યાદાઓ કે અગવડ નડતાં જ નથી.ઈરાદો પ્રબળ હોય તો મુશ્કેલીઓ એની મેળે દૂર થાય જ.ઇચ્છાશક્તિ અને આત્મશક્તિ  જેટલી મજબૂત તેટલી જ તેની નક્કર સફળતા .
{} બીજી વાત આર્થિક દૃષ્ટિકોણ ની..અર્થશાસ્ત્રમાં વેતન-વળતર બે પ્રકારના આવે છે.નાણાકીય વળતર અને વાસ્તવિક વળતર .હાથમાં જે આવે છે તે નાણાકીય વળતર છે.,પણ તેથી મળતો કુલ માનસિક સંતોષ એ વાસ્તવિક વળતર છે. ભારતમાં મળે તે કરતાં બેવડું વળતર મેળવતો પુત્ર, હજારો કિલોમીટર દૂર પરિવાર-માતાપિતા ,પત્ની,બાળકોથી વંચિત રહીને શું મેળવે છે.?  પરિવારમાં આવેલા ખુબ જ સારા કે માઠા પ્રસન્ગે  તેની ગેરહાજરી થી ,જે ગુમાવે તે તેનું જીવનભરનું  દુઃખ બની રહે છે.સુખ પ્રાપ્તિ માટે એકલાં નાણા જ સર્વસ્વ નથી. દર વર્ષે -બે વર્ષે કરેલો ભારત પ્રવાસ અને મોંઘાંદાટ વિદેશી જીવનમાં નાણા બચાવવા પરાણે કરેલી કરકસર સરવાળે શું આપે છે ?  દેશની ઊંચી ડિગ્રી હોવા છતાં વધુ નાણા મેળવવા માટે, સ્તર વગર ની નોકરી કરતા સેંકડો ભારતીય શું મેળવે છે ? સુભાષચંદ્ર બોઝનું વાક્ય યાદ આવે છે ." ગુલામીની મીઠાઈ કરતાં આઝાદીનું ઘાસ મને વધારે વહાલું લાગે છે. વિદેશમાં કમાયેલ રકમ નો ટેક્ષ ત્યાંની સરકારને મળે .જે જનની એ જન્મ આપ્યો,  ઉછેર્યો,મોટો કર્યો ,તેનું ઋણ અદા કરવું ,એ ન્યાયે પણ સ્વદેશ જ યાદ આવવો જોઈએ..એ જ સાચી સંસ્કૃતિ છે.
{} ત્રીજી અને છેલ્લી વાત .નવા વ્યવસાયની ચિંતા થાય તે સ્વાભાવિક જ છે..ભારત, વસતીની દૃષ્ટિએ દુનિયાનો બીજા નંબરનો દેશ છે.તમામ ક્ષેત્રની માંગ દેશમાં વધવાની જ છે.ખાસ તો વર્તમાન સંજોગોમાં વિશ્વના અન્ય દેશોની સ્થિતિ જોતા અને 'આત્મનિર્ભર' થવાની દિશામાં લેવાતાં પગલાંઓએ ખુબ જ નવી દિશાઓ ખોલી દીધી છે.દેશમાં સારી મોટી કંપનીઓ માં નોકરીની તો તક છે જ. ઉપરાંત પોતાનો વ્યાપાર ,વ્યવસાય ,ફ્રેન્ચાઇઝી પણ ઉપલબ્ધ બની જ શકે.નાના કે મોટાં ક્ષેત્રમાં ઉત્પાદન કે ઉદ્યોગ એકમ પણ ખોલવું શક્ય છે.મોટાભાગે ઇન્ફ્રાસ્ટક્ચર ઉપલબ્ધ થઇ જ શકે તેમ છે.ખાસ તો ભારતીય પાસે દૃષ્ટિકોણ -વિઝન તો હોય જ છે.અત્યાર સુધી આ વિઝન બીજા દેશ માટે વાપરી,હવે પોતાના દેશ માટે વાપરવાની આવશે ત્યારે વિશેષ વિઝન  બનશે. 
            મિત્રો ,અઘરું છે પણ અશક્ય નથી .આવનારા દિવસો માં વૌશ્વિક પરિસ્થિતિ કેવી  બનશે તે કહી શકાય તેમ નથી.અને માતા ભરતીના દરવાજા તો તેજસ્વી દીકરાઓ માટે ખુલા  છે.માત્ર સમયસર મંથન થોડી ગંભીરતાથી કરવાનું છે.અને નિર્ણય કરવાનો છે.આજની ખબર નથી ,પણ દેશની આવતીકાલ  ચોક્કસ ઉજ્વળ છે.
           આવો. સાથે મળી આપણા વધુમાં વધુ વિદેશ માં રહેતા ભારતીય સ્વજનોનો સંપર્ક કરીને તેમને સમજાવીએ.શક્ય તેટલા ભારતયો ને સ્વદેશ માં સ્થાયી કરવાના યજ્ઞમાં નિમિત્ત બનીએ “ Mission One Thousand “ .ને સાર્થક બનાવીએ .મેરા ભારત મહાન .
દિનેશ લ.માંકડ  મોબાઈલ નંબર ; +91 9427960979
Blog ; mankaddinesh.blogspot.com

No comments:

Post a Comment