Readers

Friday, May 29, 2020

વીતક વ્યથા ,વડીલ ની


વિતક વ્યથા વડીલ ની
" અમે તારું શું બગાડ્યું છે ? "
            સિત્તેર વર્ષના શાંતિલાલ રોજ સાત કિલોમીટર સાઈકલિંગ કરતા હતા.બોતેરના બાબુલાલ ની તો તરણહોજ માં રોજ  બાવીસ છલાંગ હોય.મનમોજી મગનલાલ મચકોડાતાં પગ થી યે મોર્નિંગ વોક તો કરે જ.પણ હે ,કાળમુખા કોરોના અમે તારું શું બગાડ્યું કે અમને ચોવીસે કલાક ઘરની દીવાલોમાં  ગોંધી દીધા.અમને ઘર જરૂર ગમે છે ,પણ કલાક બે કલાક બાંકડા પાર્ટીમાં બેસીને અમે અવનવા આંતર રાષ્ટ્રીય પ્રશ્નોના નિરાકરણ  શોધી લેતા હતા તેનું તને પેટમાં કેમ દુખ્યું ? ગઈકાલે શશીકાંત નો ફોન આવ્યો,' ઘરમાં બનાવેલું શિખંડ ખાધું ને જરા ગળું બેસી ગયું તો બધા પાડોશી પાછળ પડી ગયા કે ટેસ્ટ કરાવો.' અમૃતલાલે ટેસ્ટ કરાવ્યો .ચાર દિવસે આવ્યો તો નેગેટિવ ,પણ ત્યાંસુધી બધાં તેનાથી દૂર જ ભાગતાં રહયાં.
          તારી ક્રૂરતા ની પણ હદ નથી.રામાયણ ના ભરતમિલાપ ને જીવન માં ઉતારી ને પરસ્પર ગળે લાગતા અમે.બાળકને છાતી સરસાં  ચાંપતી માતાનો આ દેશ છે.અને એમાં તે સામાજિક અંતર નું ભૂત ગાલીને માણસ ને માણસ થી દૂર કરી નાખ્યો છે.ત્રણસો પાંસઠ
            રોજ સાંજે બગીચાના બાંકડે અમે વીસ બાવીસ જણા કલાક બે કલાક મળીએ ને દિવસ આખા નો થાક ઉતારી લઈએ.ગામ ગપાટા મારીને હળવા થઈએ.એકાદ દિવસ કોઈ એકાદ જણ ન આવે તો અમારા સહુનો જીવ ઊંચો થઇ જાય.આ તો તે પુરા બે મહિનાથી અમને અળગા કરી નાખ્યા છે તેનું તને મહાપાપ લાગશે જ
        મણિલાલ તો ક્યારના વીલ બનાવવા વકીલ શોધે છે. શાંતિલાલ તો ભયમાં ક્યારેક બી.પી. ગોળી પણ ભૂલી જાય છે.ટીવી ના  સમાચાર નિયમિત જોવાનો શોખીન શશીકાંત હવે ટીવી ખોલતાં જ આંકડા જોઈને ડરવા લાગ્યો છે.
        ચાર વર્ષ નો પૌત્ર ચિન્ટુ તો રોજ અકળાય છે ." દાદાજી , તેમે  એકેય દિવસ બહાર નથી જતા તો મારો નવો ફુગ્ગો નથી આવતો"  દોહિત્ર  દિકુનો ફોન આવેલો કે , નાનાજી ,મમ્મી કહેતી હતી કે તમે જન્મદિવસ ઉજવવા અમને બોલાવવાના નથી તો કેક તો મોકલશો ને ? " ઘરમાં લૂ-ગરમી માં અમારું શરીર જરાક તપે તોસહુ ઊંચાં નીચાણ થઇ જાય છે.તાણ માં આવી જાય છે.આ બધા ના નિસાસા તને ચોક્કસ ચારગણા લાગશે.
            કાળોતરા કોરોના તું તો કાચીંડાથી એ ભૂંડો નીકળ્યો.તું ક્યારે અને કેવાં લખણ બતાવશે તેની દુનિયા માં કોઈને ય ખબર પડતી નથી.ને ક્યારેક તો ઓચિંતો એવો આવે કે માણસ ને જીવ બચાવવાની તક પણ ણ આપે.તારા આ કારતુંતે  તો  યમરાજને ય વિચારતા કરી દીધા છે.અમારા એક પૂરાં માં 'રક્ત બીજ ' નામના રાક્ષસ ની વાત આવે છે .તેના ટીપા માંથી બીજો રાક્ષસ ઉભો થાય .તું ય આ કળિયુગ નો રક્તબીજ જ છે.એક ને પકડે તો સમજ્યા પણ તું કો એક સાથે અનેક નિર્દોષ ને અજાણ ને ભરડા માં લે છે.પણ યાદ રાખ ,અમે માણસ છીએ.-કદી  હારતા નથી.તને નાથી ને જ . રહેશું.અમે ભલભલા ને બહુ પાયા છે.એટલે તારી શી વિસાત .ઠીક છે ,થોડી નાની નાની અગત્યની ટેવો પાડીશું.જૂની ભુલાઈ ગાયેલી આદતોને ગંભીરતાથી લેશું.અમારી પાસે હિમ્મત છે ,બળ છે. નીડરતા છે તને એવો તો પાઠ ભણાવીશું કે ફરી કદી આવવાનું નામ નહિ લે.અમે માણસ છીએ માણસ .તારા થી ગાઠ્યાં જઈએ તેમ નથી .યાદ રાખ તું અમારું બગાડીશ તો અમે તને  જડમુળ થી જ કાઢીશું.-કાઢી ને જ રહીશું.ભાગ કોરોના ભાગ
દિનેશ માંકડ -૯૪૨૭૯૬૦૯૭૯
અન્ય લેખ વાંચવા માટે
બ્લોગ :mankaddinesh.blogspot.com

No comments:

Post a Comment