Readers

Sunday, May 10, 2020

ઉત્સવ ઉત્સવ -દિવસ ૩૬૫


                                      ઉત્સવ ઉત્સવ -દિવસ ૩૬૫
             આજે વિશ્વ માતૃદિવસ છે.ઘણા સમય પહેલાં વાંચેલી એક લઘુકથાનો ભાવાનુવાદ આવો કૈક છે.અતિ સંપન્ન પુત્ર ને માતાનો પંચોતેરમૉ જન્મદિવસ ,અતિ ભવ્ય રીતે ઉજવવાનો વિચાર આવ્યો.શહેરના ખુબ ઘણા લોકોને નિમંત્રણ અપાયાં .તેમાં પણ અનેક મહાનુભાવો પણ ખરા.ખાસ બનાવેલાં  સિંહાસનમાં માતા ને બેસાડ્યાં .મોટો રંગારંગ કાર્યક્રમ યોજાયો.માતૃભક્તિના ગીતો નો જીવંત કાર્યક્રમ .ભવ્ય રાત્રિભોજન .પુત્ર સહીત પરિવારના સૌ પોતાનાં નિમંત્રેલા ને આવકારવામાં અને આતિથ્ય સત્કાર માં વ્યસ્ત હતાં છેક મોડી રાત્રે કાર્યક્રમ પૂરો થયો.સહુ થાકીને પોતાના ખંડ ભણી ગયાં .પુત્ર માતાના ખંડ માં આવ્યો." મા, તું જમી ? "- માતા એ પ્રત્યુત્તર  વાળ્યો ," ના , બેટા તમે બધાં ખુબ વ્યસ્ત હતાં એટલે રહી ગયું.હવે  રહેવા દે .રાત્રે બે વાગ્યા છે .તું ય થાક્યો છે, .જઈ ને સુઈ જા. "
             એક ગુજરાતી યુવાન પાસે  તેના સ્વમુખે  સાંભળેલી સત્યઘટના છે. -અમેરિકન કન્યા સાથે પરણીને પોતે ત્યાં જ સ્થાઈ થયેલો.બંને અલગ અલગ કંપની માં નોકરી કરે .એક દિવસ અચાનક  કંપનીમાં તેમને ફોન આવ્યો ,'તમારાં સાસુજી સ્વર્ગવાસી થયાં છે ' ભાવના પ્રધાન ગુજ્જુ મૂંઝાયો કે માતાના અવસાન ના સમાચાર પત્ની ને કેમ આપવા ? થર થર ધ્રુજતા હાથે તેને પત્નીને ફોન કર્યો.સાંત્વના ની લાંબી પ્રસ્તાવના બાંધીને તેને રડમસ અવાજે સમાચાર આપ્યા.તેની મોટાં ડૂસકાં સાથે પ્રત્યુત્તરની ધારણા સાવ ખોટી ઠરી ." ખુબ ખોટું થયું.મારો પ્રોજેક્ટ હું છોડી નહિ શકું.સ્મશાન નો ફોન જોડીને તેમની અંતિમ ક્રિયાની ગોઠવણ કરી દો "
     'માતૃ દેવો ભવ;'- માતા જ દેવ ,ઈશ્વર છે. એવું સ્પષ્ટ દૃઢપણે  માનનાર ભારતભૂમિ પર આપણે જન્મ લીધો છે. પશ્ચિમ ના દેશો પાસે નથી તેવા અનેક વૈભવશાળી ખજાના આપણી પાસે છે. પરિવાર અને લાગણી પૂર્ણ સબંધો ,ભારતીય સંસ્કૃતિ નો પાયો છે.એટલે 'માતૃદિવસ ' ઉજવાય જરૂર .પણ ક્યાં ઉજવાય ? જ્યાં વર્ષ ને વચલે દહાડે માતા પિતા ને મળવા માટે જવાતું હોય ત્યાં. અહીં તો પ્રત્યેક પરિવાર માં ૩૬૫ દિવસ 'માતૃદિવસ ' જ હોય.અનુકરણ કરીએ તો ભલે કરીએ ,પણ અક્કલ વાપરી ને.
    વળી એક સવાલ આવ્યો ?  'જગતની સૌથી સમૃદ્ધ અને દાનવીર વ્યક્તિ કોણ ? ' ઉત્તર સરળ જ છે.-માતા .આપણા જન્મ થી માંડી ને અનેક વર્ષો સુધી કેવળ આપ્યે જ રાખ્યું.-આપ્યે જ રાખ્યું. પોતે ઘસાઈને આપ્યે રાખ્યું.કશી યે અપેક્ષા વિના આપ્યે રાખ્યું.      
            છતાં  આજ ના દિવસે  માતા ને શું આપીશું ? જગ ધનાઢ્ય ને આપણે શું આપી શકીએ ? જી હા ,ઘણું આપી શકીએ .એણે આપણને આપેલું છે તેમાંથી થોડુંક એને જ પરત કરીએ.તેને આપીએ  સન્માન ,સ્વમાન અને સમય .અને ઉજવીએ ૩૬૫ દિવસ 'માતૃદિવસ '
     દિનેશ માંકડ   મોં. ૯૪૨૭૯૬૦૯૭૯
અન્ય લેખ વાંચવા બ્લોગ;  mankaddinesh.blogspot.com

No comments:

Post a Comment