કાલે જો સૂરજ ઊગે તો ....... !
કવિ સુરેશ જોશી એ ગાયું ,
" કદાચ કાલે હું નહિ હોઉં. કાલે જો સૂરજ ઊગે તો કહેજો કે મારી બિડાયેલી
આંખમાં એક આંસુ સૂકવવું બાકી છે..વાત નશ્વરતાની નથી કરવી .વાત અપેક્ષાની પણ
નથી કરવી. પણ વાત વાસ્તવિકતાની કરવી છે.
કુદરત સંકેત અને પડકાર આપે તોય આપણે
તો નથી જ સુધરવુ
‘.એક વખત જંગલ ના રાજા વનરાજે પ્રાણીઓ માટે નિબંધ સ્પર્ધા ગોઠવી .વિષય રાખ્યો
," જો હું માણસ બનું તો ? " કોઈ પ્રાણીએ સ્પર્ધામાં ભાગ ન લીધો ! ‘
સહુએ વારંવાર સાંભળેલું કે વાંચેલું છે ઈશ્વર નું અણમોલ સર્જન એટલે માણસ ભગવાને આવા ઉત્તમ માણસ
ને વિચારશક્તિ -બુદ્ધિશક્તિ આપી. માણસે તેનો સદુપયોગ તો કર્યો પણ ભેગો દુરુપયોગ પણ
કર્યો.'ખાડો ખોદે તે પડે " આ કહેવત માણસે ચોક્કસ
અનુભવ માંથી જ બનાવી હશે.
એક વસ્તુ સ્પષ્ટ છે કે પ્રકૃત્તિ સંપત્તિ ,માનવ સંપત્તિ અને પ્રાણી સંપત્તિ નું સમતોલન હોવું જ જોઈએ.જયારે તે ખોરવાય કે
તેમાં કશુંક અનુચિત થાય એટલે માણસજાતે આવનારી હોનારત માટે તૈયાર રહેવું જ
પડશે.વિશ્વના અનેક દેશો વારંવાર ભૂકંપ ,અતિવૃષ્ટિ હિમ
સ્ખલન જેવી આફતો માંથી પસાર થાય છે.,જેમાં એક
સાથે સામુહિક નુકસાન
ભોગવવાની સ્થિતિ પેદા થાય છે.અને હવે
એક વધુ સંઘર્ષ -વાયરસ જેવા શત્રુ સામે લડવા માટે તૈયાર પડે છે.
'કોરોના' વાયરસની અત્યારે દેખાતી
ભયાનકતા માંથી ઉભી થનારી સ્થિત વિષે કોઈ કહી શકે તેમ નથી. આવી ભયાનકતા માં ભય વધે
તે પણ સ્વાભાવિકતા છે .પણ ભય ગયો એટલે પત્યું.હતા ત્યાં ના ત્યાં.આવું કેમ ?
બુદ્ધિશાળી માણસ આવું કેમ કરે ? ઈશ્વર પણ વિચારમાં પડી જતો હશે કે હવે ? અને આંખો ખોલવા કદાચ ફરી એક થપાટ મારતો હશે.
. માણસ.ની અવિચારી
અતિરેકતા જ એ માટે જવાબદાર છે.પરિમાણ સામે છે.અસ્વસ્થતા -માનસિક .શારીરિક ,આર્થિક અને સામાજિક અસ્વસ્થતા .બધે
જ જ્યાં અતિરેક છે ત્યાં જ અસ્વસ્થતા ઉભી થાય છે. એટલી હદ સુધી કે અસહ્ય ઉભી થાય
ત્યાં સુધી પણ આપણે તો ઠેર ના ઠેર.જ."હમ નહિ સુધરેગા ,તો તુમ ક્યા
સુધરોગે .'
કયાંથી
ઉભી થાય છે માનસિક અસ્વસ્થતા ? મન ની ચંચળતા વચ્ચે મન માટે આપતો સ્થિર સમય ઓછો જ છે.સૌને
ઉતાવળે દોડી ને પહોંચવું છે.પોતાનો અહં છોડવો નથી.મન લાગણી થી દૂર અને સ્વાર્થની
નજીક રહે છે.'સ્વગુણ ને પરદોષ ' જોવાનો દૃષ્ટિકોણ સદાય મનને અસ્થિર રાખે છે.અને આખરે મન અશાંત
વિચલિત બને.અધૂરા અને અયોગ્ય નિર્ણયો લેવાય .પરિણામો અણગમતા આવે એટલે ફરી મન વધારે
વિચલિત થાય.છેવટે તેની અસર સમગ્ર જીવન અને વ્યવહારો પર પડે.શરીર પર પણ પડે જ.
उपनिषद कहे छे ,
"।।।शरीरमाद्यं खलु धर्मसाधनम्।। "પોતાના અને પોતાના પરિવાર ના તમામ જીવન ધર્મ નિભાવવા નું સાધન તે શરીર.પણ આપણે
તો શરીર ને તમામ ઈન્દ્રિયોનું સુખાસન બનાવી દીધું છે. સ્વાદેન્દ્રિય તો શરીર પરના
અત્યાચાર નું મુખ્ય દ્વાર છે.ખબર છે કે યોગ્ય સ્વાસ્થ્ય જાળવવા માટે શું ખાવું ને
શું ન ખાવું ,પણ ખાતી વખતે આમાંની એકેય વાત ગણકારતા જ નથી. શરીર ની ક્ષમતા હોય કે ન હોય ,વગર વિચારે ઠાંસે
જ જવું.વિદેશી ને પર પ્રાંતીય વાનગી આપણા શરીરને અને વાતાવરણને કેટલી અનુકૂળ છે તે
જોવાની ફુરસદ કોને છે.બ્રેડ બાવીસ દિવસે ,ચીઝ ચોવીસ દિવસે ને પનીર પચીસ દિવસે પણ પચે તો પચે.નુડલ નવ દિવસે ને બિસ્કિટ બાર દિવસે
તો ઈડલી આઠમે દિવસે હજમ થયા વગર જ આંતરડાં ને અંતરાય થઈને જાય ને ઢોસા તો એને ઠોંસા મારતા જ વિદાય લે છે.ખબર જ
છે કે ખાંડ ને મીઠ્ઠા { નિમક } નું ઊંચું પ્રમાણ
ઝેર બરાબર છે.તો ય એના ન ચાલે તે ન જ ચાલે.બધી જ પેકીંગ વાળી બનાવટોમાં
વપરાતું ;પ્રિઝર્વેટિવ ' કેટલું હાનિકારક છે તે ગુગલ ગુરુ ને
જ પૂછી લેવું.
ચહેરા ,ચામડી ને
મસ્તક પર વપરાતા.પ્રસાધન ની આડઅસર તો અનુભવે જ જણાય .આપણે હાથ-પગ જેટલા
વાપરવા જોઈએ તેટલા વપરાતા નથી ને કાન-આંખ નો વધુ પડતો ઉપયોગ કઈ બાજુ લઇ જશે
તે તો સમય જ બતાવશે. ગુટકા અને બીજા વ્યસનો ની આડઅસરની ખબર તો છે પણ છોડવા નથી ,'બે-પાંચ વરસ
વહેલા મરશું, મર્યા પછી
કુટુંબ જાણે ને એનું કામ જાણે .આપણે શું ? ' બદલેલી જીવનશૈલી
અને ઓછી ગંભીરતા શરીર રૂપી સાધન ને અતિશય અસ્વસ્થ કરતુ જાય છે.ને વાયરસ રૂપી અજગરો
વિકરાળ સ્વરૂપ ધરતા જાય છે.માણસ હવે લડી શકે તેવો યોદ્ધો રહ્યો નથી. દ્વારે ઓચિંતો
ટકોરો વાગે ત્યારે ખબર પડે કે આ ટકોરો તો ......નો હતો.
' એ મરી ગયા ,બે મિનિટમાં બાર
લાખ ગયા '- આવા વાક્ય જે ઘરમાં સંભળાય તે શેર બજારિયા નું ઘર સમજવું. શેર બજાર માં હોવું
કોઈ ગુન્હો નથી.બુદ્ધિ કે કૌશલ્યથી નીતિ માર્ગે કોઈ રીતે નાણાં કમાવવા એ કોઈ પેપ પણ નથી.પણ પૈસા મેળવવા માટે ની ઘેલછા
પાછળ દોડી ને અસ્વસ્થતા ઉભી કરવી એ અનુચિત ઘટના છે.અસ્વસ્થતા ઉભી કરનારી ઘટના
છે.આર્થિક ઉપાર્જન થી જ જીવન વ્યવહાર ચાલે.પોતાની ક્ષમતા અનુસાર ઉત્તમ જીવન જીવવું
એ માણસમાત્રનો અધિકાર છે. પૈસા મેળવવા અને
પૈસા ભેગા કરવાનો ભેદ માણસ તારવી શક્યો નથી.આપણે સંપન્ન થઈએ તે ખુશી ની વાત છે પણ
લાખના કરોડ ને કરોડના અબજ કરવાની દાનત અસ્વસ્થતા જ ઉભી કરે અને આ તો બુદ્ધિશાળી માણસ ,પૈસા ભેગા કરવા
ગમે તે કરે મૂલ્યો વેચે,નીતિ વેચે ,સત્ય-અસત્યનો ભેદ પણ ભૂલે સબંધ અને સગપણ ભૂલે આગળ-પાછળ જુએ
એ બીજા. .હિરણ્યાક્ષ બને.અને સર્જાય અસ્વસ્થતા .આર્થિક અસ્વસ્થતા.
માણસ જ હોય તે કદી જાહેરમાં થુંકે ? આજુબાજુના પાંચ
પંદર ના ગળામાં ધુમાડો જાય તેમ ફૂંકે તેને માણસ કહેવાય ખરો ? ' હું તો મરું,પણ તને ય મારતો જાઉં '-આવો કાયદો તો કદાચ જંગલ માં ય નહિ હોય. 'અમાનુષી ' કૃત્ય માણસ કરે તે કેવું ?
સામાજિક અસ્વસ્થતા તો માણસજાત માટે નું મોટામાં
મોટું કલંક છે.કદાચ એટલે જ કુદરત આફત સર્જી ને યાદ અપાવે -ભાન કરાવે છે ."
તું માણસ જ છો ને ? ભૂલી ગયો હો તો માણસ થા માણસ ".એટલે એવે વખતે વ્યથિત
કવિ ર્હદય માં એક લખલખું પસાર થાય ,"કદાચ કાલે સુરજ ઊગે તો કહેજો ...."
આંતરમન ની યાત્રા કરીને ,કરીયે સંકલ્પ--ચાલો, બધી અસ્વસ્થતાઓમાંથી થોડુંક બાદ કરીને માણસ માણસ
રમીએ.' અને સુરજ ને કહીએ કે તમારે ઊગવું જ પડશે.અમે
તમારી રાહ જોઈશું જ.અમે તો સુરજ સંતાન - અજવાળા ના અધિકારી.
દિનેશ માંકડ . ૯૪૨૭૯૬૦૯૭૯
No comments:
Post a Comment