હાલો ,આપણે સ્વર્ગ માં
જઈએ.
મથાળું વાંચીને ગભરાઈ ગયા ને ? અરે ભાઈ હું તો
તમને પૃથ્વી પર ના સ્વર્ગ માં જવા ની વાત કરવા નો છું.પ્રચલિત પ્રસંગ યાદ આવે છે.એકવાર
કોઈ જિજ્ઞાસુ એ એક સંત કે કહ્યું ,'મારે સ્વર્ગ જોવું છે.' સંતે કહ્યું ,.''ચાલ મારી સાથે '
સંત તેને એક મોટા ભોજન ખંડ તરફ લઇ ગયા .વચ્ચે
મોટા ગોળ ટેબલ પર અને મઘમઘતી વાનગીઓ પડેલી હતી.ટેબલ ની ફરતે ખુરશીઓમાં લોકો બેઠેલા
હતા. મોઢું વકાસી ને બેઠા હતા .તેઓ ભોજન કેમ નહોતા કરતા ? કારણકે તેમના જમણા હાથમાં બે ફૂટ લાંબો ચમચો બાંધેલો હતો
.અને ડાબો હાથ પીઠ પાછળ બાંધેલો હતો.સામે અનેક વાનગી પણ કોઈ આરોગે નહિ
ને એક બીજા ની સામે જોયા કરે.સંતે ભક્ત ને કહ્યું , કઈ સમજાયું ?' ભક્તે ઇન્કાર
કર્યો. 'હવે ચાલ આગળ ' સંત તેમને બાજુમાં આવેલ બીજા ભોજન ખંડમાં લઇ ગયા .એવું જ
મોટું ટેબલ ,એટલી જ વાનગીઓ અને એટલા જ ખુરશીમાં બેઠેલા લોકો.સૌના જમણે
હાથે બાંધેલો લાંબો ચમચો ને ડાબો હાથ પાછળ.પણ અહીં તો સહુ ખુશખુશાલ હતા કારણ કે સૌ
ભોજન આરોગવાનો આનંદ લઇ રહ્યા હતા ! એક
વ્યક્તિ પોતાના ચમચા વડે પોતાથી બે ફૂટ દૂર બેઠેલા બીજા ને પોતાના ચમચા થી જમાડે.!
બીજો ,એ જ રીતે પોતાથી બે ફૂટ
દૂર ના ને ...! બધા જ "દૂર "
હોવા છતાં આનંદ માં હતા .સંતે ફરી ભક્ત ને પૂછ્યું ,'કઈ સમજાયું ?' ભક્ત અનુત્તર રહ્યો.સંતે કહ્યું , તારે સ્વર્ગ જોવું હતું ને ? અહીં જ સ્વર્ગ અને નર્ક છે.પ્રથમ ખંડમાં હોવા છતાં ખાઈ ન શકવા વાળા નર્કમાં છે ને એ જ સ્થિતિમાં આનંદભેર
આરોગવા વાળા સ્વર્ગ માં છે.'
અનિવાર્યપણે જયારે સામાજિક અંતર જાળવવું જરૂરી છે ત્યારે આ પ્રસંગ યાદ
આવ્યો.જરા વિચાર કરો .આપણે કેટલા નસીબદાર છીએ કે સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયા
-ફેસબુક,વોટ્સએપ ,ઇન્સ્ટાગ્રામ ,ટ્વીટર જેવા માધ્યમો
આપણને કેટલાં જીવંત રાખે છે. ટેલિવિઝન અને સ્માર્ટ ટેલિવિઝન હોય બીજા એકેય મનોરંજન
સાધન ની જરૂર ન જ પડે સ્માર્ટ ફોન લીધે
તો તમારું સ્વજન જોજન દૂર હોય તો ય ચોવીસે કલાક તમારી સાથે જ રહી શકે . બોલો શું
ખૂટે છે ?.
અતિશય નવાઈ લાગે તેવું છે કે 'માણસ ને ,અક્કલવાન માણસ હોવા છતાં સ્વ -જીવન બચાવવા માટે સમજાવવા પડે ! ઘેર ભગાડવા પોલીસ બેસાડવી પડે ! સ્થિતિ ની
ભયાનકતા સમજાવવી પડે ! માણસ જરૂરિયાતો
માટે કેટલો લાચાર થઇ ગયો છે ?
અરે યાર , બે રૂપિયા ની પડીકીના તું
બાર રૂપિયા લે છે ?'- ગલીને ને નાકે અધખૂલા પાન
ના ગલ્લા નો સાચો સંવાદ .વ્યસન ની મજબૂરીનું બીજું નામ માણસ .રોગ પ્રતિકારક શક્તિ
ઘટાડી ને શરીર ને નબળું પાડતું વ્યસન આમ
પણ પોતા માટે અને પોતાના પ્રિય પરિવાર માટે
જોખમી છે .પણ અહીં તો તેમાંય કાળાબજારિયો માલ લેવા તૈયાર ને એમાંય ઘર ચલાવવાની
આર્થિક કટોકટી હોય ત્યારે.આના થી મૂર્ખો માણસ દુનિયા માં ક્યાંય ન હોય.ઘરમાં
પ્રેમાળ પત્ની ,માતા ને બહેન
ઉમંગથી ,દિલ દઈને રસોઈઘર દીપાવે
તો એમને ય વટલાવીને ઉભરાતા રેસ્ટોરાં નું બીજું નામ શરીરના સ્વાગતદ્વાર -જીભ ને
અને તે દ્વારા જાત ને પોષણક્ષમ બનાવનાર જઠરરૂપી રાજદરબાર ને બરબાદ કરનાર સૌથી મોટો
દુશ્મન..કડવી વાસ્તવિકતા એ કે સામે ચાલીને ,રોજ બ રોજ વધુને આવકારતા જ જઈએ છીએ.
કેટલાય ને ખબર પણ
નથી કે આપણા વડીલોએ કેટલી અલ્પતમ
જરૂરિયાતોમાં આખી જિંદગી કાઢી નાખી છે .દિવસોના દિવસો સુધી ભોજનની થાળી માં એક બે
જ વસ્તુ હોય.અરે ,ઘરમાં એક પણ વાહન ન હોય
.સાયકલ સુદ્ધા ન હોય તો ય રોજે રોજ અનેક કિલોમીટર પગપાળા ચાલ્યા છે.
ને આપણે ? આમાનું કશુંય ન થાય તો
દુઃખના ડુંગર તૂટી પડે છે.
અલબત્ત બદલાતા સમયે કેટલીક આવશ્યકતા હોય તે સ્વાભાવિક છે ,પણ સાથે સાથે હાય વોય કર્યા વગર ઓછા માં ઓછી જરૂરિયાતમાં
જીવવા ની-રહેવા ની ટેવ પાડવી એ આવશ્યક જ નહિ પણ અનેરો લહાવો પણ છે .
વળી એમાંય કિલ્લોલતાં ઘરમાં થોડું વધારે રહેવા મળે તો તો ભયો ભયો .મોટાં
શહેરમાં તો દોડતાં પરિવાર જનો તો રજા સિવાય ઘરમાં જ સંતાકૂકડી રમે.બાળકો પિતાને 'સન્ડે ફાધર 'કહે કારણકે એમનું
મિલન રવિવારે જ થાય ! વૃદ્ધ માતા પિતા માટે 'કેર ટેકર
રાખીને ભાગતા પુત્ર ના માથા માં
રજા ને દિવસે માતા તેલ માલિશ કરતી હોય
ત્યાં તો સ્વર્ગ જ હોય ને ? વડે જીવવાની ટેવ
પાડવી જ જોઈએ.મન ને સહજ રીતે તૈયાર કરવું જ જોઈએ.
અને તો અને તો જ ઘરમાં જ સ્વર્ગ છે .તો પછી સાનંદ હાલો ,સ્વર્ગમાં .
દિનેશ માંકડ .૯૪૨૭૯૬૦૯૭૯
{ અન્ય લેખો વાંચવા માટે નિમંત્રણ -બ્લોગ ; mankaddinesh.blogspot.com
}
No comments:
Post a Comment