Readers

Tuesday, April 14, 2020

તમે ખરેખર જાગો છો ?


                                              તમે  ખરેખર જાગો છો ?
                      'તમે ક્યારે ઉઠો છો ? '- પ્રશ્ન નો ઉત્તર હશે પાંચ વાગ્યે ,છ કે સાત વાગ્યે કે પછી આઠ,નવ .
                હવે નો સવાલ 'તમે ક્યારે જાગો છો ?'- મોટા ભાગ ના જવાબ ઉપર ના જ ઉત્તર હશે ,પણ ના એ જવાબ સાચો છે ખરો ?
              વસંત નો રોજ  પહેલો 'વોટ્સએપ ' સંદેશ 'સુપ્રભાત ' સવારે બરોબર ચાર વાગ્યે હોય છે. વસંત રોજ ચાર વાગ્યે ઉઠે છે.આ જ વસંત અચૂક સવારે જ  સાત વાગ્યે તો ઘર ની બહાર હોય જ. શેરીના નાકે ઉભેલા ગંગારામ ના તાવડા ના પહેલા ઘાણ ના ફાફડા તો વસંત જ ખાય .આ બેય ક્રમ માં કદીય ફેરફાર થાય જ નહિ. અલબત્ત એક રાત્રે અચાનક છાતીમાં થોડી ગભરામણ થઇ.દોડતો દવાખાને પહોંચ્યો.ડોક્ટરે તપાસી,રિપોર્ટ કરાવી ને કહ્યું.'કોલેસ્ટોરેલ ' વધુ છે.તેલ-ઘી બંધ.' બીજે દિવસે રોજ ની જેમ સવારે ચાર વાગ્યે ઉઠ્યો.ને સાત વાગ્યે  શેરી નાકે ગંગારામ ના ગાંઠિયા, બેરોકટોક શરુ..-હવે તમે જ કહો  વસંત રોજ ચાર વાગ્યે  ઉઠે છે ,પણ હજુ સુધી જાગ્યો છે ખરો ?
            ભારતીય સંસ્કૃતિનો મહાન ગ્રંથ કઠોપનિષદ  કહે છે - 'उत्तिष्ठत जाग्रत .....|' - 'ઉઠો અને જાગો.'  સીધી વાત છે -ઉઠવું અને જાગવું એક જ નથી પણ જુદી  જ ક્રિયા છે.આપણે સૌ રોજ ચોક્કસ ઉઠીએ જ છીએ.પણ જાગીએ તો ક્યારેક જ છીએ.કેટલાક તો ક્યારેય જાગતા નથી !
             અનિલભાઈ અનાયાસે એક સંત ની કથા સાંભળવા ગયા.સંત ના મોંએ તમાકુ વ્યસન થી થતા નુકસાન અને મળેલા માનવ દેહ ના મૂલ્ય ની વાત થઇ .ઘેર આવતા વેંત અનિલભાઈ એ તેની પંદર વર્ષ ની ટેવ ઘડીભર                  માં છોડી તેઓ જાગી ગયા .  આજે સિત્તેરમા વર્ષે દાંત અને ફેફસા સલામત છે
             ખાસ વાત કરવી.છે ,આપણા શરીર ની 'રોગ પ્રતિકારક શક્તિ' ની. આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય વાતાવરણ માં પણ ન દેખાય તેવા જીવાણું કરોડો ની સંખ્યા માં હોય છે.આપણે જેને જોઈ શકતા નથી તેની ગંભીરતા લેવાની ટેવ આપણને સહેજે નથી.આંખ બંધ કરી ને ઘડીભર એક કલ્પના કરો કે તમે ઘરમાં બેઠા હો ને ચાર ડાંગીયા કુતરા,નબળો લાકડા નો દરવાજો તોડીને  તમારા પર આવીને ઓચિંતો હુમલો કરે તો શું થાય?- સહેલો જવાબ છે ,તમને ફાડી ખાય. દરવાજો મજબૂત હોત તો  કુતરા અંદર આવી જ ન શક્ય હોત .નહિ માનો ,પણ આવું જ આપણા શરીર નું છે.ગમે ત્યારે ,ગમે તે ગંભીર રોગ શરીર માં પ્રવેશી શકે તેમ છે જ.-જો આપણા શરીર ની તેના જીવાણું સામે લડવા ની શક્તિ ન હોય તો..આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોય તો.
              'કાંતિભાઈ નેવું વર્ષે બચેલા દાંત થી ભોજન આરોગે, ગુજરાતના એક મોટા લેખકનગીનભાઈ  સો માં વર્ષે રોજ ના અનેક જનજાગૃતિના લેખ લખે.માંડવી સ્વિમિંગ પુલ ઉદ્ઘાટન બાણું વર્ષ ના મથુરદાસ ભાઈ ભુસ્કો મારી ને કરે. અને સત્તર વર્ષનો સંકેત અડધો કિલોમીટર દૂર શાળા એ સાયકલ થી .ઘેર પાછો આવે ત્યારે થાકીને લોથપોથ હોય.ચાલીશ વર્ષે ચેતનભાઈ એ છાતીના દુખાવા માં 'એંજિયોગ્રાફી 'કરાવવી  પડી. ત્રીસ  વર્ષના તરુણે તો ડાયાબિટીસ આવતા જીવનભર ખાવા ની ગોળી  શરુ કરી ને ભાવતાં મિષ્ઠાન બંધ થયાં તે વધારા માં
.  મિત્રો ,શરીર પોતે તો મજબૂત દીવાલો વાળું ઘર છે -મંદિર છે .આપણા માના ખુબ ઘણા જ તેમાં છીંડા ઓ કરતા જાય છે ને પછી મોટા ,અતિ મોટા ડાઘીયા અંદર પ્રવેશે છે..
જુઓ તો ખરા આપણે જ આપણને કેમ નબળા પાડીએ છીએ ?
*ગુટકા -તમાકુ તો ડાઘીયા નો સરદાર છે.* ફાસ્ટ ફૂડ અને  બહાર નો ખોરાકથી  તો ડાંગીયાભાઈ તગડા મોટા થાય જ છે.નાના બાળકોને અપાતાં બિસ્કિટ ,નુડલ્સ  અને મેગી તેના પાચન તંત્ર ની ઘાંર જ ખોદે છે.*  ટમેટો તો બીજે દિવસે બગડે પણ 'ટોમેટો કેચ અપ' એક વર્ષ  ચાલે ! મોટા ભાગ ના નમકીન અને  ખાદ્ય પદાર્થોમાં નખાતા પ્રિઝર્વેટિવ્સ જઠર ના તો મોટા દુશ્મન છે *સવાર નું દૂધ સાંજે બગડે પણ ,પ્રિઝર્વેટિવ્સ યુક્ત આઈસ્ક્રીમ ,પનીર કે ચીઝ તમેછ મહિના સુધી ખાઈ શકો !
મિત્રો ,ભગવાને  માણસ ને આપેલી એક અણમોલ ભેટ તે વિચાર શક્તિ છે.-બુદ્ધિ શક્તિ છે.કુદરત  માણસ ને વારંવાર સંકેતો આપે .પણ આપણી જાગી જવા ની પ્રબળ  ઈચ્છા હોતી નથી.એટલે જ 'આગ લાગે ત્યારે કૂવો ખોદવા' ની કહેવત બનાવી.ગંભીર રોગ પાસે આવે -સામે આવી જ જાય ત્યાં સુધી આપણે જાગતા નથી.અને પછી .....પોતાને  અને પરિવારને  માનસિક,આર્થિક મુશ્કેલી માં મૂકીએ છે.
જો શરીર ની રોગ પ્રતિકાર મજબૂત હોય તો ૮૦ ટકા થી વધારે રોગો થી આપણું રક્ષણ નક્કી જ છે.દરવાજો મજબૂત હોય તો ગમે તેવા ડાંગીયા કુતરાઓ નું ટોળું આવે તો પણ આપણે પુરા સલામત છીએ.
અત્યારે તો વિષમ સ્થિતિ માં ખુબ ગંભીરતા થી ઊંડા ઉતરીને  શરીર પ્રત્યેની આપણી બેદરકારીઓ ને શોધીએ અને તેવો સુધારીએ અને કોઈપણ રોગ સામે લડવા માટે સજ્જ બનીએ.જાગીએ.જાગતા જ રહીએ.ઘોર અંધારું આવે જ નહિ તેટલા જાગૃત રહીએ.   દિનેશ માંકડ અમદાવાદ  ૯૪૨૭૯૬૦૯૭૯

No comments:

Post a Comment