.............આપણે હાશ,જીવી ગયા !
સમય ની ગંભીરતા સમજવા માં આપણે ક્યાંક કાચા તો નથી પડી રહ્યા ને ? કવિ ઉમાશંકર જોશી એ કઈ મનોવેદના સાથે લખ્યું હશે કે "
ભૂખ્યા જનો નો જઠરાગ્નિ જાગશે તો ખંડેર ની ભસ્મ કણી ન લાધશે ".સંસ્કૃત
સુભાષિત કહે છે ," बुभुक्षित
किं न करोति पापं ? "- ભૂખ્યો માણસ શું
પાપ નથી કરતો ?
યાદ આવે છે ---માત્ર એકસો પાંચ વર્ષ { સંવત ૧૯૫૬ }
વર્ષ પહેલા ભીષણ દુકાળ -"છપના" ની દારુણ સ્થિતિ ને આબેહૂબ રજુ કરતી લેખક શ્રી
પન્નાલાપટેલ ની નવલકથા 'માનવી ની ભવાઈ ' ના કેટલાક સંવાદ { નવી પેઢી ને તો
કદાચ કથાની ય ખબર નહિ હોય . ધ્યાન થી વાંચજો }
* શંકરદા એ કહ્યું તેમ ;' કોણ જાણે કે આપણા
માંથી કેટલા જીવશે ને કેટલા મરશે! કાં તો બધાય મરી ખુટીશું .પણ કે'વાનું એટલું કે
જાવતા રો'તો આવતે
વરસે મૂએલાં ને સાંભરજો ને !
*કોણ કોને દિલાસો દે ?
આભ ફાટ્યા પછી થીગડાં ક્યાં દે ?
* જગત માં ભૂંડા માં ભૂંડું
જો કોઈ હોય તો ભૂખ જ છે.
*આ તો ભાળ્યાં છે ભૂખ્યા
માનવી ....માનવીય નઈ-ભૂખી ભૂતાવળ !
* માનવીનું ખાવા-પીવાનું તો વગર ભૂલવે ભુલાઈ
ગયું હતું પણ ઊંઘવાનું ય ભુલાઈ ગયું
હતું.પરોઢ થતાં પહેલો કૂકડો બોલતો ત્યારે જ લોકોને ખાતરી થતી.બોલી ઉઠતાં ;'આજ નો દન તો જીવ્યા
ભેગાં ભળ્યા વળી '
દેશ અને આપણે અત્યારે જે
સ્થિતિ માંથી પસાર થઇ રહ્યો છે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.
હવે આ રોગ ની હાલ ની {
૩૦ માર્ચ ૨૦૨૦ } વિશ્વ ની સંક્રમિત આશરે સ્થિતિ જુઓ
**સ્પેન દેશ- વસતી -૫ કરોડ ઇટલી દેશ -વસતી- ૬ કરોડ ફ્રાન્સ દેશ
- વસતી -6 કરોડ અમેરિકા દેશ -વસતી -૩૨ કરોડ
આપણે જાણીએ છીએ ભારત ની
વસતી ૧૩૦ કરોડ છે . ભારત ની વસતી ની સરખામણી માં આ દેશો કેટલા નાના છે પણ આ
દેશોના છેલા થોડા જ દિવસો માં મૃત્યુ આંક
પાંચ હજાર થી દસ હજાર છે. જો સામાજિક અંતર ન રાખીએ તો આપણા દેશ ની હાલત શું થાય
તેની કલ્પના પણ થઇ શકે તેમ નથી.
એટલું જ નહિ પણ દુનિયા ના દરેક દેશ
માં લાખોની સંખ્યા માં વ્યવસાય અર્થે ગયેલા ભારતીય છે . વળી વિદેશ માં અભ્યાસ કરવા ગયેલા લાખો વિદ્યાર્થી ઓ પણ ખરા . આ બધા સમયાંતરે
દરેક દેશમાં થી સ્વદેશ પણ આવે તે સ્વાભાવિક છે.માણસ સામાજિક પ્રાણી છે અને એમાંય
ભારતીય સંસ્કૃતિ તો હળવા -મળવા માં વધુ માને.એટલે દેશ માં આવ્યા પછી ઘણા ઘણા
પરિવાર અને મિત્રો ને મળે તે પણ સહજ છે.
@@ હવે આ શત્રુ રોગ બે વિચિત્ર લાક્ષણિકતા ને યાદ કરીએ.
** પહેલી વાત એ કે આ
ભમ્મરિયો શરીર માં ઘુસ્યા પછી ચૌદ દિવસે પોત પ્રકાશે .ત્યાં સુધી શરીર માં છૂપો
છૂપો બેઠો હોય.ખબર ન પડે તેમ. અને વ્યક્તિ ને મોડે મોડે જાણ થાય ત્યારે તો ખુબ
મોડું થયું હોય.
**બીજી વાત ,તે ખુબ ખુબ ચેપી -સંક્રમિત છે . દા.ત. "અ"
ભાઈ વિદેશ થી આવ્યા .તેમને પણ એ વખતે તો કોઈ લક્ષણ હતા
જ નહિ.દસેક દિવસ માં તેઓ " બ "
નામના આશરે પચાસેક લોકો ને મળ્યા
"બ" નામ ના દરેક લોકો પોતાના પચાસ પચાસ મિત્રો "કે" ને
મળ્યા. હવે ૨૫૦૦ "ક' મિત્રો પણ પોતાના
૫૦-૫૦મિત્રો ને મળ્યા.સાદું ગણિત
જ લઈએ તો રોગી "અ " ને લીધે 'અ'',બ','ક',અને 'ડ' એવા ૧૨૫૦૦૦ જી
હા સવા લાખ લકોને ચેપી-સંક્રમિત થઇ શકે
.માત્ર એક 'અ' વિદેશી રોગી થી.હવે વિચારો કે એકલા ગુજરાતમાં રોજેરોજ સેંકડો વિદેશ થી
ગુજરાતમાં આવે છે. સાદી ભાષા કહીએ તો આપણે પણ ભલે 'અ' નથી પણ ;બ;,'ક',કે 'ડ ' તો હોવાના જ .
** ત્રીજી વાત .તેની યોગ્ય
અને અસરકારક દવા શોધાઈ નથી.એટલે જરા સરખી બેદરકારી ,કોઈને પણ જીવલેણ સાબિત થઇ શકે.પોતાનો ને બીજા નો જીવ પણ જોખમ માં મુકાય
તો કરવું શું ?
સો વાત ની એક વાત
*. નિયમો,સૂચનાઓનું પાલન કરો.
*ગંભીરતાથી લો.
*ગભરાવો નહિ જ
*ફરિયાદ અને ટીકાઓ છોડો..
*ઘર માં જ રહો -સ્વસ્થ રહો.
શુભકામના .
દિનેશ
No comments:
Post a Comment