હવે તો આંખો ખોલો
રામજીભાઈ નો શશીકાંત અમેરિકા થી આજે ગામ માં આવવા નો હતો .પુરા બે વર્ષ પછી
આવતો હતો.રામજીભાઈ એ ગામ આખા ને જમાડવા નું નક્કી કરી રાખ્યું હતું..ઇન્ટરનેશનલ
એરપોર્ટ પર થી ટેક્ષી કરી શશીકાંત ગામડે પહોંચ્યો.નગારાં -ત્રાસા તૈયાર જ હતાં
.પાંચ હજાર ની વસતી નું ગામ આખું સામૈયાં જોડાયું
શશીકાંત નું ભવ્ય સ્વાગત થયું. સાંજે ગામ જમણ થયું સહુ છુટા પડ્યા .રાત્રે
ઓચિંતો જ શશીકાંત નો રણક્યો.આ તો એના વિદેશ ના સાથે રહેતા રૂમ પાર્ટનર મેથ્યુ નો ફોન .રડતા અવાજે એ કહેતો હતો
કે 'એમનો ત્રીજો સાથીદાર જ્હોન જગત માંથી વિદાય થઇ
ગયો છે.' શશીકાંત માનવા તૈયાર જ ન થયો.એ જયારે વતન માં
આવવા નીકળ્યો ત્યારે તો ‘તેને ફક્ત શરદી ખાંસી જ
હતા. આમ અચાનક જ કેમ જાય ? ' -મેથ્યુએ ચોખવટ કરી-,' તેના આ શરદી-ઉધરસ કાંઈ
સદા ન હતા ,એ તો ગંભીર
જીવલેણ વાયરસ વાળા હતા.અને આ વાયરસ
ની વિશેષ ગંભીરતા એ છે કે એક તો લક્ષણ
મોડા દેખાય ને પાછો ખુબ ચેપી છે એ વધારા માં.'
તારી સંભાળ લે જે.'- કહી ને ફોન
તો બંધ કરી દીધો.પણ સુતા ભેગા પોતાને જ
વિચાર આવ્યો કે 'પોતે પણ ગાઇકાલ સુધી તો
પોતે પણ એ જ્હોન ભેગો જ રહ્યો હતો.' -સવાર પડી
.શશીકાંતના શરીરે કળતર શરુ.ગળાં માં કફ ભરાયો.ઉધરસ શરુ.- શશીકાંત સમજી ગયો.વિના
વિલંબે પુરી તપાસ અને સારવાર માટે શહેર ભણી ઉપડ્યો. પિતા રામજીભાઈ ને તો બિહામણો
વિચાર એ પણ આવ્યો કે' મેં તો કાલે ગામ આખાં ને
- પાંચ હજાર લોકોને જોખમ માં મૂક્યાં '
ડ્રાયવર કાળું રાત્રે એરપોર્ટ પર થી પોતાની ટેક્ષીમાં વિદેશ થી આવેલા મુસાફર
ને તેને ઘેર ઉતારીને આવ્યો.પોતાના નિયમિત ગ્રાહક ને ઘેર લગ્ન પ્રસંગે આખો દિવસ
ટેક્ષી ચલાવવાની વર્ધી તેને યાદ હતી .ત્યાં પહોંચ્યો.છેક રાત સુધી સેંકડો મહેમાનો
ને અને જાનૈયાઓ ને ગાડીમાં ફેરવ્યા.ઘેર આવી ને થાકીને સૂતો.સવારે ઉઠ્યો તો અચાનક
તાવ શરદી,ઉધરસ. તેને તરત યાદ આવ્યું કે 'તે જે વિદેશી મુસાફર ને લાવેલો તે પણ ગાડીમાં બેસી ને
ખાંસતો જ હતો .
ઉપરની ઘટનાઓ ભલે
કાલ્પનિક હોય ,છતાં પૂર્ણ પણે કોઈ પણ
ગામ કે શહેર માં બની જ શકે.પણ જયારે અતિ
ચેપી રોગ નો ફેલાવો હોય ત્યારે તો જાતે જ ગંભીરતા લેવી એ જ બચવા નો ઈલાજ છે.
ઘડીભર આપણા ઘડિયાળ ને ઊંધું ફેરવો.અત્યાર પહેલા આજે ,ગઈકાલે કે પછી તેના થોડા આગળના દિવસોમાં તમે કેટલી સમૂહ વાળી જગ્યા એ ગયા છો ?
શાક માર્કેટ, બગીચો ,ધર્મસ્થાન ,ચા લારી ગલ્લા , ,બસ કે રેલવે
સ્ટેશન ,સામાન્ય બજાર ,પ્રવાસ કે પ્રસંગ .માં ગયા છો ?
બરાબર સ્મૃતિ તેજ કરી ને યાદ કરો.
હવે જરા વિચારો કે આમાં ના કોઈ સ્થળે સંક્રમિત -ચેપી કે સંક્રમિત ને અગાઉ
મળેલો કોઈ પણ વ્યક્તિ હોય તો એ ચેપી રોગ કોઈને પણ લાગી શકે છે. ગઈકાલ ને સુધારી
શકવા ના તો નથી.પણ આજ અને આવતીકાલ ચોક્કસ સુધારી શકાય.
હજુ ય કેટલાય મિત્રો ગંભીરતા થી નથી લેતા.પણ જયારે આસપાસ નજર સામે કોઈ કિસ્સો
આવશે ત્યારે જ આંખ ખુલશે.કડવું સત્ય તો એ છે કે કોઈ રોગ કે આપદા- વિપત્તિ ક્યારેય
પહેલેથી કહેવા નથી આવતી કે 'હું આવું છું.'-એ તો આવી ગયા પછી જ થપાટ મારે છે .અને ત્યારે ખુબ મોડું થઇ
ગયું હોય છે.
સોય જેટલું નાનું કાણું
મોટા બલૂન કે પેરાશુટ ને ભોંય ભેગું કરે, નાની સરખી ભૂલ કે
બેદરકારી કેટલું નુકસાન કરી શકે એ તો સમય
જ બતાવે..માટે નિયમ નું ચુસ્ત પાલન એ
જ ઈલાજ .
હવે તો આંખો ખોલો
No comments:
Post a Comment