હું આવું છું ને , લેતો લાવું છું.—Mission
One Thousand
NRG યુવાન નો પિતાને પત્ર
પૂજ્ય પપ્પા ,
ફાઈનલી હું આવું છું .મેં ભારત માં જ સેટ
થવાનું નક્કી કરી લીધું છે. ગઈકાલે કનેક્ટિવિટી ઓછી હતી એટલે વિસ્તારથી પત્ર લખું
છું .
કોરોના એ વિશ્વને હલાવી નાખ્યું છે.અને
વાસ્તવિકતા બતાવી દીધી છે.હવે ખબર પડે છે કે પૈસા અને મહત્ત્વાકાન્ક્ષા કરતાં
આપણું જીવન વિશેષ મહત્વ નું છે.. હું અને મારા
જેવા અનેક અનેક, થોડા ઘણા વધુ
રૂપિયા મળે એટલે સ્વદેશ છોડીને અહીં વિદેશ સ્થાયી થયા .થોડા રૂપિયા વધુ મળ્યા પણ
બદલા માં ખુબ ઘણું ગુમાવીએ છીએ અમે..હું નાનો હતો ને
જરા માથું દુખે કે મમ્મી બધું કામ મૂકી માથું દબાવવા બેસી જાય.મારુ શરીર જરાક ગરમ
થાય તો તમે મધરાતે દવાની દુકાને પહોંચી જતા ને અહીં તો બીજાની તો ઠીક, ઘરના ની એ જરા સરખી ભાળ લેવાની કોઈએ પડી નથી
હોતી.કોરોના એ આ બધું પ્રત્યક્ષ બતાવ્યું છે.મોંઘીદાટ તબીબી સેવા ને રઝળતા -મરતા
દર્દી ઓ ને જોઈને થાય કે લાગણી કે માણસાઈ
તો મારા દેશ ની.જ.
હવે મૂળ વાત પર
આવું. હવે મને હકીકત સમજાય છે.'ભારત માં આપણી કદર નથી પૈસા નથી.' એવું સમજી ને મારા જેવા અનેક વિદેશ જાય
છે.ખરેખર ,સરવાળે શું મેળવે
છે ? મારી જ વાત કરું.
ગયા વર્ષે એક વાર બહેન ના લગ્ન માં ને પછી તમારા હૃદય ની 'બાય પાસ સર્જરી' માટે એમ બે વાર
ભારત આવ્યો.આગલા પાંચ વર્ષમાં જે કમાયો તે વપરાઈ ગયું.શું મળ્યું હાથ માં ? બદલામાં તમને ને
મમ્મી ને પડતી અગવડો માટે એકલો બેઠો પસ્તાવો કરું તે નુકસાન માં.
પપ્પા સાચું કહું ? હવે પરિસ્થિતિ એવી બદલાઈ છે કે અહીંના લોકો ,અન્ય દેશના લોકો
ને જુદી જ નજરે જુએ છે.આ દેશ હવે ચોક્કસ આર્થિક પાયમાલીમાં મુકાયો છે.હવે પગાર
કેટલો આપશે તે ખબર નથી .
આપણા ભારત પાસે
બધું જ છે.ખાસ તો આપણા દેશનું કૌશલ્ય પૂર્ણ યુવાધન અને વિસ્તૃત બજાર પણ છે.
આંતરરાષ્ટ્રીય રીતે ભારતનો રૂપિયો થોડો નબળો છે ને તેથી યુવાનો બહાર જવા લલચાય
છે.પણ એક વખત જો ભારત ગુણવત્તા પૂર્ણ ઉત્પાદન વધારી દે-.યુવાન પોતાનું કૌશલ્ય દેશ માટે સમર્પિત કરે તો
આ જ ભારત દુનિયાના દેશોમાં સૌથી સમૃદ્ધ હશે.એમાં કોઈ શંકા જ નથી.અત્યારે પણ દુનિયાના
કેટલાય દેશોમાં ભારતીય યુવાન જ વિશ્વ પ્રતિષ્ઠિત કંપનીઓ ને આગળ લઇ જાય છે.
પપ્પા ,હવે સમજાય છે કે બહારના રેસ્ટોરન્ટના કહેવાતા બે સ્વાદિષ્ટ પીઝા કરતાં મા ના હાથનો અડધો રોટલો વધુ પૌષ્ટિક હોય છે.અને
એમા થી મળેલી તાકાત થી બળવાન
થઈને પોતે તો સમૃદ્ધ થવાય પણ બીજા સો -બસો દેશવાસીઓને પણ આર્થિક સદ્ધર બનાવી શકાય. તમે જ કહેતા હતા કે ,આપણા દેશ પાસે
આપણો સાંસ્કૃતિક વારસો,આપણી પ્રામાણિકતા ,સચ્ચાઈ ,બુદ્ધિમતા ,વ્યવહાર કુશળતા તો વિશ્વના બધા દેશો કરતાં અનેક
ગણી છે.અને આ બધી વાત તો આપણા માટે બોનસ રૂપ છે.
ફાઈનલી ,પપ્પા કાલે રાતે ખુબ મંથન કરી ને મેં ભારત માં જ સ્થાયી થવા
નિર્ણય કર્યો છે.આજે
સવારે તો મારા બોસ સાથે વાત કરી.તમને નવાઈ લાગશે કે એને પણ ભારતમાં રોકાણ કરવા રસ
છે.જો હું ઉત્પાદન કરવા તૈયારી બતાવું તો તે કાચો માલ { રો મટીરીયલ } ભારત મોકલવા તૈયાર છે ! એટલે થોડા જ દિવસ મા
બધું નક્કી કરી લઈશ .તમને ખાસ જણાવવા નું કે તેમે બાલુકાકા ને મળી ઔદ્યોગિક
વિસ્તારમાં એકાદ શેડ લેવાની તપાસ પુરી કરી રાખજો.
પપ્પાજી ,ભારતની 'આત્મનિર્ભર 'બનાવવાની જ્યારથી વાત શરુ થઇ છે ત્યારથી અહીં
મારા અનેક મિત્રોમાં પણ ભારત આવી, સ્થિર થવી ચર્ચા
ચાલી છે. રામુકાકા નો શૈલેષ 'નાસા' માં છે
અને આપણા જ પાડોશી કમલેશના આઠ
ભાઈબંધો પણ 'ગુગલ' માં છે વળી 'માઈક્રો સોફ્ટ 'ના પ્રોજેક્ટ્સ માં તો સેંકડો ગુજરાતી છે.ખાસ
વાત તો એ કે મેં અને કમલેશે તો MIssion One
Thousand પ્લાન પણ કરી
લીધો છે.અમે શક્ય તેટલા ગુજરાતી ઓ નો સંપર્ક કરીને એ બધા ને ભારતમાં સ્થાયી થવા સમ્જાવીશુ જ.
આપણા દેશમાં અનેક ક્ષેત્રમાં સ્કોપ પણ ઘણા છે જ.
મારા જેવા યુવાનોએ થોડું દૂરનું ઓછું વિચાર્યું
ને થોડી સાહસિકતા ન દાખવી અને થયા વિદેશ ભેગા.પણ હવે “ જાગ્યા ત્યાંથી સવાર”.હવે તો પોતાના ઉજ્જવળ ભવિષ્ય સાથે મમ્મી સાથે
રહીને 'માતૃભક્તિ ' અને દેશમાં રહીને
'દેશભક્તિ ' બેવડી સેવાનો લાભ
મળશે.આશા રાખું છું કે તમને મારો વિચાર ગમ્યો જ હશે.મારા ત્યાં આવવાથી તમારા અનેક
અનેક ટેંશન ઘટી જશે અને મમ્મી નું તો મારા
વિચાર થી 'શેર' લોહી વધી જશે.
તેને કહેજો લાપસી ના ફાડા તૈયાર રાખે .
લિખિતંગ .વહેલી તકે આપણા ઘરના દરવાજે ટકોરો
મારવા તત્પર દીપેશ .
પત્ર લેખન દિનેશ
માંકડ --૯૪૨૭૯૬૦૯૭૯
અન્ય લેખ વાંચવા
બ્લોગ :mankaddinesh.blogspot.com
No comments:
Post a Comment