સોનામાંથી નીતરે અમરત
દિનેશ લ. માંકડ (9427960979)
જી હા આ વાત ચમત્કારની છે -અનુભવ અને પુરાવા સાથેની છે .
કેટલાંક વર્ષ પહેલાં પોલિટેક્નિક ,ઇન્સ્ટિટ્યૂટ
માંથી નિવૃત્ત થયેલા અધ્યાપક મળ્યા."
શું કરું ,સમય જતો નથી.કઈ કામ સૂઝતું નથી.ઘેર અગિયાર
વિજ્ઞાનમાં ભણતી પૌત્રી પણ મારી પાસે શીખવા બેસતી નથી "-વિચાર આવ્યો કે શારીરિક રીતે સક્ષમ બુદ્ધિધન આવી સમસ્યા લાવીને
ઉભી જાય ? -પ્રસંગ બીજો .દીપકભાઈ
ગુજરાત નાણાં નિગમમાંથી નિવૃત્ત થયા. પોતે એમ.એસ.સી. અને પત્ની એમ.એ. થયેલાં .ઘેર
આવેલી કામવાળી બેનના સાથે આવતાં બાળકને કૈક ભણાવવાનું મન થયું.તે બાળક સાથે બીજાં
થોડા ઉમેરાયાં .સંખ્યા સો એ પહોંચી.'દાદા દાદી ની
વિદ્યા પરબ' ને આજે બાર વર્ષ થયા.
કેટલાય એન્જીનીયર ને સીએ થઇ ગયા.
માણસના પચાસ વર્ષ પુરા થાય એટલે સુવર્ણ
જયંતિ મનાવાય.અલબત્ત બીજા દસેક વર્ષ થોડી બાકી રહેલી જવાબદારીઓ પુરી કરવામાં
જાય.પણ સાઈઠથી માંડી ને પંચોતેરનો ગાળો તો જીવનનો સૌથી સાચા અર્થમાં સુવર્ણકાળ
છે.જો કોઈ શારીરિક અગવડ ન હોય તો નક્કી ઘણું ઘણું કરી શકાય.જ, જો અંદરનો આત્મા જાગતો હોય તો-જીવતો હોય તો-ખુશ હોય તો.....
સાઈઠ પછી ઘણા ખરાને આર્થિક બોજ ઓછો ઉપાડવાનો હોય છે.વ્યાપારી કે સ્વતંત્ર
વ્યવસાયવાળા મિત્રોએ પોતાનું એકમ કેમ ચાલે છે તેની ગોઠવણ પણ કરી લીધી હોય જ.
પોતાની ઈચ્છા અને અનુકૂળતા અનુસાર સમય આપે ,એ એમની પોતાની પસંદગીની વાત છે.સરકારી કે માન્ય સંસ્થામાંથી નિવૃત થનાર ને પેંશન
કે પ્રોવિડન્ટ ફન્ડ મળતું હોય,એટલે એમને પણ
અગવડ ન હોય.
જેમની પાસે સમય જ સમય છે તેઓ શું કરે ? વર્તમાનપત્ર વાંચે,ટેલિવિઝન જુએ.,રેડિયો સાંભળે.,પોતાની ઉંમરના મિત્રો સાથે ઘર આસપાસ કે કોઈ
જાહેર સ્થળે બેસી ટોળટપ્પા હાંકે..ક્યારેક રમે કે તો
ક્યારેક ગાય,વગાડે .ઘરમાં પરિવારમાં બેસી
નાના સભ્યોને રમાડવા કે મોટાને થોડો અભ્યાસ કરાવે. વિશેષ ધર્મ-ધ્યાન
કરે કે આધ્યાત્મિક વાંચન કરે..આ બધી સામાન્ય ઘટના છે જે મોટાભાગના કરે કરતા હોય
-કરવાની જ હોય ખુબ સારી વાત છે.એમાય જો શારીરિક તકલીફ ન હોય અને શક્ય તેટલા
સ્વાવલંબી હોઈએ તો એ સૌથી સારી વાત છે.
. આ બધી બાબતો તો સુવર્ણકાળ માણવાનો અવસર છે જ.પણ શું સુવર્ણકાળને વધુ સોનેરી
બનાવી શકાય ખરો ? જવાબ છે “ હા.” એક વસ્તુ નક્કર સત્ય છે કે વ્યક્તિ જેમ જેમ મોટી થતી જાય છે
તેમ તેના મૂલ્યવાન આયુષ્યના દિવસો ઘટતા જાય છે. જેમને આનંદપૂર્ણ અને અર્થસભર 'જીવવું' છે તેવા એ તો પોતાની ઘડિયાળને બમણી કે તેથી વધારે ગતિથી
દોડાવવી જોઈએ.એટલે કે એક ક્ષણમાં બે ક્ષણ,એક કલાકમાં બે કલાક અને
એમ જ મહિના અને વર્ષો ના પ્રત્યેક દિવસને જીવવો
જોઈએ.જેમ ઉમર વધે તેમ સમયને આપણી ગતિએ
દોડાવતા રહીએ ,એ જ જીવવાની સાચી રીત છે કારણકે આપણે માણસ છે .
તમે સોનામાંથી અમૃત નીતરતું જોયું છે ? બધાનો જવાબ છે- ‘ ના ‘,સોનામાંથી તે કઈ
અમૃત નીતરતું હશે ? પણ હા, નીતરે નીતરે
! જગતમાં પંચોતેર વર્ષ ની ઉજવણીને 'અમૃત વર્ષ ' કહેવામાં આવે છે.શું આપણે આપણા સાઈઠ થી પંચોતેર
વર્ષ ( કે તેથી આગળ ઉપર ) એવા વિતાવીએ કે
આપણી જીવનરૂપી સરિતામાં અસ્ખલિત
અમૃત વહેતુ જ રહે.
કેમ નીતરે સોનામાંથી અમૃત ? ભગવાને આપણને
તંદુરસ્ત શરીર આપ્યું તો સમાજે પણ આપણને અનેકવિધ રીતે ખુબ આપ્યું છે.કુટુંબ થી આગળ
પાડોશ, સોસાયટી ,જ્ઞાતિ,શેરી ,આપણું ગામ,શહેર અનેક સેવાભાવી જૂથમાં આપણે ક્યાંક યોગદાન આપી ન શકીએ ? મૉટે ભાગે તંદુરસ્તમાં મન પણ દુરસ્ત હોય જ.અને તે ઉપર
અનુભવના અનેક ઉત્તમ સ્તર પણ ચડેલા હોય.શું આપણે આપણા બુદ્ધિ અને અનુભવને સમાજના
કોઈ ક્ષેત્રમાં કામે ન લગાડી શકીએ ?
અશોકભાઈ અને યોગેશભાઈ ગણિત વિજ્ઞાનના અનુભવી છે,તેમણે પોતાની
જ્ઞાતિના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કર્યા.તો તો નિવૃત્ત આચાર્ય કેશુભાઈ પોતાની શાળામાંથી પ્રકાશિત થતા શિક્ષણ સામયિકનું
સંપાદન કર્યું. નરેન્દ્રભાઈને પોતાને યોગ કરવાની ટેવ.તેમણે યોગશિક્ષકની તાલીમ લીધી
અને ઘરની નજીકના બગીચામાં રોજ અનેક લોકોને વર્ષોથી યોગ કરાવે છે.પ્રવીણભાઈ તો ઉચ્ચ
સરકારી હોદ્દા પર હતા .વહીવટના ખુબ જ નિષ્ણાત .તેમણે તો ગુજરાતની ખુબ મોટી અને
અનેક સેવા કાર્ય કરતી સંસ્થાને પોતાની સનિષ્ઠ સેવા આપવાનું શરુ કર્યું.
ગજેન્દ્રભાઈ એ શુભપ્રસંગે ઘેર ઘેર જઈને નિઃશુલ્ક ગાયત્રી યજ્ઞ શરુ કર્યા. નિવૃત્ત
ન્યાયમૂર્તિ શાંતિભાઈ સામાજિક સંસ્થા સાથથી લોકોને કાયદાકીય માર્ગદર્શન આપતા રહે
છે.બળદેવભાઈ તો પેંશનરોના પર્શ્નોના નિરાકરણ માટે સદા તત્પર જ હોય.
આપણી આસપાસ આવાં ઉદાહરણ ખુબ ઓછાં-ગણ્યા-ગાંઠ્યા જ મળશે.આવું કેમ ? બાકીના વયસ્કો કેમ વિચારતા નથી? જે સમાજે આપણા લાંબા,મોટા જીવનકાળમાં અનેક રીતે અનેક ઘણું આપ્યું છે. તો પછી જયારે આપણી પાસે સમય છે ,અનુકૂળતા છે તો
પછી આપણે કેમ સમાજને કશુંક આપવા આગળ આવતા
નથી ? એવા કેટલાય
સજ્જનો હશે જે દિવસ રાત કેવળ બિનજરૂરી રાજકારણ કે સામાજિક વિષયો પર ચર્ચાઅને
વિવાદ કરવામાં કલાકો, દિવસો કે મહિના
વર્ષો વેડફી નાખે છે અધૂરામાં પૂરું
સોશિયલ મીડિયાનું વળગણ આવ્યું.એટલે વાંદરાના હાથમાં તલવાર !.મળેલા સારા નરસા સંદેશ
કે .વિડીયો ને ફોરવર્ડ કરીને બીજાઓ પર ત્રાસ ગુજાર્યા કરવાનો . ઘણા લોકો તેને 'સ્વાન્તઃ સુખનું
નામ આપે પણ હકીકતમાં તે પરદુઃખનું કારણ બનતું હોય છે. સમય પસાર કરવાનું
માધ્યમ સમજનારા એ ચોક્કસ વિચારવું જ જોઈએ કે
રોજ વેડફતા તમારા આ કિંમતી સમયનો તમે ધારો તેટલો બીજો શ્રેષ્ઠ ઉપયોગ કરી
શકો.
સોનુ ,સોનુ જ હોય તો તેનું મૂલ્ય છે પણ જો સોનામાંથી અમૃત નીતરે
તો કેવું મજાનું.! આપણા જીવનકાળ ના
સોના સ્વરૂપ પચાસ સાઈઠ થયાં
તેને પંચોતેર કે વધુ સુધી વિશેષ રૂપે જીવીને અમૃત શા માટે ન બનાવીએ.? વિજ્ઞાન પુરવાર કરે કે ન કરે પણ જે જોમ અને ઉત્તમ દૃટિકોણથી આ વય જીવાય તેમાં
પ્રત્યક્ષ આયુષ્ય તો કદાચ વધે જ નહીંતર પણ શ્રેષ્ઠ જીવ્યાનો અમૃતમય આનંદ તો પોતાને
મળે જ ને અમરતા મળે તે નફામાં..તો હો જાય શુરુ
. કરો નિશ્ચય આ ક્ષણથી દેવોની જેમ અમૃત પામવાની દિશામાં .શુભ -અમૃતમય કામના .
દિનેશ લ. માંકડ (9427960979)
ખરેખર અમૃતતુલ્ય લાભ મળવાની અને વહેંચવાની વાત વળી મંથનમા ભગવાન નો સાથ પણ મળે ખૂબ જ હકારાત્મક લેખ
ReplyDelete