મડઇ મુંજી મીઠી મીઠી --દિનેશ લ. માંકડ
આજે તમારો 443 મોં જન્મદિવસ છે.(
સામાન્ય રીતે લોકો માં, માસી ને એક નામે બોલાવે
પણ મને તે ક્યારેય ગમ્યુ નથી એટલે તમને બહુવચનમાં
સંબોધીશું ) .મારાં મૂલ્યવાન 27 વર્ષ આપના ખોળે વીત્યાં .ફૂલ્યો ,ફાલ્યો ને પાંગર્યો.મારા જેવી અનુભૂતિ ખુબ ઘણા ની હશે
કારણકે તમારી ભૂમિમાં જ એવું તત્ત્વ છે એ અનન્ય છે.
આજે વાત કરવી છે ,આપની ભવ્ય જાહોજલાલીની.બીજા અનેક પણ કહેશે પણ થોડું મારી
કલમે.આપને આંગણે 84 બંદરના વાવટા ફરકતા એવું
ખુબ ઘણી જગ્યાએ વાંચ્યું પણ છે ને વડીલોના મોંએ પ્રત્યક્ષ જોવાનું સાંભળ્યું પણ
છે. આજે પણ બંદર પરના કેટલાક અવશેષ તેની સાક્ષી પણ પુરે છે.
આપની ભાતીગળ ભોમકા એ ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા આપ્યા
.વિશ્વ વિખ્યાત
વનસ્પતિ શાસ્ત્રી જયકૃષ્ણ ઇનદરજી અને ભારતીય સંસદ ને ગજાવનાર પ્રખર અર્થશાત્રી
પ્રો.કે.ટી.શાહ ( ખુશાલ તલકસી શાહ ) આપ્યા. ભારતીય રિઝર્વ બેન્કને ઉત્તમ ડેપ્યુટી
ગવર્નર પ્રો.જે.જે. અંજારિયા પણ આપ્યા.પોર્ટુગીઝ ને કાયદો બદલવા મજબુર કરનાર
જેઠીબાઈ જેવી બહાદુર દીકરી આપી.સિદ્ધ
શિક્ષણશાસ્ત્રી આચાર્ય નાનાલાલ વોરા,કવિ સુકાની ને
ધરતીથી જોડાયેલા સિદ્ધહસ્ત લેખક ડો.જયંત
ખત્રી આપ્યા. ખીમજી રામદાસ ,ગોકુલદાસ તેજપાલ જેવા તો અગણિત શ્રેષ્ઠીઓ પણ તમે જ આપ્યા છે
ને ?
કોઈપણ ક્ષેત્ર હોય આપના સંતાનો હંમેશ આગળ હોય .અહીં લખેલા નામો તો હોઠે ચડ્યાં
તેટલાં પણ એથી એ અનેક અનેક નામો છે એ પણ એટલાં પ્રભાવશાળી છે જ.માંડવીમાં જન્મેલ
કે રહેલ પ્રત્યેક ને આપના અદકેરાં સંતાન હોવાનું ગૌરવ છે જ.એક સમયે સમગ્ર કચ્છ
પ્રદેશમાં શિક્ષણ ક્ષેત્રમાં તમારું જ નામ હંમેશ પ્રથમ રહેતું.એ વાત કેમ વિસરાય ? જગતનો નિયમ છે
કાળ ક્રમે બધું બદલાય તેમ હવે બધું બદલાયું.પણ આજના દિવસે એક જ પ્રાર્થના ફરીને
તમને એ જ જાહોજલાલી પ્રાપ્ત થાય .જય માંડવી ,જય જય માંડવી
તારીખ 16/02/2023
દિનેશ લ. માંકડ
ચલિત દુરભાષ 9427960979
અન્ય લેખ વાંચવા બ્લોગ પર
ક્લિક કરો.
No comments:
Post a Comment