અંબાજી રાત્રી પૂજા- તારીખ પાંચમી મેં 2024
વિશાળ ભારત
દેશમાં અનેક અનેક જ્ઞાતિઓ છે પણ એમાં નાગર કુળમાં જન્મ લેવો એ અતિ વિરલ બાબત છે. અને એમાંય ઇષ્ટદેવ અને વડીલોના
આશીર્વાદ હોય તો જીવનના કેટલાક પ્રસંગો અને દિવસો અવિસ્મરણીય બની જાય છે.. ભારત દેશમાં આવેલી શક્તિપીઠોમાં અગ્ર અને ગુજરાતમાં સૌથી મોટું આસ્થાસ્થાન
બનાસકાંઠામાં આવેલું અંબાજી.વર્ષ દરમિયાન દરરોજ અને દર પૂનમે લાખો શ્રદ્ધાળુ , વાહનોથી કે
પગપાળા માના દર્શને આવે..ભાદરવી પૂનમે તો અહીં મોટો મેળો ભરાય.
નાગરજ્ઞાતિ માટે
એક વિશેષ વાત એ છે કે ચોક્કસ દિવસોમાં
અહીં નિજ મંદિરમાં રાત્રિપૂજા કરવાનો વિશેષાધિકાર માત્ર અને માત્ર નાગરોને મળેલ
છે.ઇતિહાસ કથિત આ અધિકાર હજુ સુધી જળવાય છે, એ પણ માં જગદંબાની કૃપા જ ગણાય. અગાઉથી આયોજન
અનુસાર અલગ અલગ જ્ઞાતિમંડળોને સંખ્યા અને તારીખ ફાળવાય.અમદાવાદથી પણ કેટલાંક જૂથ
જતાં ,પણ પરિચિત પરિવારો સાથે જવાય એટલે ભુજના પરિવારો સાથે જવા
બે ત્રણ વર્ષથી પ્રયત્ન કરતાં હતાં પણ અનુકૂળતા નહોતી સર્જાતી .
આખરે પાંચમી મેં
2024 ના દિવસે તક સાંપડી.ભુજ જ્ઞાતિના પ્રમુખ અતુલભાઈ મહેતાને બંનેના { મારા અને રંજનાના} આધાર કાર્ડ ખરી નકલ સમયસર મોકલી આપી.આખરે એ
દિવસ આવી પહોંચ્યો.રવિવાર તારીખ પાંચમી મેં 2024 ના રોજ વહેલી સવારે ઘરની ગાડીમાં
ડ્રાયવર ઈશ્વરસિંહ ને લઇ અમદાવાદથી અંબાજી તરફ પ્રયાણ કર્યું.
ભાણેજ જાનવિકા બેન { મોટા બહેન
સ્વ.અનિલાબેનની દીકરી } વણસોલ રહે છે.જે અંબાજીથી માત્ર ત્રીસેક
કિલોમીટર દૂર થાય.તેમનો ઘણા વખતથી આગર્હ હતો. ત્રણેક કલાક પછી આશરે નવ વાગ્યે
તેમને ત્યાં પહોંચ્યા.તેમના પત્ર દિવ્યેશભાઈ ગામના ચોક વચ્ચે જ ઉભા હતા.ઘેર પહોંચયાં.શ્રી
રાજેશભાઈ અને જાનવિક બેન ખુબ ખુબ રાજી થયા, ખુબ આગતા સ્વાગત
કરી.પોતાના જ ખેતરના ચીકુ,બટાકા ડુંગળી વગેરે થેલા ભરીને આપ્યા.પરિવાર
ફોટો પાડી સહુ છૂટાં પડયા.
12.30 વાગ્યે અંબાજી
પહોંચ્યા.અગાઉથી બુક કરેલ શ્રી હોટેલમાં જઈ સામાન મૂકી ફ્રેશ થઇ ને જ્યાંખુબ આગતા
સ્વાગત કરી.પોતાના જ ખેતરના ચીકુ,બટાકા ડુંગળી વગેરે થેલા ભરીને આપ્યા.પરિવાર
ફોટો પાડી સહુ છૂટાં પડયા.12.30 વાગ્યે અંબાજી પહોંચ્યા.અગાઉથી બુક કરેલ શ્રી
હોટેલમાં જઈ સામાન મૂકી ફ્રેશ થઇ ને જ્યાંફળાહારનું આયોજન થયેલું ત્યાં,મોદી મહાડ
ધર્મશાળામાં પહોંચ્યા.ભુજથી આવેલા અનેક પરિચિત પરિવારો મળ્યા.અમદાવાદ બોપલથી
સર્વદમનભાઈ વોરા અને સારંગભાઇ અંજારિયા પરિવાર પણ હતા.ફળાહાર ખુબ સુમધુર અને
સ્વાદિષ્ટ હતો.હોટલ આવી ,થોડો વિરામ લઇ ગબ્બર તરફ જવા નીકળ્યા.રોપવે થઇ
જવાને કારણે ખુબ સરળ રહ્યું.ગબ્બરની ભવ્ય અખંડ જ્યોત્ના ખુબ ભાવપૂર્ણ દર્શન થયા.
થોડી સમયની અનુકૂળતા હોઈ અંબાજીથી ચારેક કી.મી.દૂર કોટેશ્વર મહાદેવના દર્શન પણ
કર્યા.હવે રાત્રિપૂજા માટે સજ્જ થવાનું હતું.સાંજે સ્નાનવિધિ પતાવીને માત્ર અબોટિયું અને રંજના એ
રેશમી ગુજરાતી સાડી ,એમ વસ્ત્ર પરિધાન કર્યાં ઉઘાડે ડીલે અંબાજી પરિસર આસપાસ અનેક નાગર બંધુઓ અને
રેશમી સાડી માં નાગરાણી બહેનોને વિહરતાં જોઈને
વિસરાતી જતી જ્ઞાતિ અસ્મિતા જાગૃત થઇ જાય. એમાંય ભુજથી આવેલ સેંકડોની સંખ્યામાં
જ્ઞાતિ બંધુઓ અને બહેનો તો ઢોલ નગારા સાથે જાય હાટકેશન નારા અને સ્તોત્ર બોલતા
બોલતા પસાર થાય એ દૃશ્ય જોવું પણ એક લહાવો છે.લગભગ સાંજે સાડા સાત આસપાસ સહુ
વિસનગરા નાગર મહાડમાં પહોંચ્યા.જગદંબાની ભવ્ય મુતરી સામે સહુ ગોઠવાયા. પછી તો બેઠા
ગરબાની ભવ્ય રમઝટ શરુ થઇ. સ્વ.શ્રી નરેશભાઈ રાજા પરિવાર અને સમસ્ત નાગર પરિષદ આ
વ્યવસ્થા સુચારુ રીતે સંભાળે છે.છેક થોડી
પવિત્રતા અને શિસ્ત વગેરે ની સૂચના અપાઈ .રાત્રે 9.30 પછી મંદિરમાં પ્રવેશ માટે સજ્જ થયા મંદિર ના
મુખ્ય દરવાજા અને મુખ્ય પ્રવેશદ્વાર બંધ હતા.પાછળના નાના પ્રવેશદ્વાર -શક્તિદ્વાર
થી સહુએ પ્રવેશ લીધો.આયોજકોએ ખુબ કાળજીથી 70+,
શારીરિક અસ્વસ્થ અને બાળકો વાળા ને સહુ પ્રથમ અગ્રતા અપાઈ
.અમારો ત્રીજો જ ક્રમ હતો.અદભુત રોમાંચ
હતો.જ્યાં રોજ દર્શનાર્થે સેંકડો ભક્તોની લાંબી લાઈન હોય અને એક બે કલાક પછી દર્શન
થાય.તે જગત જનનીની પ્રતિમાની સાવ પાસે જઈ
ફૂલ કંકુ થી તેની અને પાવડીની પ્રત્યક્ષ પૂજા ખુબ શાંતિથી કરાય.વ્યવસ્થાપક ભક્ત તે
પાવડી નો સ્પર્શ આપણા માથા ,હૃદય અને આખા શરીરે કરાવે..ખુબ સહજ લહતું આ
દર્શન હકીકતમાં તો જેના નસીબમાં હોય તેને જ પ્રાપ્ત થાય એ હકીકત છે જ.ધરાવેલી
પ્રસાદી પણ તરત જ માતાજીને ધરાવીને પાર્ટ
મળી હિંદુ ધર્મમાં પ્રચલિત
માન્યતા પ્રમાણે 51 શક્તિપીઠ છે અને અંબાજી મંદિર તેમાંથી એક છે અને તેની ગણના 'સિદ્ધપીઠ' તરીકે થાય છે. હિંદુ માન્યતા અનુસાર શિવે તાંડવ કર્યું, ત્યારે સતીનું હૃદય અહીં પડ્યું હતું. આઝાદી પહેલાં આરાસુરી અંબાજીનું મંદિર
દાંતા સ્ટેટ હેઠળ આવતું હતું અને પરમાર શાસકો દ્વારા તેનું નિયમન કરવામાં આવતું
હતું.ગઈ.લગભગ ત્રણેક કલાકમાં બસો આસપાસના જ્ઞાતિ જનો એ આ રીતે રાત્રી પૂજા કરી.પછી
શક્રાદય સ્તુતિ ,આરતી અને થાળ થયા. માં અંબાના દર્શન
કરી-કૃતકૃત્ય થઇ સહુ ભોજન અર્થે એકઠા થયા.અને વિખરાયા .અંબાજીમાં સમસ્ત નાગર
પરિષદની ટિમ અને ભુજની શ્રી અતુલભાઈ મહેતાની ટિમ ના અદભુત ટિમ આવા અદભુત આયોજન
માટે ખુબ ખુબ અભિનંદન ની અધિકારી છે.અમે હોટેલ પર આવી ગયા. અંબાજી ના દર્શને આવીએ
એટલે ઇષ્ટદેવ હાટકેશ્વર વડનગર યાદ આવે જ
.તારીખ છઠ્ઠી મેં વહેલી સવારે વડનગર તરફ હંકારી ગયા.ખુબ સરસ દર્શન થયા.ઇષ્ટદેવના
શિવલિંગ પર જળ અભિષેક પણ કર્યો.સમયસર નીકળી ને ઘર તરફ પ્રયાણ .સુખરૂપ બપોરે ઘેર
પહોંચ્યા.પ્રવાસ ભાવપૂર્ણ અને સુખરૂપ રહ્યો.જીવનનો યાદગાર દિવસો બની રહ્યા.
No comments:
Post a Comment