યાત્રા દુબઇ પ્રવાસ ભાગ 3
આજે 29 મી માર્ચ..ગઈકાલે
ડેઝર્ટ સફારીમાં રેત સ્નાન કરી ધૂળમાં
રગદોળાયેલા તેને ખંખેરવાના હોઈ આજના સાઈટ
સીન થોડા મોડા શરુ. કર્યા બપોરે નીકળી આજે દરિયાઈ સફર માટે જવાનું હતું. દુબઇ પાસે ખુબ વિઝન છે અને પૈસો છે.સતત નવું
નવું જ કરવાની દિશામાં જ એ લોકો દોડે છે.The Palm
Island તેનું મોટું
ઉદાહરણ છે. દરિયાની અંદર Palm Tree { તાડ નું ઝાડ } આકારનો વિશાળ
કૃત્રિમ ટાપુ બનાવ્યો છે. 520 કી.મીના
વિસ્તારમાં 25000 થી વધારેની વસતી
છે. ટાપુના ત્રણ વિભાગ બનાવાયા. તાડ વૃક્ષનું થડ ,પાંદડાં અને
બાહ્ય ચંદ્રાકાર ભાગ. થડના ભાગમાં
કોમર્સીઅલ અને ઉંચી ઇમારતો ,પાંદડાંઓમાં
બંગલાઓ અને બાહ્ય ચંદ્રાકારમાં વૈભવી વિસ્તાર અને રિઝોર્ટસનું આયોજન થયેલું છે. 2001 માં તેને
વિકસાવવાની શરૂઆત થઇ અને 2006 માં પ્રથમ ભાગ પૂર્ણ થયો. 2009 માં 75% કામ
પૂરું થયું. ક્યારેક રોકાવાનું મન થાય તો આપણા મુકેશ અંબાણી અને શાહરુખ ખાનના
અને અન્ય મોટા ઉગયોગપતિના બંગલા પણ ત્યાં છે. પણ જવાનું વિચારવમાં બહુ મોડું ન
કરતા કેમકે ધ ન્યુયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર NASA ના રિપોર્ટ
અનુસાર આ ટાપુ દર વર્ષે 5 મીલીમીટર જેટલો ડૂબે છે. પાંચ કી.મી ના થડના છેડે આવેલ Gateway
Tower માંથી 52 માળ ઉપર જઈને દરિયા વચ્ચેના આ કૃત્રિમ ટાપુનો અને તાડવૃક્ષનો અદભુત વ્યુ જોવાનો આનન્દ
લીધો.કુદરતની સામે માનવસર્જિત આ કરામત માટે કુદરતે જ આપેલ મગજના ભરપૂર ઉપયોગને
ચોક્કસ ધન્યવાદ આપવા ઘટે.
હવે ભર દરિયામાં પામ ટ્રીમાંથી પસાર થવા ઉપરાંત yacht યાંત્રિક બોટમાં સફર કરવાની હતી.આમ તો મોટા ક્રુઝમાં ઘણા લોકો એક સાથે પણ જાય પણ વધુ આનંદ લઇ શકાય એટલે અમારા પેકેજમાં અમે અંગત Yacgt માત્ર અમારા છ માટે બુક કરાવ્યું હતું.આધુનિક Yachtમાં બેડરૂમ, નાનો ડ્રોઈંગ રમ અને ખુલ્લામાં બેસવાની જગ્યા પણ..બે ખલાસી { કેપ્ટ્ન } જોડાયા.મધદરિયે ખુબ ઝડપી ગતિએ અંતર કાપતા કાપતા દુબઈનો નઝારો જોતાં ગયા.અહીં પણ સાગર અને રવિ મિલનનો લાભ મળ્યો.સૂર્યાસ્તને મોબાઈલમાં ઝડપી લીધો.પામ ટ્રી વચ્ચેથી પણ પસાર થયાં
.દરિયામાંથી ' દુબઇ આઈ ' પણ લાઇટિંગ સાથે જોયું. અગાઉ લંડનનું વિશ્વનું સૌથી ઊંચું મેરી ગો રાઉન્ડ જોયેલું.હવે આ 'દુબઇ આઈ ' વિશ્વનું સૌથી ઊંચું મેરી ગો રાઉન્ડ બની
ગયું છે.Yacht માં પુરા બે કલાકમાં આઠેક કી.મી. નો દરિયાઈ પ્રવાસ ખેડી દુબઈની રાત્રી નજાકત જોઈ.
·
અહીંથી Global Villege જવાનું હતું દુનિયાના
અનેક દેશોના અહીં એક જ જગ્યાએ બજાર છે.
·
Bahrain
·
China
·
Egypt
·
India
·
Iran
·
Iraq
·
Japan
·
Kuwait
·
Lebanon
·
Morocco
·
Oman
·
Pakistan
·
Qatar
·
Russia
·
Syria
·
Thailand
·
Turkey
·
Yemen
શરૂઆતમાં 1997 થી જુના દુબઈમાં
ભરાતું આ બજાર પછી થી વિશાળ
જગ્યામાં તે ગોઠવાયું.અહીં 25 થી વધારે દેશોના
વિભાગ છે.જેમાં તે દેશની પ્રખ્યાત વસ્તુઓનું વેચાણ થાય છે નાસ્તા ગૃહ પર પૂરતા
છે.અમને ઇન્ડિયન ચાટ બજાર પણ મળી ગયું.દુનિયાના ખ્યાતનામ કલાકારોના અહીં કાર્યકમો
પણ થાય છે.વિસ્તાર એટલો મોટો છે કે શરીર અને સમયને સાચવવા માટે થોડા જ વિભાગો
જોઈને સંતોષ માની લીધો. રાત્રે હોટેલ પરત
તારીખ 30 માર્ચ.દુબઈના મુખ્ય આકર્ષણ એવા તમામ સાઈટ સીન જોવાઈ ગયા હતા. સવારે થોડો મુક્ત સમય હતો એટલે જાતે જ ટેક્ષી કરી મીના બજાર ગયાં .દુબઈના મધ્ય ભાગમાં આવેલું બજાર પ્રવાસીઓને માટે સારું છે.સોના ચાંદી ઉપરાંત ચોકલેટ ,ખજૂર
ડ્રાયફ્રુટ વગેરેની અનેક દુકાનો છે.અમદાવાદીને આ ગાંધી રોડ કે રિલીફ રોડની યાદ અપાવે.. હોટેલ પરત આવીને બાકી રહેલ મિરેકલ ગાર્ડનની મુલાકાત હતી 2013 તૈયાર થયેલું 72000 ચોરસ મીટરમાં ફેલાયેલું મિરેકલ ગાર્ડન વિશ્વનું સૌથી મોટું ગાર્ડન છે.
જે ઓક્ટોબરથી એપ્રિલ દરમિયાન તે ખુલો રહે છે કારણકે બાકીના દિવસોમાં તાપમાન 40
ડિગ્રીથી વધારે હોય એટલે તેની શોભા ઘટી જાય. 2018 માં ડિઝની સાથે કરાર થયા એટલે તેના
બાળકોને ગમતા પ્રતીકો અહીં મુકાયા છે.150 ટન જેટલા વિવિધ પ્રકારના ફૂલો અહીં
છે.અહીં ટર્કીશ આઈસ્ક્રીમ ખાધો. કોન ફેરવતો જાય ગ્રાહકોને હસાવતો જાય .આ લાક્ષણિકતા
ટર્કીશના બધા જ સ્ટોલની હોય છે.હોટેલ પરત .પ્રવાસ પૂરો .4.30 વાગ્યે કાર આવી
ગઈ.એરપોર્ટ પર વિધિ પતાવી. દુબઇ સમય અનુસાર 7.25. મિનિટે ઉપડ્યા અને રાત્રે 11.45
વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર અને ત્યાંથી ઘેર.આખો પ્રવાસ આનંદદાયક અને સુખરૂપ રહ્યો.
શિસ્ત ,સમૃદ્ધિ અને રાષ્ટ્રપ્રેમ સાથે ટેક્નોલોજી અને વોઝન જોવા
માટે ચોક્કસ દુબઇ જવાય.