યાત્રા - દુબઇ પ્રવાસ-ભાગ -2
ક્લ્બ મહેન્દ્રનું હોટેલ એપાર્ટમરન્ટ ' અરેબિયન ડ્રિમ્સ 'માં પહોંચ્યા.હોટેલ એપાર્ટમેન્ટ એક વિશેષ પ્રકારની વ્યવસ્થા છે.ડ્રોઈંગ રૂપ ,બેડરૂમ અને સંપૂર્ણ સજ્જ રસોડા સાથેનું યુનિટ.ફ્રીઝ,ઓવન ,વોશિંગ મશીન ,ઇન્ડક્શન સહિતની સુવિધા. ફ્રેશ થઇ થોડો આરામ કર્યો અને સાઈટ સીન પર જવા માટે ગાડી આવી ગઈ.અહી ની કારમાં ડ્રાઈવર સીટ ડાબી બાજુ હોય છે.બધી જ ટેક્સી કાર અતિ આધુનિક અને ખુબ મોંઘી હોય છે દરેક ટેક્સી છ કેમેરા થી સજ્જ હોય છે જે કંપની અને તંત્ર સાથે જોડાયેલા હોય.
દુબઈના ખુબ ધનાઢ્ય વિસ્તાર 'ડાઉન ટાઉન 'માં આવી ગયા.અહીં એક સાથે ઘણું જોવાનું હતું.શરૂઆત 'દુબઇ મોલ' થી થઇ.દુનિયાના સૌથી મોટા આ મોલમાં 1200 થી વધારે દુકાનો અને સેંકડો નાસ્તાગૃહો છે.200 જેટલા ફૂટબોલ મેદાનો જેટલી વિશાલ જગ્યામાં વિશ્વનું સાયથી ઉંચુ મકાન 'બુરઝ ખલિફા,,અંડર વોટર ઝૂ,, ફાઉંટેઈન શો ,આવેલા છે.
મોલમાં
ફરતાં ફરતાં શરૂઆત અંડર વોટર ઝૂ થી કરી.હજારો પ્રકારની દુર્લભ એવી જીવંત માછલીઓ
નું આ સંગ્રહાલય છે. જળ ઘોડો ,જળ બિલાડી જેલ ફિશ { ઝેરી માછલી } જેવા ફક્ત નામ
જ સાંભળ્યા હોય તે જોવાનો અદભુત લહાવો
છે.ત્રણેક માળમાં પ્રાકૃત્તિક દરિયાઈ
વાતાવરણ બનાવીને એ તૈયાર થયું છે.અહીં મગર અને પેગ્વિન પણ છે.
અહીંથી હવે
ગ્રાઉન્ડ ફ્લોર આવેલાં હોજમાં થનાર ફાઉંટેઈન Show જોવાનો હતો.લગભગ સોએક ફિટ જેટલા હોજમાં સંગીત
સાથેના વિવિધ રંગી અને વિવિધ આકારોમાં ફેરવતા ફુવારા અદભુત હોય છે.એમાંય ખાસ તો
સામે આવેલ બુરઝ ખલિફા અને આસપાસ આવેલા
અન્ય ઊંચા મકાનો પરની વૈવિદ્યભરી લાઈટોથી સુંદરત્તમ દૃશ્ય સર્જાય .
હવે વિશ્વના સૌથી ઊંચા બાંધકામ બુરઝ ખલિફાની મુલાકાત.828.8 મીટર એટલે 2727 ફિટ તે ઊંચું છે.163 માળના આ મકાનમાં રાહહાક,દુકાનો અને ઓફિસો છે.દર્શકોને જોવા માટે 124 અને 125 માં માળે દર્શક ગેલેરી છે.એક બે એસ્કેલેટર ચડ્યા પછી લિફ્ટમાં ફકર આશરે દોઠ બે મિનિટમાં જ 124 માં માળે પહોંચી જવાય.અગણિત ઊંચા મકાનો અને રાત્રી સમયની રંગબેરંગી લાઈટો વાળું દુબઇ ઉપરથી જોતા એમ લાગે કે આખું આકાશ જ નીચે ઉતરી આવ્યું છે.
2004 માં તેનું બાંધકામ શરુ થયું 2009 માં પૂરું થયું અને 2010 થી તેને ખુલ્લું મુકવામાં આવ્યું.બિલ્ડર Emaar Proparties એ બાંધકામ તો શરુ કર્યું પણ આર્થિક તંગી ઉભી થઇ.તરત જ ત્યાંના શેખ જાવેદ ખલિફા એ તેને પૂરતો આર્થિક સહકાર આપ્યો.બદલમાં બિલ્ડરે મકાનનું નામ બુરઝ દુબઇ ને બદલે બુરઝ ખલિફા રાખી તેમની સ્મૃતિ કાયમ રાખી. રાત્રે હોટેલ પરત.
તારીખ 28 મી
માર્ચ.આજે ત્રણ મોટા સાઈટ સીન હતા.સવારે જ કાર લેવા આવી ગઈ.Dubai
Frame તરફ .ઝબીલ
પાર્કમાં આવેલી વિશ્વની સૌથી મોટી ફ્રેમ 150
મીટર ઊંચી અને 95 મીટર પહોળી છે. દુબઇ મ્યુનિસિપાલિટી અને એક સ્થાપત્ય
કંપની દ્વારા વિશિષ્ટ સ્થાપત્યની ડિઝાઇનની સ્પર્ધા યોજાયેલી 926 હરોફઓ માંથી Farando
Donis , આનારરાષ્ટ્રીય જ્યુરી દ્વારા વિજેતા જાહેર થયો.2009 માં
બાંધકામ શરુ થયું.2018 માં તે ખુલ્લું મુકાયું.ઉપરથી ઉત્તર તરફ જૂનું દુબઇ
અને દક્ષિણ તરફ નવું દુબઇ જોઈ શકાય
છે.એવું જ અંદર પ્રવેશ વખતે વર્ષો પહેલાના દુબઈના જીવન અને વેપાર ધંધાના જીવંત દ્રશ્યો છે તેવી જ રીતે બહાર નીકળતી વખતે
નવી પ્રગતિના દૃશ્યો છે.અહીંની એક વિશેષ રોમાંચક વાત એ કે 48 માં માળે ઉપર એક છેડેથી બીજે છેડે કાચના ફ્લોર
રસ્તા પર ચાલીને જવાય.પારદર્શક કાચમાંથી ઉપરથી નીચેના ભવ્ય દૃશ્યો જોવાનો એક વિશેષ
અનુભવ રહ્યો.
હવે મ્યુઝિયમ ઓફ ફ્યુચરનો વારો.ખાસ તો દુબઈના આવતીકાલના વિકાસ અને વિજ્ઞાન અને ટેક્નોલોજીની કલ્પના અહીં મુકવામાં આવી છે.વિશિષ્ઠ આકારના સાત માળના યુનિટમાં 2071 માં દુબઈની પ્રગતિનો ચિતાર છે.આમ તો અત્યારે ઓન ટેક્નોલોજીમાં ખુબ ખુબ આગળ છે જ તેમ છતાં પચાસ વર્ષ પછીની જીવંત વિગતો મૂકી છે.પ્રારંભમાં હાથના કાંડામાં એક બેલ્ટ પહેરાવે પછી અંદરના જવા બેલ્ટને સ્કેન કરતા જવાનો.મુખ્ય પ્રવેશ દ્વારમાં એક વાત વિશેષ જોવા મળે .ઉપરના આખા છતમાં ત્યાંના શેખ મહંમદ બિન રશીદ દ્વારા ભવિષ્યના દુબઈના વિકાસની કલ્પના કરતી અરબી ભાષાની કવિતા ખુબ મોટા અક્ષરે લખાયેલી છે જે લાઇટિંગ દ્વારા ઝબક ઝબક થાય છે.અલગ અલગ વિભાગોમાં કલ્પના બહારની કલ્પના છે. દા.ત.એક મોટી લિફ્ટમાં ઊભવાનું., જે આબેહૂબ અવકાશ યાન હોય.એના ચારે બાજુના સ્ક્રીનના ચિત્રો બદલાતા જાય.અને તમે અવકાશી સફર કરો.સાથે સાથે દુબઇ પણ ભવિષ્યમાં કેટલું અવકાશી સંશોધન કરશે તેની વિગતો પણ આપતું જાય.એક મશીન સામે ઉભી આપણે પણ અવકાશયાત્રીના પહેરવેશમાં ચિત્ર લઇ શકીએ. સૂર્યશક્તિને ખાસ રીતે સંગ્રહિત કરીને વિશ્વ આખાને પહોંચાડવાની નેમ ધરાવે છે અને એ દિશામાં ચોક્કસ પણે આયોજન પણ છે .એની આછેરી ઝલક પણ અહીં છે.
દુબઈની અત્યારની
આધુનિક ટેક્નોલોજી તો અતિ આગળ છે જ .પણ અહીં આવતીકાલના વાહન વ્યવહાર, એર ટેક્સી પૈડાં વગરની કાર ,આર વગરની સાયકલ ,વાત કરતો રોબોટ
જેવી અનેક અનેકના જીવંત મોડેલ ચોક્કસ
આશ્ચર્ય પમાડે. અહીં પૃથ્વી પરના
તમામ પ્રાણીમાત્રના જિનેટિક અવશેષોની મોટી પ્રયોગશાળા અને સંગ્રહસ્થાન છે.એટલે
ભવિષ્યમાં આપણા જેવા આબેહૂબ ને એ લોકો પ્રયોગશાળામાં બનાવી દે તો નવાઈ નહિ ! .યોગ મેડિટેશન માટેની વિશેષ સંકલ્પના દુબઇ પાસે
છે.ઉપરથી નીચે ઉતરવા માટે કાચની પારદર્શક કેપ્સ્યુલ લિફ્ટનો અનુભવ પણ કર્યો.
No comments:
Post a Comment