નેત્રદાન -મહાદાન
રાત્રે તમે એકલા ઘર
માં હો. ને વીજળી ડૂલ થઇ જાય .તમે દીવાનખાના માં બેઠા છો.મોબાઈલ ક્યાંક બીજે પડ્યો
છે.આ સ્થિતિ ખાસ્સો સમય ચાલે તો શું થાય ? તમને મોબાઈલ લેવા
જવાનું મનથાય,બાક્સ,મીણબત્તી શોધવા નું મન થાય .તરસ લાગે,બીજું કોઈ અગત્યનું કામ યાદ આવે. તમે ઉભા થાવ .તમારું ઘર છે તોય ક્યાંક ઠેબા
ખાવ,ક્યાંક ભટકાવ ,કોઈ વસ્તુ તમારા પડે વગેરે વગેરે .તમે
હાથ આગળ કરી ને તમારી ધારણા એ ફંફોસવા નું ચાલુ રાખો,ખોટા પડતા જાવ ને આગળ જતા જાવ.આવું લાંબો
સમય
ચાલે તો તમારી મનોસ્થિતિ કેવી હોય ?
પ્રજ્ઞા ચક્ષુ ની
સ્થિતિ નો અનુભવ આપણને થતો નથી ,એટલે વિના આંખ ની જિંદગી ની અનુભૂતિ આપણે કરી શકતા નથી.
જેને આકારની અનુભૂતિ નથી, જેને રંગ ની
કલ્પના નથી એની મનની સ્થિતિ નો અંદાજ પણ કરી શકાય તેમ જ નથી.ફૂલ નથી જોયા ,વૃક્ષ નથી જોયા.નથી જોયું આકાશ .પોતાના નિકટ ના પરિવાર જનો ને તે કેવળ અવાજ થી ઓળખે
છે..પિતા-માતા નો આનંદ અને આદેશ તેમના ચહેરા થી નહીં પણ શબ્દ થી જ અનુભવે
છે.મિત્રોની મહેફિલ હોય પણ ઓછી ને એમાંય અભિવ્યક્તિ તો કેવળ અવાજ ની જ ને ! આપણે
સૌ આ બધી જ વાત ફક્ત ને ફક્ત વિચારી જ શકીએ .અનુભવ તો બે મિનિટ આંખો બંધ કરી ને
બેસો જ થાય.
સમગ્ર વિશ્વમાં સાડા ત્રણ કરોડ અને એકલા ભારત માં દોઢ કરોડ કરોડ આવા દૃષ્ટિ વિહીન છે. નથી લાગતું કે
એમના આ દુઃખ ને હળવું કરવા આપણે પણ
થોડા ભાગીદાર બનીએ.દાન આપવાની વાત નથી,આપણે તો કશુય ગુમાવ્યા વગર તેમને ઘણું બધું આપી શકીએ તેમ
છીએ .જી હા કશુંય ગુમાવ્યા વગર ,ઘણું બધું આપી શકીએ.
થોડા દિવસ પહેલા બે ઓલિયા બંધુ મળી ગયા .અમદાવાદની જાણીતી સામાજિક સંસ્થા " આદર્શ
અમદાવાદ " ના એક કાર્યક્રમ
માં શ્રી રમેશભાઈ ડોલિયા અને શ્રી જયવંતસિંહ ઝાલા .જીવન વીમા નિગમ માં ઉચ્ચ હોદ્દા
પર થી નિવૃત્ત થઇ સમાજ માટે યોગદાન આપવા ખભે થેલો લઇ ને નીકળી પડે છે.લોકોને
નેત્રદાન નો મહિમા સમજાવવા .ખાસ તો આ મહાદાન
વિશેની સરળ સમજણ આપી ને ઘણી ગેર
માન્યતાઓ કાઢવાની વાત આ જુગલજોડી કરે છે. આવો ,એમની પાસે થી મળેલી ખુબ કામની વાતો ને જાણીએ
-ગુલાલ કરીએ.
{૧} જીવતા -જીવ
નેત્રદાન કરવાનું જ નથી. {૨} {નિધન બાદ એક
માત્ર અંગ છે, જે સમયસર દાન થાય તો બે વ્યક્તિના જીવન માં
રોશની લાવી શકાય. {૩} એક-બે કલાક માં
જો તે કાઢી લેવાય તો જ કામ માં આવે છે. {૪} આંખ કાઢી લીધા
પછી ચહેરો કે કશુંય વિકૃત થતું નથી. {૫} આપવા માં કોઈ પ્રકાર નો ખર્ચ પણ ચૂકવવો પડતો નથી. {૬} કેટલાક અપવાદ બાદ
કરતા , કોઈપણ વ્યક્તિ નેત્રદાન કરી શકે.મોતિયો ઉતરાવેલ, ડાયાબિટીસ ,બ્લડપ્રેશર ,અસ્થમા વાળા લોકો પણ નેત્રદાન કરી શકે જ.ઉમર બાધ પણ નથી. {૭} નેત્રદાન કરવા
અગાઉ થી ક્યાંય રજિસ્ટ્રશન પણ કરવાનું નથી. માત્ર
પરિવાર જનો ની સંમતિ અને તેમને અગાઉથી આપી રાખેલા જરૂરી "આઈ બેન્ક " ના નંબર જ આ મહાદાન માટે
જરૂરી છે.[૮] શક્ય હોય તો લેખિત સંકલ્પ
પત્ર અને નંબરો ઘરની જવાબદાર-સમજદાર
વ્યક્તિ ને આપી રાખવા .આ કામ કરવા માટે
કોઈ રાહ જોવા ની જરૂર નથી.આજે અને અત્યારે પણ થઇ શકે.
જેમને આપણા નેત્રનું આરોપણ થશે
તેની ખુશીની કલ્પના કરો.નશ્વર દેહ પંચમહાભૂત માં મળશે ભેગા બે ચક્ષુ રત્ન પણ ભસ્મ જ
થઇ જવાના ,પણ આપણો નાનો સંકલ્પ બે જીવન રત્ન ના જીવન ને ઝગમગતા કરશે.
અમદાવાદ માં રહેતા મિત્રો માટે નોંધી
રાખવા જેવા ફોન નંબર {૧} રેડક્રોસ આઈ
બેન્ક -એસ.જી. હાઇવે. {૦૭૯]-૨૭૪૫૦૬૩૩,૨૭૪૧૩૩૩૩,૯૮૨૫૮૮૫૨૩૩. {૨} નગરી હોસ્પિટલ ,એલિસબ્રિજ ;{૦૭૯} ૨૬૪૬૬૭૨૪,૯૪૨૬૩૧૦૨૩૨ [રજનીભાઇ } .સિવિલ -અસારવા {૭૯} ૨૨૬૮૧૦૧૦ .અન્ય શહેરના મિત્રોએ નજીકની આઈ બેન્કનો નંબર મેળવી લેવો. શેષ માર્ગદર્શન કે
મૂંઝવણ માટે શ્રી રમેશભાઈ ડોલિયા-૯૮૯૮૯૨૬૨૭૦ ,શ્રી જશવંતસિન્હ ઝાલા -૯૮૯૮૦૯૮૨૮૩
હજી આપણે ઘણું જ જીવવાના છીએ.એની ના નહિ પણ તમારા સ્નેહીજનોને ખાસ કહી બે વાર રાખશોકે
તમારા આ ઉત્તમ સંકલ્પને પૂર્ણ કરવા સમય બગાડયા વગર આઈ બેન્કને ફોન કરવાનું
ન ભૂલે ચાલો કોઈ બે વ્યક્તિને સૂર્યદર્શન
કરાવવાનો સંકપલ અત્યારેજ લઇ લઈએ.બીજાને
પણ લેવરાવીએ..શુભકામના -શુભપ્રકાશ.
દિનેશ માંકડ ૯૪૨૭૯૬૦૯૭૯
No comments:
Post a Comment