કલાકો માં ...કરોડપતિ !!
એ ...દોડો...દોડો ... કરોડ પતિ થવા
".બે-ચાર વર્ષે ? નહિ ,નહિ, બે-ચાર મહિને ? " " ના ભાઈ ના " તો કેટલા સમય માં ? " " અરે ,બે-ચાર કલાક માં જ, .નહિ કોઈ ઝંઝટ કે ન રોકાણ અને
રોકડા કરોડો હાથમાં ! " આ મજાક
નથી કે નથી અસત્ય .વળી પછી બીજી એક
અનેરી અને અદભુત વાત ...તમારી કિંમત ?
તમે ધારો તેટલી .કોઈવાર બે કરોડ તો કોઈવાર
બાવીસ કરોડ અને ક્યારેક પાંદડું ખસે તો બેતાલીસ કે બાવન કરોડે થાય ને આ
બધું પણ બે-ચાર કલાક માં જ !
દેશનું અર્થતંત્ર નાણા થી ચાલે .
વ્યક્તિ વેતન-પગાર થી કમાય ,વ્યાસાયિ વેપાર
કે સેવાથી કમાય ને ઉદ્યોગપતિ ઉત્પાદન
કરીને કમાય ,ખેડૂત ખેતી કરીને. જેટલું
નાણું ચોપડે નોંધાય તે સફેદ નાણું .હક્ક ,મહેનત થી કમાયેલ
આ નાણાં પાર પ્રામાણિક પણે વેરા ભરાય અને સરકાર તેમાં થી પ્રજાહિત ના કાર્યો કરે.
જે નાણું ચોપડે નોંધાતું નથી ,લાંચ,ભ્રષ્ટાચાર
થી ઉભું થયેલું નાણું ,વેરા બચાવવા કરેલા ઉપલા વ્યવહાર, આ બધું કાળું નાણું. ભારતમાટે એમ કહેવાય છે કે સફેદ નાણા ના અર્થતંત્ર ની સમાંતર એનાથે મોટું કાળા નાણા નું અર્થતંત્ર ચાલે છે.
કાળા નાણા ને નાથવા સરકાર પ્રયત્ન કરતી હોય છે.
તમે પીળા નાણા નું નામ સાંભળ્યું છે ?
ન જ
સાંભળ્યું હોય ને,કારણકે આ શબ્દની શોધ જ મારી છે અને હું ય પહેલી વાર
અહીં વાપરું છું. છેલ્લા કેટલાક સમય થી
થતા આ નાણા વ્યવહાર ને અત્યાર સુધી કોઈ નામ અપાયું નથી પણ હવે આ વ્યવહારો એટલા તો
વધ્યા છે -અને વધે છે તેને જાણવા -ઓળખાવા
પડે..અને આ વ્યવહારો જ કલાક બે કલાક માં કરોડ
પતિ બનાવે છે
એક સત્ય ઘટના --એનું નામ જાનીભાઈ. આઝાદી મળી ત્યારથી
દરેક વિધાનસભા કે લોકસભા ની ચૂંટણી માં ઉમેદવારી પાત્ર ભરવા નું,ભરવાનું ને ભરવાનું જ.નહિ કોઈ કોઈ પક્ષ કે ન કોઈનો ટેકો.ઉમેદવારી
પાછી ખેંચવા ના દિવસે અન્ય કોઈ ઉમેદવાર પાંચ-પંદર માટે તૂટવાની બીકે તેમને
ભરેલી ડિપોઝીટ કરતા પાંચ ગણા રૂપિયા આપ દે. પાંચ દિવસ માં પાંચસો ટકા નફો !
એ તો થઇ વર્ષો પહેલા ની વાત ,પણ આજે ?
....હમણાં થોડા સમય પહેલા એક રાજ્ય ની વિધાનસભા ની ચૂંટણીઓ યોજાઈ ગઈ
.ભારતની લોકશાહીના મતદાતા ઓ એ કોઈ પક્ષને બહુમતી ન આપી .હવે ? સરકાર તો આપણી જ બનવી જોઈએ-પ્રજાની સેવાનો મોકો બીજા કેમ લઇ
જાય? શું કરવું ,બહુમતી માટે? ખરીદી શરુ.જેવી ગરજ એવો ભાવ ! "બોલ કેટલા લઈશ ? " જવાબ માં 'કરોડ ' શબ્દ તો હોય જ આગળનો આંકડો
ગરજ પ્રમાણે બદલાય.એક ગરીબ કે સામાન્ય માણસે જીવવા-ખાવાપીવા મહિને ઓછા
માંઓછા વ્યક્તિદીઠ ત્રણેક હાજર કમાવવા જ
પડે.,એટલે વર્ષે આશરે એકાદ લાખ કમાય તો
ભીખ માગ્યા વગર જીવી શકે. બહુમતી ની આ સોદા બાજી માં તો કલાકોમાં બે-પાંચ કે પચીસ કરોડ કમાઈ લે !! ટેકો આપવાના બહાને બીજા લખો લોકોને ટેકા વગર ના
કરી નાખે. બધું જ ભૂલી જાય.. વિશ્વાસ ,વચન,માણસાઈ -જેવા
શબ્દ તો તેના જીવન-કોષ માં થી જોજન દૂર ચાલ્યા જય.. તેવે વખતે
એક બાજુ આવતી કલ ના નાગરિકોને
શાળાના શિક્ષક કરસનદાસ માણેક ની કવિતા ભણાવતા હોય " છે ગરીબોના કુબા માં
ટીપું દોહ્યલું ,ને શ્રીમંતો...." ને બીજી બાજુ
સામે આવેલી વિધાનસભામાં લોકશાહી માતા ની આંખ માંથી આંસુ સરતા હોય
આ મહારોગ-ચેપી રોગ , નાની નાની પ્રાદેશિક ચૂંટણી સુધી પહોંચી ગયો છે.
દેશની મહાન લોકશાહીનું આ કલંક
ક્યારેય સહન ન થાય .દૂર કરવું જ રહ્યું. પ્રત્યેક જાગૃત
નાગરિક પ્રભુને અંતઃકરણ થી પ્રાર્થના કરે કે
લોકસેવા કરવા ચૂંટાયેલા સૌ
પ્રતિનિધિને સ
No comments:
Post a Comment