Readers

Sunday, August 12, 2018


                      સ્વયં સાક્ષાત શિવત્વં પામવા ની દિશા માં એક કદમ        દિનેશ માંકડ
         " ચિદાનંદ રૂપ શિવોહં  શિવોહં "  હું જ  ચિત્ત ના આનંદ રૂપ શિવ છું -- બ્રહ્માંડ ના તમામ દેવો  ગુણ પ્રધાન છે, પણ  દેવો ના દેવ મહાદેવ  વિશેષ ગુણ પ્રધાન છે.  શિવ એટલે જ કલ્યાણ .અને હું પોતે જ ચિત્ત ને -મન ને આનંદ આપનાર શિવ રૂપ છું ! કેટલું અદભુત સત્ય  છે. શિવ ભોળાનાથ છે,સરળ છે શિવ નો એકાદ ગુણ પણ મન માં ઠસી જાય તો જીવન ના રોજ બરોજ ના અડધા પ્રશ્નો હલ થઇ જાય .
              કેવા કેવા પ્રશ્નો રોજિંદા જીવન માં આવે છે ? આકસ્મિક કારણે કચેરી એ એક-બે મિનિટ મોડા  પહોંચ્યા  ને બોસે બે-ચાર ન સાંભળવા ની ખરીખોટી સંભળાવી .મન કેવું વ્યથિત થાય? કકડી ને ભૂખ લાગી છે .પહેલો કોળિયો મોં માં મુક્યો ને દાળ મીઠું નથી .' તમે વચ્ચે ન બોલો ,સાવ ખોટા છો તમે ' ઘર માં ઘણી વાર ;તમે સાચા હો તોય તમને અટકાવાય છે. કોઈ વેપારી એ ખરાબ  કે  હલકી ગુણવત્તા ની વસ્તુ પધરાવેલી  હોય તે પરત ન લે તો તમારું મગજ કેવું જાય છે ? સંતાનો, ઊંચી ફી લેતી શાળાના શિક્ષકોની ફરિયાદ  લાવે તો કેટલો  ગુસ્સો આવે છે ?ટેલિવિઝનમાં   ખોટો નેતા પોતાનો પાંગળો બચાવ કરતો હોય કો કેવી નફરત પેદા થાય છે ? 
              આ બધી વખતે આપણો પારો ઊંચો જાય .મન તાણ અનુભવે   વારંવાર આમ થાય  એટલે સમય જતાં બી.પી. નામ નો દુશ્મન ઘર માં પ્રવેશે.પછી તો કેટલાય ને અકારણ  ગુસ્સો કરવા ની આદત પડે.
                અહીં શિવજીનું 'નીલકંઠ 'સ્વરૂપ યાદ આવે .ક્રોધ રૂપી ઝેર ને પેટ માં ન  ઉતારતાં  કંઠમાં રાખવા નો ગુણ .બધા ને ખબર છે કે સમુદ્ર મંથન વખતે નીકળેલું વિષ કોઈ લેવા તૈયાર નહોતું. પરંતુ સૌના સમષ્ટિ ના હિત માટે  મહાદેવ એ તે વિષ ગટગટાવી લીધું.અને કંઠ માં જ રાખ્યું. ને "નીલકંઠ ' કહેવાયા .ક્રોધ થી બીજા ને નુકશાન થાય કે ન થાય પણ પોતાને તો થાય જ છે .વર્તમાન સમય માં  તો વ્યક્તિ માત્ર માં સહન શીલતા ,ધૈર્ય ખુબ ઘટયા છે.-સાવ નજીવી બાબત માં ગુસ્સો અને કોઈ વાર અવિચારી નિર્ણય કાયમ માટે ખુબ ખુબ  નુકસાન પહોંચાડી જાય છે.
               શાળા માં વારંવાર બનતી ઘટના--.બે વિદ્યાર્થી નજીવી બાબત માં ઝગડે. કોઈ બીજા ને અપશબ્દો કહે ;વાત વધે,ફરિયાદ થાય .એક સમજુ શિક્ષક તુરત ઉકેલ લાવે -કોઈ વ્યક્તિ આપણને કઈ આપે ત્યારે જો આપણે તે લઈએ  તો જ આપણી  પાસે આવે ,ન લઈએ  તો ન આવે .કોઈ આપણને  ગાળ આપે  કે ન કહેવા નું કહે,પણ  આપણે તે લઈએ જ નહીં તો તે તેની પાસે જ રહે ને !  ને પછી વિદ્યાર્થી ને પૂછે –એણે આપી પણ   તેં લીધી  ?"    નાના મોટા પ્રસંગે આપણું પણ આવું બનતું હોય છે તેવે  વખતે નીલકંઠ  મહાદેવ ને યાદ કરવા ."લેવું  જ નહીં ને ૧"   સીધો ફાયદો પોતાને જ છે .ચિત્ત -મન વ્યગ્ર ન થાય -સ્વસ્થ રહે.  સ્વાસ્થ્ય ને નુકસાન ન કરે .
              અહીં સાચા -ખોટા ની  વાત નથી.ક્રોધ કરવા ની કે ન કરવા ની પણ વાત નથી ( એમ તો મહાદેવ પાસે પણ ત્રીજું નેત્ર છે જ )  પણ ક્ષણિક વાત માં કે છોડી શકાય તેવી બાબત માં મન-સમતોલન ન ગુમાવે તેની ટેવ પાડવા ની છે , અઘરું નથી જ મન  સાથે થોડો સંવાદ કરી ,શિવ ને યાદ કરી સંકલ્પ કરીએ તો ચોક્કસ થાય તેવું છે.
            " શિવો ભૂત્વા  શિવમ ત્યજેત " શિવ તો અનેક ગુણો ના ભંડાર છે. શિવ ના ગુણ લઇ શિવત્વમ પ્રાપ્ત કરીએ  હર હર  મહાદેવ

No comments:

Post a Comment